Sahitya ne sathware preet ni sharuaat - 4 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૪

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૪

            કરિશ્મા રોજની જેમ વહેલા ઉઠી ગઈ અને જલ્દી તૈયાર થઇ યુવિકાના ઘરે પહોંચી. યુવિકા પણ પહેલેથી જ તૈયાર થઈને બેઠી હતી.

"ઓહ, આવ કરિશ્મા તું બહુ જલ્દી પહોંચી ગઈ.."

"હા યાર, હવે તારી ઇવેન્ટસમાં કામ કરવાની એટલી મજા આવે છે કે હું કામની આતુરતાથી રાહ જ જોતી હોઉં છું."

"ગુડ ડિયર, જાણીને ખુશી થઇ.."

"સારું તો કરિશ્મા આપણો નેક્સટ પ્લાન હવે દુબઇમાં પ્રોગ્રામ કરવાનો છે. કાલે જ અર્ઝાન ગયો. એને કહ્યું છે કે દુબઇ ઇવેન્ટ રાખું તો આવી જજે.." યુવિકા અર્ઝાનનું નામ લઈને થોડા પ્રેમ ભર્યા અવાજથી બોલી. કરિશ્માના ચહેરા પર પણ હળવું સ્મિત છલકાઈ ગયું. બંનેના મનમાં શું ચાલે છે એ એકબીજાને ખબર ન પડે એ રીતે બન્ને છુપાવી રહ્યા હતા.

"હમ્મ ગ્રેટ, આપણો એક ગેસ્ટ તો ફાઇનલ થઇ ગયો હવે નવ શોધવાના રહ્યા" કરિશ્મા આટલું બોલી અને બંને ખડખડાટ હસી પડ્યા.

"કરિશ્મા આ ચેલેન્જ થોડી મોટી છે. એ માટે આપણે દુબઇ જવું પડશે. સારા સ્પોન્સર મળે અને સારી એવી જાહેરાત થાય તો જ ક્રાઉડ આવશે. પ્રોફિટ માર્જિન હું અત્યારે નથી વિચારતી પણ એક્સપેન્સ કવર થાય એટલું તો કરવું જ રહ્યું..."

"હા, હું તારી વાત સાથે સહમત છું. હું તો રેડી જ છું તું કહે ત્યારે જઇયે.."

"હા, મારો વિચાર છે કે આપણે આવતા અઠવાડિયે નીકળીએ. જેથી પ્લાનિંગમાં જે સમય લાગે એ પૂરો થતાની સાથે જ બે મહિના પછી ઇવેન્ટ કરી શકાય.."

"જરૂર.. જેમ તું કહે. પણ મને એ તો કહે તે મને અહીં બોલાવી છે શું કામ?"

"એ થોડુ સિક્રેટ છે. આજે તારે મારી સાથે બહાર આવવાનું છે. મારે તને એક વાત કહેવાની છે અને બીજું પણ એક કામ છે.."

"એવી તો શું વાત છે કે તે મને રેડી થઇને આવવા કહ્યું. આપણે બંને તો ટ્રેક સૂટમાં પણ બહાર જઇયે જ છીએને.."

"એ તું આવીહ ત્યારે ખબર પડી જશે."

            યુવિકા અને કરિશ્મા વાતો કરી રહ્યા હતા. ત્યાં યુવિકાના મોમ પૂજા ત્યાં આવ્યા. બંનેને વાતો કરતા જોઈ એ બોલ્યા.

"હે કરિશ્મા બહુ દિવસે આવી બેટા. કેમ છે તું?"

"બસ આંટી એકદમ મજામાં. તમે કેમ છો?"

"હું પણ મજામાં, તમે બંને વાતો કરો હું તમારો સમય નહીં બગાડું. આતો બસ એક નાનું કામ હતું એટલે યુવિકા પાસે આવી.."

"હા બોલોને મોમ શું કામ હતું.." યુવિકા તરત બોલી.

"બેટા કાલે અર્ઝાન અહીંથી ગયો છે. પણ ઈરફાન કે મિસ્બાહનો કોઈ ફોન નથી આવ્યો. અર્ઝાન સાથે તારી કોઈ વાત થઇ?"

"ના મોમ મેં એને કોલ નથી કર્યો. મને થયું એ આરામ કરતો હશે.."

"ઓકે પણ મને થોડી ચિંતા થાય તું એકવાર વાત તો કરી લે.."

"હા મોમ કરું એને કોલ.." કહીને યુવિકાએ અર્ઝાનને કોલ કર્યો. અર્ઝાનનો ફોન રણકી રહ્યો હતો. થોડી રિંગ વાગ્યા પછી અર્ઝાને ફોન રિસીવ કર્યો.

