Skhitij - 20 in Gujarati Fiction Stories by Bindiya books and stories PDF | ક્ષિતિજ - ભાગ-20

The Author
Featured Books
Categories
Share

ક્ષિતિજ - ભાગ-20

ક્ષિતિજ ભાગ-20

સોમવારે  સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ  થવા લાગી.રસ્તામાં  પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત   હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ  આશ્રમે હાજર થઈ  ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા  હતાં  .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ  કંઈ બોલી રહ્યા  હતાં.. 
“ ચિંતા  ન કર બેટા હું  એમને મનાવી લઇશ.  કાલે તું  ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે.  હુ  કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “
વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી. 
“ અરે.!! નિયતિ  ત્યા કેમ ઉભી છે?  અંદર આવ ને “
“ ના..એતો  તમે કોઈ સાથે વાત કરી રહ્યા  હતાં  એટલે અહીયાં જ ઉભી રહી ગઇ. “
“ અચ્છા.. હવે અંદર આવ એક અગત્ય ની વાત કરવી છે.”
નિયતિ  અંદર આવીને ઉભી.
“ જો બેટા  ગઇ કાલે બાબુભાઈ પર એમનાં દિકરા વિપુલ ની વહુ નો ફોન આવેલો.  વિપુલ ને કંઈ કારણોસર પેરાલીસીસ નો એટેક આવ્યો છે.  અને એનું  આખું  જમણું અંગ ખોટું થઇ ગયું છે.”
નિયતિ આ સાંભળીને એકદમ આશ્ર્ચર્ય પામી ગઇ. એનાં મોઢામાં થી હાયકારો નીકળી ગયો. 
“ હે..! શુ  વાત  કરો છો??  વિપુલભાઈ ને ..”
એ બોલતાં બોલતાં ત્યા જ  અટકી.  
“ હા... અને બાબુભાઈ  હજી એ દિવસ ની વિપુલ ની વાત નો રોષ મનમાં ભરી ને બેઠાં છે.   વિપુલ ના બોલેલા કટુ શબ્દો એમને હજું કોરી રહ્યા છે. વહુ ખુબ કગરી પણ એમણે સાફ શબ્દોમાં ના પાડી દીધી.  હવે ફકત આપણે એમને મનાવવાનાં છે.”
“ હા..સાચી વાત છે તમારી. તો ચાલો રાહ કોની?  પહોચી જઇએ બાબુભાઈ પાસે.”
“ હા. પણ મોહનને અને પ્રેમજી ભાઇ ને પણ લેતાં જઇએ.  “
બધા ભેગાં મળીને બાબુભાઈ ની રુમમાં પહોંચી ગયા.  બાબુભાઈ  એમનાં પત્ની ને આવેલાં ફોન વિષે વાત કરી રહ્યા હતાં.  
“ જો..એ તારો પણ દિકરો છે .તારું  મન એનાં માટે ખેંચાણ અનુભવતું હોય .એમા પણ એ માંદો છે .હવે પરસ્વાધીન બન્યો છે એટલે તને એક મા તરીકે વધારે તકલીફ થાય . “
એ ફરી થોડું અટકી ને આગળ બોલ્યા. 
“ તારે ત્યા  એની પાસે જવું હોય તો હું  તને રોકીશ નહી. તું  રાજી ખુશી થી એનું તેડું સ્વીકારી ને જઇ શકે પણ .મને આવવાં માટે...”
 એ ફરી અટકી ગયાં.  સવિતાબહેન હવે એમની સામે જોઈ રહ્યા.  અને ધીમેથી પોતાનો હાથ બાબુભાઈ ના ખભે મુકતાં બોલ્યા. 

“ આ ..બધું કોને કયો છો?  મને કે પછી તમારી  જાત ને ?  હુ  તો તમારાં બાપ દિકરા વચ્ચે  ક્યાય છું જ નહીં.   મારે તો ફક્ત ધણી કે એમ કરવા નું.  એ ભીંસમાં હતો  જયારે તમે એને નકકામો.. નમાલો કહ્યો હતોને  ત્યારે.  જીંદગી આખી તમે એને ખુબ દાબમા રાયખો.  પણ અંતે  કોઈ પણ વાસણમાં દબાવી ને ભરવાની હદ હોય.અને હદ વટે એ છલકાય.. મારો દિકરો નકકામો  નઠારો નથી.  પણ તમે કોઈ દિ’  એને મોકો જ નથી આયપો.  હુ  તો ત્યારેય  ઘર મૂકીને આવવાં નોતી માગતી પણ શુ થાય, તમે  ધણી ને ધણી નું કીધું   મારાથી ઉથાપાય થોડું?.  દુખ ઇ વાત નુ છે કે ઇ ટાણે જો તમે ઇને સાથ આયપો હોત ને તો આજે મારો વિપુલ કયાંય આગળ હોત.ને આપણું માથું ગર્વ થી ઉંચુ હોત. “
સવિતાબહેન હજું  માથું નીચું કરીને બોલી રહ્યા  હતાં. પણ બાબુભાઈ તો દંગ રહી ગયાં હતાં  સવિતાબહેન ને આમ બોલતાં  જોઈ..એમણે સવિતાબહેન ને બોલતાં અટકાવ્યા. 
