Aghor Aatma - 6 Kalprit Ichchha in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા (ભાગ-૬) કલ્પ્રિત ઈચ્છા

Featured Books
Categories
Share

અઘોર આત્મા (ભાગ-૬) કલ્પ્રિત ઈચ્છા

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૬ : કલ્પ્રિત ઈચ્છા)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૫ માં આપણે જોયું કે...

મારી નજર સમક્ષ એક ઘટાદાર વડનું વ્રુક્ષ ડોલવા લાગ્યું, ધ્રૂજવા લાગ્યું. એ વિશાળ વડની લાંબી વડવાઈઓ મારા શરીર ફરતે વીંટળાઈ વળી. મારી છાતી ફરતે વીંટળાયેલી વડવાઈઓ ધીરેધીરે મારા ગાઉનની અંદર મારી સુવાળી છાતી ઉપર સરકવા માંડી હતી. અંગારક્ષતિએ છોડેલી દુષ્ટાત્મા કલ્પ્રિતની ઈચ્છા મારા ભરાવદાર જિસ્મ સાથે સંભોગ કરવાની હતી. લાકડાના પગથિયાં નીચે એક વિશાળ ભોંયરું હતું. આયનાના કાચને સ્પર્શવા માટે લંબાયેલો મારો હાથ સીધો ફ્રેમના પોલાણમાં પેસી ગયો. ત્યાં કાચ નહિ, ફક્ત ફ્રેમ જ હતી. અને એ ફ્રેમની પેલે પાર પણ ‘હું’ જ હતી...

હવે આગળ...)

----------------

હું ત્યાં જ ઠરી ગઈ. મારું હૃદય ધમણની ગતિએ દોડવા માંડ્યું. ફક્ત મારો લંબાયેલો હાથ જ નહિ, મારું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. મારી આંખે અંધારા આવા માંડ્યા. મારા હોઠ અને ગળું સૂકાવા માંડ્યા. શરીરનું લોહી કોઈએ ચૂસી લીધું હોય એવી હું સફેદ રૂની પૂણી જેવી ફિક્કી બની ગઈ. મારા પગ જાણે કે જમીનની અંદર પેસી જવા માંગતા હોય એમ વજનદાર થઈ ગયા. આયનાના કાચને સ્પર્શવા માટે લંબાયેલા હાથને કાચની સપાટી સપર્શી જ નહોતી. હાથ સીધો ફ્રેમના પોલાણમાં પેસી ગયો હતો. ત્યાં કાચ હતો જ નહિ, ફક્ત વિશાળ ફ્રેમ જ હતી. અને એ ફ્રેમની પેલે પાર પણ ‘હું’ જ ઊભી હતી. એ હું હતી કે મારું પ્રતિબિંબ? એ હજુ પણ મને તાક્યા કરતુ હતું, અવિરત... અપલક... હું ત્યાં જ ફસડાઈ પડી. બેહોશ થતાં પહેલાં મેં છેલ્લી એક નજરે આયના ભણી જોયું તો મારું પ્રતિબિંબ હજી પણ ત્યાં જ ઊભું હતું, અડગ... અડીખમ... એ મારું પ્રતિબિંબ હતું કે બીજી ‘હું’..? બીજી તપસ્યા..?

મને ખબર નથી કેટલો સમય સૂનકારમાં વ્યતીત થઈ ગયો...

‘તપસ્યા... તપસ્યા...’ કોઈ જાણે કે મને ઢંઢોળી રહ્યું હતું. મારી આંખોના પોપચાં હજુ પણ વજનદાર લાગી રહ્યાં હતાં. મને કોઈ અંદાજો નહોતો કે હું કેટલો સમય સુધી બેહોશ રહી! કદાચ આખી રાત... અત્યારે વહેલી સવારનું સૂર્યનું એક તાજું કિરણ મારી આંખો ઉપર આછી રોશની પાથરવાની કોશિશ કરી રહ્યું હતું. હું એક ઘેઘૂર વૃક્ષની ઓથે એના થડને અઢેલીને અડધી બેસેલી અને અડધી સૂતેલી અવસ્થામાં પડી હતી. મને જાણે કે એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે હું કોઈક હૂંફાળા યુવાનની બાહોમાં છૂપાયેલી બેઠી છું. મારી ગરદનની પાછળની તરફ કાનની બૂટની નીચે કોઈકના ગરમ શ્વાસનો ભીનો સ્પર્શ હું અનુભવી રહી હતી.

