પ્રેમ... પ્રેમ... પ્રેમ...
પ્રેમ એક પ્રકારની એવી વેદના છે. જેને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી. પ્રેમ એ દુનીયાનો સુંદર શ્વાસ છે પરંતુ શરીરનો અનેરો ઉત્સવ નથી. પ્રેમ એ હૃદયની સાચી વેદના છે એના વગર સૃષ્ટિ શક્ય નથી. પ્રેમ એ એક અનેરો ઉત્સાહ છે. તે ભગવાન જેમ છે. તે છે તો બધે જ છે અને નથી તો ક્યાંય પણ નથી. પ્રેમ તો એક એવું વ્યક્તિત્વ છે જેમાં બે દિલ પોતાની એક પ્રેમ રૂપી કાયામાં સમેટાઈ જાય છે.
આ પ્રેમ માટે આપણે દરેક ધર્મ સાક્ષી પૂરે છે.
મહાભારત :
શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે લગ્ન કર્યા ન હતા. તો પણ એ આવા ઘોર કળિયુગમાં પ્રેમીયુગલ તરીકે પૂજાય છે.
રામાયણ:
(અહીં દર્શાવેલી વસ્તુ કોઈક વ્યક્તિ નકારાત્મક પણ લેશે.) પરંતુ, એ સત્ય છે કે સીતાજીએ જે વનવાસ લીધો એ પણ શ્રી રામજી ના પ્રેમ ના લીધે જ. તેમના પ્રત્યેના પોતાના હૃદયની ભાવના માટે એમને એ સ્વીકાર્યો હતો.
વેદો :
વેદોમાં પ્રેમને એક અહેસાસ એક અનુભવ દ્વારા દર્શાવેલો છે. જેમકે, પ્રેમને કોઈ શબ્દ કે વસ્તુની જરૂર નથી હોતી. એ તો બસ એક એહસાસ થી થાય છે
આ પરથી તમે સમજી ગયા હશો કે પ્રેમ એ આ સૃષ્ટિ મા રહેલા દરેક જીવ માટે એક અભિન્ન અંગ છે. તેના દ્વારા જ અંદર રહેલા જીવ પર એ પ્રકાશ પડે છે અને એ પોતાને વિકશાવે છે.
પ્રેમને તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીને સમજાવતા કહ્યુ હતુ કે, "પ્રેમ એક એવી અનુભૂતી છે. જેમાં તેને કોઈ પ્રકારની વસ્તુ કરવાની જરૂર નથી હોતી. તેને તો બસ બે પ્રેમી પંખીડા ની જરૂર હોય છે અને એ આપણે છીએ." તો હવે તમે સમજી જ ગયા હશો કે પ્રેમ એ બહુ જ વેદનાપ્રિય અને આનંદદાયક એક પ્રકારની સાધના છે.
અને એક વાર આવું જ આપણા પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ પણ પોતાના એક વ્યાખ્યાનમાં કહેલું કે, "જ્યારે પણ મારે કોઈ વડીલ મહિલા કે બાળક માટેની કોઈ બાબતમાં મનારે પ્રેમ અને નફરત ની પસંદગી કરવાની હોય ત્યારે હું બસ આંખો બંધ કરી પ્રેમ ની પસંદગી કરી લઉં છુ. અને આ જ વસ્તુ આપણે બધા જ સાથે કરવું જોઈએ.આ વ્યાખ્યાન 1920 માં ગાંધીજી સાથેના શાંતિ રાખી આંદોલન કરતી વખતે એમને આપેલ છે.
આ બધી વસ્તુ લખતા મને પણ મારા પ્રિય વ્યક્તિઓ માટે કહેવાનું મન થાય ત્યારે,
You Make Me Cry,
But I Still Love You.
