Hawas-It Cause Death - 15 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-15

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-15

હવસ :-IT CAUSE DEATH-ભાગ 15

પ્રભાતની હત્યાનાં ગુનાની કબુલાત બાદ પણ સલીમ જોડેથી અર્જુનને એક બંધ નંબર સિવાય બીજી કોઈ માહિતી મળતી નથી જેની ઉપરથી સલીમને પ્રભાતની હત્યાની સુપારી આપનાર વ્યક્તિ વિશેની ખબર પડે.પ્રભાત ની કોલ ડિટેઈલ પણ અર્જુનનાં કોઈ કામ લાગતી નથી.

પ્રભાતનાં અગ્નિ સંસ્કાર નાં ફોટો જોઈને અર્જુન અસલી કાતિલ સુધી પહોંચવાનું પગેરું શોધી કાઢવાનો પ્રયત્ન કરે છે..એ માટે અર્જુન નાયક ને સલીમે આપેલાં નંબર ને જે મોબાઈલમાં ઉપયોગ કરાયો હતો એની IMEI ડિટેઈલ મેળવી એમાં બીજું સિમ કયું ઉપયોગ થયું છે એની માહિતી મેળવવાવાનો આદેશ આપે છે..જ્યારે પોતે કોઈકની ફેસબુક પ્રોફાઈલ ખોલી એમાંથી કંઈક એવું શોધી કાઢે છે જે પ્રભાતનાં કાતિલ તરફ એક ડગલું આગળ લઈ જાય.

સવારે જ્યારે અર્જુન પોલીસ સ્ટેશનમાં પોતાની કેબિનમાં બેઠો બેઠો ચા ની ચુસકી ની સાથે મારબલો સિગરેટ નાં કશ ની મજા લઈ રહ્યો હોય છે ત્યાં નાયક કેબિનમાં એન્ટ્રી લે છે.

"સાહેબ તમારી બુદ્ધિ ને તો સલામ કરવી રહી.."આવતાં ની સાથે નાયકે અર્જુનની તારીફો નાં પુલ બંધવાનાં શરૂ કરી દીધાં.

"ભાઈ પહેલાં તું સામે ખુરશીમાં બેસ અને પછી જણાવ કે આજે સવારે સવારમાં આ મસ્કાબાજી કઈ ખુશીમાં થઈ રહી છે..?"અર્જુને નાયકનાં ખુરશીમાં બેસતાં જ સવાલ કર્યો.

"એતો સાહેબ તમે કહ્યું હતું ને કે સલીમે આપેલાં સિમ નો ઉપયોગ જે IMEI નંબર નાં મોબાઈલમાં થયો છે એ મોબાઈલમાં જો કોઈ બીજું સિમ વપરાતું હોય તો એની ડિટેઈલ મેળવવાનું..?"નાયક બોલ્યો.

"હા તો..એ સિમ જેમાં હતો એ મોબાઈલ નો IMEI નંબર ટ્રેસ થઈ ગયો અને એમાં બીજા સિમ નો ઉપયોગ પણ થયેલો છે..?"સુખદ આશ્ચર્ય સાથે અર્જુન બોલ્યો.

"હા સાહેબ એ મોબાઈલમાં અત્યારે બીજાં નંબરનું સિમ ભરાવેલું છે અને એ મોબાઈલ અને કાર્ડ બંને અત્યારે એક્ટિવેટ પણ છે.."નાયક ઉતાવળાં બધું બોલી ગયો.

"ખૂબ સરસ..એ નંબરની કોલ ડિટેઈલ..?"અર્જુન જોડે બીજી માંગણી રૂપે સવાલ તૈયાર જ હતો.

અર્જુનનાં સવાલનો જવાબ આપતાં નાયકે કહ્યું.

"આ રહી એ નંબરની કોલ ડિટેઈલ..આ નંબર વડોદરા નાં કોઈ નટુભાઈ ગજેરા ને નામે નોંધાયેલ છે..અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એ નંબર પરથી એક નંબર પર સતત વાતચીત કરવામાં આવી છે..પ્રભાતની પર ગોળી ચલાવવામાં આવી એ સમયે પણ આ બંને નંબર વચ્ચે વાતચીત ચાલુ જ હતી.અને તમને એ જાણી આંચકો લાગશે કે આ નંબર થી જેની સાથે સતત વાતચીત થઈ છે એ નંબર..."