“ એટલે..? તારુ કહેવું એમ છે કે ..આ બધું જે થયું એનો જવાબદાર માત્ર હુ  છુ?  લે..વાહ...! વહુ નું કેણ આયવુ ને તેતો તરતજ પલટી મારી.. “
સવિતા બહેન મુંગા મોઢે  આંખો મા આંસુ સાથે એમની સામે જોઇ રહ્યા. 
“ આટલા વરસે  મારા મનમાં હતું ઇ પેહલી વાર બોલી.  તમારે મને નો મોકલવી હોયને તો કાંય નહી .પણ હવે આગળ મારે કંઈ જાણવું નથી. અમારે મા દિકરા ના નસીબમાં  તમારાં સ્વભાવ ને સહન કરવાનું જ લખ્યુ છે.  “
“ ઓહો...! હજી તો તમે યાં  ગયાં નથી ને દિકરા ના શબ્દો  બોલવાયે માંડયાં ? લાગે છે એની હારે સબંધ પુરો કર્યો એમ તમારી...”
બાબુભાઈ હજું આગળ કંઈ બોલે એ પહેલાંજ  નિયતિ  બોલી ઉઠી.
“ બસ હવે.. બહુ થયું.. તમારે તમારી જિદ મુકવાની જરૂર છે.  આ ઉંમરે આ બધું ન શોભે.. “
“ જો છોકરી  આ..આ...મા તું કાંઇ બોલતી નહી . આ આશ્રમનો નહી અમારો અંગત પ્રશ્ન છે. “
બાબુભાઈ એ નિયતિ સામે આંગળી ચીંધી ને કહ્યુ. 
“ ના..ભાઇ આ તો આપણાં બધાં નો પ્રશ્ર્ન છે. આશ્રમમાં રહેનાર આપણે બધાં એક કુટુંબ છીએ. “
મોહનભાઈએ બાબુભાઈ ના ખભે હાથ મુકતાં કહ્યુ. 
“ થોડા હરવા પડો.અને શાંતી થી  વિચારો.  અત્યારે તમારાં દિકરા ના બાળકોને  ..એ તમે જોઈ પરખી ને તમારા દિકરા સાથે પરણાવેલી  એ કોઈ ની દિકરી ને તમારી જરૂર છે. તમને જાણ પણ ન થાત જો એ દિકરી એ એનાં મા બાપને બોલાવીને મદદ માંગી હોત.  એ શુ કામ તમને તેડાવે..? “
પ્રેમજીભાઈ એ બાબુભાઈ ને સમજાવતાં કહ્યુ.  
“ અરે...અરે..એએ તો એના મા બાપ ને થોડી બોલાવે.. અહીંયા કામ કરવાં માટે નોકર જોઈએ છે.. આ બધું નાટક છે. આ સવિતા ઘરમાં કામ કરે ને હું  બહારનાં..એટલે ભયો ભયો.  “
બાબુભાઈ એ ફરી ગુસ્સામાં જવાબ વાળ્યો.  અંતે સવિતાબહેન માથે હાથ દઇ ને ખુરશી પર બેસી ગયાં. એ રડવા લાગ્યા
“ બસ કરો વિપુલ ના પપ્પા....હવે બસ કરો.. આમ કાંઇ બધો વાંક વિપુલનો નથી.  તમારો સ્વભાવ પહેલાથી જ ગરમ છે. અને ભૂલતા નહી તમે હાથે કરીને અહીંયા  આયવા છો.  નયકે વિપુલ આપણને મુકી ગયો.  પછી કોઈ ની સહનશક્તિ ને હદ હોય. એ પરણેલો દિકરો  તમે કેટલી વાર બધાની સામે એને નીચો પાડતાં વહુની સામે જેમતેમ કહેતાં..વળી વેવાઇ સામે પણ ..અમારે વિપુલ ની લેન નહી એવું કહીને એની ઠેકડી ઉડાળતા.. છતાં  વહુ કે વિપુલ તમને પુરતું માન આપતાં.  વિપુલ ખુબ મહેનત કરે પણ ભાગ્ય એનો સાથ નો આપે એમાં  ઇનો થોડો વાંક..? ઘરને બેપાંદડે કરવા વહુ પણ નોકરીએ  લાગી ગઇ..તો એ આવે ત્યારે એક ટાણા ની રસોઈ હું એને ખવરાવુ તો શું ખોટું..? ઇની જગા એ આપણી દિકરી હોત તો...?  એ મારી આગળ  લાડથી કેતી  કે મમ્મી  આજે આ બનાવજો..ને તમે ઇને ઓડર આપે એમ કેતા..વહુ દિકરો  હારે બેહે તો તમે ઇને મર્યાદા વગરના કયો.. શુ કામ?  નાની નાની વાત માં કચકચ કરવી..