જૂહી ની અસમંજસતા વધતી જતી હતી, તેના માં વ્યાકુતા નો સમુદ્ર હિલોળા મારતો હતો, તે યેન કેન પ્રકારે આ કુદરતી સંબંધ ને કોઈ નામ આપવા માંગતી હતી, જેની પરિભાષા તેની સમજ થી બહાર હતી, કારણ સ્પષ્ટ હતું તેનું, તેણીને હવે, એકજ રસ્તો દેખાતો હતો, તે હતો તન્વી આંટી, જે યેન કેન પ્રકારે તેને પોતાના લક્ષ્ય સુધી લઇ જાય તેમ હતું,.
જૂહી સવારે નાસ્તા કરતા કરતા, પપ્પા આજે હું તમારી જોડે બાઇક પર હોસ્પિટલ આવીશ, આજે એક મારી દોસ્ત રજા પર હોવાથી મારે તેનું પણ કામ જોવાનું છે, તેથી.
રાજેસ "ઓકે, બેટા,"
અંજલિ પોતાની દીકરી માં એક અલગ ભાવ જોઈ રહી હતી, તે તેના પપ્પા ને લઇ ને પજેસિવ થતી હોય તેમ લાગતું હતું, પણ હાલ તે કશુ કહેવા ના મૂડ માં ન હતી, તેની પણ નજર બંને બાપ દીકરી પર હતી, જે તેણી(અંજલિ) ની સમજદારી અને વ્યવહારીવૃત્તિ નો પરિચય આપતી હતી,
અંજલિ રાજેસ ને ટિફિન આપવા બહાર આવે છે, અને રોજ ની જેમ ઘરે વેલા આવાની ટકોર કરે છે,
જૂહી બાઇક ની પાછળ બેસી જાય છે અને બાઇક ચાલુ થયા બાદ પોતાના મમ્મી ને "જય શ્રી કૃષ્ણ" કહીને તે અને તેના પપ્પા હોસ્પિટલે જવા રવાના થાય છે,
અંજલિ થોડી વાર બહાર એક ચિત્ત ઉભી રહી; જ્યા સુધી તે બંને આંખો સામે થી અદ્રશ્ય ન થયા, શુન્ય મન તે દસેક મિનિટ એકલી ઉભી રહી.
અંજલિ ની મનોસ્થિતિ એક કાળા ડિબાંગ વાદળ મા પરિવર્તન થઈ રહી હતી, જો ફાટે તો કેટલાય ને લય ડૂબે, પણ ખરો તેનો પતિપ્રત્યે નો ભાવ, તેણી ની નિષ્ઠા, જે આજ ની ઘણી સ્ત્રી માટે ઘણી અઘરી હોય છે,
શંકા ના એક બીજ, ઘણા ના ઘર ઉજાડી દે છે આજ ના સમય માં, લોકો માં આપસી વિશ્વાસ નું ધોરણ ઓછું થતું જાય છે, વિશ્વાસને ના તો શિક્ષિત સમાજ ની જરૂર છે ન તો અશિક્ષિત સમાજની, ના તે નું કોઇ માપ છે જેના થકી સાચા સાંસારિક સંબંધ ની ઓળખ થઈ શકે.
જૂહી પપ્પા હું મારા ઉપરી ને મળી ને મેઘા આન્ટી ના વૉડ માં આવું છું, તમારી પાસે,
રાજેસ "સારું, હું રાહ જોવું છું, પણ ડોક્ટર સાહેબ ને મળી શકાય તેમ છે આજે, મારે મળવું હતું, બેટા"
"પપ્પા, હું ડોક્ટર સાહેબ ફ્રી હોય, તો તેમને બોલાવી લાવીશ" જૂહી
રાજેસ મેઘા ના રૂમ માં,
"તન્વી, કોઈ સુધારો....."રાજેસ
તન્વી "હા, પણ જોયે તેટલો નહીં, તેણી ના શરીરમાં ઓજશ આવી રહયુ છે, જેમકે તેના હાથ, ચહેરા પર નૂર દેખાય છે, પણ તેનો હાવ ભાવ જેમનો તેમ છે,"
રાજેસ "મનન, કેમ નથી દેખાતા?"
"તેવો રાતે મેઘા જોડે રહે છે, અને સવારે ઓફિસે જાય છે, સરકારી કામ કાજ માં પણ બહુ ભાર હોય છે, જેને કામ કરવાનું હોય તેના માટે" તન્વી.