"કે એજ ને કે એ નંબર મરહુમ પ્રભાત પંચાલની પત્ની mrs.અનિતા પંચાલનો છે.."નાયકની અધૂરી વાત ને પુરી કરતાં અર્જુન બોલ્યો.

અર્જુન ને કઈ રીતે એ નંબર પરથી અનિતા જોડે જ વાતચીત થઈ છે એની ખબર પડી એ વિશે માથું ખંજવાળતાં નાયક બોલ્યો.

"પણ સાહેબ તમને કઈ રીતે ખબર કે એ નંબર ની સતત જેની જોડે વાતચીત થઈ છે એ બીજું કોઈ નહીં પણ અનિતા પંચાલ જ છે..?"

"એ બધી વાત પછી .ચલ અત્યારે તું જીપ નિકાળ આપણે સીધાં પ્રભાતનાં ઘરે જઈએ.."ખુરશીમાંથી ઊભાં થતાં અર્જુન બોલ્યો.

****************

વીસેક મિનિટમાં તો અર્જુન અને નાયક બંને પ્રભાત પંચાલનાં બંગલે આવી પહોંચ્યા..અત્યારે ઘરે પ્રભાતનાં એક દૂરનાં માસી હાજર હતાં કેમકે બાકીનાં બધાં સગાંવહાલાં ગઈકાલે રાતે અગ્નિ સંસ્કાર વિધિ પછી પોતપોતાનાં ઘરે જવા નીકળી ગયાં હતાં.અનિતા એ પણ પોતાનાં પિયરનાં સગાં ને ઘરે મોકલી દીધાં હતાં.

પોલીસ ને જોઈને પ્રભાતનાં માસીને એવું લાગ્યું કે શાયદ પોલીસે પ્રભાતનાં કતલ નાં આરોપીઓની તલાશ લગાવી લીધી છે એટલે એમને અર્જુનનાં ઘરમાં આવતાં જ સવાલ કર્યો.

"શું થયું સાહેબ,પ્રભાત દીકરાને કોને માર્યો એની ખબર પડી કંઈ..?"

"હા માજી એની ખબર પડી ગઈ છે..હવે પ્રભાતનાં હત્યારાઓ નજીકમાં જેલની અંદર હશે પણ તમે પહેલાં એ જણાવશો પ્રભાતની ધર્મ પત્ની અનિતા પંચાલ ક્યાં ગયાં છે..?"અર્જુને પ્રભાતનાં એ બુઝુર્ગ માસીને આશ્વાસન આપતાં અનિતા વિશે પૂછ્યું.

પોતાની આંખો પરનાં ચશ્મા ને સરખાં કરતાં એ વૃદ્ધ મહિલાએ કહ્યું.

"દીકરા અનિતા વહુ તો અત્યારે ઘરે નથી...?બસ એટલી ખબર છે કે એ અડધા કલાક પહેલાં એ ક્યાંક જવા કાર લઈને નીકળી ગયાં છે.."

"સારું માજી હું જાઉં ત્યારે.. એતો mrs. પંચાલ ને મળવું હતું..એતો હું મારી રીતે એમને મળી લઈશ.."અર્જુને હાથ જોડી એ વૃદ્ધ મહિલાને કહ્યું અને પછી ત્યાંથી જવાની રજા લીધી.

અર્જુન અને નાયક જેટલી ઝડપે પ્રભાત પંચાલનાં ઘરે આવ્યાં હતાં એજ ઝડપે બહાર પણ આવી પહોંચ્યા.. જીપ ની જોડે આવીને નાયકે કહ્યું.

"સાહેબ અનિતા ને કોલ કરો અને અહીં તાબડતોડ આવવા કહો.."

"અર્જુન એને અહીં નથી બોલાવવી પણ એ જ્યાં છે ત્યાં આપણે જઈએ..ત્યાં અનિતા પણ હશે અને નટુભાઈ ગજેરાનું સિમ ઉપયોગ કરી સલીમની સાથે પ્રભાતની હત્યા માટે નો કોન્ટ્રાકટ નક્કી કરનાર વ્યક્તિ પણ."અર્જુનનાં અવાજમાં આત્મવિશ્વાસ સાફ-સાફ વર્તાતો હતો.

"સાહેબ તમને ખબર છે અનિતા ક્યાં ગઈ હશે..?"અર્જુનની વાત સાંભળી નાયકની આંખો પહોળી થઈ ગઈ હતી.

"હા ચલ તું ચુપચાપ જીપમાં બેસી જા.."નાયકને જીપમાં બેસવાનો હુકમ કરતાં અર્જુન બોલ્યો.