એને શાંતી થી જીવવા નો દઇએ.?. આપણાં જમાના ગયાં. થોડું આપણે બદલાવું પડે જમાના પરમાણે . તમે જયારે વિપુલને  પૈસા તમારા ભાઇબંધને આપવા કિધેલું  એ સમયે વિપુલ ની નોકરી છુટીગયેલી.  વહુના પૈસે ઘર હાલતું તું  ઇની મને ખબર છે.તમારી હામે તો બીચારી બોલે નહી તમને નાનપ લાગે ઇ હારુ.  ઇ ધારત તો તમારી આગળ થી તમારી જમાં મૂડી લઇ  હકત. વિપુલ ની મોટી દિકરી ની ફી નો ભરાણી હોત તો એને કાઢી મુકત નિશાળ માં થી..પણ તોય તમે તો બીચારાનો મુંઝારો પારખી નો હયકા.. અને આટલું બોલ્યા ત્યારે હદ વટાવી ગયા પછી વિપુલે કીધું...કે આટલી બધી હોંશિયારી હતી તો કેમ કરોડપતિ  નો થયાં?..  આટલાં વર્ષો  શું કર્યું  કે એક બે બેડરુમનો ફલેટે નો લીધો..? અને તમે એને મુકીને  આશ્રમમાં  આવતાં ર્યા...ઇ ટાણે એને બોવ જરુર હતી આપણી. પણ  મને થયું કે આપણે જતાં રહીશું તો ઇ કાંઇક  શાંતી થી જીવસે..  અને જુઓ ખરેખર આપણાં આશ્રમમાં આવ્યા પછી ઇ ને વહુ ખુશ છે.. ઘર લીધું..ગાડી પણ લીધી...વહુ ને વિપુલ ઘણીવાર મને ફોન કરે  ને કયે આવતાં ર્યો પાછા. પણ વિપુલ ને તમારા હારુ મનમાં દ્વેષ બંધાઈ ગ્યો છે. મારી તબિયત  ખરાબ થઇ એ વખતે ખરેખર વિપુલ નો વાક હતો ઇમા ના નહી. પણ કોઈ દિ’ વિચાયરુ કે કેમ મને લઇ જવા તૈયાર ને તમને નહી..”
સવિતાબહેન જે બોલી રહ્યા હતાં એ  બાબુભાઈ માટે તો  ધગધગતા ડામ દીધાં બરાબર હતું. એ ફાટી આંખે સવિતાબહેન ની સામે જોઇ રહ્યા.  અને સવિતાબહેન રડતાં રડતાં  બોલ્યે જતાં  હતાં.  નિયતિ  સવિતાબહેન ના ખભે હાથ મૂકી ને એમને શાંત્વના આપી રહી હતી.અને બાકી બધાં  સવિતાબહેન ની વાતોથી એક દમ મુંગા મંતર થઇ ગયાં હતાં  સવિતાબહેન જાણે વર્ષો ની મુંઝવણ ઠાલવી રહ્યા.  મોહનભાઈ હવે  સમયની નાજુકતા સમજી ને બાબુભાઈ ને ઉભાં કરી બહાર લઈ ગયાં. હર્ષવદનભાઇ, પ્રેમજીભાઇ અને મોહનભાઈ  એ બાબુભાઈ ને ખુબ સમજાવ્યા. અને અંતે એમણે મનનો બધો દ્વેષ છોડી ને ઘરે જઇ ને ફરી ઘરની પરિસ્થિતિમાં સંભાળવાનું  નકકી કર્યું.  અંતે બધું  થાળે પડ્યું.  સવિતાબહેન પણ એમનાં નિર્ણય થી ખુશ થઇ ગયાં.  અને સોમવારે સાંજે  એ લોકો ફરી પોતાનાં ઘરે પાછાં ફરશે એમ નક્કી થયું. બધાં  ખુબ રાજી થયાં.  
ક્ષિતિજ  ઘરમાં  હજું  પણ નિયતિ ના વિચારો માં  હતો. આગલી રાતે નિયતિ સાથે પસાર કરેલો સમય આંખો સામે થી વારંવાર  ફિલ્મ ની પસાર થઇ રહયો હતો. અનેકવાર થતું કે નિયતિ ને ફોન કરું  એક વાર છેલ્લી વખત વાત તો કરું..કે પછી પપ્પા સાથે વાત કરું  ?  એનું  મન ખુબ વિહવળ હતું.  સામે નિયતિ પણ આશ્રમનાં કામ માં પોતાનું મન પરોવવાની કોશીશ કરી રહી હતી.  વારંવાર  ક્ષિતિજ ના વિચારો માં ખોવાઈ જતી. અને હર્ષવદનભાઇ  એને આ સ્થિતિમાં  જોઈ ને મજા લેતાં.  નિયતિ  અચાનક એમની પાસે આવી અને સામે બેસી ગઇ. 