"હેલો..." અર્ઝાન નીંદરમાં હોય એમ બોલ્યો.

"હે અર્ઝાન, ક્યાં છે તું? શાંતિથી પહોંચી ગયોને ઘરે?"

"હા, યુવિકા.. પહોંચી ગયો. બસ સૂતો જ હતો ને તારો ફોન આવ્યો."

"તો સારું. લે મમ્મીને તારી સાથે વાત કરવી છે.." કહીને યુવિકાએ ફોન પૂજાને આપ્યો.

"હેલો બેટા, કેમ છે?"

"બસ આંટી એકદમ મજામાં. સોરી આ વખતે તમને મળવા ન આવી શક્યો.."

"એ સોરીથી નઈ ચાલે. મેં સાંભળ્યું છે કે યુવિકા દુબઇ ઇવેન્ટ કરવાની છે. તો મમ્મી પપ્પા સાથે આવી જજે.."

"હા હું તો આવીશ જ પણ મમ્મી પપ્પાને તમે જ કહેજો.."

"હા, એ તો હું કઈશ. ઈરફાન મારી વાત ક્યારેય ટાળે એમ નથી."

"હા આંટી, એ કામ તમારું. બીજું કહો.."

"કઈ નઈ બસ બેટા આરામ કરજે અને પછી શાંતિથી વાત કરીશું. ચાલ બાય.."

"બાય આંટી..."

            યુવિકા અને કરિશ્મા પૂજા સામે જ જોઈ રહ્યા હતા. પૂજા માસુમિયાતથી પોતાના દીકરાને વ્હાલ કરે એ રીતે અર્ઝાન  સાથે વાત કરી રહી હતી. ફોન મુક્યા બાદ પૂજા ત્યાંથી નીકળી પોતાના કામે લાગી. યુવિકા અને કરિશ્મા યુવિકાની કારમાં બહાર જવા નીકળ્યા. સાંજ થઇ ગઈ હતી. ડિસેમ્બર ચાલતું હતું એટલે થોડી ઠંડી પણ હતી. યુવિકા નેવી બ્લુ વનપીસ કર્લ હેર સ્ટાઇલ ચહેરા પર આછો મેકઅપ અને બ્રાઉન લિપસ્ટિક આંખોમાં પરફેક્ટ શેપમાં આઈ લાઇનર કરેલી અને હાઈ હિલ સેન્ડલ સાથે મોડલની જેમ લાગી રહી હતી. કરિશ્મા રેડ કલરનું ફ્રોક ટાઈપ વન પીસ, માથામાં બાર્બી જેવી રિંગ અને સટ્રેટ હેર, આંખોમાં કાજલ હૈ હિલ સેન્ડલ સાથે એ પણ યુવિકાને બખૂબી ટક્કર આપે એ રીતે તૈયાર હતી. યુવિકાની ગાડી અમદાવાદના એસ.જી. હાઇવે પરથી અડાલજ નજીક આવેલા વોટર સાઈડ રેસ્ટોરેન્ટ પર પહોંચી. બને સુંદરીઓ ગાડી માંથી ઉતરી. ત્યાં એન્ટ્રી ગેટ પાસે એક બ્લેક હ્યુમન બિઇંગનું લેધર જેકેટ, અંદર વાઈટ વી નેક ટી શર્ટ અને ડેનિમ જીન્સ પહેરીને એક હેન્ડસમ યુવાન જાણે બંનેની રાહ જોઈ રહ્યો હતો. યુવિકા અને કરિશ્મા સાથે એન્ટ્રી ગેટ પાસે પહોંચી રહ્યા હતા. કરિશ્મા આ વાતથી અજાણ હતી એ ઉભેલો વ્યક્તિ આજે આ બંને સાથે આવ્યો છે. બન્ને ત્યાં પહોંચ્યા. અને કરિશ્માએ પેલા યુવક સામે જોઈને સ્મિત કર્યું.

"હેલો સહલ ખાન.. ફાઇનલી તમે આવી જ ગયા એમને.." યુવક સામે હેન્ડસેક માટે હાથ લંબાવતા યુવિકા બોલી.

"તમે ઇન્વાઇટ કર્યો એટલે આવવું તો પડે જ ને.." સહલે હેન્ડસેક કરતા કહ્યું.

