પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-
રાધા અનેં કાનો એકબીજા નેં કેવા મળે છે?
યશોદા મા તેમનાં લગ્ન નાં મીઠાં સપના જુએ છે!!!!
નારદમુની દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર પડેલું જુએ છે!!!!
આશ્ચર્ય મુદ્રા માં એમની બુધ્ધિ કંઈક નવું અનુભવે છે!!!!!!
હવે, આગળ:-
રાધા નેં કાના નાં પીતાંબર અનેં ચુંદડી ની અદલબદલ થી યશોદા મા નેં એમનાં લગ્ન ની લાલચ જાગે છે.
કારણકે, લાલા નેં મથુરા નાં મોકલવા નાં એમનાં અરમાન નેં જાણેં પંખ લાગે છે.
આ બધી, વાત થી રાજદરબાર માં થી દોડીને આવેલાં દ્વારકાધીશ નું સુદર્શનચક જમીન પર ફર્યા કરે છે, અનેં અચાનક થી પ્રગટ થયેલાં નારદમુની કંઈક સવાલ પૂછે, એ પહેલાં જ બલરામ ભાઈ એમનેં ચૂપ કરાવી, રાધાવર્ણન માં જોડાઈ જવાં બે હાથ જોડી ઇશારા થી વિનવે છે.
રાધાવર્ણન નાં મહાસાગર માં સમગ્ર રાજમહેલ જાણે, જાણી જોઈને ડૂબવા માંગે છે. અનેં એમનું હૈયું રાધા રાધા નું રટણ કરવા ઝંખે છે.
રાધામાધવ નાં લગ્ન ની વાત માં છોકરી ની માં તરીકે, રાધા ની મા કાના નાં કુટુંબ નો બધી રીતે, તાગ મેળવવા માંગે છે. કારણકે, વૃષભાનનંદીની જેટલાં સુંદર હતાં, એટલાં જ એમનાં પિતા ધનસંપન્ન. અનેં લાલો તો સામાન્ય ગોવાળિયો અનેં એમાંય પાછો, કાળિયો. એમનેં થતું ખબર નહીં મારી આ સર્વગુણસંપન્ન દિકરી એ આ ગોપબાળ નંદકિશોર માં શું જોયું? એમણે, શરત મૂકી યશોદા મા સામે, "મારી પાસે, પાંચ અતિમૂલ્યવાન અસલી સુંદર મોતી છે. આ, મોતી હું તમનેં મોકલવું છું, આવા, મોતીની માળા જો તમેં મારી રાધા નાં ગળા માં પહેરાવશો તો જ આ વાત આગળ વધશે.
યશોદા મા શોકાતુર ચિંતાગ્રસ્ત માથે હાથ દઇને બેઠાં. થઈ ગયું કલ્યાણ, આપણી, પાસે તો આવું એક પણ, મોતી પણ નથી, તો માળા ક્યાંથી લાવવી? હવે,,, તો મારો લાલો, પાક્કું વૃજ છોડી મથુરા જતો રહેશે..
કાનો વૃજ છોડવાનો હતો એ નક્કી જ હતું.
લાલા નાં રાધારાણી સાથે લગ્ન નહોતાં થવાનાં એ નક્કી હતું.
યશોદા મા નો વિષાદ પણ, આયોજીત હતો.
રાધાની મા નું અભિમાન ઉતારવા નું પણ, આયોજન લાલા નું પાક્કું જ હતું.
કેમકે, આ તો ઈશ્વર છે, એમની, સામે, કોઈ નું ય અભિમાન કદી ટક્યું છે ખરુ?
રાધા નાં પ્રેમ ની પણ, એમણેં તો પરીક્ષા કરી હતી.
સાંજે, લાલો, ગાયો ચરાવીનેં આવ્યો અનેં મા બાબા ની આ દશા જોઈ, હસવા લાગ્યો. કારણ, જાણ્યા પછી કહેવા લાગ્યો, એમાં શું મોટી વાત છે? લાવો એ પાંચ મોતી એની હું યમુનાકિનારે, ખેતી કરીશ અનેં થઈ જશે, મોતી નાં ઢગલા. અનેં રાધારાણી એક નહીં આવી, અનેક માળાઓ પહેરશે. અનેં લાલો દોટ મૂકી યમુનાજી તરફ, પાછળ પાછળ દોડ્યા નંદબાબા અનેં હાંફળા ફાંફળા યશોદા મારી પાસે આવી.
