chhanu zarnu - 1 in Gujarati Fiction Stories by Dharmik bhadkoliya books and stories PDF | છાનું ઝરણું..!! (પ્રકરણ-૧)

Featured Books
Categories
Share

છાનું ઝરણું..!! (પ્રકરણ-૧)

                      છાનું ઝરણું.!!
                       (પ્રકરણ-૧)
                  ધાર્મિક ભડકોલીયા

           આખા કોલક મા રઘુરમન ની વાત.  બંને એક જ દિવસે જન્મેલા. અને બાળપણ પણ સાથે જ વિતાવેલુ. સવાર થી સાંજ સુધી બંને સાથે જ હોય. નાનકડા કોલક માં એક વાર રમતા રમતા અચાનક ઝગડવાનું થયુ. રમન એ ઝગડાલુ છોકરાને ધક્કો માર્યો અને પછી તે બધા રમન પર તૂટી પડ્યા. ખેર એ સમયે રઘુ આવી ગયો અને બાજુના ગામના છોકરાના માથા પર પથ્થર માર્યો. અને પછી બઘડાટી બોલી. બાજુ ના ગામમાંથી થોડા લોકો આવ્યા પણ રઘુ અને રમન હાથ ન લાગ્યા બન્ને મિત્રો નજીક ની ટેકરી પર બેઠા હતા. 
     સૂર્ય અંતિમવેળા એ હતો. ગામમાં આરતી ની જાલર વાગતી હતી. 
" હેય... રમન કેમ ઝગડો થયો " 
" કઈ નહીં યાર જવા દે ને"
" હું તને સારી રીતે ઓળખું છું " રઘુ એ રમન ની સામે જોયું. બન્ને મિત્રો એક બીજાની સામે જોઈ રહ્યા.
" સિયા...." 
" ઓહો... યાર પેલા કેવાય ને સાલા ને વધુ મારત " રઘુ ને થોડો ગુસ્સો આવ્યો.
" હવે જવા દે એ વાત ને "
"કેમ... કેમ ? રમન તું ગમે તે કરી લે સિયા તો રઘુ ની જ થશે" 
 " અરે રઘુ રહેવા દે ખોટી આસ રાખ મા"
    "જોઈએ રાતે સિયાને ઉપાડીને લઈ જઈશ પછી તારું શુ?" રઘુ એ રમન સામે જોયું. રમન એ નીચલા હોઠ દાંતથી દબાવ્યા અને રઘુ ની પાછળ દોડ્યો. 
   "હેય ભાગ માં નહીંતર રાતે તારી વાટ છે "
 " અરે રમન રાતે તો હું સિયાને લઈ મુંબઇ પોહચી જઈશ"
રઘુ હસતો હસતો ઘરે ગયો.
      રોજ બંને મિત્રો એ ટેકરી પર બેસવા જતા. 
       
                             ★★★
            કેશુદાદા ખાસ આ બન્ને ભાઈબંધોની સંભાળ રાખતા. રઘુરમન ઘર કરતા કેશુદાદા ની સાથે સમય વિતાવતા. કેશુદાદા ઇતિહાસ ના પન્ના ખોલતા અને બન્ને મિત્રો ચકોરની જેમ સાંભળતા. 
"બેટા ઘણુંબધું ભણી આપણાં ગામનો વિકાસ કરજો" કેશુદાદા બન્ને ને આગળ વધવા ઘણી સલાહ આપતા.રઘુરમન અઢારવર્ષના થઈ ગયા હતા. અને પૂરતી સમજણ પણ હતી.
            " યાર મારે તો પોલીસમેન બનવું છે " રમન ટેકરી પર બેઠો બેઠો બોલ્યો.
  " મને જલન કેમ કરાવે છે તને ખબર છે એટલે ને ? મને ખાખીવરદી થી સખ્ત નફરત છે "
"અરે... તને એમા વાંધો શુ છે " 
'ઘણોય વાંધો છે.. રમન હવે એ વાત નહી...' 
 ' પણ ખરેખર મારુ સપનું છે પોલીસ બનવાનું '
'હા તો હું જાવ છુ....'
'અરે ઉભો રે......' રમન ઉભો થઇ તેની પાછળ ગયો.
                                 ★★★
              રમન રાતે મનોમન વિચારતો હતો. કેશુદાદાએ ઘણી વાત કહી પણ કોઈ દિવસ અમારા પિતા વિશે વાતના કરી આવે તો વાત કાપી નાખે છે મારે  વાત કરવી જોઈએ. 
 રાત ના સાડા દસ વાગ્યા હતા. રમન કેશુદાદા ના ઘરે ગયો. 
'દાદા મારા પપ્પા ક્યાં છે.' 
રમને તરત જ સવાલ કર્યો.
કેશુદાદા બે ક્ષણ ચૂપ રહ્યા રમને ફરી પૂછ્યું 
' દાદા મારા પપ્પા ક્યાં છે ? '
"હજી રઘુને એજ સવાલનો જવાબ આપી રહ્યો છુ," 
"હા તો હું રઘુ ને જ પૂછી લઉં" 
રમન રઘુ ના ઘરે ગયો પણ તેના ઘરમાં બધુ ઉથલ- પાથલ હતુ..
"રઘુ... રઘુ..." બધે શાંતિ હતી તમરા નો અવાજ આવતો હતો...
રમન દોડીને પાછો કેશુદાદા પાસે ગયો.
"રઘુ...."
"શુ રઘુ..."
"રઘુ ને તેની મા ઘરે નથી.." 
કેશુદાદા તેની સાથે રઘુ ના ઘરે ગયા તેને ખબર પડી ગઈ શુ થયું છે...
" દાદા..દાદા.. રઘુ ક્યાં છે..." 
ત્યાં સિયા પણ આવી ગઈ....
" બેટા...! કિસ્મત વિસવર્ષ જૂની કહાની ફરી દોહરાવી રહી છે"
" શુ થયું હતું વિશ વર્ષ પહેલાં.."સિયા એ ઉત્સુકતાથી પૂછ્યું..
" હરિ  ને મહેશ....... !!! "
રમન ને સિયા બન્ને એકબીજાની સામે જોતા હતા....
To be Continue...
(હરિ- મહેશ કોણ છે ?, રઘુ ક્યાં ગયો ?, અને બન્ને નો પ્રેમ સિયા શુ થશે... આવતા પ્રકરણમાં.....)