“ અંકલ  “ 
“ હા બેટા. “
“ હવે તો કાલે મારી સગાઇ થઇ જશે. પછી થોડો વખત સમયસર આવી પણ ન શકું.  કદાચ એમનાં કહેવાથી મારે આવવાનું છોડવું પણ પડે. “
હર્ષવદનભાઇ એ પ્રેમથી નિયતિ ના માથા પર હાથ ફેરવ્યો. 
“ એવુ પણ બને કે તને તારી ઇચ્છા મુજબ બધું કરવાની છૂટ મળે. “
“ હા..પણ જો એવું ન થાય તો..એટલે આજે મારે તમને એક સવાલ પૂછવો જ છે.અને જવાબ પણ અત્યારે જ જોઈએ.. આમ હક થી જવાબ માંગી શકું  એટલો તો મારો હક છે ને ?”
“ હા..હા.. કેમ નહી..?  પુછ તારે જે પૂછવું હોય તે  “
“ અંકલ તમે અને ક્ષિતિજ  બંને એકબીજાં ને ખુબ સમજો છો . બંને ની મિત્રતા. બંને ના બાપ દિકરા તરીકે નાં સંબંધો કંઈ  બીજા લોકો થી અલગ જ છે  . અને છતાં  તમે અહિંયા કેમ રહો છો ? એ વાત વારંવાર મારા મનને કોરી ખાય છે.  તમને કદાચ ફરી દુખ થશે પણ આજે મારે એ રહસ્ય જાણવું જ છે  .  “ 
“ એનું  કારણ છે..અને એ પણ ખુબ મોટું.   નિયતિ   મારા બાપુજીએ અમને ખુબ કડકાઈથી ઉછેર્યા છે.એ બધું તો તું  જાણે જ છે ને?  પણ પછી મોટાભાઈ ના લગ્ન પછી એમને એક દિકરો થયો.  અને પછી તરતજ  મારા  લગ્ન થયાં અને બે વર્ષ પછી ક્ષિતિજ નો જન્મ થયો.  બંને ભાઇઓ માં  ત્રણ વર્ષ નો ફર્ક હતો.  સગાં ભાઈઓ થી પણ વિશેષ એમનો સંબંધ હતો.  ભણવામાં  ઋજુ થોડો નબળો હતો.એટલે બાપુજી  એને ખુબ નાનપણથી જ હોસ્ટેલ માં મુકવા જીદ કરતાં  પણ મોટાં ભાભી  નાં લીધે ઋજુ બચી જતો. અને બાપુજી ની જીદ ના લીધેજ મોટાભાઈ  અલગ રહેવા જતાં રહ્યા. પણ એ છઠ્ઠા ધોરણમાં હતો એ વખતે મારા મોટાં ભાભી નું  હાર્ટ એટેક થી મૃત્યુ થયું.  એટલું નાનું બાળક  એ સહન ન કરી શકે એ તો હકીકત છે. ભાઇ ફરી અમારી સાથે રહેવાઆવ્યા.  ઋજુ ના તોફાન એના ચિડીયાવેડા.. એનો ગુસ્સો  વધવા લાગ્યો.  ભાઇ ખુબ પ્રયત્ન કરતાં એને  પ્રેમ આપતાં  પણ બાપુજી આ બધાને વેવલાવેડામા ખપાવતા.  ઋજુ પર હાથ પણ ઉપાડતાં  એ વખતે ક્ષિતિજ  પણ ડરી જતો. અમે દિકરાઓજ બાપુજી સામે બોલવાની હિંમત ન કરતાં  તો ક્ષિતિજ ની મા તો કયાંથી કરે. ઋજુ ને માર પડે પછી એ વધું  ઉધ્ધત થઇ જતો. પણ ક્ષિતિજ ની માં  એને ખુબ પ્રેમથી લાગણી થી વાળતી.  એ પણ એને માંથી  વિશેષ  પ્રેમ કરતો. એકવાર ઋજુ ના કંઈ તોફાન બાબતે સ્કુલમાં થી ફરિયાદ આવી અને બાપુજીએ  અમારા બંને ભાઈઓ ની ગેરહાજરી માં  ઋજુ ને ખુબ માર્યો .  પછી ઋજુ  ભાગી ગયો.  એ ભાગી ગયો છે એ ખબર પડતા જ અમે ખુબ પ્રયત્નો ના અંતે  ત્રણ દિવસ પછી એને અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી  શોધી કાઢયો.. અને અંતે બાપુજીએ  એને હોસ્ટેલ ભેગો કરી જ દીધો.  જે  પરિસ્થિતિ માં  બાળકને સમજવાની એને સમય આપવાની એને ભરપુર પ્રેમ આપવાની એને ખુલ્લુ આકાશ આપવાની જરુર હોય..એના લાડ ને માણવા ના હોય એ ઉમરમા એને પુરી દેવામાં આવ્યો.  ઋજુ  સાવ નિરસ, નિરાશ  જીવવગરનો થવા લાગ્યો.  એ જમતો નહી..સાવ મૂંગો ફરતો..એનું  શરીર પણ સૂકાવા લાગ્યુ હતું.  જયારે રજાઓ માં આવતો ત્યારે પણ બાપુજી વારેવારે એને પાછા જવાનો સમય અને તારીખ પુછતાં. રજાઓ મા ક્ષિતિજ સાથે  એ સમય પસાર કરતો.એ ફક્ત ક્ષિતિજ અને એની માં  સાથેજ રહેતો. મોટાં ભાઇ કે  મારી સાથે પણ વાત ન કરતો.  ધણી વખત એણે તારી આન્ટી ને કહેલું  ..હોસ્ટેલ ના કોઈ સાહેબ એની સાથે  સારું વર્તન નથી કરતાં. બધા સામે એને ઉતારી પાડે અને ઘણીવાર તો એને આખા કલાસની સામે મારે પણ છે.આ વાત ક્ષિતિજ ને પણ કરેલી.. એ નવમાં ધોરણમાં હતો.  અને ક્ષિતિજ છઠ્ઠા માં. ઋજુ કહેતો