એ બંને ને મન અમારો લાલો કેટલો ભોળો છે!!! મોતી ની તો કાંઈ ખેતી થતી હશે? અનેં લાલા નેં મન મા બાબા ભોળા, કેમકે, હું ઈશ્વર છું, મનુષ્ય નાં અભિમાન ઉતારવા કંઈ પણ, કરી શકું.
યશોદા મા વિષાદમય સ્થિતી મારી પાસે, આવી અનેં કહેવા લાગી, હવે, લાલા નાં લગ્ન રાધા સાથે નહીં થાય, મારો કાનો તો હવે, ગયો, મારાં હાથ માં થી.
ત્યારે, મેં એનેં સમજાવી,
એ કોઈ ગોપબાળ નથી કે, આખી જીંદગી વૃજ માં ગાયો ચરાવતો ફરશે.
વાંસળી વગાડતો ફરશે.
રાધા જેવી ગોપકન્યા નેં પરણશે!!!!
એતો, યાદવકુળભૂષણ છે,
વસુદેવનંદન છે.
યદુવંશ નો રાજકુમાર છે.
મથુરા નાં કંસ નો ભાણેજ છે.
મથુરા નો ભાવિ રાજા છે.
સર્વ સૃષ્ટી નો એ ભગવાન છે.
પરાક્રમોની પરાકાષ્ઠા નો સારાંશ છે.
એનેં પરણનાર રાજકુમારી હશે.
એ પણ, એક નહીં અનેક.
અનેં ત્યારે હસવા માં બોલાયેલી મારી આ વાત અત્યારે, સાચી પડી રહી છે.
બધી, રાણીઓ શરમ માં નીચું જોઈ રહી હતી.
અનેં દ્વારકાધીશ દુઃખી.
રાધા સાથે નાં કાના નાં લગ્ન માં યશોદા મા નો સ્વાર્થ તો હતો જ, સાથે, લાલા ની પ્રીત પણ, હતી જ. પણ, આ ખરેખર થવાનું જ નહોતું એ, પ્રથમ થી જ આયોજીત હતું, લાલા દ્વારા છતાં એ દુઃખી હતો, પ્રેમ ની મહત્વકાંક્ષા દ્વારા....
અજંપો એ વાત નો પણ, હતો કે અફસોસ હતો ખબર નહીં. આખી સૃષ્ટી માં સર્વ ની ઈચ્છા ઓ પુર્ણ કરનાર હું પરમેશ્વર હોવાં છતાં, મારી વ્હાલી જનેતા ની ઈચ્છા પૂરી નાં કરી શક્યો. અનેં અચાનક લાલો, ધરતી પર ફસડાઈ ગયો. નારદમુની ની હાજરી ની ત્યારે કક્ષ ની અંદર બધા ને જાણ થઈ ગઈ. અનેં આ વાત, અહીં જ અટકી ગઈ.
એ દિવસ ની રાત્રી રાજમહેલ માં ભારે વીતી, આંખો માં જ વીતી, ઉંઘ વિના જ વીતી, અને, વીતી ક્યાં વીતાવી જ દીધી સૌએ.
અને, બીજા, દિવસ ની સવારે, અજંપા નો અણસાર રાજમહેલ માં વ્યાપેલો હતો.
કાના નાં લગ્ન ની વાત અધૂરી જ રહી ગઈ. ઉપર થી સૌએ જોયેલા દ્વારકાધીશ નો વલોપાત.
અને, એમાં પણ, નારદમુની ના અચાનક આગમન નાં આવ્યા સૌનેં અંધકાર.
કેમકે, વાત, હવે, અહીં જ અટકી જશે, એવો સૌનાં મન માં થયો અણસાર.
નારદમુની નાં અચાનક આવવાનું કારણ પણ, દ્વારકાધીશ જ હતાં. કેમકે, ઘણાં દિવસ થી, જ્યાર થી રાધાવર્ણન રાજમહેલ માં શરુ થયું છે, ત્યાર થી, દ્વારકાધીશ કંઈક અલગ અનેં શંકાશીલ વર્તન નિંદ્રામાં કરે છે. અચાનક થી ગભરાઈ નેં ઉઠી જાય છે. અનેં પછી, બહું દુ:ખી થઈ જાય છે. એમનાં આ વર્તન થી રુક્મણી ગભરાઈ જાય છે. અનેં એનાં માટે પોતાને જવાબદાર માને છે.
