SANGATH 11 in Gujarati Fiction Stories by Dr Sagar Ajmeri books and stories PDF | સંગાથ 11

Featured Books
Categories
Share

સંગાથ 11

સંગાથ – 11

કોલેજમાં સાથે અભ્યાસ કરતા પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પાંગરેલો પ્રણય લગ્નજીવન સુધી પહોંચતા ખૂબ મુશ્કેલ પરિસ્થિતોનો સામનો કરતા પરિવારની વિરુધ્ધ જઈ લગ્નની મંજીલ સુધી પહોંચે છે. લગ્ન પછી બંનેના જીવનમાં વારંવાર ઊભા થતા નાના મોટા પ્રશ્નોમાં તેમનું જીવન દુ:ખદાયક બની જાય છે. પોતાની પત્ની જાહ્નવી ના મળતા તેને શોધવા નીકળેલા પ્રત્યુષને જાહ્નવી માટેના સાચા પ્રેમનો અહેસાસ થાય છે. પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! હોસ્પિટલમાં રહેલી ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ બને તે રીતે ભયાનક અકસ્માત થયો હતો, પણ પ્રત્યુષ જાહ્નવીના કપડા અને તેની વસ્તુઓ અને તેના હાથમાં તેણે ગીફ્ટમાં આપેલ રીંગ જોઇ તે ડેડ બોડી જાહ્નવીની જ છે તે ઓળખ કરી શકે છે. જાહ્નવીના મૃત્યુથી પ્રત્યુષ સાવ ભાંગી પડે છે. જાહ્નવીથી દૂર થયા પછી ભાંગી પડેલ પ્રત્યુષ દારુના નશામાં ધૂત રહે છે. એક દિવસ દારુના નશામાં ટ્રાફિકવાળા રોડના સામે છેડે જાહ્નવી જેવી જ દેખાતી યુવતીને જોઇ તેની તરફ દોડી જવા કરે છે, પણ દારુના નશામાં અકસ્માત થતાં તે રોડ પર અર્ધ બેભાનાવ્સ્થામાં પડી રહે છે. જાહ્નવી જેવી દેખાતી યુવતીના આગ્રહથી પ્રત્યુષને હોસ્પિટલ પહોંચાડવામાં અઅવે છે, પણ પેલી યુવતીને પ્રત્યુષ પ્રત્યે કોઇ અકળ આકર્ષણ લાગે છે. પ્રત્યુષના એક્સીડેન્ટના સમાચાર મળતા તેના મિત્રો હોસ્પિટલ દોડી આવે છે. ભાનમાં આવ્યા પછી પણ પ્રત્યુષના મનમાં પેલી જાહ્નવી જેવી યુવતીના જ વિચાર આવ્યા કરે છે. હવે આગળ વાર્તા માણીએ....

“યાર, તુ શું બોલે છે તે જ નથી સમજાતુ..!” શ્વેતાએ પ્રત્યુષની વાત સાંભળી આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“તુ એમ કહેવા માંગે છે કે તે જાહ્નવીભાભીને જોયા..!” પ્રત્યુષની વાત પર વિશ્વાસ ના આવતા સૌરભે ફરી વાત ઉચ્ચારી.

“સોરી ટુ સે....પણ જાહ્નવીભાભી તો...” વાત અધૂરી અટકાવતા બધા મિત્રો તરફ નજર ફેરવી સુમિત બોલ્યો.

“હા....હા....હા....મેં જાણે મારી નજરે જ જાહ્નવીને જોઇ તેવું લાગ્યું...” પ્રત્યુષની વાત અધવચ્ચે અટકાવતા કાર્તિકે પોતાનો મુદ્દો વ્યક્ત કર્યો, “હમમમમમ....તેવું લાગ્યું.....સાચી વાત....મીન્સ તે સાચુ ના હતુ.....માત્ર આભાસ થયો....અને પ્રત્યુષ, આમ પણ તે ચીક્કાર પીધો હતો....એટલે તને આવું લાગ્યું...!” પ્રત્યુષના મનનો વહેમ દૂર કરવા સૌ મિત્રોએ તેને સમજાવવા કર્યું.

