Hakikat - 2025 in Gujarati Moral Stories by Shah Nidhi books and stories PDF | હકીકત-2025

Featured Books
Categories
Share

હકીકત-2025


                                હકીકત- 2025


( વાચક મિત્રો, વાર્તા નાની અને કાલ્પનિક છે. પરંતુ આજના સમયમાં વધતા જતા સોશીયલ મિડીયા ના ઉપયોગ થી જો ભવિષ્ય માં દરેક ઘર માં આ પરિસ્થિતિ સર્જાય તો એમાં કંઈ આશ્ચર્યજનક નાં હોઈ શકે.! પોતાની દુનિયા માં વ્યસ્ત થયેલા લોકો  જવાબદારીઓ નું ભાન ભૂલી ગયા છે... ભવિષ્ય ની reality વાંચો હકીકત- 2025 માં.. વાર્તા વાંચી પ્રતિભાવ જરૂર આપશોજી)

        "ધડામ...ધડામ..ધડામ...." બારણાં જોરજોરથી પછાડવાનો અવાજ આવી રહ્યો છે. તેજ ક્યારનો બારણાં ખખડાવી રહ્યો છે  . પરંતુ કોઈ ખોલતું નથી.તેજ બેંક માં મેનેજર છે. આખો દિવસ કામ કરીને થાકેલો તેજ ઘરે આવે છે . ઘરે જઈને શાંતિ થી આરામ કરીશ એવું વિચારે છે પરંતુ દરવાજો કોઈ ખોલતુ નથી. ઘર માં પત્ની સૌમ્યા અને દિકરો ભવ્ય પોત પોતાના કામ માં મશગુલ હતા. તમને વિચાર આવશે કે કયા કામ માં વ્યસ્ત હશે? તો કોઈ બારણું પણ નથી ખોલતું.
                      
                        સૌમ્યા કાન માં ઇયરફોન ભરાવીને કંઇક વધારે પડતાં અવાજ માં ગીતો સાંભળતી હતી. અને લેપટોપ માં પોતાના ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ માં વ્યસ્ત હતી. સમય નું તો ક્યાં ભાન જ હોય છે! પતિના ઓફિસ થી આવવાનો સમય પણ યાદ નથી એને તો.. કદાચ ચેટીંગ વધારે important હશે... ભવ્ય પણ મોબાઈલ માં ગેમ રમવામાં વ્યસ્ત હતો...

                     " અરે હા.... સૌમ્યા નો તો ચેટિંગ નો સમય છે . એ ચેટિંગ કરતી હશે.. મને તો ભુલાઈ જ ગયું..." અચાનક તેજને  યાદ આવ્યું. ખિસ્સા માંથી મોબાઈલ કાઢ્યો .  સૌમ્યા ઓનલાઈન જ હતી. પત્ની ને મેસેજ કર્યો" please, open the door " , " oh., Sorry I forgot, wait 2 min....".   પત્ની નો જવાબ આવ્યો. અંતે 2 મિનીટ પછી દરવાજો ખુલે છે.

                              દરવાજો ખોલી પાછી સૌમ્યા પોતાના રૂમ માં જતી રહી. ઓફિસ બેગ સાઇડ પર મૂકી. તેજ ફ્રેશ થવા ગયો . આખા દિવસ નો થાકેલો હતો. ભૂખ પણ કકડીને લાગી હતી. પોતાના રૂમ માં ગયો. સૌમ્યા હજુ પણ વ્યસ્ત જ હતી. તેજ ને કંઈ જ નથી પડી. એતો ફ્રેશ થઈને મોબાઈલ થી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે અને ટેકનોલોજી ની દુનિયા છે સાહેબ , 10 મિનીટ માં ફૂડ ઘરે આવે છે. પોતે ખાઈને પાછો લેપટોપ લઇને બેસી જાય છે.
 
                          રાત્રિ નાં 10: 30  થઈ ગયા. સમય ક્યારે પસાર થઈ ગયો સૌમ્યા ને ભાન જ નાં રહ્યું. અચાનક બાજુમાં નજર ગઈ તો તેજ સુતો છે. સૌમ્યા દીકરાના રૂમ માં જાય છે. ભવ્ય હજુ પણ ગેમ રમવામાં જ વ્યસ્ત હતો. ફ્રીજ માંથી બ્રેડ બટર કાઢી ભવ્ય ના ટેબલ પર મૂકી દે છે. પોતે પણ બ્રેડ બટર ખાઈને સૂઈ જાય છે.
               ભવ્ય ગેમ પૂરી થતાં બાજુમાં પડેલા બ્રેડ બટર ખાઈ લે છે. અને પાણી પીને સૂઈ જાય છે.( વાર્તા હવે શરૂ થાય છે. )

