Beiman - 4 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેઈમાન - 4

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

બેઈમાન - 4

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 4

લાઈટર !

સાંજનો સમય હતો.

દિલીપે, શાંતાના જન્મદિવસની ખુશાલી રૂપે તેના ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમુક ખાસ માણસોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ મુંબઈથી બદલી થઈને આવેલો ઇન્સ્પેક્ટર ખાન, ઇન્સ્પેક્ટર વામનરાવ અને સબ.ઇન્સ્પેક્ટર અમરજી જેવાનો સમાવેશ થતો હતો. ઇન્સ્પેક્ટર ખાન બઢતી પામીને વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર તરીકે મોકલવામાં આવ્યો હતો. ખાને પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને માત્ર દસ વર્ષના ગાળામાં જ એક પછી એક શિખરો સર કરતો આજે તે વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર બની ગયો હતો. તે એક ખુબ કર્તવ્યનિષ્ઠ અને બહાદુર માણસ હતો અને સાથે સાથે નાગપાલની કાર્યવાહીનો પ્રસંશક પણ હતો. દિલીપ તથા ખાન અગાઉ ઘણી વખત મળી ચુક્યા હતાં. ખાન જે કંઈ કરતો-કહેતો એ ડંકાની ચોટ પર કહેતો હતો. દિલીપ અને ખાન બંને સરખી વયના હોવાથી એકબીજાને એકવચનમાં સંબોધતા હતાં.

આવા જિંદાદિલ માણસને એક જ વાતનું દુઃખ હતું.

એ જ્યાં જતો ત્યાં અંધારી આલમ તથા સફેદ બદમાશોથી એની ઈમાનદારી અને ફરજનિષ્ઠા સહન નહોતી થતી. પરિણામે ઉચ્ચ કક્ષાએ લાગવગ લગાડીને ટુંક સમયમાં જ તેની બદલી કરાવી નાંખવામાં આવતી હતી. પરંતુ તેમ છતાંય ખાન પોતાના નિર્ણયોમાં અડગ રહેતો. લાંચ આપનારને તો ઠીક, તે લાંચ લેનારને પણ ક્યારેય માફ નહોતો કરતો અને એમાંય દેશદ્રોહીઓ માટે તો તેના મનમાં જરાય દયા નહોતી. અત્યાર સુધીમાં એણે આવા ચાર-પાંચ દેશદ્રોહીઓને પકડ્યા હતાં અને પકડ્યા પછી ઉપરી અમલદારોની સૂચનાને ગણકાર્યા વગર સૌથી પહેલાં તેમને મારી મારીને અધમૂવા કર્યા હતાં. એવો સ્વભાવ જેટલો ગુનેગારો માટે કઠોર હતો તેટલો જ નિર્દોષો માટે નરમ પણ હતો. બીજા પોલીસવાળાઓની જેમ એ ક્યારેય નિર્દોષોને રંજાડતો નહીં.

આવો માણસ આટલી જલ્દીથી પ્રગતિ કરે એમાં નવાઈ પામવા જેવું કશું નહોતું.

વામનરાવને તો દિલીપે ખાસ આમંત્રણ આપીને બોલાવ્યો હતો. તે એની પાસેથી મોહનલાલ વિશેની શક્ય તેટલી વધુ જાણકારી મેળવવા માંગતો હતો.

પાર્ટી પૂરી થયા પછી આમંત્રિત મહેમાનો ચાલ્યા ગયા.

હવે માત્ર ખાન, વામનરાવ, અમરજી, દિલીપ અને શાંતા જ બાકી રહ્યા હતાં.

દસ લાખની ચોરી અને ચોકીદારના ખૂનના બનાવની વિગતો ખાન પાસે પણ પહોંચી ગઈ હતી. એણે આ કેસની તપાસ કરવાનું કામ વામનરાવને જ સોંપ્યું હતું. વામનરાવ અને ખાને અગાઉ અમદાવાદમાં ત્રણ વરસ સાથે જ કામ કર્યું હતું. એ વખતે વામનરાવ સબ.ઇન્સ્પેક્ટર હતો અને ખાન ઇન્સ્પેક્ટર ! તેમની આ મિત્રાચારી આજે પણ એમ ને એમ જળવાયેલી હતી. હોદ્દા રૂપી દીવાલ તેમની મિત્રાચારી વચ્ચે નહોતી.

અત્યારે સૌ વાતો કરતાં બેઠા હતાં.

‘વામનરાવ...!’ લાગ જોઈને દિલીપે પૂછ્યું, ‘પેલા ચોકીદારના ખૂન વિશે કોઈ નવી વાત જાણવા મળી છે ખરી...?’

‘એક મિનિટ...!’ સહસા ખાન વચ્ચેથી બોલ્યો, ‘દિલીપ, તને વળી આ કેસમાં શું રસ પડ્યો?’