પ્રત્યુષ પણ તે ચહેરો કેમેય કરી ભૂલી શકતો ના હતો. તેને હજુ વિશ્વાસ જ ના હતો કે તે તેનો ભ્રમ હતો. આ બનાવના ચાર પાંચ દિવસ પછી ફરી પોતાની શોપની બહારથી પેલી યુવતીને પસાર થતા જોઇ પ્રત્યુષ શોપ ખુલ્લી મૂકી હાંફળો ફાંફળો બની તેને શોધવા નીકળી પડ્યો. લોકોની ભીડને ચીરતો તે પોતાના ગુમાવેલા કોઇ સ્વજનની ભાળ મેળવવા ગાંડાની જેમ દોડી રહ્યો હતો, પણ તેને પેલી યુવતી ક્યાંય ના મળતા તે નિરાશ ચહેરે ઊભો રહ્યો. અચાનક પાછળ ફરતા ભીડમાં કોઇ સાથે તે અથડાયો. તેના આમ અથડાવાથી સામેવાળી વ્યક્તિએ માંડ માંડ પોતાનું બેલેન્સ જાળવ્યું. ઝળહળીયા ભરેલી આંખે પ્રત્યુષ પેલી વ્યક્તિ તરફ જોઇ ‘સોરી’ કહેવા જાય છે ત્યાં જ તેના શબ્દો મોંમાં જ અટકી જાય છે. જાણે તેનો શ્વાસ હમણા અટકી જ જાશે તેમ લાગ્યું. તેની આસપાસની ભીડ જાણે પળવારમાં અદ્રશ્ય થઈ ગઈ. આખી બજારમાં જાણે તે અને સામેની વ્યક્તિ – બે જ હોય તેવું તેને લાગ્યું..!

બ્લ્યુ ડ્રેસમાં સજ્જ એક યુવતી હાથમાં બેગ લઈ ઊભી હતી. હવાની લહેરખી આવતાં તેના ખુલ્લા વાળની ઉડતી લટો સાથે પ્રત્યુષની નજર પણ ઉડવા લાગી. આ ખુલ્લા વાળની કાળી છાયામાં પ્રત્યુષે કેટલોયે સમય વિતાવ્યો હતો તેમ પ્રત્યુષને લાગ્યું. તેના ગોરા વાન પર સૂર્યના કિરણો પડતાં જાણે સામે રીફ્લેક્શન આપે તેવું પ્રત્યુષને લાગ્યું. તેની અણિયાળી આંખોમાં લગાવેલ કાજલમાં પ્રત્યુષ ફરી ગળાડૂબ ડૂબી ગયો. બેવ તરફનાં કાનમાં પહેરેલા ઝૂમખાંના હિલોળે પ્રત્યુષનું મન હિલોળા લેવા લાગ્યું. તેના લીપ બામ લગાવેલ સ્મિતથી ફરકતાં હોઠ પર તો પ્રત્યુષ સઘળું ધ્યાન કેન્દ્રિત કરી બેઠો. આ રુપ, આ સૌંદર્ય, આ ચેહેરો....આ બધું જાણે પ્રત્યુષ ફરી ફરી અનુભવી રહ્યો હતો. જાણે વિધાતાએ તેના જીવનમાં આ સીન સુપરહીટ જણાતા વન્સ મૉર કર્યો હોય તેવું પ્રત્યુષને લાગ્યું..! એક પળમાં જ પ્રત્યુષની નજર સમક્ષ તેના જીવનનો કેટલોયે સમય ફાસ્ટ ફોરવર્ડ થઈ ફ્લેશ બેક બતાવી ગયો.

“જાહ્નવી...!” પ્રત્યુષના મોંથી સહજ રીતે આ શબ્દો નીકળી ગયા.

પ્રત્યુષ તરફ વિસ્મયભરી નજરે જોઇ રહેલી પેલી યુવતીનો હાથ ખેંચી તેની કોઇ બહેનપણી તેને આગળ જવા ખેંચતી ગઈ. ઘડીભર માટે આસપાસની અદ્રશ્ય લાગેલી ભીડ ફરી પ્રત્યુષની નજર સમક્ષ દ્રષ્ટિગત થઈ અને તેને ફરી કોઇ અજાણ્યો ધક્કો વાગતા એક તરફ ધકેલાયો....સાથે તે તંદ્રામાંથી જાગ્યો..! પેલી જાહ્નવી જેવી દેખાતી યુવતી ભીડમાં ક્યાં અલોપ થઈ ગઈ તે શોધવા પ્રત્યુષ ફરી ફરી ફાંફા મારવા લાગ્યો. પેલી યુવતીને શોધ્તા શોધતા પ્રત્યુષ રોડ તરફ અઅગળ વધવા લાગ્યો ત્યાં જ તેનો હાથ પાછળથી કોઇએ ખેંચ્યો. પ્રત્યુષે પાછળ જોયું તો તેનો મિત્ર સુમિત હતો.