"અચ્છા તો આ છે મારી ફ્રેન્ડ એન્ડ ઇવેન્ટ પાર્ટનર કરિશ્મા. જેની મેં તમને વાત કરેલી.." યુવિકાએ કરિશ્માનો પરિચય આપતા કહ્યું. કરિશ્મા સહલને પ્રથમવાર મળી રહી હતી. બંનેએ સ્માઈલ સાથે હેન્ડસેક કર્યું અને ત્રણે અંદર પહોંચ્યા. વોટર સાઈડ રેસ્ટોરેન્ટમાં અલગ અલગ સેક્શન હતા. યુવિકા અને સહલએ પ્લાન કરીને ઓપન પ્લેસ જ્યાં ગાર્ડન ટાઈપ થીમ હતી, કેન્ડલ લાઇટ્સ હતી, કેટલાક સિંગર લોકોની ફરમાઇસ પર ધીમે ધીમે પ્રેમ ભર્યા સોંગ્સ વગાડી રહ્યા હતા. ઘણા કપલ એકબીજા સાથે બેઠા હતા ત્યાં વચ્ચે એક ટેબલ પર 3 ચેર વાળી જગ્યા બુક થયેલી હતી. સહલે વેઈટરને કહીને પોતાની જગ્યા વિશે જાણ્યું અને ત્રણે જણા પોતાના ટેબલ પર ગોઠવાયા. કરિશ્મા હજી પણ શું વાત છે. કેમ યુવિકા એને અહીં લાવી છે. સહલ સાથે અહીં મળવાનું કારણ શું છે? એ કઈ જ જાણતી નહોતી.

"તો કરિશ્મા આજે તને જે વાત કરવા અહીં લાવી છું. એની શરૂઆત કરું એ પહેલા તને આજની આ મુલાકાત પહેલા જે બન્યું એની હું વાત કરીશ. " યુવિકા કરિશ્મા તરફ જોતા બોલી. કરિશ્મા સ્તબ્ધ હતી. શું કરવું અને શું ન કરવું એ એને સમજાતું નહોતું. એને માથું હલાવીને યુવિકાને આગળ બોલવા કહ્યું. સહલ બન્ને સામે જોઈને શાંતિથી વાત સાંભળી રહ્યો હતો.

"યુવિકા આ સહલ છે. તને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ અર્ઝાનના કાકાનો દીકરો છે. ઉંમરમાં એનાથી થોડો જ મોટો છે. હું અને સહલ કોલેજમાં સાથે હતા. સહલ એક સારો સિંગર છે. ક્યારેક મોકો મળશે તો તને એના મ્યુઝિકલ શોમાં લઇ જઈશ. પણ વાત એમ છે કે એક દિવસ મારા લેપટોપમાં આપણી ઇવેન્ટસના ફોટો હું જોઈ રહી હતી અને સહલ મારી સાથે હતો. એને તારો ફોટો જોયો તો મને એ ફોટો ફરી ઓપન કરવાનું એને કહ્યું. તને જોયા પછી એને તું પહેલી જ નજરમાં ગમી ગયેલી. તારી વિશે માહિતી મેળવી. તારા એન્કરિંગના વીડિયો પણ એને જોયા. એ નહોતો ઇચ્છતો કે તને ડાયરેક્ટ મળે અને પ્રપોઝ કરે. કારણે ન જાન ન પહેચાન તું મેરા મહેમાન જેવી હાલત એને નહોતી કરવી. એ 2-3 આપણી ઇવેન્ટસમાં પણ આવેલો ફક્ત તને જોવા અને સાંભળવા. વારે વારે તારી સાથે મુલાકાતની વાત કરતો  પણ હું ટાળી દેતી. પણ એની આજીજીઓથી માનીને આજે મેં તમને અહીં મુલાકાત કરાવી. હવે તું અને સહલ કોઈ વાત કરવી હોય તે કરી શકો. હું થોડીવારમાં આવું.." કહીને યુવિકા ત્યાંથી ઉભી થઇને રેસ્ટોરનેન્ટમાં આવેલા વોકિંગ ટ્રેક પર ચાલવા લાગી.

            કરિશ્મા સ્તબ્ધ હતી. કરિશ્માના મનમાં ઘણા સવાલો હતા. પણ એ કઈ જ બોલી શકે એ હાલતમાં નહોતી. સહલ એક જેન્ટલમેનની જેમ બીહેવ કરી રહ્યો હતો. દેખાવમાં અને વર્તનમાં પણ સારો લાગી રહ્યો હતો. કરિશ્માને મનમાં ડર લાગી રહ્યો હતો. છેલ્લી ઇવેન્ટમાં અર્ઝાને જોતા એના મનમાં જે પ્રેમ ઉભરાયો હતો એ ક્યારેય એને નહોતી કઈ શકી. પણ આજે સહલની વાત યુવિકા દ્વારા સાંભળીને એ કન્ફયુઝ થઇ ગઈ હતી. સહલને જોઈને એના મનમાં કોઈ જ ફાઈલિંગ નહોતી આવી. પણ હવે મુલાકાત થઇ છે તો કંઈક વાત કરવી જ પડશે એ વિચારીને એ મેન્ટલી પ્રીપેર થઇ.

