mirracle old tample - 2 in Gujarati Mythological Stories by Prit's Patel (Pirate) books and stories PDF | રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 2)

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 2)

રહસ્યમય પુરાણી દેરી ભાગ -2

(આગળના ભાગમાં આપણે જોયું કે એક સુંદર વૃંદાવન જેવું ગામ હજનાળી છે. જેમા સાધુ સંતોનું ખૂબ જ માન હોઇ છે. એક પ્રખ્યાત મંદીર રુપ માં શક્તિનો વસવાટ હોઇ છે. ત્યાં જ સાધુના વેશમાં ચોરો આવી ચડે છે. હવે આગળ...)

ગયા ભાગથી પ્રારંભ...

ગામના બધા લોકો ને આ વાત ની ખબર પડી. અને ગામની પંચાયત સાંજે ન્યાય કરવામાં આવશે તેવું કહી ચોર ને બંદી કરવામાં આવ્યા. એક સાંજ ની રાહ હતી, બબધા લોકો ને પણ ખબર નહતી કે બધા લોકો સાંજ ની નહીં ગામના બેદશા ની રાહ જોઈ રહ્યા છે. હવે રાહ જોવાનો સમય વીતી ગયો હતો અને સાંજ પડી હતી.

પંચાયત માં બધા લોકો ન્યાય સાંભળવા  ભેગા થયા. ગામ લોકોમાંથી દામજીભાઈ લોરિયા અને બાબુલાલ ઠૉરિયા એ ચોરો ને હાજર કર્યા. ચર્ચા વિચારણા પછી બધા ગામ લોકોની હિત જોઈ પંચાયતનાં મત મુજબ અમરશી ભાઈ એ ફેસલા નો નિર્ણય કર્યો કે,


“ જ્યાં બધા સાધુ સંતો ને સહારો મળતો હોય, જ્યાં આપણા શ્રદ્ધા ના ભગવાન હોય, ત્યાં ચોરી જેવો અપરાધ કરી આપની શ્રદ્ધા નો ભંગ કરનાર ને મોત ની સજા મળવી જોઈ. જે જોઈ આજ પછી કોઈ ચોર આ મંદિર માં ચોરી કરવાનું વિચાર પણ નો કરે.”


બધા લોકો પંચાયતના નિર્ણય ને સૂનતા જ રહ્યા. જે ગામમાં શાંતિ, સહજ અને પુણ્ય મળતું હતું, તે આજે  મોત ની સજા કરી મહા પાપ કરી રહ્યું હતું. પંચાયત નો નિર્ણય કોઈ બદલી નો શકે, અને બધા ને ખબર જ કે ગામની હિત માટે જ નિર્ણય લીધો છે.

રાત પડતાં જ ગામમાં નાના બાળકો અને સ્ત્રીઓ સિવાઈ ના બધા લોકો ગામ ની બહાર મોટા વડ ની થોડે જ દૂર ચોરોને એક સાથે વડ સાથે લટકાવીને  મોત ની સજા કરવામાં આવી. બધા ના જીવ જમીન સાથે ઉભો રહેલ વડ અંદર સમાઈ ગયા અને તેમની રુહને શાંતિ મળે તેનાં માટે ગામનાં લોકોએ વડની નીચે જ થંlભી બનાવી નાખી. એક બે ચોરીના ઈચ્છાઓ અધુરી હોવાથી વડમાં ભટકવા લાગી અને બાકીના ચોરની રુહ થાંભીમાં રોકાઈ ગઇ.

સમય જતાં ગામમાં સાધુ સંતો નું આવાનું ઓછું થતું ગયું. અતિશય વરસાદ બાદ પણ તળાવ નું પાણી સુકાવા લાગ્યું. હર્યુભર્યું ગામ વેરાણ થવા લાગ્યું.

