હાહાહા..હાહાહા..હાહાહા..ગાર્ડનમાંથી કુત્રિમ હસવાનો ઢોંગ કરતા લોકોનો અવાજ આવતો હતો..ચરબી ઉતારવા આમ તેમ દોળા દોળ કરતા માણસો અને અને આંખ બંધ કરી શાન્તિ મેળવવાનો પ્રયાસ કરતા લોકો..
સ્તુતિ આ બધું જોતા-જોતા રોજ સવારે મૉર્નિંગ વોક પર નીકળતી. અને એ રોજ એક દાદાને જોતી અને તેની સામે સહેજ મલકાતી અને તે દાદા પણ પ્રતીઉતરમાં લાગણી ભર્યા મુખે સ્મિત આપતા તેને તે દાદામાં પોતના ગુજરી ગયેલા દાદાનું પ્રતિબિંબ દેખાતું .
એક વાર સ્તુતિ તે દાદા માટે શિયાળામાં તંદુરસ્તી વધારતો અને ખજૂરીમાંથી મેળવાતો નીરો લઈ ને ગઈ અને કહ્યુ દાદા આ તમરા માટે લાવી છું . દાદા થોડી વાર તેની સામે લાગણીસભર બનીને જોઈ રહ્યા ત્યાર બાદ તેને દાદા એ પૂછ્યું બેટા તારું નામ શું છે ? આમ કરતા કરતા બંનેની ઓડખાણ પડી પછી તો તે દાદા દીકરી રોજ સવારમાં સુખ દુઃખની વાતો કરતા એક વાર સ્તુતિ એ એના સંતાનો વિશે પૂછ્યું તો દાદા જણવ્યું કે મારે કોઈ સંતાન નથી , અમારી દુનીયામાં હું અને તારા દાદી બે જ છીએ અને અમે છેલ્લા સાત વર્ષથી જ અહીં રહીએ છીએ. અને આમને આમ ઘણાં દિવસો વીતી ગયા હવે સ્તુતિ ને તેના દાદા પાછા મળી ગયા હોઈ તેવું લાગતું હતું અને દાદાને પૌત્રી પ્રેમથી પરિચિત કરાવનાર તેની દીકરી મળી હતી .
હવે સ્તુતિ ઉંમર લાયક થઈ હતી એટલે તેના ઘરેથી એક છોકરાને પસંદ કરવામાં આવ્યો અને સ્તુતિની મંજૂરીથી એમના લગ્ન પણ નક્કી થઈ ગયા. સ્તુતિ દાદાની ઘરે ગય અને આ ખુશખબરી આપી તથા દાદા-દાદી તમારે લગ્નમાં જરૂરને જરૂર આવવાનું છે એમ કહી કંકોત્રી આપી .
દાદા-દાદી લગ્નમાં જવા તૈયાર જ હતાં ત્યાં અચાનક દાદીની તબિયત થોડી બગડી અને લગ્નમાં જવાનું ટાળ્યું . સ્તુતિ તેમની ના આવી શકવાની મજબૂરી સમજતી હતી તેથી તેને જબરદસ્તી ના કરી . અને લગ્ન બાદ થોડા સમય પછી તેને આ દાદા-દાદી ને પોતનાં સાસરિયાનાં ઘરે આવવા માટે ઇન્વિટેશન
આપ્યું .
પોતાની લાડકી દીકરી આટલું ભાવભર્યું આમંત્રણ આપતી હોઈ તો પછી કોણ ન જાય ..દાદા-દાદી પણ સ્તુતિની આ વાતમાં સહમત થયા . અને તૈયાર થઈ સ્તુતિનાં સાસરે જવા નીકળ્યા , તેને લેવા માટે સ્તુતિ સ્ટેશન પર આવી હતી સ્તુતિને જોઈને દાદાની તો આંખો જ છલકાય આવી અને ઘરે જવા માટે નીકળ્યા .