“વૉટ હેપન ટુ યુ...? તારી શૉપ ખુલ્લી જ જોઇ અને તુ અહીં આમ ફાંફા મારે છે..?” સુમિતે ગુસ્સામાં પ્રત્યુષને સવાલ કર્યા.

“સુમિત, આઇ સૉ હર અગેઇન..... આઇ સૉ હર...!” પ્રત્યુષ હજુ આસપાસ ફાંફા મારતા બોલ્યો.

“જસ્ટ સ્ટોપ ધીસ નોનસેન્સ...!” ગુસ્સે થઈ સુમિત બોલ્યો. સુમિત પ્રત્યુષને શૉપ પર લઈ ગયો. પ્રત્યુષની કોઇપણ વાત પર તેને વિશ્વાસના આવતા પ્રત્યુષે તેના બીજા મિત્રોને કૉલ કરી બોલાવ્યા.

“નાવ વૉટ હેપન્ડ...?” કાર્તિકે આવતાવેંત સવાલ કર્યો.

“હેય સુમિત....તુ ક્યારે આવ્યો..?” શ્વેતાએ સુમિતને જોઇ સવાલ કર્યો.

“આ ભાઇને ફરીફરી ભાભી દેખાયા અને આ તો શૉપ આમ જ ખુલ્લી મૂકીને ચાલતા થયા...આને કોઇ પરવા જ નથી...આઇ થીંક હી હેઝ ગોન મેડ....!” ગુસ્સો ઠાલવતા સુમિતે પ્રત્યુષ તરફ ઇશારો કરતા કહ્યું.

“શટ અપ... આઇ’મ નોટ મેડ....અને હું સાચું કહું છું કે મેં જાહ્નવીને જોઇ છે..! તમે કોઇ કેમ મારી વાત પર બીલીવ નથી કરતા...?” બોલતા પ્રત્યુષ માથું પકડી ચેર પર બેસી જાય છે.

“એક મિનીટ.... આ પ્રત્યુષ વારેવારે કહે છે કે તેણે ભાભીને જોયા....તો પ્રત્યુષ, શું ભાભીની કોઇ ટ્વીન્સ સીસ્ટર હતી..?” કાર્તિક વિચાર કરતા પ્રત્યુષને પૂછે છે.

“ટ્વીન્સ સીસ્ટર..?” સુમિતે કાર્તિકને સવાલ કર્યો.

“હા યાર, સીતા ઔર ગીતા.... રામ ઔર શ્યામ....જુડવા....યુ નો ડબલ રોલ..!” કાર્તિકે સુમિતને જણાવ્યું.

“બોલ ને પ્રત્યુષ, ભાભીની કોઇ જુડવા બહેન છે..?” કાર્તિકની વાત સાંભળી સુમિતે પ્રત્યુષને સવાલ કર્યો.

“ના.... જાહ્નવીની કોઇ ટ્વીન્સ બહેન નથી.” માથા પર હાથ દાબી રાખીને જ પ્રત્યુષે જવાબ આપ્યો.

“તો પછી કોઇ ભાભીની ડુપ્લીકેટ હોઇ શકે...? સુમિત ડુ યુ રીમેમ્બર.... ડુપ્લીકેટ....કહો ના પ્યાર હૈ..?” કાર્તિકે ફરી નવો તુક્કો સુમિત તરફ જોઇ જણાવ્યો.

“હા પ્રત્યુષ, ભાભીની કોઇ હમશકલ પણ હોય ને...? બોલ ને યાર...!” સુમિતે પ્રત્યુષને સવાલ કર્યો.

“નાવ જસ્ટ સ્ટોપ યોર નોનસેન્સ....આ બકવાસ બંધ કર..!” પ્રત્યુષે ગુસ્સામાં સુમિતને કહ્યું.

“કાર્તિક, સાંભળ્યું....? નાવ જસ્ટ સ્ટોપ યોર નોનસેન્સ....આ બકવાસ બંધ કર..!” સુમિતે કાર્તિક તરફ જોઇ કહ્યું.