“ ક્ષિતિજ  ઘણીવાર રાત્રે ડર લાગે  વખતે મમ્મી ને ભેટીને ઉંઘવાનું મન  થાય.પણ આખીરાત ડર માં  ને ડર માં  કાઢવી પડે જો કોઈ ને ખબર પડે કે મને ડર લાગે છે તો આખી હોસ્ટેલમાં  સવારે ઠેકડી ઉડાડે.  કયારેક તાવ આવે ત્યારે  થાય કે મમ્મી ના ખોળે માથું મુકું ને એ મને ખુબ પ્રેમથી સંભાળે. પણ અહીંયા તો બધું ભુલી ને જીવવું પડે.એકલા સુવાડી રાખે .કોઈ માથે હાથ પણ ન ફેરવે.ફકત દવા આપી જાય એ પણ જાતેજ ગળવી પડે. બીજા બાળકો મમ્મી પપ્પા  સાથે બહાર જાય લાડ કરે  જિદ કરે અને પ્રેમથી  એમની જીદ પુરી થાય  . અહીંયા એવું કંઈ ન થાય.. એને ઘણીવાર કહ્યુ  પાછું  આવવાં પણ બાપુજીએ  સાફ ના પાડી.. એ ડિપ્રેશન મા આવતો ગયો અને અંતે  દસમાં ધોરણની  પરીક્ષા પછી એણે પોતાનું જીવન ટુંકાવી નાખ્યુ. એ સમય અમારાં માટે ખુબ કપરો હતો. મોટાભાઈ  પોતની જાતને જવાબદાર ગણી રહ્યા હતાં..  ત્યાર પછી થોડાં વર્ષો માં મોટાભાઈ  અમને મુકી ને જતાં રહ્યા.   ત્યાર બાદ  બાપુજીએ  ક્ષિતિજ ને પણ પરાણે મુક્યો.  તયારેપણ હું કંઈ  બોલી ન શક્યો.  પણ ક્ષિતિજ નું  હું  બરોબર ધ્યાન  રાખતો.  વારંવાર એને મળવાં જતો. એ બિમાર થતો ત્યારે  હું  એને ઘરે લાવતો ને અમે બંને એનું ખુબ ધ્યાન રાખતાં  . એને એના જીવનમાં નિર્ણયો  લેવાની છુટ મેં જ આપેલી. એટલે અમારા વચ્ચે થોડાં મતભેદ  છતાં એણે આર્કિટેક્ટ થવાનું  પસંદ કર્યું.   હું  ઓલમોસ્ટ  નિવૃતિ ઉંમરે પહોંચી ચુક્યો હતો.  એમા જ  એની મમ્મી પણ અમને બંને ને છોડીને જતી રહી.  પછી એ લગભગ  બહારગામ જ રહેતો  હું  ખુબ બોલતો એને  કકરાટ કરતો. એમા એકવાર અમારાં બંને વચ્ચે  ખુબ મોટો ઝગડો થયો.  ત્યારે  એણે પોતાનાં મનનો આક્રોશ  ઠાલવ્યો.  અંતે એણે કહ્યુ.   નાના બાળકો ને ભવિષ્ય માટે એકલાં અજાણી જગ્યાએ  અજાણ્યા વ્યક્તિ ના ભરોસે  મૂકીને  જતાં રહેવું  કઇ માણસાઈ છે? ઘરની હુંફ..પ્રેમ  લાગણીઓથી નઠઠર બનાવી ને કેવું ભવિષ્ય  બનાવવાનું ? પહેલાં  ફકત ને ફકત પોતાની જાત વિષે જ વિચારતા  શીખવાનુ ને પછી જયારે એ ટેવાઈ જાય એટલે સ્ચછંદી?  એ વખતે જ મારા એક મિત્ર ફોન આવ્યો  અને એ રડી રહયો હતો  કે દિકરો મને ને તારી ભાભીને વૃધ્ધાશ્રમ માં મુકવા જાય છે. એ વખતે ક્ષિતિજે  એમને ખુબ સંભળાવી દીધું કે જ્યારે નાનો હતો એણે દુનિયા જોઈ પણ નહતી. સમજણ પણ ન હતી  વખતે તમે એને એકલો છોડી દીધો.  અને હવે એ તમને વૃધ્ધાશ્રમમાં મુકી જાય તો એ  બરાબર છે.તમે આખી જીદગી  મજા કર્યા.  દિકરા ની જવાબદારી થી હાથ ખંખેરીને પૈસાથી પુરું કર્યુ.  એને તમારી જરુર હતી..પણ તમે તો  દુનિયા જોઈ  ચુક્યા  છો જીવી ચુક્યા છો. પછી શેનો વસવસો?  તમે પણ એને પરાણે જ મુકી આવેલાં  અને ત્યા જ રહેવાનું છે એવું  સ્પષ્ટ જણાવેલું  તો એણે પણ એ કર્યું  ત્યારે  ઝાટકા કેમ લાગે છે.? એ પણ તમારાં  જન્મ દિવસે આશ્રમમાં જમણવાર કરશે.  ગીફ્ટ આપશે દિવાળી માં ઘરે  . એમાંજ  અમારો ઝઘડો ખુબ મોટાં સ્વરૂપે પહોંચી ગ્યો. અને મેં પુછી નાખ્યુ  કે એમ તો તુ પણ તારા બાપ ને મુકી આવીશ  ને..? એણે હા પાડી...એ તાડુકયો