‘તપસ્યા...’ મારા કાનમાં ધીરેથી એક આહ્લાદક અવાજ ગૂંજયો. મને સમજતા વાર નહિ લાગી કે એ શેન હતો.

‘હું ક્યાં છું?’ મેં આસપાસ નજર ઘુમાવીને આછાં અજવાળાંમાં તાગ લગાવવાની કોશિશ કરી. છૂટાછવાયા વૃક્ષોથી થોડે દૂર એક ઝાડીમાં મને કંઈક ચહલપહલ થતી જણાઈ.

‘પેલા ઝૂંપડાના ભોંયરામાં આવેલા આલીશાન કમરાને છેવાડે એક ગુપ્ત રસ્તો હતો. ત્યાંથી નીકળીને અહીં ઝાડીઓમાં...’ શેન બોલ્યો. એનો ફક્ત અવાજ મારા કાને પડ્યો, એ મને દેખાવાનો તો હતો નહિ. વિલી અને મેગી પણ મારી નજરોથી ઓઝલ હતાં. જોકે મને હવે એમનાથી ડર નહોતો લાગતો, પરંતુ એક સાંત્વના મળી રહી હતી કે કોઈક મારી સાથે છે. કોઈક મારી રક્ષા કરી રહ્યું છે.

‘હું તો પેલા આયના પાસે...’ હું અચાનક ભયભીત થઈ ઊઠી. મારી ધડકનો તેજ થવા માંડી. ‘હું અહીં કેવી રીતે આવી ગઈ?’ મેં પૂછ્યું.

મને બાહોમાં ઘેરીને બેસેલા શેન – કે જેને હું જોઈ નહોતી શકતી, ફક્ત એના બદનની ઉષ્મા મહેસૂસ કરી શકતી હતી – એણે મારા કપાળ ઉપર હાથ મૂક્યો. મને થોડી રાહત થઈ. મારા વધી રહેલા ધબકારાને કાબૂમાં કરવા માટે એનો જમણો હાથ મારી છાતીની ડાબી તરફ, મારા હૃદય ઉપર આસ્તેથી દબાયો. મારી આંખો બંધ થઈ ગઈ, થોડી ઉત્તેજના પણ અનુભવાઈ. તિમિર પણ મને આમ જ બાહોમાં ભરીને કલાકો સુધી બેસી રહેતો, આંખો બંધ કરીને, ચૂપચાપ! એક ક્ષણ તો મને પરપુરુષ સાથે આ અવસ્થામાં બેસી રહેવાનું જરા અજુગતું લાગ્યું. પછી વિચાર્યું કે એ ક્યાં કોઈ જીવિત પુરુષ છે! માત્ર એક કલ્પના સમાન જ તો છે. હું એ જાણતી હોવા છતાં કે શેન એક પ્રેતાત્મા છે, હું એનામાં એક સારો દોસ્ત ઝંખી રહી હતી. સહારો શોધી રહી હતી – જે મને મળી રહ્યાનો ઉન્માદ પણ હતો!

‘તું જેને આયનામાં તારું પ્રતિબિંબ સમજી રહી હતી એ દરઅસલ તપસ્યા જ છે - તારી બીજી આવૃત્તિ... તારી હમશકલ...’ શેને સમજાવવાની શરૂઆત કરી.

હું થોડી હેરતમાં અને વધુ મૂંઝવણમાં હતી. મને કશું સમજાતું નહોતું.

‘તારી બીજી આવૃત્તિ રચવાનું ફક્ત મારા એકલાનું ગજું નહિ, પરંતુ અમે ત્રણેય – હું, વિલી અને મેગી – મળીને એક જોખમ ખેડ્યું છે. અઘોરી અંગારક્ષતિ સામે બાથ ભીડવાનું જોખમ! તેઓ પણ અહીં જ મોજૂદ છે.’ શેને ખુલાસો કર્યો.

દૂર ઝાડીમાં થતી ચહલપહલ હવે થોડા કોલાહલમાં ફેરવાતી જણાઈ. ‘પણ મારી બીજી આવૃત્તિ? શેના માટે?’ હું એકદમ સ્તબ્ધ બની ચૂકી હતી.

અચાનક શેન ઊભો થઈ ગયો હોય એવું મને મહેસૂસ થયું. એણે મારો હાથ પકડીને મને ખેંચી. હું દોડતી હોઉં એમ ઝડપથી ચાલવા માંડી. મારી સાથે મારા ત્રણેય સાથીઓ પણ ચાલી રહ્યાં હોવાની મેં અનુભૂતિ કરી. અમે ઝાડીની નજીક પહોંચ્યા ને શેન બોલ્યો, ‘અહીં તને તારા તમામ પ્રશ્નોના ઉકેલ મળી જશે, તપસ્યા.’