એમનાં આ વર્તન ની ચોખવટ એ એમનાં મોઢે થી જાતે કરવા દ્વારકા નાં રાજા તરીકે અસમર્થ છે, એટલે, એ, આ વાત રુક્મણીનેં સમજાવવા નારદમુની નેં તેડાવે છે. આખી, વાત નું વર્ણન કરતાં તે ભાવુક થઈ જાય છે. અને, એમની ગમતી જગ્યા એમનાં મહેલ ની અટારી એ ઉભા રહી, ઘૂઘવતાં દરિયા માં મન ની શાંતી શોધવા નિષ્ફળ પ્રયાસ કર્યા કરે છે.
નારદમુની સામે પોતાને, સ્વસ્થ દર્શાવી આ, સમગ્ર ઘટના નું વર્ણન રુક્મણી નેં કરવાનું કાર્ય એમનેં સોંપી, એમનાં રાજકાર્યો માં વ્યસ્ત થઈ જાય છે.
નારદમુની જણાવે છે,
એકવાર માનુની રાધા કાના થી નારાજ છે અને, લાલો મનાવતાં થાકે છે,પણ, હારી જાય છે,તો પણ, રાધા માનતા નથી. બંને વચ્ચે ઝઘડો થાય છે. મજાક મજાક માં કાનો, રાધા નેં એમ કહે, છે,કે, વૃજ થી મથુરા અને મથુરા થી દ્વારકા હું શું ગયો તમનેં એટલો શું વિરહ લાગ્યો? આપણેં ગૌલોકમાંથી અવતારકાર્ય પુર્ણ કરવા આવ્યા છે. એની જાણ, હોવાં છતાં વિરહ માં દુઃખી થઈ નેં આજીવન બેસી રહ્યા તમે. એવી, કેટલીય વિધવા સ્ત્રીઓ છે જે, એમનાં પતિ નાં મૃત્યું પછી, પણ, જીવન જીવી જાય છે. અનેં હું તો આ ધરતી નાં કોઈક ખૂણે, તમારાં થી દૂર જીવંત તો હતો ને? તમનેં ગૌલોકનિવાસી કૃષ્ણપ્રિયા થઈ ને આ બધું શોભે છે શું?
ગુસ્સે ભરાયેલા માનુની શ્રી રાધા એ વળતો શણશણતો જવાબ આપ્યો.
અવતારકાર્ય નાં આયોજન વખતે સાથે રહી કાર્ય સંપન્ન કરવા ની યોજના છતાં તમેં મનેં દગો કર્યો. એ પણ, એકવાર નહીં બે વાર. રામ અવતાર માં તમેં મનેં લોકલાજે તરછોડી અનેં મારે ધરતી માં સમાવું પડ્યું. અને, કૃષ્ણાવતાર માં વૃજ માં પ્રેમિકા બનાવી છોડી દીધી નેં આજીવન વિરહ માં જ રહી.
ત્યારે લાલા એ વળતો જવાબ આપ્યો, તમેં પણ, મનેં રામ અવતાર માં બે બે બાળકો અનેં કુટુંબ સાથે સમગ્ર સૃષ્ટી ની જવાબદારી માં એકલો છોડી જતાં રહ્યા, હું કેવી રીતે જીવ્યો મારું મન જાણે છે.
એટલે, તમેં રામ અવતાર નાં તમારાં વિરહ નો બદલો કૃષ્ણાઅવતાર માં મારી સાથે લીધો એમ મનેં લાગે છે.
હસતાં હસતાં લાલો બોલ્યો હા, એમજ સમજો માનુની.
રાધારાણી એ અપાર શક્તિ નો સ્ત્રોત છે, જેની મર્યાદા એમણે, રામ અવતાર માં સીતા તરીકે અનેં કૃષ્ણાવતાર માં રાધા તરીકે સાંગોપાંગ અવિરત નિભાવી છે. છતાં પણ," આવાં લાંછન મારાં પ્રિયતમ તરફ થી જ."
અને, દાઝયા પર ડામ ની જેમ, પ્રભુ પાછા એમનેં ચીડવવા લાગ્યા. મારી વ્યાજબી દલીલો સામે, સ્વબચાવ માં કાંઈ બોલવા ની તમારી હિંમત નથી ને? માની લો કે, તમેં હારી ગયા, અનેં મારાં વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી. આ વાત નેં કબૂલ કરો.