‘કહું છું સાંભળ, ચોકીદારના ખુનનો બનાવ, એમ.જે ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં થયેલી ચોરી સાથે સંકળાયેલો છે. વામનરાવના અનુમાન મુજબ ચોરી મોહનલાલે કરી છે જયારે હું મોહનલાલને નિર્દોષ માનું છું. ચોરીનો આ ભેદ ઉકેલીને, જો મોહનલાલ નિર્દોષ હોય તો એને નિર્દોષ પુરવાર કરવાનું મેં શાંતાને વચન આપેલું છે. એટલે આ વચન પૂરું કરવાની મારી ફરજ છે. હું આ કેસમાં કામ કરું તો તમને કોઈને વાંધો તો નથી ને ...?’

‘અમને શું વાંધો હોય..?’ ખાન તથા વામનરાવ એકસાથે બોલી ઉઠ્યા, ‘ઉલટું, અમારા પરથી એટલો ભાર હળવો થશે.’

‘હા, તો વામનરાવ ચોકીદારના ખૂન વિશે કોઈ નવી વાત જાણવા મળી છે...?’ દિલીપે ફરીથી પૂછ્યું.

‘હજુ સુધી તો કોઈ ખાસ વાત જાણવા નથી મળી !’ વામનરાવે જવાબ આપ્યો, ‘એનું ખૂન રાત્રે બારથી બે વાગ્યાની વચ્ચે થયું છે, એટલું જ જાણવા મળ્યું છે. કોઈ વજનદાર વસ્તુના એક જ ફટકાથી તેનો જીવ ઉડી ગયો હતો.’

‘તું ફરીથી મને એ બનાવની વિગત જણાવ.’

વામનરાવ તેને વિગત જણાવવા માંડ્યો.

સૌ ધ્યાનથી તેની વાત સાંભળતા હતાં.

‘ઓહ...!’ વામનરાવની વાત પૂરી થયા પછી દિલીપે પૂછ્યું, ‘તો તિજોરીની ચાવી કુલ છ માણસ પાસે રહે છે ખરું ને ?’

વામનરાવે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તે એ બધાને પૂછપરછ કરી છે...?’

‘બે જણાને બાદ કરતાં બધાને પૂછપરછ કરી લીધી છે.’

‘આ બે જણ કોણ છે?’

‘જો દિલીપ, આ છ માણસોમાં એક તો મોહનલાલ પોતે જ છે. હવે બાકી રહ્યા પાંચ. આ પાંચમાંથી હું ત્રણ જણાની જુબાની લઇ ચુક્યો છું. કંપનીના માલિક મોતીલાલ જૈન, જનરલ મેનેજર પ્રમોદ કલ્યાણી અને હિસાબનીશ દીનાનાથના ખુલાસાથી મને સંતોષ થઇ ગયો છે. તેમના ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી. જે બે જણનો સંપર્ક નથી થઇ શક્યો એમાં મોતીલાલ જૈનની સેક્રેટરી જાનકી અચરેકર અને પ્રમોદ કલ્યાણીની સેક્રેટરી માધવી ! મોતીલાલના કહેવા મુજબ જાનકી વીસ દિવસની રજા લઈને બહારગામ ગઈ છે. જયારે માધવીનો સંપર્ક હજુ સુધી હું સાધી નથી શક્યો.’

‘શા માટે સંપર્ક સાધી નથી શક્યો ? શું આજે તે ઓફિસે નહોતી આવી ?’

‘ના, નથી આવી. હું ઓફિસેથી સરનામું લઇને તેના ઘેર પણ ગયો હતો. પણ તેના ઘેર તાળું મારેલું છે.’

‘ઓહ...!’

‘પણ દિલીપ, આ ચોરીમાં મોહનલાલનો જ હાથ છે તેની મને પુરેપુરી ખાતરી છે.’

બનવાજોગ છે. સારું, એક વાતનો જવાબ આપ ! મોતીલાલ અને તેની કંપનીના સ્ટાફના માણસો આ બાબતમાં શું કહે છે? તેમનું શું મંતવ્ય છે? ચોરીમાં મોહનલાલનો હાથ છે, એમ તેઓ કહે છે?

‘એ જ તો સૌથી મોટી પંચાત છે ?’

‘કેમ ?’

‘પુરાવાઓ મોહનલાલની વિરુદ્ધ હોવાં છતાં પણ, ચોરીમાં એનો હાથ છે એ વાત માનવા કોઈ તૈયાર નથી. બધાનો મત એક જ છે કે મોહનલાલ ચોરી કરે જ નહીં.’

‘કદાચ એ લોકોનું મંતવ્ય સાચું પણ હોય ?’