ઘરની અંદર પ્રવેશે છે , અને હૉલમાં રહેલા સોફા પર દાદા-દાદી ને બેસાડે છે અને પાણી આપે છે , ત્યાં દાદાની નજર સીળી ઉતરતા સ્તુતિનાં સસરા પર પડે છે અને અચાનક જ તેના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી જાય છે ..અને સ્તુતિનાં સસરા પણ આ દાદાને જોઈને મંત્રમુગ્ધ બની જાય છે . બંને એકબીજાને જોયા જ રાખે છે એવામાં સ્તુતિની નજર બાજુમાં બેઠેલા દાદી પર પડે છે દાદીની આંખમાંથી આંસુ ઝરણાંની જેમ વહેતા હતાં ...
સ્તુતિને કંઈ જ સમજયું નહી અને એ બધું આશ્ચર્ય ભરી નજરે જોતી રહી . દાદા સંજય એટલું બોલ્યા ત્યાં તો સ્તુતિનાં સસરાનાં આંખમાંથી પણ અશ્રુ વહેવા લાગ્યા . અને તે એક- બીજાને ગળે મળી રડવા લાગ્યા . અને ત્યાર બાદ દાદીને પણ એવી જ રીતે મળ્યા જાણે વર્ષોથી ખોવાયેલો દીકરો મળ્યો હોય . અને દાદી રળતા રળતા બોલ્યા દીકરા ક્યાં હતો અત્યાર સુધી? ? અમને આમ છોડીને ક્યાં જતો રહ્યો હતો ? ? આ હકીકતમાં તેનો ખોવાયેલો દીકરો જ હતો. સંજયે લગ્ન કર્યા બાદ તેનું નામ પણ બદલાવી નાખ્યું હતું , એટલે જ કદાચ દાદાને સ્તુતિની કંકોત્રીમાં સંજયની જાણ ના થઈ .
વર્ષો પેલા સંજયે તેની પ્રેમિકા વિણા (સ્તુતિનાં સાસુ) સાથે
લગ્ન કરવાની મંજૂરી માંગી પરંતુ જ્ઞાતી અલગ હોવાથી બંનેનાં પરીવાર એ મંજૂરી ના આપી , અને બદલામાં સંજય અને વિણા ઘર છોડીને ચાલ્યા ગયા અને લગ્ન કર્યા .ત્યાર બાદ ક્યારેય પણ સંજયે ઘર તરફ પાછું વાળીને જોયું નઈ . એક વાર લગ્નના એક વર્ષ બાદ તે ઘરે આવ્યો પરંતુ તેના પિતા હજુ પણ તેનાં ઘર છોડવાની વાતથી ગુસ્સે હોવાથી તે ફરી ચાલ્યો ગયો અને પછી ક્યારેયનાં આવ્યો .
આટલા વર્ષો પછી આજે બધો ગુસ્સો ઓગળી ગયો હતો. સંજય તેના માતા-પિતાની માફી માંગી અને ગળગળા સ્વરે કહેવા લાગ્યો કે મેં તમને શોધવા માટે કેટલા પ્રયત્નો કર્યા પરંતુ તમે ક્યાંય ના મળ્યા , ફરીથી ક્યારેય એકલા નઈ છોડું એવું વચન આપ્યું સંજયે અને અહીં જ પોતાની સાથે જ રહેવા માટે સ્તુતિએ દાદા-દાદીને વિનંતી કરી આટલા વર્ષોનો માતા-પિતા તથા પુત્રનો પ્રેમ જો પૂરો કરવાનો હતો . તેમનો અધૂરો રહી ગયેલો વાલ મેળવવાનો હતો .
આજે સ્તુતિનું ખૂબ જ ખુશ હતી .એમના લીધે એક મા-બાપ
પોતના સંતાનને મળી શક્ય હતાં. અને દાદાનું એમને સંતાનો નથી એવું કહેવાનું કારણ સારી રીતે સમજી ગઈ હતી .
વાહ ઈશ્વર ! શું લીલા છે તારી ! આખરે તે મળવી જ દીધા !
દાદા હળવા કંઠે બોલ્યા......
ખ્યાતિ...