મેં એક ઝાડની ઓથ લીધી. ઝાડીઓની અંદર મારી નજર પડતાં જ મારા હોશ ઉડી ગયા. મળસ્કાના આછાં અજવાળાં અને હલકી ઠંડકમાં અઘોરી અંગારક્ષતિ બંને પગ પહોળા કરીને ઊભો હતો. રાખ ચોળેલું એનું સંપૂર્ણ નિર્વસ્ત્ર શરીર પાછળથી વધુ ભયંકર લાગી રહ્યું હતું. આકાશ ભણી હાથ ઉઠાવીને એ મોટેમોટેથી મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. અને એના બંને પગની વચ્ચે ચત્તીપાટ ‘હું’ પડી હતી... હું... તપસ્યા...

‘એ તું નહિ, તારી બીજી આવૃત્તિ છે, જે અમે રચી છે...’ મેગીએ મારા ખભે હાથ મૂકીને મને ધરપત આપી. હું ફરી એક વખત ચોંકી ગઈ.

‘પણ, કેમ..?’ મારી મૂંઝવણની કોઈ સીમા નહોતી.

‘કારણકે અમે નથી ચાહતા કે અઘોરી તારું સુંદર શરીર ભોગવે...’ શેનનો રૂંધાયેલો અવાજ સંભળાયો, ‘...અને તારું અહીં હાજર હોવું પણ જરૂરી છે. તો જ પેલી સૂતેલી તપસ્યા ત્રાટક કરી શકશે, પ્રતિકાર કરી શકશે!’

હું તદ્દન સ્થિર થઈ ચૂકી હતી. મારું શરીર ઠંડુ બરફ જેવું બની રહ્યું હતું. મડદાઘરમાં બરફની પાટો વચ્ચે રાખેલી ઠંડીગાર લાશ જેવું...

ત્યાં ઓચિંતું જ મને કોઈક સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. એનું રુદન મને કંપાવી ઊઠ્યું. મેં ચારે તરફ નજર ફેરવી. દૂર એક ઝાડની નાજુક ડાળ ઉપર એક ધાબળો ઓઢેલી સ્ત્રી જેવી આકૃતિ બેસેલી દેખાઈ. ખોફથી મારા રુંવા ઊભા થઈ ગયા હતા. અંગારક્ષતિએ એ સ્ત્રી તરફ પોતાના હાથનો ઈશારો કર્યો. એ ધીરે ધીરે ઝાડ ઉપરથી ઉતરવ માંડી. એના લાંબા વાળ, હોઠ ઉપર લાલચટક લાલી, સ્ત્રેણ ચાલ... એ નજીક આવી ત્યારે મેં ઝાડની ઓથેથી અમારી હાજરીની કોઈને જાણ ન થાય એમ ધીરેથી એ બધું જોયું. અંગારક્ષતિએ ફરી પોતાનો હાથ ગોળ ગોળ ઘુમાવીને એને કંઈક ઈશારો કર્યો. અને એ સાથે જ પેલી સ્ત્રીએ પોતાના શરીરે ઓઢેલો ધાબળો ખોલી નાખ્યો અને દૂર ફંગોળી દીધો. મારા મોંમાંથી એક ચીસ નીકળતી રહી ગઈ. શેને તાત્કાલિક મારા હોઠ ઉપર એનો હાથ દબાવી દીધો હતો. મારી છાતીમાં એક દર્દનાક પીડા ઊઠી. પરસેવાથી રેબઝેબ થઈ ગયેલા મારા ઉરોજો અસહ્ય રીતે હાંફી રહ્યા હતા. ધાબળાનું આવરણ હટી ગયા બાદ જે શરીર મારી નજર સમક્ષ ઊભું હતું એ કોઈ સ્ત્રી નહિ, એક પુરુષનું હતું! માથાથી લઈને એના પગના પંજા સુધી તદ્દન નગ્ન...

‘કલ્પ્રિત...’ મેગીએ ધીમા અવાજે મને કહ્યું. ‘અઘોરી અંગારક્ષતિનો પુત્ર - કલ્પ્રિત!’