“હા યાર...આપણે જ બકવાસ કરીએ છીએ....આ પ્રત્યુષ તો ખૂબ સમજદારીભરી વાત કરે છે ને....! તેણે જાતે જ ભાભીની ડેડ બોડી જોઇ હતી અને હવે આ બોલે...” કાર્તિકની વાત વચ્ચે અટકાવતા શ્વેતા બોલી, “જસ્ટ અ મીનિટ.... કાર્તિકની વાત સમજવા જેવી છે...!”

“કઈ વાત..?” ક્યારથી શાંત રહેલા સૌરભે સવાલ કર્યો.

“અરે એ જ વાત કે પ્રત્યુષે જાહ્નવીની ડેડ બોડી જ જોઇ હતી, ના કે તેનો ફેસ...!” શ્વેતાએ વિચારી સવાલ કર્યો.

“હા, પણ તે ડેડ બોડી સાથે મળેલા ભાભીના પર્સ... ડેડ બોડીએ પહેરેલા કપડાં... અને પ્રત્યુષે આપેલી પેલી રીંગ..? આ બધું પણ આપણે જાતે જ જોયું હતું ને...?” સુમિતે પોતાના મનની મૂંઝવણ રજૂ કરતા પૂછ્યું.

“અરે પણ આ એક પોસીબીલીટી છે...!” શ્વેતાએ ધારણા કરતા કહ્યું.

“યુ આર રાઇટ... ઇટ મીન્સ તે લેડી જ મારી જાહ્નવી....!” ચહેરા પર ખુશી ઉભરાતા પ્રત્યુષે ધારણા કરી.

“વી હોપ સો.... પ્રત્યુષ, કદાચ આ તે જ લેડી હોય જેણે તને એક્સીડેન્ટ પછી હોસ્પિટલ પહોંચાડ્યો હોય...!” શ્વેતાએ આગળ ધારણા કરતા કહ્યું.

“યસ...શી મે બી જાહ્નવી..!” થોડીવાર કંઇક વિચાર કરી પ્રત્યુષ બોલી ઊઠ્યો, “સી.સી.ટી.વી...!”

શોપમાં એક તરફ રાખેલા સી.સી.ટી.વી. બોક્સીસ તરફ ઇશારો કરતા સુમિત બોલ્યો, “અરે, આ રહ્યા સી.સી.ટી.વી. તારી જ શોપમાં મળે છે...તેનાથી શું..?”

“આ સી.સી.ટી.વી. નહીં, પ્રત્યુષ હોસ્પિટલના સી.સી.ટી.વી. કેમેરાઝની વાત કરે છે..!” શ્વેતાએ સ્પષ્ટતા કરી.

“કાર્તિક, તારી આન્ટી ડૉક્ટર્સ પેનલના પ્રેસીડેન્ટ છે, તો કંઇક કરી જમનાબાઇ હોસ્પિટલના તે દિવસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા ટ્રાઇ કર જે દિવસે મારો એક્સીડેન્ટ થયો હતો... હું પણ હમણા મને જ્યાં પેલી લેડી દેખાઇ હતી તે જગ્યાની આસપાસ કોઇ સી.સી.ટી.વી. હોય તો તે ચેક કરી આવું છું.” બોલતા પ્રત્યુષે રીતસર બહાર નીકળવા દોટ મૂકી.

બધા મિત્રો આગળ તપાસ કરવા નીકળ્યા. પ્રત્યુષે તેને જ્યાં પેલી લેડી મળી હતી તેની આસપાસ ખૂબ તપાસ કરી પણ ક્યાંય કોઇ સી.સી.ટી.વી. હોય તેમ લાગ્યું નહીં. તેના ચહેરા પર ઘણા દિવસે જાગેલી આશાની રેખાઓ પર નિરાશાના ઘેરા વાદળ ઘેરાવા લાગ્યા. ત્યાં જ પ્રત્યુષના મોબાઇલમાં આવેલા કાર્તિકના કોલમાત્રથી પળવારમાં ઘેરાયેલા નિરાશાના વાદળોને ચીરતા આશાનું કિરણ ઉદ્ભવ્યું.