આ પ્રેમની વાતો આપણા શાસ્ત્રો ભગવાન અને મહાનુભાવ સુધી જ સીમિત નથી. પરંતુ બીજા ઘણા ઉદાહરણ જોવા મળે છે જેમાં પ્રેમ કોઈ પણ બંધનને નથી જોતો કે નથી જોતો પોતાની આસપાસના લોકોને એતો બસ પોતાના સાથે મળી ગયેલાં અને પોતાની અંદર ભળી ગયેલા એક માત્ર પોતાના પ્રેમને જ જોવે છે જેમકે,
૧) કોમેડિયન ચાર્લી ચેપ્લિનને તો આપણે બધા જ ઓળખીએ છીએ. પરંતુ, આપણને એમની આ વાત ની કોઇને ય ખબર નહીં જ હોય કે, તેમને 54 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરની કન્યા "ઉના ઓનીલ" સાથે પ્રેમ કરીને લગ્નગ્રંથીએ જોડાયા હતા.
૨) પાકિસ્તાનના પ્રથમ ગવર્નર બનેલા મોહમ્મદ અલી ઝીણા ૬૦ વર્ષની ઉંમરે પોતાનાથી અડધી ઉંમરની એટલે કે ૩૦ વર્ષની ઉંમરની મુંબઈમાં વકીલાત કરતી એક છોકરી સાથે લગ્ન કરેલા હતા.
૩) જાણીતા તત્વચિંતક રસેલ ૮૦ વર્ષની ઉંમરે "એડીંથ ફ્રીન્સ" નામની એક મહિલા સાથે લગ્ન કરી અને પોતાની બાકી ની ઉંમર વિતાવી હતી.
૪) જાણીતા લેખક એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી. એમને પણ પોતાના પ્રેમને બંધનમાં રાખ્યો જ ન હતો. આથી જ પોતે રાજા હોવા છતાં "મોંઘી" નામની દાસી સાથે લગ્ન કરી અને જીવન વિતાવ્યું હતું.
૫) કચ્છના રાજા ઠાકોર વાઘજી એ પોતાની પ્રેમિકા જેનું નામ "મણિ" હતું. તેના પ્રેમ માં પડ્યા. જ્યારે મણિ મૃત્યુ પામી ત્યારે રાજાએ તેની યાદમાં મચ્છુ નદી કિનારે "મણિમહેલ" બંધાવ્યો. આ પરથી આપણે રાજા ઠાકોર વાઘજીને આપણે ગુજરાતના શાહજહા કહી શકીએ.
આ બધા દાખલા જોતા તમને થયું જ હોવું જોઈએ કે, પ્રેમ કોઈ પણ ફુલ જેવું છે. જે ગમે તે ઋતુમાં, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે અને ગમે તે ઉંમરે આકસ્મિક રીતે ખીલી ઊઠે છે. તે કોઈની રાહ જોવા ઊભો રહેતો નથી. પ્રેમ તો બસ એક જ સેકન્ડમાં રીતભાત-ઊંચનીચ જોયા વગર થઈ જાય છે. એટલે જ કદાચ પ્રેમ ને પાગલ કહેવાય છે. અને આ પરથી મને મરીઝ નો એક શેર યાદ આવી ગયો,
"બે જણ દિલથી મળે તો એક મઝલિસ છે "મરીઝ",
દિલ વિના લાખો મળે એને અમે સભા નથી કહેતા..."
અહીં તો આપણે ભારતમાં પ્રેમનું કેવું મહત્વ છે એ દર્શાવ્યુ. પરંતુ, જો આપણે બહારના દેશમાં ડોકીયું કરીએ તો આપણે ખબર પડે કે ત્યાં પણ પ્રેમનું કેટલું મહત્વ છે.