હું મેગીના અવાજ તરફ તાકી રહી. એ આગળ બોલી-

‘પુરુષ તરીકે જન્મ્યો હોવા છતાં પુરુષના એક પણ ગુણ વગરનો... સ્ત્રી જેવા લક્ષણો ધરાવતો અને મરદાનગીના નામ પર કલંક... એનામાં ઈચ્છા તો ઘણી હતી પરંતુ શક્તિ બિલકુલ નહિ. આખરે એક દિવસ...’ મેગી અટકી.

થોડીવાર સન્નાટો ફેલાયેલો રહ્યો.

‘...એક દિવસ આ કલ્પ્રિત, પોતાની નામર્દાઈથી લજ્જિત થઈને આ જ ઝાડ ઉપર લટકીને...’

મારા શ્વાસ થોડી ક્ષણો માટે અટક્યા.

‘...ગળે ફાંસો ખાઈને એણે આત્મહત્યા કરી લીધી. પરંતુ, અંગારક્ષતિ એના મૃત્યુ પછી પણ એને મરદ બનાવવાના અભરખા નથી છોડી શકતો.’

કલ્પ્રિતનો આત્મા અઘોરી બાપની શક્તિથી થોડા સમય માટે પોતાનું અસલી માનવસ્વરૂપ લઈને સંભોગસુખ મેળવવા ઉતાવળો બની રહ્યો હતો. એનામાં ઉત્થાનની સદંતર કમી હતી છતાં એના જાતીય આવેગ દરિયાના મોજાંની જેમ ઉછાળા મારતા હતા. અઘોરીએ થોડે દૂર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એ સાથે જ કલ્પ્રિત નીચે ચત્તીપાટ સૂતેલી તપસ્યાને ભોગવવા રઘવાયો બન્યો. ધીમે ધીમે એ તપસ્યાને નિર્વસ્ત્ર કરવ માંડ્યો. તપસ્યાએ બચવા માટે તરફડીયા માર્યા. ‘બચાવો... બચાવો...’ની બૂમ પાડતી એ કરગરવા લાગી. એ સાથે જ કલ્પ્રિત પણ જોરશોરથી રડવા માંડ્યો. મારી બીજી આવૃત્તિ પેલી તપસ્યાની નિર્વસ્ત્ર કમર ઉપર બેસીને એણે મોટેથી પોક મૂકી, ને ચીસ પાડવા માંડ્યો. આસપાસનું વાતાવરણ એના કારમા રુદનથી ભયાનક બની ગયું. પણ અંગારક્ષતિએ પોતાની લાલ આંખોના મોટા ડોળા કાઢીને કલ્પ્રિત ભણી ત્રાટક કર્યું, ને એ ખામોશ થઈ ગયો.

મને ચીતરી ચઢી રહી હતી. શેન મને હિંમત આપી રહ્યો હતો, ‘ડર નહિ, તપસ્યા..! અમે છીએ ને!’

પણ હું મારી સગી આંખોએ મને પોતાને જ નિર્વસ્ત્ર થતી જોઈ રહી હતી. એક સાવ નપુંસક વ્યક્તિ, અને એ પણ મૃત - મારી ઉઘાડી જાંઘ ઉપર બેસીને પોતાની હવસ સંતોષવા મરણીયો બન્યો હતો. મારી પોતાની જ ઈજ્જત લુંટાતી હું જોઈ રહી હતી. પરંતુ, હું લાચાર હતી... વિવશ હતી...

‘તારી એ બીજી આવૃત્તિ ફક્ત એક માટીની પૂતળી છે.’ શેન મારો ચહેરો એના હાથમાં લઈને બોલી રહ્યો હતો, ‘...અને અમે એ તપસ્યાના બે પગ વચ્ચે...’

હું સૂનમૂન બનીને સાંભળી રહી હતી... ‘બે પગ વચ્ચે... શું..?’

‘વીંછી... ખતરનાક ઝેરીલા વીંછીનો ડંખ ભરાવી દીધો છે!’

‘પણ...’ મેં કહ્યું, ‘કલ્પ્રિત તો મૃત છે... તો એને વીંછી, ડંખ, ઝેર... એ બધું અસર કરે?’

‘વીંછી પણ ક્યાં જીવિત છે!’ મેગીએ કહ્યું, ‘પેલી સૂતેલી તપસ્યાની યોની હળહળતા ઝેરનું એક ખાબોચિયું બની ગઈ છે!’

મને જાણે કે વીજળીનો ઝટકો લાગ્યો.

એટલામાં જ... મેં જોયું કે કલ્પ્રિત તપસ્યા ઉપર સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો, અને એના બે પગ વચ્ચે...

(ક્રમશઃ)

દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૭ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------