“યસ કાર્તિક, શું થયું..? કાંઇ સેટીંગ થયું..? હોસ્પિટલમાંથી સી.સી.ટી.વી. ફુટેજ જોવા મળશે..? બોલ ને જલદી..!” અધીરા બનેલા પ્રત્યુષે ઉપરાછાપરી સવાલોની ભરમાર કરી.

“કામ ડાઉન યાર.... કોઇ કામ કાર્તિક ઉપાડે અને ના થાય તેવું બને...! કામ થઈ ગયું છે, તુ અત્યારે જ જમનાબાઇ હોસ્પિટલ આવી જા..!” કાર્તિકે પ્રત્યુષને જણાવ્યું.

એક પળવારની પણ રાહ જોયા વિના પ્રત્યુષ તેના બધા મિત્રો સાથે જમનાબાઇ હોસ્પિટલ જવા નીકળ્યો. થોડીવારમાં જ તે બધા હોસ્પિટલ જઈ સીસીટીવી ફુટેજ જોવા પહોંચ્યા. સીસીટીવી ફુટેજમાં એક ગાડી બરાબર હોસ્પિટલના ગેટ આગળ આવી ઊભી રહી, જેમાંથી કોઇ ઊંમરલાયક વૃધ્ધ બહાર નીકળ્યા. તેમણે હોસ્પિટલ સ્ટાફ સાથે કંઇક ચર્ચા કરી અને તે વોર્ડબોય્ઝ સાથે ગાડી તરફ પાછા વળ્યા. ગાડીના પાછળનો ડોર ખોલી તેમાં કોઇ લેડીનો હાથ દેખાયો અને તેણે સ્ટ્રેચર લઈ આવેલા વોર્ડબોય્ઝને હેલ્પ કરતા પોતાના ખોળામાં માથુ રખાવેલ કોઇ યુવકને બહાર લાવવા પ્રયત્ન કરતા દેખાયું. સીસીટીવીમાં દેખાતો તે સ્ટ્રેચર પરનો યુવક બીજો કોઇ નહીં પણ પ્રત્યુષ જ હતો તે બધાને સ્પષ્ટ થઈ ગયું.

પેલી યુવતી ગાડીમાંથી બહાર નીકળતા પવનની આવેલી લહેરખીમાં તેના ચહેરા પર તેણે પહેરેલા ડ્રેસની ઓઢણી ઢંકાઇ જતા તેનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાતો નથી. આ તરફ પ્રત્યુષના હ્રદયના ધબકારા તેજ બની વધી રહ્યા હતા. દરેક પળે પ્રત્યુષ તે યુવતીના ચહેરાને સ્પષ્ટ જોવા મથ્યા કરતો હતો. સીસીટીવી ફુટેજમાં પ્રત્યુષને સ્ટ્રેચર પર રાખી હોસ્પિટલમાં તેના વોર્ડરૂમ તરફ લઈ જતા વોર્ડબોય્ઝ પાછળ આવતા વૃધ્ધની પાછળ પેલી યુવતી આવતી દેખાઇ, પણ જેવો તેનો ચહેરો દેખાવા જતો હતો ત્યાં જ પેલા વૃધ્ધે કોઇ બેગ ઊંચી કરતા તે યુવતીનો ચહેરો સીસીટીવીમાં દેખાયો નહીં. સીસીટીવી ફુટેજમાં પ્રત્યુષને તેના રૂમમાં બેડ પર સૂવડાવી તેની ટ્રીટમેન્ટ કરવા ડૉક્ટર્સ આવી પહોંચતા દેખાયું. પાછળ આવતી પેલી યુવતીનો ચહેરો સીસીટીવીમાં દેખાય ત્યાં જ કોઇ નર્સે આવી પ્રત્યુષની ફાઇલ ડૉક્ટરને આપવા લંબાવી. તે ફાઇલ ખસતા સુધીમાં તો પેલી યુવતી પાછી વળી બહાર તરફ જવા જતી દેખાઇ..!