એક જ રાત વડમાં રહેતા મોર માથી 15 મોર નું મરણ રૂપ જમીન ને ભેટી ગયા. મૃત્યુ પામેલા મોરને જોઈને એવું લાગતું હતુ કે તેમને બળજબરીથી મારવામાં આવ્યાં છે. તેમનાં શરીર લોહીથી તરબત હતાં. આસપાસની જમીનમાં લોહીના ખાબોચિયાં ભરાય ગયા હતાં. બાકીના મોર પછી ના દિવસે વડ મૂકી ચાલીયા ગયા. તેમ મોર ના ટહુકા ની સાથે બધા પક્ષી, પશુ અને બધા બેજુબાન ના કલરવ બંધ થાય ગયા.

ગામ પશુ પક્ષી વગર વેરાણ સાથે સુન થઇ રહ્યું હતું. પક્ષી ના કલરવ વગર બધા ઝાડ જાણે નિરાશ હોય તેમ ખંભા ની જેમ ઊભા હતા. તેમ જ મંદિર હવે સાધુ સંતો વગર ખંડેર લાગી રહ્યું હતું. ગામ ના લોકો પણ બીમાર પડી રહ્યા હતા.


“પાનખર નામ ના ઋત, ત્યાં જાડ નમી રહ્યા હતા.
સબંધ એવા પાન તૂટી રહ્યું હતું...
કલરવ આવાજ ના નભ, ત્યાં લોક બીમાર રહ્યા હતા.
પશુ એવા પાણી સૂક રાહયું હતું...
ભગવાન જાન ના સંત, ત્યાં ગામ ભૂતકાળ રહ્યા હતા.
હાજનાળી મધુવન બંજર રહ્યું હતું...”


ગામના લોકો માં નિરાશા નો પર નહતો, અને આકાશ માં શ્રદ્ધા નું વાદળ આછું થઈ રહ્યું હતું. ત્યાં ફરી એક સુરજ નવી સવાર લઈ ને આવ્યો, દૂર એક સાધુ નું ટોળું આવતું જણાયું. ગામના બધા લોકો એ સાધુ ને આવકારો કર્યો અને તેની સેવા માં લાગી ગયા. સાધુ એ ગામ ની દશા જોઈ તુરંત બધા ની આંખમાં નમી જોઈ. તેને તુરંત જ ભાષ થવા લાગ્યો કે ગામ માં ના થવા જેવુ કઈક ઘટિત થયું છે.

ગામ ના બધા લોકો એ મહાસાધુ નું પૂજન કર્યું. અને મુખિયાજી એ કહ્યું કે મહારાજ અમારા ગામ ની વિપતિ દૂર કરો. સાધુ મહારાજે ગામ જનોને આસવાસન આપ્યું કે ફરી એક વાર ગામ વૃંદાવન બની જશે. જે મે મારા સેવકો પાસે આ ગામ ની તારીફ સાંભળી હતી તેવું જ ફરી એકવાર હર્યુભર્યું બની જશે.

મુખિયાજી એ સાધુ મહારાજ ને પૂછીયું કે તેના માટે અમારે શું  કરવું જોઈ કે અમારું ગામ પેલા જેવુ ફરીથી બની જાઈ?

સાધુ મહારજે કહ્યું કે આજથી 12 દિવસ પછી આખા ગામે મંદિર પ્રસાદ રૂપ લાપસી કરવામાં આવશે. અને બધા લોકો એ પ્રસાદ લેવા આવાનું રહેશે. બધા એ મહારાજ ના કહેવાનું મંજૂર હતું. મહારાજ 12 દિવસ ત્યાં મંદિર પર જ સાધના કરવા બેસી ગયા. ક્યાં કોઈને ખબર હતી કે ખાલી લાપસીનો  જ ભોગ કરવાનો છે પ્રસાદ રૂપ કે બીજું પણ કઈક ભોગ દેવાનું છે ગામ ને વૃંદાવન બનાવા માટે?