  “ હા... ઋજુ ની હાલત જોયા પછી પણ તમે દાદાજી ને ના ન પાડી શકયાં..વારંવાર  એના ના પાડવાં છતાં  એને મુકી આવતાં.  મોટાં પપ્પા નું  આખું કુટુંબ દાદાજીની જિદ ના લીધે ખલાસ થઈ ગયું.  જો ઋજુ ની જેવી મારી હાલત થઈ હોત ને તો......અને ખબર પડશે  આખી જીંદગી જીવી લીધું  હવે તમને જાતને સંભાળવા કોઈ ની જરુર નથી બધા અનુભવો કરી ચુકયા. છતાં ત્યાં જશો તો ખબર પડશે  .... “ અને મેં  એની વાત સ્વીકારી લીધી . મેં  કહ્યુ  કે તને સાત વર્ષ  રાખ્યો  હવે હું  પણ રહીશ અને હું  અહીયાં  આવી ગયો. પછી તો એ ખુબ દુખી થયો માફી પણ માંગી..પણ એક બાપ તરીકે   મેં  મારાં દિકરાને જે ધાવ આપેલાં હવે મારે પણ એ જાણવું  હતું  કે પોતાનાં હોવા છતાં  એકલાં રહેવાની  સજા શું  હોય..  અહીંયા  આવ્યા ને બે વર્ષ  થઈ ગયાં. હજું  પાચ વર્ષ બાકી છે.અહીયાં  રહેવા માટે..પણ નિયતિ  એની મુંઝવણ  ખરેખર મને અનુભવાય છે.  માંદગી માં.. એની મમ્મી  ની યાદ આવે ત્યારે  ક્યારેક ઘરની  દિવાલો.   એ ખીલખીલાટ  નો ખાલીપો વર્તાય છે ત્યારે અંદર સુધી કોતરાય જાવ છું.  હુ તો દુનિયા જોઈ ચુક્યો છું.  બધાં મોજશોખ કરી લીધાં.  હવે  મારે લોકો ને કે એમની ચાલાકીઓ ને સમજવાં માટે કોઈ  ની મદદ ની જરૂર નથી. અફસોસ થાયછે મને કે જયાં એને હજું  શીખવાનું જ બાકી હતું એને મેં  દુનિયામાં ડાઘીયાઓ સામે ખુલ્લો એકલો મુકી દીધો.   આ કામ મેં  કર્યું  હોત ને ? જો બાપુજીને  એક વર્ષ વૃધ્ધાશ્રમ મુકી દીધા હોત તો . ઋજુ અમારી વચ્ચે હોત.મારે બે દિકરા હોત. અરે પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાઓ  ને ઉડતાં અને શિકાર કરતાં શીખવે પછી થોડો સમય સાથે રાખે . પછી એને છુટટુ મુકે.પણ માણસ નામે પ્રાણી કેવું વિચિત્ર છે? .  ખુબ કુમળા માનસ ને હજું કંઈ સમજે એ પહેલાંજ  સંસ્કાર ,ડિસીપ્લીન,  ભવિષ્ય, ઇન્ડીપેન્ડન્ટ જેવાં  મસમોટા શબ્દો વાપરી  હળવેથી  પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી નાખે.અને વળી પોરસાય કે અમારું બાળક ફલાણી હોસ્ટેલમાં ભણે છે. આટલી ફી છે. આવી ફેસીલીટી છે. પણ એક વાત તો હંમેશા  યાદ રાખો  કે ઘરમાં  વડિલો કે માતાપિતા  જે રીતના   વાતાવરણમાં રહે બાળક એવું જ થાય.  તમે ઘરમાં  ડિસીપ્લીન રાખો એકબીજાનો આદર કરો. પ્રેમ ને લાગણી રાખો એક બીજાને હુંફ આપો તો બાળક એવું જ બને .  પણ આપણે તો પેદા કરીને પછી જવાબદારી નથી લેવી...અરે જેનાં માબાપને જ  જવાબદારી નંથી લેવી એ બાળકો ની જવાબદારી  પૈસા લઇ ને ઉછેરનાર શું  લે શે?  આપણે એક જડ સમાજને જન્મ આપી રહ્યા  છીએ. “
હર્ષવદનભાઇ  ની આંખો  ભીંજાઈ ગઇ. 
