આપણે અવારનવાર Newspaper,News Channels કે Social mediaમાં જોઈએ છીએ કે ફલાણું વ્યક્તિ ફલાણા કારણોસર આત્મહત્યા કરી ને મૃત્યુ પામ્યો. કારણ ગમે તે હોય પણ તમને શું લાગે છે,Suicide કરવું એ શું જિંદગીનું Solution છે?? બિલકુલ નથી... અને હા, જો તમને એ સમયે એવું લાગે કે હું મરી જાઉં તો બધા Problem solve થઈ જશે. તો એની શુ ગેરંટી કે તમારા પોતાના Problem નું સોલ્યુશન કરવા જતા તમારી Familyની જિંદગીમાં પ્રોબ્લેમ ઊભો ન થાય??Life માં કોઈપણ સમસ્યાનું નિવારણ એ જિંદગી ટુંકાવવાથી ક્યારેય નથી થતું.જિંદગીની કોઈપણ સમસ્યાની દવા જો કોઈ હોય તો તે ફક્ત ને ફક્ત ધીરજ છે. પણ, આજકાલ મોટાભાગના વ્યક્તિઓમાં ધીરજ ની અછત જોવા મળે છે.ધીરજ એ ક્યાંયથી ઉછીની ન લાવી શકાય. ધીરજ ને વ્યક્તિએ માનસિક રીતે develop કરવાની હોય છે. અમુક વ્યક્તિઓને એવું હોય કે, હાલ ને હાલ આ Problem નું Solution નહીં થાય તો આજે તો હું લટકી જ જઈશ... લટકી જવું એ જિંદગીનું Solution નથી.Lifeમાં સામાજીક, આર્થિક, માનસિક ને એવા તો કેટકેટલાય ને અનેક Problems તો આવ્યા જ કરે... મને તો ઘણી વાર એવું લાગે છે કે,Problems વિનાની જિંદગી તે જિંદગી નથી. કદાચ જિંદગી નું બીજું નામ જ Problems છે. વ્યક્તિને ઘણી વાર એવું બોલતા સાંભળ્યો હશે કે, આ દુનિયાના બધાં Problems મારી Lifeમાં જ છે.બધા જિંદગીની મજા માણે છે ને, મારી જિંદગીમાં આ Problemsનું પોટલું ક્યારેય ખતમ જ નથી થતું... ઘણીવાર તમે જોતા હશો કે, રસ્તામાં કોઈક વ્યક્તિ તમને એવું મળ્યું જ હશે કે જેના કપડાં ના ને માથાના વાળ ના પણ ઠેકાણા ન હોય. કદાચ એમ કહીએ તો ચાલે કે,આજના યુગનો આદિમાનવ તો જોવા મળ્યો જ હશે.. જેને સંબોધીને આપણે એવું કહી દઈએ છીએ કે, જલ્દી જોવું હોય તો પેલો ગાંડો જાય... ખરેખર, આપણને ખબર નથી હોતી કે તે ગાંડો છે છતાંય આપણે તેને જાણ્યા વગર, તેના ઘરનું કોઈ ઠેકાણું ન હોવાને લીધે તેને આપણે ગાંડો કહીએ છીએ. તો વાત એમ છે કે, એ રસ્તા પર રહેનાર વ્યક્તિને નથી એના ઘરની ખબર હોતી અને તેના માટે તો સાંજ પડે શું ખાવું,ક્યા ખાવું ને ખાવા મળશે કે નહીં તે પણ એક સવાલ હોય છે.છતાંય તે રોડ ઉપર જીવવા વાળો વ્યક્તિ કોઈ દિવસ ટ્રક સામે આવીને કે લટકી જઈને પોતાની જાતને ખતમ કરવાનો પ્રયાસ નથી કરતો. ખરેખર Educated Society જેને ગાંડો કહીને સંબોધે છે તે જ Educated Societyને એ વ્યક્તિ જોડે થી જ કંઈક શીખવા જેવું છે...Chemistryની ભાષામાં કહીએ તો જન્મ એ પ્રક્રિયાની શરૂઆત છે, જિંદગી એ પ્રક્રિયક છે અને મૃત્યુએ નીપજ છે... પણ તમે જ વિચારો કે, જન્મ અને મૃત્યુ વચ્ચે કંઈ હોય જ નહીં તો જિંદગીની કંઈ મજા ખરી?? કંઈ જ નહીં...Even Organic Chemistryની પ્રક્રિયાઓ પણ એવી Philosophy સમજાવે છે કે, પ્રક્રિયાને વેગ આપવા માટે ઉદ્દીપક હોવો ખૂબ જ જરૂરી છે. એટલે જ વ્યક્તિના જન્મ અને મૃત્યુ વચ્ચેની જિંદગીની પ્રક્રિયાને વેગ આપવા Problems એ ઉદ્દીપક નું કામ કરે છે... વિચારી જોજો એવી Life કે જ્યાં કોઈ Problems ન હોય ને, રોજ વ્યક્તિ Bag લઈને Office જાય ને ઘરે આવે વ્યક્તિની જિંદગીમાં નથી દર્દ કે નથી આંસુ તો વ્યક્તિ ને ખુશી ની કિંમત કેવી રીતે સમજાશે... જિંદગીમાં ખુશી નામના એક જ રંગની મજા તે સમય જતા ઝેર લાગે. જિંદગીમાં દર્દ,આંસુ,ખુશી,ડર એવા તો અનેક રંગ હોવા જોઈએ ને ત્યારે જ જીવ સાથે જિંદગી નામનો શબ્દ જોડાય છે... તમે જ વિચારો તમે થિયેટરમાં મુવી જોવા જાઓ તો, આખી મુવી Comic હોય કે, આખી મુવી tragic હોય તો તમને મુવી જોવી ગમે?? ખરેખર કહું તો મોટાભાગના વ્યક્તિઓને ન જ જોવી ગમે... મોટાભાગના વ્યક્તિઓને મુવી માં થોડી Tragedy, comedy, Action, thriller ને Romantic scene આવે તો જ મૂવી જોવાની મજા આવે છે. જો તમને મૂવી માં દરેક પ્રકારના Scene જોવા ગમે છે ને મુવી માં દરેક રંગ હોય તો જ Movie Successful બને છે તો આ તો life છે... જિંદગીમાં પણ થોડી Tragedy,comedy,Action ને રોમાંચ હોવો જરૂરી છે.. જિંદગીની મજા દરેક રંગમાં છે. જિંદગીની મજા માણતા શીખો. જિંદગી નામના શબ્દમાં અનેક રંગ રહેલા છે. જિંદગી સાથે જોડાયેલી રફતારો ને ચાહત કરો, કારણકે આ રફતારોની ચાહત સાથે ની મજા જ કંઇક અલગ છે.