નિરાશ પ્રત્યુષને ફરી આશા બંધાઇ કે હવે હોસ્પિટલમાંથી બહાર નીકળતા તો પેલી યુવતીનો ચહેરો દેખાશે, તેથી આગળના સીસીટીવીમાં થતી હિલચાલ પર નજર રાખી પ્રત્યુષ જોઇ રહ્યો. ત્યાં કેટલાક પેશન્ટ્સ ઇમરજન્સી કેસમાં આવતા દેખાયા, જેની દોડધામ નજરે પડી. હોસ્પિટલની બહાર તરફના સીસીટીવીમાં દેખાય છે કે ઇમરજન્સી આવેલા કોઇ પેશન્ટ અચાનક વૉમેટ કરતાં ત્યાં ફ્લોર પર બધુ ગંદુ થાય છે. તે ગંદકીને કારણે તે તરફ આવતી પેલી જાહ્નવી જેવી દેખાતી યુવતી તેના મોં પર ઓઢણી બાંધી ઝડપભેર નીકળી જાય છે. ફરી ફરી જાગૃત થયેલી પ્રત્યુષની આશાઓ નિરાશામાં ફરી ગઈ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગાડી તરફ જતા સમયે પણ પેલી યુવતીના ચહેરા પર ઓઢણી બાંધેલી હોવાથી તેનો ચહેરો જોઇ શકાયો નહીં. નિરાશ પ્રત્યુષ પોતાના હાથ માથામાં રાખી બંધ આંખે ગુમસુમ બની રહે છે.

“એક વાર પણ તે ચહેરો ના દેખાયો...” પ્રત્યુષ સહજ ભાવે બોલ્યો.

“અરે પ્રત્યુષ, જો પેલી લેડી ફેસ પર બાંધેલી ઓઢણી ખોલતી હોય તેવું દેખાય છે...!” શ્વેતાએ નિરાશ થયેલા પ્રત્યુષના મનમાં આશાનું કિરણ જગાડતા કહ્યું. શ્વેતાના શબ્દો સાંભળતા જ પ્રત્યુષે આશાભરી નજરે સીસીટીવી ફુટેજ તરફ ધ્યાન પરોવ્યું. સીસીટીવી ફુટેજમાં પેલી યુવતી તેની ગાડી પાસે આવી ઊભી રહેલી દેખાઇ. તેને પોતાના મોં પર બાંધેલી ઓઢણી છોડવા કરતા જોઇ પ્રત્યુષ આંખને પલકારા માર્યા વિના સીસીટીવી ફુટેજ તાકી રહ્યો.

“હવે તો ફેસ દેખાશે જ...!” શ્વેતા સીસીટીવી ફુટેજ તરફ જોતા બોલી.

“હમમમમમ....આ....જો હવે હાથથી મોં પર બાંધેલી ઓઢણીની આ ગાંઠ છોડવા કરે છે...!” કાર્તિક બોલ્યો.

“અરે, ઓઢણીની ગાંઠ તો છોડી, પણ હજુ મોં આડેથી ઓઢણી કેમ નથી કાઢતા..?” ઉત્સુકતાથી સુમિત બોલ્યો.

“જો...જો...પેલી ગાંઠ છોડતા સાથે હેરપીન પણ નીકળી હાથમાં આવી ગઈ હોય તેવું દેખાય છે...!” ધ્યાનભેર જોતી શ્વેતા બોલી.

“ઓહ...શીટ યાર.....અત્યારે જ આ હેરપીનને નીકળવાનું હતું... ઓઢણી તો નીકાળી નાખી, પણ ખુલ્લા હેરથી ફેસ જ ઢંકાઇ ગયો....અને....અને......ઓહ નો....આ લેડી ગાડીમાં બેસી ગઈ..!” નિ:સાસો નાખતા કાર્તિક બોલ્યો.

પ્રત્યુષની આશાના કિરણની આડશે ફરી નિરાશાના ગાઢ વાદળ છવાઇ ગયા. સીસીટીવી ફુટેજમાં પેલી યુવતી ગાડીમાં બેસી ચાલી ગઈ.

“આજે ખરેખર એક ઓઢણી નડી ગઈ...!” સુમિત સાહજીક રીતે જ બોલ્યો.

“નાવ...ધેર્ઝનો મોર હોપ...!” નિરાશાથી કરમાયેલા વદને પ્રત્યુષ બોલ્યો.

અહીં કેટલાક સવાલ ઊભા થાય છે....

જાહ્નવી જેવી દેખાતી પેલી યુવતી કોણ છે..?

શું પ્રત્યુષ પેલી જાહ્નવી જેવી દેખાતી યુવતીને ઓળખી શકશે..?

શું પ્રત્યુષ પેલી જાહ્નવી જેવી દેખાતી યુવતીને ફરી મળી શકશે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 12

********