“ તો શું  હોસ્ટેલ માં  બાળકને મુકવું  એટલું  ખરાબ છે. ? એ પોતાનું કામ જાતે સમયસર કરતાં  શીખે..એ જાતે ડિસીઝન લેતાં શીખે એ બધું  ખરાબ છે ? પહેલા ના  સમય માં તો બાળક ને નાનપણથી જ ઋષીમુનીઓ ના આશ્રમમાં  મોકલતાં.. ”
નિયતિ  ધીમાં  અવાજે બોલી. 
“ ના..હું  નથી કહેતો કે હોસ્ટેલ ખરાબ છે. પહેલાં જયારે ઋષીમુનીઓ  ના આશ્રમમાં  જતાં  ત્યા  એ ગુરુ અને એમનું  કુટુંબ  રહેતું..જેમને ગુરુ..અને ગુરુમા કહેતાં. બધાં એક કુટુંબ ની જેમ રહેતાં.  ત્યા  શિક્ષણ  સાથે જીવનનાં મૂલ્યો પણ શીખવતા.  હોસ્ટેલ માં હવે જીવન ના, સબંધો ના કે વાસ્તવિકતા ના મુલ્યો શીખવવામાં નથી આવતાં.  માટેજ  મુકતાં  પહેલાં બાળક ને પ્રેમ આપો..એની સાથે સમય વિતાવો.. એને ઘરેથી જ સંસ્કારી બનાવો.. એના સમયમાં એની સાથે અડીખમ ઉભા રહો. એને દુનિયાદારી નું ભાન થાય ..એને પુરતી સમજશક્તિ અને ગંભીરતાથી વિચારતા થાય પછી એને ગમે ત્યા આખી દુનિયામાં છુટાં મુકીદો. કોઈ ચિંતા નહી. નૈતિક મુલ્યો, હુંફ,પ્રેમ, સમય અને જાગૃતતા ઠરેલપણુ વિચારોની સહજતા  મા બાપ જ નો આપી શકે તો એ પૈસા લઈને  પુસ્તકીયુ  જ્ઞાન અને વિચારોની જડતા આપતી સંસ્થા શુ આપવાની..? “
બંને થોડીવાર એકદમ મુંગા થઇ ગયાં.  બંને ની આંખમાંથી આંસુ  ટપકી રહ્યા હતાં.  એટલામાં  મોહનભાઈ આવ્યા..
“ અલા.. હર્ષવદન તમે પેલાં માણસો ને એકવાત સખ્તાઈ થી જણાવી દ્યો..”
“ કેમ શુ  થયું..? કંઈ  ઉધ્ધતાઇકરી..? “
“ ના..રે ના..હવે ઉધ્ધતાઇ  શું  કરતાં તાં..પણ ભાઇ માંડવો નાંખવા મારા કુમળા  છોડ ઉજેડી નાખ્યા.  ને મેં કહ્યુ તો કે દાદા  નવા લગાડી દેજો  ફરી ઉગી જાશે.. એટલે શું  છોડવા ઉજેડી નાખવાના..?
 મોહનભાઈ થોડું હાંફતા હાંફતા બોલ્યા. 
“ હા હા. હાઆઆઆ.. પણ મને ઇ ખબર નથી પડતી તમને ખોટું  શેનું લાગ્યુ.. ? દાદા કહ્યુ  એનું  કે પછી છોડવા..”
હર્ષવદનભાઇ એ હસતાં હસતાં જ કટાક્ષ કર્યો.. ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યા.. 
“ હલો હવે  સગાઇ  તમારા દિકરા ની ને દેખરેખ મારે કરવાની..? “
ત્રણેય ઉભા થઇ ગાર્ડનમાં  પહોંચ્યા. ત્યા  હર્ષવદનભાઇ એ ઈવેન્ટ પ્લાનર ને  ઝાડપાન ને નુક્શાન ન થાય એ રીતે કામ કરવાં સખ્તાઇ થી જણાવી દીધું . નિયતિ નો પણ ઘરે જવાનો સમય થઇ ગયો હતો. 
“ ચાલો અંકલ રજા લઉં... હવે તો કાલે..જ ..”