નાયકનાં જીપમાં બેસતાં જ અર્જુને પોતાની પોલીસ હેટ સરખી કરી અને એક્સીલેટર પર પગ રાખી જીપને વૃંદાવન સોસાયટીથી બહાર નીકાળી ડાબી તરફ ટર્ન લઈને શહેરની બહાર જતાં રસ્તા ઉપર ભગાવી મુકી.

પંદરેક મિનિટ બાદ અર્જુને કારને એક ફાર્મહાઉસ પર લાવીને ઉભી રાખી..આ ફાર્મહાઉસનું નામ હતું તપોધન વિલા.જેવી અર્જુને જીપને ત્યાં રોકી એવો જ નાયક વિસ્મય સાથે બોલી ઉઠ્યો.

"સર આ તો ચેતન મેકવાન નું ફાર્મહાઉસ છે..અને એતો એમનો બધો બિઝનેસ આટોપી USA શિફ્ટ થઈ ગયાં છે.."

"હા આ ચેતન મેકવાનનું જ ફાર્મહાઉસ છે અને તારી વાત સાચી છે કે એ ઘણાં સમયથી USA શિફ્ટ થઈ ગયાં છે..પણ છેલ્લાં ચારેક મહિનાથી આ તપોધન વિલામાં મેહુલ ગજેરા રહે છે.."અર્જુને કહ્યું.

"મેહુલ ગજેરા..નામ ક્યાંક સાંભળેલું છે..?"મગજ પર જોર આપતાં નાયક બોલ્યો.

"મેહુલ ગજેરા ગુજરાતનાં મશહુર નોવેલીસ્ટ છે.."અર્જુન મેહુલ ગજેરાની ઓળખાણ આપતાં બોલ્યો.

"હા યાદ આવ્યું..તડપ,બેવફા અને વિદાય જેવી શાનદાર નોવેલનાં લેખક મેહુલ ગજેરા.."અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ નાયક બોલી ઉઠ્યો.

"હા એજ મેહુલ ગજેરા.."ગજેરા શબ્દ પર ભાર મુકતાં અર્જુન બોલ્યો.

"આપણને જે નંબર IMEI નંબર પરથી મળ્યો છે એ પણ કોઈ નટુભાઈ ગજેરા નાં નામે રજીસ્ટર હતો..તો એનો મતલબ.."એટલું બોલી નાયક અટકી ગયો.

"એનો મતલબ કે નટુભાઈ ગજેરા અને મેહુલ ગજેરા ને કંઈક સંબંધ છે અને એ સંબંધ છે પિતા અને પુત્ર નો.નટુભાઈ ગજેરા હકીકતમાં મેહુલ નાં પિતાજી થાય."અર્જુન નાયકની અધૂરી વાતને પૂર્ણ કરતાં બોલ્યો.

"પણ મેહુલ ગજેરા નો પ્રભાતની હત્યા કરાવવા પાછળનો ઉદ્દેશ શું હતો..?અને તમે તો અનિતા પંચાલ ને શોધતાં અહીં આવ્યાં છીએ તો પછી અનિતાનાં અહીં આવવાનું કારણ..?"નાયક જોડે બે મોટાં સવાલ હતાં જેનાં જવાબ અર્જુન આપશે એવાં ઉદ્દેશથી નાયકે પૂછ્યું.

"નાયક બધું મને પુછીશ કે પછી થોડું ઘણું મેહુલ અને અનિતા નાં મોંઢે પણ સાંભળવાની ઈચ્છા ધરાવે છે.."નાયક તરફ જોઈ આંખોની ભ્રમર ને ઊંચી કરતાં અર્જુન બોલ્યો.

"અરે એ બંને નાં મોંઢે સાંભળવા મળે તો સૌથી ઉત્તમ.."આમ પણ અર્જુન પોતાની વાત નો જવાબ આપવાનો નહોતો એટલે મન મનાવતાં નાયક બોલ્યો.

"સારું તો ચાલો ફાર્મહાઉસમાં ધમાકેદાર એન્ટ્રી લઈએ.નવાં મહેમાનો ને જોઈને મેહુલ અને અનિતા ખુશ તો નહીં જ થાય એ નક્કી છે."કટાક્ષ કરતી સ્મિત સાથે અર્જુન બોલ્યો અને નાયકની સાથે ફાર્મહાઉસ નાં અંદર પ્રવેશ્યો.