જો આપણે જાપાનની વાત કરીએ તો ત્યાં પ્રેમ એ એક સુંદર લાગણી એટલે કે ભગવાન તરીકે પૂજાય છે. તેનો ત્યાં ક્યારેય અનાદર નથી થતો. આથી જ મારે ઉલ્લેખ કરવા જેવું નથી. પરંતુ, ત્યાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે. અને મને એ આ પ્રસંગ પરથી જાણવા મળ્યું છે થોડા સમય પહેલા હું એક ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો એમાં જાપાનનો એક પ્રસંગ હતો અને એ પ્રસંગ એવો હતો કે, ઘણા સમય પહેલા ભારતની સમૃદ્ધિ જોઈ અહીં ભારત ભ્રમણ માટે એક બુધ્ધ સંત આવ્યા હતા. એ જ્યારે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેઓ એક મંદિર પાસે થી નીકળ્યા. ત્યારે એક વ્યક્તિ મંદિર સામે ઉભો રહી કંઈક બબડી રહ્યો હતો. એ વ્યક્તિ પાસે જતા સંત ને ખબર પડી કે, એ વ્યક્તિ ભગવાનને અપશબ્દો બોલી રહ્યો છે. થોડી વાર તેનું નિરીક્ષણ કર્યું અને પછી શાંતિથી એ વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે, ભાઈ તમે ક્યારેય કોઈ મનુષ્યને તે સાચો પ્રેમ કર્યો છે?
એ વ્યકિત પહેલા તો કંઈ ન બોલ્યો પરંતુ પછીથી ખચકાતા જવાબ આપ્યો "ના"
ફરીથી સંતે બીજો પ્રશ્ન પુછ્યો "તો તે ક્યારેક તો કોઈક પર આંખો બંધ કરી વિશ્વાસ તો કર્યો જ હશે?"
એ વ્યક્તિ એ જવાબ આપ્યો "ના".
આથી એ સંતે તેને સમજાવ્યો કે, પ્રેમ અને વિશ્વાસ એ એક સિક્કાની બે બાજુ છે. જો તમે ભગવાનને સમજવા હોય અને તેમની કૃપા પોતાના પર રાખવી હોય. તો પ્રેમ અને વિશ્વાસ બંને ભગવાન પર હોવું જરૂરી છે અને હા ભગવાન એ જ આ બંને છે. આ ઉપદેશથી પેલા વ્યક્તિને સમજણ આવી ગઈ અને ત્યારથી એને ક્યારેય ભગવાનને અપશબ્દો નહીં બોલે એવી પ્રતિજ્ઞા લીધી.
આ પ્રસંગ પર થી તમને ખબર પડી ગઈ હશે કે પ્રેમ વસ્તુ શું છે? પરંતુ જો હમણાં ની વાત કરીએ તો પ્રેમ એ હમણાં ના યંગસ્ટર્સ માટે તો બસ એક મોજમસ્તી નુ સાધન બની ગયું છે. હમણાં જો કોઇ પુરુષ કોઈ સ્ત્રી સાથે અથવા તો કોઇ સ્ત્રી કોઇ પુરુષ સાથે સબંધ રાખે તો એ લફરા નામના અશભ્ય શબ્દ રુપી બહાર આવે છે. એટલે કે સાચા પ્રેમીઓ કે પ્રેમ માટે આ કળીયુગ મા લફરા રુપી અશભ્ય શબ્દ વપરાતો થઈ ગયો છે. હવે આપણે લોકો એ આ પ્રેમ ને ભગવાન માની અને એને પોતાની સાચી જગ્યાએ રાખવો જોઇશે ના કે આ લફરા જેવા ભવંડર મા જવા દેવો જોઈએ.
આ સાથે મારુ એક છેલ્લું વાક્ય કહી આ લેખ ને અહીં વિરામ આપું કે,
Love like a Book,
Your Book is Perfect so,
Your Life is Perfect.
પ્રેમ નું આ દુનિયામાં શું સ્થાન છે એ દર્શાવતો લેખ...
લેખક:- વિકાસ મનસુખલાલ દવે.
#Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
#YouTube:- https://www.youtube.com/channel/UClHQcHnAdGSNbFtcaeRnVXw
Mob.-9558453939
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.