“ હા હા..બેટા  એકદમ સુંદર તૈયાર થઇને આવજે..   અને હા..શાંતી થી વાહન ચલાવજે. ક્ષિતિજ  જેવો ફરી કોઈ ભટકાઇ ગયો ને તો..!”
હર્ષવદનભાઇ  એની સામે જોયા વગરજ બોલ્યા.  નિયતિ  આ સાંભળીને  નિરાશ થઈ ને બોલી..
“ એ ભટકાયો  એમાં જ  આખો જન્મારો  યાદ રહી જશે.હવે બીજો કોઈ ભટકાય એવી  ભૂલથવા જ નહીં દઉ. “
હર્ષવદનભાઇ  એ તરતજ પુછ્યુ..
“ હે...શું..?”
નિયતિ  વિચારો માંથી જબકી ને બહાર આવી..
“ ના ના .કઇ નહી ..એ તો..”
નિયતિ  ત્યા થી નીકળી ગઇ. એટલે થોડીજ વાર માં  હર્ષવદનભાઇ એ ક્ષિતિજ ને કોલ કર્યો  એ જાણતાં  હતા કે નિયતિ  અને ક્ષિતિજ  રાત્રે હજુ એક છેલ્લી વખત વાત કરશે પણ એ જેટલી ઓછી વાત કરે એજ સારું  માટે ક્ષિતિજ ના હાલચાલ પુછી..આશ્રમમાં થતી તૈયારીઓ વિશે જણાવ્યુ.  પછી મોહનભાઈ ને  એમના પછી હેમંતભાઈ ને બધાને એકપછી એક  ફોન પાસ કર્યો.. ક્ષિતિજ પણ કંટાળી રહયો હતો. વારંવાર  વેઇટીંગ કોલ માં  નિયતિ નો નંબર બતાવી રહયો હતો. અંતે રાત્રે  અગીયાર વાગતાં ક્ષિતિજ  બોલ્યો. 
“ પપ્પા  હું  જાણું છું  તમે કંઈક રમત રમી રહયાં છો.પણ હવે મહેરબાની કરી ને કોઈ ને પણ ફોન પાસ ન કરતાં  .હુ  ખુબ થાકેલો છું . એટલે ગુડનાઇટ. “
એટલું બોલીને તરતજ ક્ષિતિજે  કોલ કટ કરી અને નિયતિ ને જોડ્યો.  નિયતિ  ગુસ્સા માં  હતી. એટલે બે થી ત્રણ વખત  એણે કોલ કટ કર્યો.  હવે ક્ષિતિજ  મુંઝાયો . એટલે એણે મેસેજ કર્યો. 
“ નિયતિ  પ્લીઝ  કોલ રીસીવ કર. મારે પણ વાત કરવી છે..” 
હવે એ વ્હોટ્સઅપ  મા નિયતિ ને જોઇ રહયો. લગભગ પાંચ મીનીટ  પછી  એ ઓનલાઇન આવી અને નિશાની  ગ્રે માથી બ્લુ ટીક થઇ. એટલે ક્ષિતિજે  તરતજ કોલ કર્યો. આ વખતે નિયતિ એ કોલ ઉપાડ્યો પણ એ એક શબ્દ ન બોલી..
“ નિયતિ  પ્લીઝ  સાંભળ.. છેલ્લા દોઢ કલાક થી પપ્પા નો ફોન ચાલું  હતો. અને તને ખબર છે . આ..આ.. જ તો એમણે આખાં આશ્રમમાં ના  લોકો  સાથે વાત કરાવી..એ પણ સાવ નકામી.. તારા ફોનનું  રીમાઇન્ડર  વારંવાર  સ્ક્રીન પર બતાવતુ હતું. પણ  હું  શું  કરું  .? તુજ  કે..? “
ક્ષિતિજ  એક શ્વાસે  સડસડાટ  બોલી ગયો અને પછી ફરી બંને તરફ નીરવ શાંતિ  . થોડીવાર પછી  ફરી ક્ષિતિજ બોલ્યો. 
“ નિયતિ પ્લીઝ યાર કંઈ તો બોલ.આ...આ.. છેલ્લા કલાકો છે જયાં  આપણે ફકત હુ  અને તું  બનીને  વાત કરીએ છીએ. કાલથી તું  કોઈ ની ને હું  પણ કોઈ  બીજાનો  હોઇશ.. “.
નિયતિ ના રડવાના સીસકારા સંભાળાઇ રહ્યા  હતાં. 
“ તુ..રડે છે?.. “
ક્ષિતિજેપુછ્યુ..
“ હમમ..”
સામે થી ફકત આટલોજ જવાબ આવ્યો. 
“ કેમ પણ..? આ છેલ્લા કલાકોમાં  વાત કરવાને બદલે રડે છે કેમ..?”
“ક્ષિતિજ.. “
“ હા નિયતિ...” 
“ ક્ષિતિજ..હું..”
એ ફરી ડુસકું મુકી ગઇ.
“  હુ  સાંભળુ છું.  તુ  રડ નહી.. જે બોલવું  હોય એ બોલી નાખ “

ક્રમશ: