Vikruti - 37 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-37

Featured Books
Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-37

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-37
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     ‘દીપ્તિ’ મહેતાંની દીકરી નથી એ વાતની જાણ થતાં ‘મહેતાંની દીકરી કોણ છે’ એ જાણવા વિહાન ઉત્સુક બને છે.મહેતાં એ વાત કરતાં પહેલાં ઇશાને બચાવવા કહે છે.વિહાન ઇશાને શોધતો કૉલેજ પહોંચે છે.
     બીજી બાજુ ‘આકૃતિને ‘કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર’ નામની બીમારી છે’ એવું વિક્રમને જાણવા મળે છે.ડોક્ટરને મળી ઉદાસ ચહેરે વિક્રમ આકૃતિ પાસે આવ્યો.હવે આગળ...
"અરે યાર હોસ્પિટલમાં શું લઈ આવ્યો તું મને? આ ડોકટર લોકો એકનું બીજું કાઢે.બીમાર ન હોઈએને તો ભી બીમાર છીએ એવી ફિલીંગ આવે અહીંયા." આકૃતિ બેડ પર બેઠી થઈ,“શું કહ્યું ડોક્ટરે?"
"ડોક્ટરે કહ્યું કે....." વિક્રમ બોલતા આકૃતી પાસે આવીને બેઠો. "ડૉક્ટરે કહ્યું કે તું....." 
"હું શું વિક્રમ ?" આકૃતી થોડી સિરિયસ થઈ.
"આકૃતી આ ચક્કર આવવાનું કારણ..." વિક્રમે એક લાંબો શ્વાસ લીધો અને બોલ્યો ," ચક્કરનું કારણ એ છે કે તું ....."
"હું શું વિક્રમ....?" આકૃતી ઇરિટેટ થતા બોલી.
 કે તું સૌનું વધુ પડતું લોહી પી છો ને, તારામાં લોહી ઘણું વધી ગયું છે એટલે ડૉક્ટરે કહ્યું કે હવે બીજા લોકોને તારા લોહી પીવા ના મોકો આપ."કહેતા વિક્રમ હસી પડ્યો.
"શું યાર ડરાવી દીધી તે મને. હું  સૌનું લોહી પીવું છું? તને હું વેમ્પાયર દેખાઉં છું શું ?" કહેતા આકૃતીએ પાસે ના ટેબલ પર પડેલ ખાલી ઇન્જેક્શન ઉઠાવ્યું અને વિક્રમ તરફ સોઈ દેખાડી,“લોહી પીવું છું ને ઉભો રે સરખી રીતે તારું લોહી કાઢું." 
"અચ્છા સોરી સોરી મસ્તી કરતો હતો” વિક્રમે આકૃતીના હાથમાંથી ઇન્જેક્શન લઈ ટેબલ પર મૂક્યું,"ચાલ હવે રેડી થઈ જા,હરિદ્વાર ફરવું નથી તારે ?"
"મતલબ કે પેલો ડૉકટર મને અહીંયા એડમિટ નહીં કરવાનો..? ઓહ ગોડ મને તો થયું કે જે રીતે એ વાત કરી રહ્યો હતો મને અહીંયા બે-ત્રણ દિવસ સુધી રાખશે. કેટલો સારો છે બિચારો....." કહેતા આકૃતી બેડ પરથી ઉભી થઇ ગઇ.
"હમ્મ,ચાલ હવે હું બહાર લોબીમાં ઉભો છું તું આવ બહાર." વધુ કાંઈ ન બોલતા વિક્રમ રૂમની બહાર નીકળી ગયો.
***
“ઈશા”વિહાન ધીમેથી બોલ્યો.ઈશા અને ખુશી બંને ક્લાસ એટેન્ડ કરતી હતી.મોબાઈલ બેગમાં હોવાથી તેઓ કૉલ રિસીવ નોહતા કરતા.
“એક્સકયુઝ મી મેમ”વિહાને પ્રોફેસરને રિકવેસ્ટ કરતાં કહ્યું, “ઇશાનું બે મિનિટ કામ છે”
      પ્રોફેસરે ઇશાને બહાર જવા ઈશારો કર્યો.ઈશા પાછળ ખુશી પણ ઉભી થઇ ચાલવા લાગી.
“શું થયું?”ઇશાએ પૂછ્યું.
“આર યું ઑકે?,તને કોઈએ હેરાન નથી કરીને?”વિહાને બંને હાથ ઇશાની બંને બાજુએથી પકડી હાંફતા બોલ્યો.
“ના,મને કોણ હેરાન કરે”ઇશાએ કહ્યું.
“થેન્ક ગૉડ”કહેતાં વિહાન ઇશાને ભેટી પડ્યો.
“શું થયું બકા?સવાર સવારમાં કેમ ગભરાયેલો લાગે છે?”ઇશાએ વિહાનને પેમ્પરિંગ કરતાં પૂછ્યું, “આકૃતિની યાદ આવે છે?”
“મહેતાં જેલમાંથી છૂટી ગયો અને હું હમણાં એને મળી આવ્યો”વિહાને મહેતાં અને પોતાની વચ્ચે થયેલી વાતો ઇશાને અને ખુશીને કહી.
“શીટ,હવે શું કરશું?ઇશાએ થરથરતા અવાજે પૂછ્યું.
“ઈશા,વિહાન મારે તમને કંઈક કહેવું છે”ઘણા સમયથી ખામોશ ઉભેલી ખુશી બોલી.
      વિહાન અને ઈશા આશાભરી નજરે ખુશી સામે જોઈ રહ્યા. ખુશી વાત શરૂ કરવાની કોશિશ કરતી હતી બરોબર ત્યારે જ ઇશાનો મોબાઈલ વાઈબ્રેટ થયો..ઇશાએ બેગમાંથી મોબાઈલ કાઢ્યો.
“વિહાન,તારા મોબાઇલમાંથી કૉલ આવે છે”ઇશાએ કહ્યું.
“મહેતાં જ હશે, રિસીવ કર”
     ઇશાએ કૉલ રિસીવ કરી,સ્પીકરફોન કર્યો.
“હાય બેબી,સ્પીકરફોન હટાવી તારા દોસ્તને ફોન આપ”મહેતાએ હસીને કહ્યું.વિહાને આજુબાજુ નજર કરી.ગેટ પાસે એ જ બે પહાડી શરીરવાળા આદમી આ લોકો પર નજર રાખી ઉભા હતા.તેમાંથી એક માણસ મોબાઈલ કાને રાખી હોઠ ફફડાવતો હતો.
      વિહાને ફોન સ્પીકર પર જ રાખી વાત કરી.
“ઈશા મારી પાસે જ છે અને તારા ચમચા પણ દેખાય છે,જોઈએ કોણ ઇશાને હાથ લગાવે છે?”વિહાને ગુમાનથી કહ્યું.
“હાહાહા,બચ્ચાં તું ખાપ ખાઈ ગયો.ઇશાને તો આમ પણ હું કંઈ નથી કરવાનો,તે અરુણા વિશે તો વિચાર્યું જ નહિ એ બિચારી અત્યારે જિંદગી અને મૌત વચ્ચે લડે છે, હવે ત્યાં ના પહોંચ્યો તો….હાહાહા”મહેતાં મોટેથી હસવા લાગ્યો.
“મહેતાં..”વિહાન ચિલ્લાયો.
“હાહાહા”મહેતાંએ મોટેથી હસતાં કૉલ કટ કરી દીધો.
    વિહાન દોડવા લાગ્યો.ઈશા પણ તેની પાછળ દોડી.ખુશી અટકી ગઈ.ઈશા પાછળ દોડવાને બદલે એ કલાસરૂમ તરફ આગળ વધી.
“દોડ વિહાન દોડ,હજી તો આ શરૂઆત છે,હાહાહા”તેના ચમચાની વાત સાંભળી વિહાન સંભાળ્યો નોહતો રહેતો.
      ઇશાએ પ્લેઝર વિહાનના ઘર તરફ મારી મૂકી,વિહાનના ઘરની બહાર રોડ પર ભીડ જામેલી હતી.
“કેવા લોકો છે આ દુનિયામાં,સાઈડમાં ઉભેલા લોકોને પણ છોડતાં નહિ”
“બેન તો બાજુમાં જ ઉભા હતા,છતાં પેલાએ જોંગા ઠોકી દીધી અને ભાગી ગયો”
“હમણાં જ એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ બેનને,વધુ લાગ્યું નહિ હોય પણ કદાચ માથામાં લાગ્યું હશે તો હેમરેજ થઈ શકે”
“ના, મેં જોયું હતું,બેનના બંને પગ લોહી લુહાણ થઈ ગયા હતા,બોલી પણ નોહતા શકતા બિચારા”
“બાજુના જ ફ્લેટમાં રહે છે,કોઈ દિવસ બહાર નહિ નીકળતા,આજે પહેલીવાર બિચારા બહાર આવ્યા અને આવું થયું”
      લોકોની ભીડમાં થતી ચર્ચા વિહાને સાંભળી.કોઈએ એમ્બ્યુલન્સને કૉલ કરી દીધો હતો એટલે તાત્કાલિક સારવાર માટે અરુણાબેનને સિવલમાં ખસેડવામાં આવ્યા હતા.
    વિહાન અને ઈશા સિવલ પહોંચ્યા,અરુણાબેનને જોતા વિહાન ખામોશ થઈ ગયો, તેના કપાળે પરસેવો વળી ગયો,નસો ઉભરાઈ આવી.અરુણાબેનના બંને પગ લોહી લુહાણ થઈ ગયા હતા. ડોકટર તત્કાલ ઓપરેશનની તૈયારી કરતાં હતાં.વિહાન દોડીને તેની મમ્મી પાસે પહોંચ્યો. અરુણાબેન વાત કરી શકે એટલા સક્ષમ નોહતા એટલે નર્સે વિહાનને બહાર નીકળવા સૂચના આપી.વિહાન તેની મમ્મી પાસે રહેવા જીદ કરતો હતો અને નર્સ તેને બહાર ધકેલતી હતી.
    ઈશા વિહાનને બહાર ખેંચી આવી અને લોબીમાં બેન્ચ પર બેસારી દીધો.વિહાન ઇશાને બાજી રડવા લાગ્યો.
“વિહાન પ્લીઝ, તું જ આવી રીતે ઢીલો પડીશ તો આંટીને કોણ સંભાળશે?”રડતાં રડતાં ઈશા વિહાનને સમજાવતી હતી.
    બે નર્સ અરુણાબેનને રૂમમાંથી સ્ટ્રેચર પર બહાર લઈ આવી અને ઓપરેશન થિયેટરમાં લઈ ગઈ.લીલાં કપડાં પહેરેલાં ત્રણ ડોકટર ઉતાવળા પગે ઓપરેશન થિયેટરમાં ગયા.થોડીવારમાં ઓપરેશન થિયેટરના દરવાજા ઉપર લાલ લાઈટ શરૂ થઈ ગઈ.
    અડધી કલાક પછી એક નર્સ બહાર આવી,
“તમારામાંથી કોનું બ્લડ ગ્રુપ ‘ઓ પોઝિટિવ’ છે?”બેન્ચ પાસે આવતાં નર્સ બોલી.ઈશા અને વિહાન બંને ઉભા થઇ ગયા.આકસ્મિક ઘટનાએ બંનેનું બ્લડ ગ્રુપ ‘ઓ પોઝિટિવ’ જ હતું.