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. પરંતુ બધા ને 12 દિવસ ની રાહ હતી. આખિર 12 માં દિવસ માં સુરજ ના આગમન પહેલા જ ગામના બધા લોકો મંદિર પહોચી ગયા. સુરજ નું પહેલું કિરણ ગામ પર પડતાં જ સાધુ મહારાજ ધ્યાનમાથી ઊભા થયા. ચૂપચાપ બધા લોકો ને કામ સોંપી દીધું. સમય પસાર થતાં જ માં શક્તિ નો પ્રસાદ લાપસી બનાવામાં આવ્યો.

બધા પહેલા મુખિયા જી પ્રસાદ લઈ સાધુ મહારાજ ને અર્પણ કરવા ગયા. સાધુ મહારાજે મુખિયાજી ને રોક્યા અને કહિયું કે તમારા ગામની ઉપરી તરફ દક્ષણિમાં આવેલ માં હજનબાઈ ને ચડાવો અને તે પ્રસાદ ગામની કૂવારિકા ને અર્પણ કરો. અને પછી ને પ્રસાદ માં શક્તિ ને ચડાવી આખા ગામ માં વેંચી દિયો. ત્યાર બાદ બધા લોકો એ સાધુ મહારજે જેમ કહ્યું હતું તેમ પ્રસાદ ચડાવી વેંચી નાખ્યો.

અંતે સાંજ પડી અને બધા લોકો મહારાજ સામે બેસી ગયા અને મહારાજ ને પૂછીયું કે તમે હજનબાઈ ના મંદિર પ્રસાદ ચડાવાનું કેમ કહ્યું? ત્યારે સાધુ મહારાજે કહ્યું કે તમારા ગામ નું નામ હજનાળી આજ થી સતાબ્દિ વર્ષો પહેલા રાખવામા આવ્યું હતું. જ્યારે માં હજનબાઈ ને અહીથી પસાર કરવામાં આવતા હતા ત્યારે છેલ્લે તે બધા માનવ એ અહી હજાય કરી હતી. અને માં હજનબાઈ અહી વિરાજમાન થઇ ગયા. ત્યાં પછી તમારું ગામ બન્યું અને વસવાટ થયો લોકો નો  એટલે  તમારા ગામ નું નામ હજનાળી રાખવામા આવ્યું હતું.

તમારુ ગામ હજનાળી એમ જ સરળતાથી જ વૃંદાવન નથી બન્યુ.
એનાં પાછળ તો બહુ મોટો ઇતિહાસ બન્યો છે. બસ તમને લોકો ને તો માં શક્તિ ની જ આરાધના ખબર છે. મને મારા સેવક ગુરુ શ્રી જોગીજી એ ગામની વાત કરી તયારે જ ખબર પડી ગઈ હતી કે એ ગામ હજનાળી હશે.

ગમે તે હોય આજે સાધુ મહારાજ ની આંખ માં ચમક દેખાઈ રહી હતી.એટલે ગામ ના લોકો ખુશ હતા અને ફરી એક વાર શ્રદ્ધા નું વાદળ આકાશ માં બંધાઈ રહ્યું હતું. પરંતુ આંખ માં તે ચમક કેની હતી તે કોઈ સમજી નો શક્યા. અંતે સાંજ ઢળતા બધા લોકો પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા.

જતાં સમય સાધુ મહારાજે કહ્યું કે આજે રાતે કોઈ બહાર નહીં નીકળે બધા ને આવું સાંભળી નવાઈ તો લાગી પણ સાધુ મહારાજે જેમ કહ્યુ તેમ ગામના લોકો એ કર્યું. શ્રદ્ધા નું વાદળ બની ને હવે વિશાળ રૂપ ધારણ કરી લીધું હતું.  અને કોઈ સાંજ પછી રાતે બહાર નિકળ્યું નહીં.

ક્રમશ...

શુ કરશે સાધુ મહારાજ ગામને બચાવા ?

લી. પ્રિત'z...?