રાજેસ મેઘાના બેડ પાસે બેસે છે, અને તેણી નો હાથ પોતાના હાથ માં લે છે, અને નજર તેણી તરફ રાખી તેને જોયા કરે છે, તન્વી મેઘા ના બેડ પરજ તેના પગ પાસે બેસે છે, પણ ડોક્ટર સાહેબ આવી ને તન્વી ને બાજુ ના રૂમ માં જવા કહે છે,
એટલા માં અચાનક ડોક્ટર સાહેબ રૂમ માં પ્રવેશ કરે છે,
"શ્રીમતી તન્વી, તમારું અહીંયા હાલ બેશવું ઉચિત નથી, મહેરબાની કરી ને તમે આ વાત ધ્યાન રાખો"
"માફ કરો, ડોકટર, હવે થી ભૂલ નહીં થાય"તન્વી
" ઇટ્સ ઓકે, ગુડ" ડોક્ટર
ડોક્ટર "શ્રીમાન રાજેસ, તમે ખ્યાલ રાખો કે જયારે તમે અહીંયા આવો, તો તમારા શિવાય બીજું કોઇ હાજર ન હોવું જોઈએ, હું તમને મારા ઓફીસ માં મળીશ, શ્રીમાન રાજેસ"
રાજેશની આંખો, મેઘા ના ચહેરા પર સ્થિર થઇ ગઈ છે, તેની છેલ્લી મુલાકાત યાદ આવવા લાગી છે, તેના હાથ નો સ્પર્શ આજે પણ યાદ છે, આંખો બંધ કરી દે તોપણ તે તેણી ને ઓળખવામાં ભૂલ ન કરે, તેવો તેનો ફૂલ જેવો હાથ અને તેની આંગળીઓ હતી, જે આજે પણ જેમ ની તેમ છે, આ હાલત માં હોવા છતાં, તેના હાથ માં થતી હરકત, અને તેના કપાળ પર ખેંચાતી આડી કપાળ રેખાવો જાણે તેમ કહેતી હોય છે કે બસ, હવે, આ હાથ ના છોડતો, તેના પગમાં પહેલી વાર ઝણઝણાટી જોવા મળી, જાણે કે તે દોડી ને પકડવા ન જતી હોઈ, તેના મુખ માં થી રાજેશ, રાજેશ... એમ ધીમા ધીમા અવાજે પુકારી રહી છે, પણ આગળ કઇ બોલી શક્તિ નથી, રાજેશ ની આંખો ભરાઈ આવે છે પણ તે યેન કેન પ્રકારે પોતાની ભાવનાં પર કાબુ રાખીલે છે, આ દ્રશ્ય બાજુના રૂમ માં બેઠેલા તન્વી, અને જૂહી બંને નીહાળી રહ્યા છે, બંને ભાવુક થઇ જાય છે,
અચાનક ડોક્ટર મોનિટર રૂમ માં પ્રવેશ લે છે,
જૂહી પોતાની જાત ને સ્વસ્થ કરી લે છે,
"સર, રોજ પેસન્ટ ની તબિયત માં સુધારો નોંધાતો રહે છે, તમે જોઈ શકો છો, આ મોનિટર ના ગ્રાફ માં" જૂહી
ડોક્ટર " જૂહી, હું તે જોઈ શકુ છુ, મેઘા જલ્દી જ હોશ માં આવશે, તેવું તેના તબિયત મા થતા સુધાર થી કહી શકાય, જૂહી, શ્રીમાન રાજેશ બહાર આવ્યા પછી, મેઘા જોડે કોઈએ પણ એક કલાક સુધી અંદર ન જવું, કિપ ઈન માઈન્ડ"
"આઈ માઈન્ડ ઈટ, સર"જૂહી
ડોક્ટર "શ્રીમતી તન્વી, શ્રેમાન મનન જયારે હોસ્પિટલમાં આવે ત્યારે મને મારા ઑફ્સ માં મળવા બોલાવજો"
"ઓકે, ડૉક્ટર, આઈ વીલ કન્વે, સેમ ટૂ મનન"તન્વી
લગભગ, એક અડધા કલાક પછી મેઘા ના ICU રૂમ માંથી રાજેશ બહાર આવે છે,
રાજેશ"તન્વી હુ ડોક્ટર સાહેબ પાસે જઈ ને આવું છુ તેમને મને મળવા બોલાવ્યો હતો, જૂહી હુ સાહેબ ને મળી ને સીધોજ નીકળી જઈશ"
"પપ્પા, સારું તમે રાતે આવો ,તો પણ હું આજે અહીંયા જ છુ, હું તમારી જોડેજ પાછી ઘરે આવીશ"જૂહી
(રાજેશ ડૉક્ટર ની ઓફિસ માં છે)
ડોક્ટર " મી. રાજેશ આ ડો. શ્રેયા શાહ છે અને મારા વાઈફ છે તેવો સાઇકરેટ્સ છે.
અને તે હવે થી મેઘા નો કેસ જોશે,
રાજેશ "માફ કરો,શાહ સાહેબ; તમને રોકવા માટે, , શુ મેઘા ને ખરેખર શ્રેયા મેડમ ની જરૂર છે?"