“ચિંતા ના કરશો,બેનને થોડું વધુ લોહી વહી ગયું છે,બીજી ચિંતા કરવા જેવી વાત નથી”દિલાસો આપતાં નર્સ બોલી અને લેબ તરફ બ્લડ લેવા ચાલી ગઈ.ઇશાએ બ્લોડ ડોનેટ કરવા જીદ કરી પણ વિહાને તેને રોકી ‘વધુ જરૂર પડે તો તું કરજે’ એમ કહી પોતે બ્લડ ડોનેટ કર્યું.
“ઈશા”કંઈક યાદ આવતા વિહાનના પેટમાં ફાળ પડી, “ખુશી ક્યાં? એ લોકોએ ખુશીને તો…”
     ઇશાના પેટમાં પણ ફાળ પડી,તેણે ખુશીને કૉલ લગાવ્યો,ખુશીનો મોબાઈલ બંધ આવતો હતો.
“કૉલ નહિ લાગતો”નમણે હાથ દેતાં ઇશાએ કહ્યું.
***
"તું તો કહેતો હતો હરિદ્વાર ફરવાનું છે,આ હોટેલમાં ક્યાં લઈ આવ્યો?” આકૃતી તેના રૂમની બાલ્કની તરફ જતા બોલી.
"હા બેબીડોલ,થોડો રેસ્ટ કરી લે પછી આરામથી હરિદ્વાર ફરીશું"
"આજે આપણે અહીંયાના સ્ટ્રીટફૂડનો ટેસ્ટ કરશું અને હા હરિદ્વારની પાણીપુરી કેવી હોય છે એ પણ જોવું છે મારું.કેટલા દિવસ થઈ ગયા પાણીપુરી નહીં ખાધી મેં આજે તો પાક્કું એ જ ખાઈશ..." આકૃતીએ હજુ વાક્ય પૂરું ન કર્યું ત્યાં વિક્રમ ગુસ્સામાં બોલી પડ્યો "નો સ્ટ્રીટ ફૂડ આકૃતી અને પાણીપુરી તો બિલકુલ નહીં સમજાયું ?" 
"પણ કેમ તને શું પ્રોબ્લેમ છે?" આકૃતી વિક્રમનું આવું રિએક્શન સમજી ન શકી.
"હોસ્પિટલમાંથી હજુ હોટેલ પહોંચી છો ને આ સ્ટ્રીટફૂડ ખાવાની વાત કર છો.ડૉક્ટરે ના કહી છે આવું ખાવાની તો જેટલા દિવસ અહીંયા છો હું તને આવું કાંઈ ખાવા નહીં દઉં. “હવે તું થોડો આરામ કર હું નીચે આંટો મારી આવું." કહેતા વિક્રમ રૂમની બહાર નીકળી ગયો.
     આકૃતીએ વિક્રમને બોલાવ્યો પણ વિક્રમ કંઈ સાંભળ્યા વિના ભીંની આંખે ચાલતો થઈ પડ્યો.આકૃતી વિક્રમના આવા વિચિત્ર વર્તનથી થોડી કન્ફ્યુઝ થઈ પણ પછી તેને ઇગ્નોર કરી બેડ પર આડી પડી.તેને વિહાનની યાદ આવી.યાદ આવતાની સાથે વિહાનને ફોન જોડી દીધો પણ વિહાને કોલ રિસીવ ન થયો. ત્યારબાદ તેને વારાફરતી ખુશીને અને ઇશાને ફોન કર્યો,તેઓએ પણ ફોન ઉઠાવ્યો નહીં, “બધા પોત પોતાનામાં બીઝી છે." આકૃતી મનોમન ગણગણી.
(ક્રમશઃ)
     વિહાનના મમ્મીને શું થયું હશે? ખુશી કેમ કૉલ રિસીવ નહિ કરતી?શું થશે જ્યારે આકૃતિને તેની બીમારી વિશે ખબર પડશે? 
    ખુશીને મહેતાના આદમીઓએ કિડનેપ કરી હશે?બીજા ઈન્ટરવલ તરફ ધસતી ‘વિકૃતિ’ના આગળના ભાગમાં મોટું રહસ્ય ખુલશે.તો વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)