પણ, કબૂલ કરે એ રાધારાણી શેનાં? રડી પડ્યા, પણ, સજળ નેત્રે બોલ્યાં, દલીલો કરવા માં તમનેં કોઈ ક્યારેય ક્યાં પહોંચી શક્યું છે,તો હું પહોંચીશ? મર્યાદાધર્મ નાં પાલન સાથે અવતાર નું ઉત્તમ આયોજન આપ જો કરી શકતાં હોય તો મનેં આપ થી ઉણી નાં સમજતાં હું આપની અર્ધાંગીની છું. ફરીવાર કોઈ અવતારકાર્ય નું જો આયોજન થશે, અનેં મનેં માનવસ્ત્રી નો અવતાર મળશે, અનેં આપ મનેં કૃષ્ણાવતાર ની જેમ છોડી દેશો તો, આપનેં હું બતાવી દઇશ કે, સ્ત્રી ની ગરિમા માં રહી ને પણ,મર્યાદા નેં સાથે લઈને, અનેં તમારી ભક્તિ માં રસતરબોળ થઈ નેં પણ, આ રાધા કંઈ હદ સુધી તેનું પાલન કરી શકે છે, અનેં છતાં પણ, આપનાં અદમ્ય વિરહ ની વ્યથા ને આજીવન સહી નેં પણ, હસતાં મુખે, આ ગૌલોકેશ્વરી કેટલાં સ્વમાન થી જીવી જાય છે,તે હું તમનેં બતાવી દઈશ. અનેં તમારાં વગર પણ, તમારી આ રાધા એનું એવું નામ કરશે, કે, તમારે, દુનિયા ની સામે, મારો હાથ પકડવો જ પડશે, એ પણ, મારી ભક્તિ ની લાજ રાખવા કરતાં વધારે, તમારી ગરિમા ની લાજ રાખવા. અનેં રીસાયેલાં રાધાજી ઘણાં દિવસ સુધી ગૌલોકેશ્વર સાથે બોલ્યા નથી. આ, પ્રસંગ નેં સ્વપ્ન માં વારંવાર નિહાળી દ્વારકાધીશ વ્યાકુળ રહેતા હતાં, એ વાત રુક્મણી નેં બરાબર સમજાઈ ગઈ.
માનુની રાધારાણી બહું જ સ્વમાની હતાં. એમણે, બોલેલા વચન નું પાલન કર્યુ .કૃષ્ણાવતાર ની સમાપ્તિ પછી, મીરાંઅવતાર માં એ ગૌલોક માં થી એકલાં જ ધરતી પર આવ્યા. મીરાં સ્વરુપે. અનેં ભક્તિ નું એવું ઉદાહરણ, જગત નેં આપ્યું કે, માધવ હારી ગયા, રાધા સામે, અને, દુનિયા ની સામે, રાધારાણી નો મીરાં સ્વરુપે હાથ પકડવા એમનેં રાધા ની પાછળ પાછળ ધરતી પર આવવું જ પડ્યું.
આવા, અડગ અનેં સમર્થ શક્તિ સ્વરુપા, સહનશીલતા ની આગવી ઓળખાણ છે, આપણાં રાધારાણી.
આટલું બોલતાં નારદમુની પણ, ગળગળા થઈ ગયાં.
રાધામાધવ નાં લગ્ન ની વાત નો અધૂરો રહ્યો અણસાર!!!
રોહીણીમા નાં વાર્તાલાપ નેં મળ્યો અચાનક થી વિરામ????
રુક્મણીજી નાં હાલ થયાં બેહાલ.
રાધા નાં પ્રેમ માં પડ્યા નો એમનેં થઈ ગયો અહેસાસ!!!!
પોતાનાં કૃષ્ણપ્રેમ નાં ઉતરી ગયાં અભિમાન!!!!
આંસુડાની ધારે આજે, લખાઈ ગયો ઈતિહાસ????
રાધા નેં મળવાની એમનાં હૈયે લાગી અદમ્ય પ્યાસ!!!!!!
દ્વારકાધીશ નેં પગે પડી માફી માંગી રહ્યા છે આજ????
શું હશે, એમનાં હૈયાં નો વિષાદ????
કેવી રીતે કરશે, દ્વારકાધીશ નો સામનો એ આજ????
વાંચો, વિચારો, જણાવો......
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં હસતાં રહો.....
જય શ્રી કૃષ્ણ
મીસ. મીરાં......