safar na sathi bhag 6 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સફરના સાથી ભાગ -6

Featured Books
Categories
Share

સફરના સાથી ભાગ -6

હવે બધા ફટાફટ ગાડીમાં બેસીને પાર્ટીપ્લોટ પર પહોંચે છે. બધા મોડા સુધી ગરબા અને ડાન્સ કરે છે. ત્યાં પણ વિવાન અને સુહાની સાથે જ છે. હવે બધું પતી જાય છે એટલે વિવાન જ ગાડી લઈને એ લોકોને મુકવા જાય છે શિવાની સમજીને જ પાછળ ની સીટ પર બેસી જાય છે અને એ બંને ને આગળ બેસાડે છે.

એ બંને ને ત્યાં ઘરે મુકીને વિવાન જવા નીકળે છે પણ એનુ જરા પણ મન નથી સુહાની ને છોડીને જવાનું. એટલે શિવાની હસતા હસતા કહે છે અહિયાં જ રોકાઈ જા જવાનું મન નથી તો એટલે વિવાન થોડો હસીને ફટાફટ ગાડી લઈને નીકળી જાય છે.

રાતે વિવાન અને સુહાની બંને સુવા જાય છે પણ બંનેમાં થી કોઈ ને પણ ઉઘ આવતી નથી જો કે બંને એકબીજા ને ક્યારેય ભુલ્યા નથી પણ આજે બંને પોતાની ભુતકાળ ની યાદો ને આજે કાઈ અલગ રીતે જ યાદ કરી  રહ્યા છે સાથે બંને ની આંખો માં આસું છે.

અત્યારે બંને યુવા હૈયા સવારે ફરી જલ્દી એકબીજાને મળવાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે!!!

જોર જોરથી ડીજે ના સોન્ગસ સાથે જાનૈયાઓ તૈયાર થઈ ને ઝુમી રહ્યા છે. અને વરઘોડો મેરેજ હોલ ના મંડપ પાસે આવી ગયો છે.

દુલ્હા અને દુલ્હન ને હાર પહેરાવાની વિધિ થાય છે બંને પક્ષે તેમને ઉચા કરે છે અને અંતે હાર અને પોખવાની વિધિ પતાવીને   અંતે વરરાજા મંડપમાં દાખલ થાય છે. તેમના બધા ફ્રેન્ડ પણ સાથે જ છે.

વિવાન ની નજરો ક્યારની સુહાની ને શોધી રહી છે એટલા માં ત્યાં સુહાની ને શિવાની ને મંડપ માં લઈ આવતા જુએ છે ત્યારે વિવાન ને કંઈક શાંતિ થાય છે.

પછી લગ્ન વિધિ  શરૂ થાય છે બંને જણા ફ્રેન્ડસ ના
મેરેજ ની સાથે આજે બંને એ લોકોના કારણે એકબીજાને ફરી મળી શક્યા છે એ વાત થી બહુ ખુશ છે.

વિવાન સુહાનીની પાસે જઈને કહે છે 'looking gorgeous'

એટલે સુહાની પણ કહે છે 'you also looking handsome today dear'

પછી બંને મેરેજ પતાવીને ન્યુ મેરીડ કપલ સાથે જમે છે. અને પછી બંને એકલા જઈને બેસે છે અને કોલેજ લાઈફ થી છુટા પડ્યા પછીથી અત્યાર સુધી ની બધી વાતો કરે છે એકબીજાને.

બંને હવે આગળ ના પ્લાન ની વાત કરે છે ત્યારે સુહાની કહે છે કે એને તો હાલ જ્યાં સુધી મેરેજ ના થાય ત્યાં સુધી તો લંડન જ રહેવાનું છે. પછી આગળ જે થાય તે.

આ સાંભળીને વિવાન સુહાની નો હાથ પકડીને કહે છે તે આજે  મને સરપ્રાઇઝ આપી આજે હુ તને એક સરપ્રાઇઝ આપુ છું.

હુ બે મહિના પછી લંડન આવવાનો છુ. મારી કંપની મને એક વર્ષ માટે ત્યાં મોકલે છે પણ સીટી કે કાઈ ફાઈનલ થયું નથી હજી.

આ સાંભળીને સુહાની ખુબ જ ખુશ થઈ જાય છે અને ત્યાં મળવાની વાત કરે છે. તે નેક્સ્ટ મન્થ લંડન જવાની છે તે વિવાન ને પણ બધું સેટ થઈ જાય માટે હેલ્પ કરશે.

આ બધી વાતો થાય છે પછી વિદાય અને બધું ફંક્શન પુરુ થાય છે એટલે હવે બધા છુટા પડવાની તૈયારી કરે છે.

વિવાન પણ તેનુ જે પ્રમાણે ફિક્સ થશે એ પ્રમાણે તેને કહેશે. એવું કહી થોડા દુઃખ અને અને ફરી મળવાની આશા સાથે છુટા પડે છે!!!

એક મહિના પછી આજે સુહાની લંડન પહોંચી ગઈ છે ત્યાં થોડા દિવસ માં વિવાન સાથે  વાત થતા ખબર પડે છે કે તેને જ્યાં જવાનું છે તે સુહાની રહે છે ત્યાં થી બહુ નજીક છે આ સાભળીને બંને બહુ ખુશ થાય છે.

પછી થોડા દિવસ માં બધી તૈયારી થઈ જાય છે અને વિવાન પણ લંડન પહોંચી જાય છે.

એના સરપ્રાઈઝ વચ્ચે સુહાની તેને એરપોર્ટ પર લેવા આવી છે. તેને મળીને પછી પહેલાં વિવાન તેના કંપની ના આપેલા હાઉસ પર જાય છે અને કંપની નુ બધું કામ પતાવે છે. સુહાની પણ તેની જોબ પર જઈ આવે છે.

પછી બંને સાથે ડીનર લે છે અને બંને છુટા પડે છે. હવે તો આ બધુ એમનુ રુટીન થઈ  ગયું છે.

એક દિવસ સુહાની વિવાન ને તેના દીદી ના ઘરે  લઈ જાય છે. ત્યાં આજે બધા સાથે લન્ચ લે છે બધા સાથે વાત થતા સુહાની ના દીદી અને જીજાજી ને પણ વિવાન નો નેચર ગમે છે. અને તેને એમના ઘરે આવતા રહેવા માટે કહે છે.

આમ જ ચાલતુ રહે છે ત્યાં વિવાન ને ત્યાં છ મહિના પણ થઈ જાય છે.

હવે આગળ કંઈ થશે દોસ્તી થી વધીને કે બધુ એમ જ રહેશે ??

વાચતા રહો, સફરના સાથી ભાગ -7