"કરિશ્મા..! યુવિકાએ જે વાત કરી તને એ બધી જ વાત સાચી છે. હું નથી જાણતો કે તને હું ગમિશ કે કેમ. પણ આજે હું મારા મનની ફીલિંગ્સ કહેવા તને આવ્યો છું. મેં તારો પહેલો ફોટો જોયો એમાં તે બ્લેક વન પીસ પહેર્યું હતું અને YMCA  કલ્બમાં એ ઇવેન્ટ થયેલી હતી. તને જોતા જ ન જાણે મનમાં એક એહસાસ જન્મ્યો જે ક્યારેય અનુભવ્યો નહોતો. એ પછી  યુવિકાને મેં જણાવ્યું કે મને આ છોકરી ગમે છે. અને એને તારા  વિશે પરિચય આપ્યો. તારા વીડિયો બતાવ્યા અને તારા અવાજ, લુક અને વિશે જાણીને તને હું મનોમન ચાહવા જ લાગેલો. મને સાહિત્યમાં કે એના કોઈ પ્રોગ્રામમાં રસ ન હોવા છતાં 3 વાર હું તને અને  તારી એન્કરિંગ જોવા આવ્યો. સાચે તને આંખોથી જોઈને હું વધુ એ પ્રેમમાં વહેતો ગયો. યુવિકાને ખુબ આજીજીઓ કરી કે તારી સાથે મુલાકાત કરાવે અને આજે એને મારી વાત માની લીધી. હું જાણું છું તને મારા વિશે અઢળક સવાલો હશે. તું મને જે ચાહે એ પૂછી શકે. તું જેટલો સમય ઇચ્છે એ લઈ શકે. પણ તારા જવાબની મને હંમેશા ઇન્તેજારી રહેશે."

            કરિશ્મા નીચી નજર કરીને સહલની વાત ધ્યાનથી સાંભળી રહી હતી. એના મનમાં કોઈ એવી ફિલીંગ નહોતી પણ એના પ્રેમ ભર્યા શબ્દોને એ માન આપી રહી હતી. શું જવાબ આપવો એ એને ભાન નહોતું એટલે પોતાનું મૌન જાળવીને જ એ બેઠી હતી. સહલ પણ એના વર્તનથી કન્ફયુઝ હતો. એક ગ્લાસ પાણી ભરી સહલએ એની તરફ લંબાવ્યું.

"નો થેન્ક્સ.." કહી કરિશ્માએ પાણી માટે ના પાડી. સહલએ ઈશારાથી યુવિકાને ટેબલ પર આવવા કહ્યું. યુવિકા ટેબલ પર આવી.

"તો થઇ ગઈ બંનેની વાત.." યુવિકા બંને સામે જોતા બોલી. કરિશ્માની આંખો નીચે તરફ જ હતી. સહલ યુવિકા સામે નિરાશાથી જોઈ રહ્યો હતો.

"અરે બંને ચુપ કેમ છો બોલો તો ખરા.." યુવિકા ફરીથી બન્નેની હાલત જોઈને બોલી.

"યુવિકા મને થોડો સમય આપ. આ જે પણ અહીં બન્યું એ બહુ જલ્દી છે. હું આ વિશે થોડું વિચારીને તને જવાબ આપીશ.." કરિશ્મા થોડા ઉદાસ ચહેરા સાથે યુવિકા તરફ જોઈને બોલી.

"ઠીક છે. તું ટેન્શન ન લે.. તને પૂરો હક છે. તું જે ઇચ્છે એ બોલી શકે."

"થેંક્યું.. " ધીમા સ્વરે કરિશ્મા બોલી.

            ત્રણે જણ પોતાનું ડિનર કરીને ઘરે રવાના થયા. કરિશ્મા ડિનર કરતી વખતે પણ સૂનમૂન જ હતી. યુવિકાએ પહેલીવાર કરિશ્માને આટલી ચિંતિત જોઈ. ગાડીમાં પણ એ કઈ જ નહોતી બોલતી. યુવિકાએ એને સમય આપવાનું વિચાર્યું એટલે ગાડીમાં ડાન્સ સોંગ્સ ચાલુ કર્યા.

"જો આંખ લંડ જાવે.. સારી રાત નીંદ ન આવે
મેનુ બડા તડપાવે.. આવે.. આવે.. " જોર જોરથી કારમાં વાગી રહ્યું હતું. બંને યુવિકાના ઘરે પહોંચ્યા અને ત્યાંથી કરિશ્મા પોતાનું ટુ વ્હીલર લઈને ઘરે રવાના થઇ.