ફાર્મહાઉસને એક લોખંડનો ગેટ હતો જે ખોલતાં જ સુંદર વનરાજી પથરાયેલી હતી..ગેટ ની અંદર આવી ત્રીસેક મીટર જેટલું ચાલતાં એક બંગલો હતો..બંગલા નાં જોડે પાર્કિંગમાં અનિતાની કારને જોઈને નાયકને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે અર્જુનને અનિતા અહીં હાજર હોવાં વિશે કઈ રીતે જાણકારી હતી.

બંગલો પ્રમાણમાં મધ્યમ સાઈઝ નો હતો પણ આ ફાર્મહાઉસ જે જગ્યાએ હતું એ શહેરથી થોડી બહાર અને ખુબ શાંત વિસ્તારમાં હતું.બંગલાનાં મુખ્ય પ્રવેશદ્વાર જોડે આવીને અર્જુને ડોરબેલ દબાવી..ડોરબેલ પ્રથમ વખત વગાડવા પર કોઈપણ વ્યક્તિ દરવાજો ખોલવા ના આવ્યું..એકાદ મિનિટ રાહ જોયાં બાદ અર્જુને ફરીવાર ડોરબેલને દબાવી..આ વખતે કોઈકનાં પગરવનો અવાજ સંભળાયો જે શાયદ દરવાજા તરફ આવી રહ્યાં હતાં એટલે અર્જુન તથા નાયક સાવધ થઈ ગયાં.

બંગલા નું મુખ્ય પ્રવેશદ્વાર ખોલતાં જ એક આકર્ષક પર્સનાલિટી ધરાવતો વ્યક્તિ અર્જુન અને નાયક ને બારણે જોઈને બોલ્યો.

"બોલો..ઇન્સ્પેક્ટર સાહેબ હું તમારી શું સેવા કરી શકું છું..?"

એ વ્યક્તિ અત્યારે વ્હાઇટ ફોર્મલ શર્ટ અને ડેનિમ જીન્સમાં હતો..આંખે ગોલ્ડન કલરની ફ્રેમનાં ચશ્મા અને ક્લીન શેવ ચહેરો એને ખુબ જ સોહામણો બનાવી રહ્યાં હતાં.

"હું આ શહેરનો મુખ્ય પોલીસ અધિકારી છું અને મારું નામ એસીપી અર્જુન છે અને તમે mr. મેહુલ ગજેરા..?"અર્જુન મેહુલ ને ચહેરાથી ઓળખતો હોવાં છતાં એને પ્રથમ વાર જોયો હોય એવી અદાથી બોલ્યો.

"હા હું જ મેહુલ ગજેરા છું.."મેહુલ વિનય સાથે બોલ્યો.

મેહુલ ગજેરા ભલે અત્યારે પૂર્ણપણે સ્વસ્થ દેખાતો હતો પણ એનાં ચહેરા પરની બેચેની અને આંખોમાં દેખાતી ચિંતા વર્ષોનાં અનુભવનાં આધારે અર્જુન સરળતાથી પિછાણી ગયો હતો.

"સાહેબ મારી પત્ની તમારાં લેખનની બહુ મોટી ચાહક છે..મને આજે જ ખબર પડી કે તમે ઘણાં સમયથી રાધાનગરનાં મહેમાન બન્યાં છો તો તમારો ઓટોગ્રાફ લેવા અહીં આવી પહોંચ્યો."અર્જુન કોઈ ફિલ્મી હીરો ની માફક એક્ટિંગ કરતાં બોલ્યો.

"અરે આવો આવો..અંદર આવીને બેસો.મારાં ચાહકો થકી તો મેં આટલું ઊંચું સ્થાન મેળવ્યું છે તો એમનાં માટે તો હું કંઈપણ કરી શકું છું."અર્જુન અને નાયકને અંદર આવવા માટેની વિનંતી કરતાં મેહુલ બોલ્યો.

મેહુલનાં કહેવા મુજબ અર્જુન અને નાયક આવીને સોફામાં ગોઠવાઈ ગયાં.. મેહુલ પણ એમની સામે જ સોફામાં બેઠો અને બોલ્યો.

"લાવો ક્યાં આપવાનો છે ઓટોગ્રાફ..?"

મેહુલનો આ સવાલ સાંભળી અર્જુને નાયક તરફ જોયું એટલે નાયકે પોતાનાં હાથમાં રહેલ કાગળોમાંથી એક કાગળ મેહુલ તરફ લંબાવ્યું..એ કાગળને પોતાનાં હાથમાં લઈને મેહુલ જોયું તો એમાં બોલપેનથી લખેલું લખાણ વાંચી એ ગુસ્સે થઈને બોલ્યો.