                 ભવ્ય નાનું બાળક છે. ભલે હોય 9 વર્ષ નો. જ પરંતુ છે તો બાળક જ ને.પોતાના માતા પિતાની પાસે પોતાના માટે સમય જ નથી એ વિચારી વિચારી ને થકી ગયેલો ભવ્ય પોતાની જાતને ગેમ માં વ્યસ્ત બનાવી નાખે છે. તેના મનમાં ઘણા બધા વિચારો આવે છે." શું બધાના માં બાપ આટલા જ વ્યસ્ત હશે? કોઈને સમય જ નહિ હોય સંતાનો પાછળ?" આવા વિચારોથી નાના બાળક નું મન ચકડોળે ચઢી જાય છે ...
                      સવાર પડે છે. કામવાળી બાઈ રસોઈ બનાવીને તૈયાર રાખે છે. તેજ ઓફિસે અને સૌમ્યા ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જાય છે. ભવ્ય ને આજે રજા છે. અંદરથી  ઘણી ઈચ્છા છે  કે માં બાપ સાથે સમય પસાર કરે પણ કઈ રીતે??? માં બાપ વિશે ખરાબ છાપ એના મનમાં પડે છે .
                     અચાનક એક સવારે કામવાળી બાઈ ભવ્ય ના રૂમ માં જાય છે ત્યારે ભવ્ય ક્યાંય દેખાતો નથી. ચારેબાજુ જુએ છે. ઘર માં પણ બધે જોવે છે. ભવ્ય ક્યાંય દેખાતો નથી. સૌમ્યા અને તેજ ને જાણ કરે છે. સૌમ્યા અને તેજને ધ્રાસકો પડે છે. ભવ્ય ને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રડી રડીને સૌમ્યા ની આંખો લાલ ચોળ થઈ ગઈ છે ત્યારે ભવ્ય ના ટેબલ પરથી એક ચિઠ્ઠીમળે છે..

" સોરી, મમ્મી ડેડી,
તમારા પાસે કદાચ મારી માટે ટાઈમ નથી. આજે મારે રજા હતી.તો મને રહ્યું કે આપણે સાથે ફરવા જઈશું. કેટલા દિવસ થઈ ગયા મમ્મી એ મને હાથેથી જમાડ્યો પણ નથી.  ડેડી તો ઓફિસ માં જ વ્યસ્ત છે.પેલા મારા દોસ્તો મમ્મી ડેડી સાથે ફરવા ગયા છે.હું કોની  જઉં?  એટલે જ મેં એકલા જ જવાનું નક્કી કર્યું છે.
Bye bye મમ્મી ડેડી...
                                        લી. તમારો ભવ્ય"


                      ચિઠ્ઠી વાચતા જ તેજ અને સૌમ્યા ને ભૂલનો અહેસાસ થાય છે.  ચોધાર આંસુ એ રડે છે. ભવ્ય ક્યાં છે તું જલ્દી આવ....  કરુણ વાતાવરણ સર્જાય છે . ચારે બાજુ તપાસ કરાવે છે . ભવ્ય ક્યાંય મળતો નથી .. તેજ ની આંખો માં પણ આંસુ વહી રહ્યાં છે. પણ હવે શું થાય?
                    ભવ્ય નો ફોટો હાથ માં લઇ તેજ અને સૌમ્યા રડી રહ્યા છે. ત્યાં પાછળ થી ભવ્ય આવી મમ્મી ડેડી ને વળગી પડે છે .."આઇ લવ યુ મમ્મી ડેડી"....
" સોરી બેટા ...તેજ ને સૌમ્યા પણ માફી માગે છે...."  ત્રણેય ની આંખ માં હર્ષ નાં આશું છે.." ક્યાં હતો તું ભવ્ય?" સૌમ્યા પૂછે છે... " હું તો અહી પલંગ નીચે બેસીને જોતો તો કે તમે મને પ્રેમ તો કરો છો કે નહીં" ભવ્ય બોલ્યો. "પણ બેટા તને આવો ચિઠ્ઠી લખવાનો વિચાર આવ્યો ક્યાંથી" તેજ ને પ્રશ્ન થાય છે. ત્યારે ભવ્ય જણાવે છે કે હકીકત માં એ યુ ટ્યુબ પર જોયેલા વિડિયો માંથી આ વિચારે ચડે છે..  ત્યાર પછી સૌમ્યા અને તેજ પોતાનો સમય ભવ્ય ને આપવાનું નક્કી કરે છે. ભવ્ય ને સોશીયલ મિડીયા ના ફાયદા અને ગેરફાયદા સમજાવે છે અને પોતે પણ સમજે છે.
"ચાલો આજે બધા સાથે ડિનર પર જઈએ" કહી તેજ ભવ્ય. ને ઉંચકી લે છે અને બધા ડિનર પર જાય છે.
                                                 By - Nidhi Shah.