ડો. શાહ "મી. રાજેશ, મે ઘણા બધા કેસ આજ શુધી જોયા છે, પણ મેઘા નો કેસ અલગ જ છે, અને હુ અને મારી વાઇફ અમને એમ લાગે છે કે તે "દિલ" થી જોડાયેલો કેસ છે,
(ડો. શાહ થોડા ચીપીને રાજેશ ને કહેછે અને નજર ડો. શ્રેયા તરફ વાળે છે)
"મતલબ, સાહેબ"રાજેશ (ગુંચવાતા અવાજે)
ડો. શાહ "મી. રાજેશ, અમે ડો. છીએ, અને અમને પેશન્ટ ને ક્યારે શર્જરી કરવી, કેવી કરવી, કઈ રીતે કરવી, એ અમારો વિષય છે, એટલેજ મે તમને અલગ થી બોલાવીયા છે, કારણ કે મેઘા ની શર્જરી તમારે કરવા ની છે, એ પણ "દિલ"ની, "દિલ થી"!!!!!!.
મી. રાજેશ મને નથી ખબર તમારા ભૂતકાળ ની એ પણ મેઘા માટે, પણ મને અને ડો. શ્રેયા ને એ ચોકસ ખબર છે કે આ કામ તમારા સિવાય બીજા કોઇ નહી કરી શકે.
તમે બે ફિકર રહો, તમારે જે પણ કરવાનું છે તે આ ઓફીસ માં રહેલ આપણે ત્રણ સિવાય કોઇ નહીં જાણે. મી. મનન પણ નહીં,?!!!.
રાજેશ "પણ ડો. મારે કરવાનું શુ છે, મને થોડુ વિસ્તાર થી સમજાવો, મારા માટે મેઘા જેમ બને તેમ સ્વસ્થ થાય તે જરૂરી છે"
(રાજેશ ડો. શ્રેયા તરફ અત્યંત આશા ભરી અરજ સાથે કહે છે)
ડો. શ્રેયા "મી. રાજેશ, અમે કાલે, મેઘા ને બીજા એક અલગ રૂમ માં લઇ જઇશુ, અમે તેને હેડ ફોન થી એક રેકોડેડ વોઇસ/વાતચીત નો ઉપયોગ કરી તેના મગજ ના જ્ઞાન તંતુ ને જાગ્રત કરવા પ્રેરિત કરીશું, તેના માટે તમારે કાલે જે પણ ભૂતકાળ માં બનેલી વાતચિત ખુલ્લા મને કરવી પડશે, જેથી કરી તે જલ્દી પ્રતિક્રિયા આપે, ખાસ, તો એ છે કે આ કેસ હુ અંગત જોવાની છુ, અને આ જે પણ ટ્રીટમેન્ટ આપીશું તે આપણી વચ્ચે જ રહેશે, તમે આશ્વત રહો, પણ તમારે પણ બહાર આના વિશે કોઈ ચર્ચા કરવાની જરૂરી નથી, તમે તે સમજી શકો છો, અમે મી. મનન અને તન્વી ને આગળ શુ સમજાવું તે અમારી ઉપર છોડી દો"
(રાજેશ ધીરે ધીરે વાત ની ગંભીરતા સમજાય છે)
રાજેશ "ડો. શ્રેયા, તમે કહેશો તેમજ થશે"
ડો. શાહ "ઓકે, મી. રાજેશ તમે હવે જઈ શકો છો"
રાજેશ ડોક્ટર ની ઓફીસ માંથી બહાર આવી જાય છે, અને નૌકરી ની શોધમાં નીકળી જાય છે,
પણ આજે આખો દિવસ વ્યર્થ જાય છે અને તેનો સમય પણ જતો નથી, જો ઘરે જાય તો અંજલિ પૂછે 'આજે વેલા કેમ, અને બીજા ચાર સવાલ પણ ખરા' તેની સામે જૂઠું પણ કેટલા દિવસ બોલી શકાય, તેથી જ તે જેમ તેમ કરી દિવસ ને ગુજારે છે, એક તણાવ પૂર્ણ સ્થિતિ માં.
રાજેશ ને તેની દીકરી ની વાત યાદ આવે છે કે આજે તો તેને સાથે લઈ જવાની છે ને પણ જોકે એ તો રાતેજ થઇ શકે, પણ પેલા તો ઘરે જવું પડશે, જમી કરી ને હોસ્પિટલ જવું પડશે.