"આ બધી શું મજાક છે..અહીં લખ્યું છે કે હું હત્યારો છું.. અને તમે મને ત્યાં ઓટોગ્રાફ આપવા કહો છો..?"

"વધુ પડતો ગુસ્સો સેહત માટે હાનિકારક છે mr.મેહુલ ગજેરા..ચુપચાપ બેસી જાઓ..અને હું જેટલું પૂછું એનાં શાંતિથી જવાબ આપો."એક એક શબ્દ સ્પષ્ટ રીતે સંભળાય એ રીતે મેહુલ ની તરફ વેધક નજરે જોતાં અર્જુન બોલ્યો.

અર્જુનનાં અવાજમાં રહેલો ગુસ્સો અને આંખોમાં રહેલી તપિશ જોઈને મેહુલ ગજેરા ઠંડોગર થઈ ગયો અને પાછો સોફામાં બેસતાં બોલ્યો.

"હા બોલો શું પુછવા માંગો છો...?"

"એજ કે તમે પ્રભાત પંચાલની હત્યા કેમ કરી..?"અર્જુન સીધી મુદ્દાની વાત પર આવતાં બોલ્યો.

"What.. પ્રભાત પંચાલ. પણ હું તો પ્રભાત પંચાલને ઓળખતો જ નથી."અર્જુનનો સવાલ સાંભળી પગ થી માથા સુધી ધ્રુજી ગયેલાં મેહુલ ગજેરા એ પોતાનાં ચહેરા પરનો પરસેવો લૂછતાં કહ્યું.

"જો તમે પ્રભાત પંચાલને ઓળખતાં નથી તો આ ફોટોગ્રાફમાં એનાં અગ્નિ સંસ્કાર વખતે શું કરો છો..?"પોતાની જોડે રહેલ એક ફોટો મેહુલ ને બતાવતાં અર્જુન બોલ્યો.

"એતો..ખાલી..આ શહેરનાં એક મોટાં ઉદ્યોગપતિનાં અગ્નિ સંસ્કાર માં માનવતા ખાતર જવું ગુનો તો નથી ને ઇન્સ્પેક્ટર સાહેબ."મેહુલ શબ્દોને વ્યવસ્થિત ગોઠવતાં બોલ્યો.

મેહુલ ની વાત સાંભળી અર્જુન હસવા લાગ્યો..અને મેહુલ નાં વખાણ કરતાં બોલ્યો.

"વાહ લેખક મહોદય..ખુબ સરસ.તમારાં થી આવાં જ જવાબની અપેક્ષા હતી."

અર્જુનનો આવો વ્યવહાર જોઈ મેહુલ રીતસરનો ડઘાઈ ગયો..એને પોતાનાં ડર પર કાબુ મેળવ્યો અને બોલ્યો.

"હવે તમારી પુછપરછ પુરી થઈ ગઈ હોય તો અહીંથી નીકળો..હવે જ્યારે બીજાં કોઈ કામનાં સબુત મળે ત્યારે જ અહીં આવજો.નહીંતો હું માનહાની નો કેસ કરી દઈશ."

"અરે હજુ તમે બીજાં સબુત તો જોયાં જ નથી..આ લો બીજાં સબુત."આટલું કહી અર્જુને નાયક જોડે રહેલાં પેપર્સ મેહુલ ની જોડે પડેલી ત્રિપાઈ પર ફેંક્યા.

"શું છે આ..?"આશ્ચર્ય સાથે મેહુલે એ પેપર્સ તરફ જોઈને સવાલ કર્યો.

"પ્રભાતની હત્યા પોતાની સ્નાયપર ગન વડે કરનારાં સલીમ સુપરીએ પોતાનો ગુનો કબુલી લીધો છે..સાથે એને પોતાને સુપારી આપનાર વ્યક્તિનો કોન્ટેકટ નંબર પણ અમને આપ્યો.એ નંબર જે મોબાઈલમાં વપરાયો હતો એનાં IMEI નંબર પરથી એમાં રહેલ બીજાં સિમને ટ્રેસ કર્યું તો એમાં જે નંબર હતો એ તમારાં પિતાજી નટુભાઈ ગજેરા નાં નામે રજીસ્ટર છે..અને એ મોબાઈલ તથા સિમ તમારાં ખિસ્સામાં છે.."આટલું કહી અર્જુને પોતે મેળવેલો નંબર ડાયલ કર્યો એ સાથે જ મેહુલ નાં ખિસ્સામાં રાખેલો મોબાઈલ રણકી ઉઠ્યો..અને એ સાથે જ અર્જુને સિમ અને મોબાઈલ મેહુલનાં ખિસ્સામાં હોવાની સાબિતી પણ આપી દીધી.

