નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હાજર છું તમારી સમક્ષ એક નવો ભાગ લઈને એજ આપણી જૂની પ્રેમ કથા રાધે અને શિવા ની......... ભાગ 2 માં જોયું શિવા પાછો આવી જાય છે આફ્રિકાથી અને પાછો પુના જાય છે જોબ કરવા અને ત્યાં ખૂબ સારી જગ્યાએ નોકરી લાગી જાય છે, ખૂબ ખુશ હોય છે શિવા.
જયારે શિવા સ્નેહા ને ફોન કરે છે ત્યારે ખૂબ જ ગભરાટ મહેસુસ કરે છે, પણ છેલ્લે એ ફોન કરી જ દે છે. સવારે 11 વાગ્યાનો સમય હતો શિવા સ્નેહા ને ફોન કરે છે અને વાત કરે છે. પણ સ્નેહા ખૂબ ગુસ્સામાં હોય છે અને હોવી પણ જોઈએ કેમ કે શિવાએ કંઈક કર્યું પણ એવું જ હતું. સ્નેહા ને જણાવ્યા વગર જ એ આફ્રિકા જતો રહ્યો. જે બહુ ખોટું હતું. પણ જેમ તેમ કરીને શિવા સ્નેહા ને સમજાવે છે અને ફરી એકવાર એમનું રિલેશનશિપ ચાલુ થઈ જાય છે.
હવે શિવા આ રિલેશનશીપ ને કોઈ નામ આપવા નહોતો માંગતો. શિવાના મનમાં હવે શું ચાલી રહ્યું હતું એ હવે શિવા જ જાણતો હતો. ધીરેધીરે દિવસો વીતતા જાય છે. સ્નેહા અને શિવા ની વાતો પણ વધતી જાય છે. એક દિવસ શિવા ને એના પાપા નો ફોન આવે છે પપ્પા ના જણાવ્યા અનુસાર શિવા ને એક છોકરી જોવા માટે જવાનુ હોય છે તો એના પપ્પા એને ઘરે બોલાવે છે. શિવા આ વાત સ્નેહા ને નથી કરતો કેમ કે શિવા હવે આગળ વધવા માંગતો હતો. અને જેમ કે શીવા નો સ્વભાવ જ છે કે કોઈ ને હર્ટ ના કરવા તો બસ સ્નેહા ને જણાવ્યા વગર શિવા અમદાવાદ પાછો આવે છે રજા લઈને.
શિવા એના પપ્પાની કહી હરએક વાત માનતો હતો, પણ શિવાના પપ્પા હતા પણ એવા જ કે શિવા એમની વાત ટાળી જ નહોતો શકતો. શિવાના પપ્પા સ્વભાવે આમ એકદમ કડક પણ અંદરથી એકદમ નરમ જેમકે નારિયેળ. પાંચ ભાઈબહેનો ની વચ્ચે શિવા ઉપર સૌથી વધારે હેત હતો એમનો. કોઈ દિવસ ધમકાવી પણ નાખતા. પણ શિવા અને એના પપ્પા વચ્ચે વધારે સમય માટે અબોલા ના રહેતા બંને વચ્ચે. શિવા ઘરે આવે છે બધા બહુ ખુશ હોય છે શિવા માટે, કેમ કે ઘણા સમય પછી કોઈ છોકરી જોવાની હા પાડી હતી શિવાએ. શિવા બે દિવસ પછી છોકરીને જોવા એના ઘરે જાય છે. બધા એકબીજા સાથે વાતો કરે છે. અને પછી શિવા અને બધા ત્યાંથી નીકળે છે. પાછા અમદાવાદ આવે છે. બધા ખુશ હોય છે કે બધું સારી રીતે પતિ ગયું. શિવાના મનમાં ક્યાંક ને ક્યાંક એ વિચાર ફરી ફરીને આવતો હતો. એની Dream Girl ની પણ એના પપ્પા આગળ એની બધીજ ઈચ્છા એ મારી નાંખતો હતો. બીજા દિવસે છોકરીવાળાઓ નો ફોન આવે છે અને એ લોકો અહીં એટલે કે શિવા ના ઘરે આવવાનું કહે છે. શિવાના પપ્પા બધી વાતમાં હા પાડે છે. રોશની જેવું નામ એવુંજ રૂપ પણ, હા રોશની એજ છોકરી જેને શિવા જોવા ગયો હતો. રોશની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને એનું ઘર પણ શિવાના ઘર જેવું જ મધ્યમ વર્ગના. રોશની અને એના ઘરના બધા આવે છે શિવાના ઘરે, બધા ખુશ હતા એ વાતથી ક શિવાએ લગ્ન માટે હા પાડી અને છોકરીને પણ શિવા પસંદ હતો, પણ બધાને ક્યાં ખબર હતી કે શિવાની જિંદગીમાં આ છોકરી નહોતી. ફરીએકવાર શિવા અને રોશની મળે છે વાતો કરે છે. શિવા રોશનીને બધુજ જણાવવા માંગતો હતો એને રોશનીને બહાર જવાનું પણ કીધું પણ રોશનીએ ના પાડી અને શિવાની વાત એના મનમાં જ રહી ગયી.
શુ હશે એ વાત જે શિવા રોશનીને કરવા માંગતો હતો?
શુ શિવા રોશનીને એની Dream Girl વિશે કંઈ કહેવા માંગતો હતો કે પછી સ્નેહા વિશે?
શુ રોશની અને શિવાના લગ્ન થઈ શકશે?
જાણવા માટે આવતો ભાગ જરૂર વાંચજો.
**********ધન્યવાદ**********