રાજેસે રોજની જેમ, ઓફિસે જવા તૈયાર થઇ જાય છે, તે અંજલિ ને કહે છે કે આજ નું છાપું શોધે નહિ, તે તેની સાથે લય જાય છે,
રાજેસ પોતાના નિત્ય ક્રમ મુજબ પહેલા હોસ્પિટલમાં જાય છે, અને ડોક્ટર ની સલાહ મુજબ જે સમય મેઘા ની સારવાર માટે આપવાનો છે તે આપીને ત્યાંથી નવી નોકરી ની શોધ માં નીકળી પડે છે,
સમય સમય માણસ ને કેવો મજબૂર કરે છે જયારે એજ માણસ ને પોતાના જીવન ના અલગ અલગ તબક્કા માંથી પસાર થવાનું હોય ત્યારે, એક જવાબદાર કટપુતડી જેવું જીવન પસાર કરવું પડે છે, જયારે માણસ ને સમજ માં આવે છે ત્યારે તેને એમ લાગે છે કે તે એક માયાજાળ માં ફસાઈ ગયો છે, અને ખાસ તો ત્યારે જયારે વ્યક્તિ એક આધારસ્થમ હોય પોતાની ફેમિલીનો, અને તેની ઉપર જવાબદારી ના ડુંગર ખડકાયેલા હોય.
વારુ, આ તો એક દરેક જવાબદાર ભારતીય ની વાત છે, પછી તે એક આદર્શ ભારતીય પિતા/ભાઈ/માં જ કેમ ના હોય, જે સમજે તેને સમજાય.
રાજેસ, હોસ્પિટલ થી શહેરના જાણીતા ગાર્ડન જઇને પોતાનું બાઇક પાર્ક કરે છે, અને એક નીરવ, છાયા વાળા વૃક્ષની નીચે બેસી જાય છે, અને પોતાના બેગ માંથી પેલું છાપું નીકાળી જોબ માટેની કંપનીઓ શોધે છે, જેમાં તે એકાદ બે જગ્યાએ વાત કરે છે, સમય લે છે ઇન્ટરવ્યૂ માટે, પણ તે આખો દિવસ થોડી આમને આમ પસાર થાય, છતાં તે જેમતેમ કરી બપોર નું ટિફિન ગાર્ડન માંજ ખાઈ ને થોડો આરામ કરી નક્કી કરેલ જગ્યા એ ઇન્ટરવ્યૂ માટે પહોચી જાય છે,
તે પોતાનું ઇન્ટરવ્યૂ પતાવી ને પોતાના ઘરે વહેલો પહોચી જાય છે, તેને સામે વાળી કમ્પની એ "તમને જણાવશું" તેમ કિધુ હતું, તે ચોક્કસ હતો, પોતાના ઇન્ટરવ્યૂ ના પરફોર્મન્સ થી,
અંજલિ " અરે, આજે આટલા વેલા તમે, શું વાત છે,!!"
"તને હું વહેલા આવું તેમા તને નવાઇ લાગતી હશે, પણ થોડા સમય શુધી આવું ચાલશે, પછી નહિ" રાજેશે.
"ભૂત રાતે આવે તે સમજાય પણ દિવસે આવવાનું ચાલુ કરે તો નવાઇ ન લાગે, તો બીજું શું લાગે!!!!, હા.. હાહા"
અંજલિ(તેણી પહેલેથી જ મજાક્યા સ્વભાવની છે, વધુ માં તે પોતે એક સુખી અને સમૃદ્ધ ઘરે થી છે, જ્યાં તેને એશો આરામની જિંદગી વ્યતિતી કરી હતી)
અંજલિ "તો પછી આજનું પ્લાનિંગ, વેલા આવ્યાં તેથી?"
"ના આજે મારી પાસે કોઇ બહાર જવાનું પ્લાનિંગ નથી, મેડમ"-રાજેસ
"કેમ નહિ, તમે મેઘાની પાસે તો જવાના છો ને રાતે, મારે પણ આવું છે મેઘા બેન ની તબિયત જોવા, હું તમને ખર્ચો નહિ કરાવું, બસ એક આઇસ ક્રીમ ખવડાવી દેજો, સસ્તું ભાડું, ને સિદ્ધપૂરની જાત્રા"-અંજલિ
(તેણી એક કરકસર કરવા વાળી સ્ત્રી છે, પણ તે ગમે તેમ કરી રાજેસ ને હમેશા કળવા પ્રયત્ન કરતી હોય છે અને મજાક મસ્તી થી રાજેસ નું ધ્યાન બીજે વાળવા યત્ન કરતી રહે છે)
"બસ, એક આઇસક્રીમ જ, એતો મને ખબર છે, તેતો ત્યાં ગયા પછી જ ખબર પડે મને. હવે થોડી ચા મૂકી દે અને તારા પતિ પરમેશ્વર પર કૃપા કર; અંજલિ દેવી"-રાજેસ હસતા હસતા.
"અરે, જૂહી ક્યારે આવાની છે, અંજલિ"રાજેશ