અર્જુનની વાત સાંભળી અને એને આપેલ સબુતો જોઈ મેહુલ જોડે પોતાનો સ્વબચાવ કરવાનો કોઈ વિકલ્પ ના બચતાં મેહુલ પોતાનાં હાથ અર્જુન તરફ કરતાં બોલ્યો.

"હા મેં સલીમ ને સુપારી આપી હતી પ્રભાતની હત્યાની..પકડી લો મને."

"અરે લેખક મહોદય તમારી ધરપકડ તો જરૂર કરીશું પણ તમારી ભાગીદાર ની પણ ધરપકડ જોડે જ કરી લઈએ.."અર્જુન આગવા અંદાજમાં બોલ્યો.

"મારી ભાગીદાર..કોણ..?"મેહુલ નાં અવાજમાં નર્યું અચરજ હતું.

"તમારી ભાગીદાર એટલે mrs. અનિતા પંચાલ.."અર્જુને દિવા જેવું સ્પષ્ટ કહી સંભળાવ્યું.

"અનિતા મેડમ હવે તમે જાતે અહીં ઉપસ્થિત થશો કે પછી અમે બંગલા ની શોધખોળ કરી તમને જલીલ કરી બહાર કાઢીએ..તમારી બહાર પાર્કિંગમાં પડેલી કાર એ વાતની સાબિતી છે કે તમે અહીં જ છો.અને પ્રભાતની હત્યા માટે સલીમને સુપારી આપનારો ભલે મેહુલ રહ્યો પણ એ માટેનું કારણ તમે જ છો..મેહુલ ની કોલ ડિટેઈલ એ વાતનો નિર્દેશ કરે છે કે તમે એકબીજા જોડે ઘણાં સમયથી સંપર્કમાં છો."ઊંચા અવાજે નાયક બોલ્યો.

"હવે જલ્દીથી બહાર નીકળો છો કે પછી..?"નાયકની ધમકી પછી પણ અનિતા નાં બહાર ના નિકાળતાં અર્જુન ગુસ્સા સાથે બોલ્યો.

અર્જુનનો અવાજ સાંભળી બંગલાની ઉપરનાં માળેથી સફેદ ડ્રેસમાં સજ્જ અનિતા પંચાલ દાદરાનાં પગથિયાં ઉતરી મેહુલ ગજેરાની જોડે આવીને ઉભી રહી.

મેહુલ અને અનિતા એ પરસ્પર એકબીજાની આંખોમાં જોયું..એ બંને ની આંખોમાં પોતે પકડાઈ ગયાં છે એ વાત ની મુક સંમતિ હતી..સાથે સાથે બંને વચ્ચે એક પ્રકારની લાગણીનો તંતુ દેખાઈ રહ્યો હતો.

"હવે તમારાંમાંથી કોણ બોલવાનું શરૂ કરશે કે પ્રભાત પંચાલની હત્યા કરવા માટેની નોબત તમારે કેમ આવી પડી..?"અર્જુને અનિતા અને મેહુલ ને સોફા પર બેસવાનો ઈશારો કરી પુછ્યું.

અર્જુનનો સવાલ સાંભળી મેહુલ અને અનિતા એ એકબીજાની તરફ નજર કરી અને અનિતાનાં હાથ પર પોતાનો હાથ મુકી પોતે અર્જુનનાં સવાલોનો જવાબ આપશે એવો અનિતાને ઈશારો કરી મેહુલે કહ્યું.

"સાહેબ હું કહીશ કે કેમ અમારે પ્રભાતની હત્યા કરવાની નોબત આવી.."

મેહુલ હવે પ્રભાતની હત્યા કેમ કરાવવી પડી એનો શું જવાબ આપે છે એ સાંભળવા અર્જુન અને નાયકે પોતાનું સંપૂર્ણ ધ્યાન એમનાં શબ્દો પર કેન્દ્રિત કર્યું..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાતની હત્યા કરવા માટેનું મેહુલ અને અનિતા જોડે શું કારણ હતું..??અનિતા અને મેહુલ વચ્ચેનો સંબંધ શું હતો..?? મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ને ઝેર કોને અને કઈ રીતે આપ્યું હતું.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)