‘ના, દિલીપ !’ વામનરાવ મક્કમ આવજે બોલ્યો, ‘ચોરી મોહનલાલે જ કરી છે. તિજોરી પર તેમ જ ઓફીસના અન્ય ભાગોમાંથી તેના આંગળાની છાપ મળી આવી છે. તિજોરી પર તો માત્ર એના આંગળાની છાપ મળી છે. ઉપરાંત મોહનલાલનો પુત્ર અજીત પણ ક્યાંક ગુમ થઇ ગયો છે.’

‘અજીત ક્યારથી ગુમ થયો છે ?’

‘ગઈ કાલ બપોરથી !’

‘તો રકમ ગઈ કાલ બપોરે જ ચોરી લેવામાં આવી હતી એમ તું કહેવા માંગે છે ?’

‘ના, ચોરી તો ઓફિસ બંધ થયા પછી જ ગમે ત્યારે થઇ છે. કારણ કે સાંજે મોહનલાલ પોતે જ રકમ ગણીને, રકમ ભરેલી બ્રિફકેસને તિજોરીમાં મૂકી હતી. ત્યારબાદ પ્રમોદ કલ્યાણી એક જરૂરી ફાઈલ મૂકવા માટે ગયો હતો ત્યારે એણે પણ બ્રિફકેસને તિજોરીમાં પડેલી જોઈ હતી.

વામનરાવની વાત સાંભળીને અચાનક દિલીપના હોઠ પર રહસ્યમય સ્મિત ફરકી ગયું.

એણે વારાફરતી બધા સામું જોયું. પછી બોલ્યો, ‘આ કેસમાં બે વાતો એવી છે કે જેના પરથી મોહનલાલ નિર્દોષ છે એ સ્પષ્ટ રીતે પુરવાર કરે છે. આ બી વાત કઈ છે એ તમારામાંથી કોઈ કહી શકે તેમ છે ?’

‘હું કહી શકું તેમ છે.’ ખાને હાથ ઉંચો કરતાં કહ્યું.

‘તો પછી કહે ને ભાઈ !’ દિલીપ મજાકભર્યા અવાજે બોલ્યો, ‘તારી મધુરવાણી સાંભળવા માટે મારું મન ક્યારનું ય ઠેકડાં મારે છે.’

સૌ હસી પડ્યા.

‘મોહનલાલે કરેલાં આપઘાતના પ્રયાસ પરથી, તે નિર્દોષ હોય એમ લાગે છે.’સહેજ ખમચાઈને ખાને કહ્યું.

‘આ તો પહેલી વાત થઇ. બીજી...?’

ખાને માથું ખંજવાળ્યું. તે કોઈ જવાબ ના આપી શક્યો.

‘હું કહું...?’સહસા શાંતાએ પૂછ્યું.

‘જરૂર...મારાથી તને તો ના કહેવાય જ નહીં.’ દિલીપે જવાબ આપ્યો.

‘તો સાંભળો...!’ શાંતા બોલી, ‘તિજોરી પરથી મોહનલાલ-માત્ર મોહનલાલના આંગળાની છાપ જ મળી છે. બીજા કોઈના આંગળાની છાપ નથી મળી અને આ વાત જ મોહનલાલ નિર્દોષ હોવાનો મોટામાં મોટો પુરાવો છે. કારણ કે ઇન્સ્પેક્ટર સાહેબના કહેવા પ્રમાણે કાલે સાંજે પ્રમોદ કલ્યાણીએ પણ ફાઈલ મૂકવા માટે તિજોરી ઉઘાડી હતી. દિલ્હી જતાં પહેલાં મિસ્ટર જૈને તિજોરીમાંથી કોઈક કાગળ-પત્રો કાઢ્યા હોય એ પણ બનવાજોગ છે. તો પછી તિજોરી પરથી માત્ર મોહનલાલના આંગળાની છાપ જ શા માટે મળી? કમ સે કમ પ્રમોદ કલ્યાણીના આંગળાની છાપ તો જરૂર મળવી જોઈતી હતી.’

શાંતાની વાત સાંભળીને વામનરાવ ડઘાઈ ગયો. આ મુદા પર તો તેનું ધ્યાન જ નહોતું ગયું.

‘આના પરથી સ્પષ્ટ થાય છે કે...’ શાંતાએ કહ્યું, ‘ચોરે ચોરી કાર્ય પછી તિજોરી પરથી પોતાના આંગળાની છાપ ભૂંસી નાખી હતી. એના આ પ્રયાસથી તિજોરી પર પડેલી અગાઉની છાપો પણ ભૂંસાઈ ગઈ. પછી જયારે મોહનલાલ ભાનમાં આવ્યા ત્યારે એણે તિજોરી ઉઘાડી હશે. આ કારણસર તિજોરી પર નવેસરથી તેમના આંગળાની છાપ પડી હશે.’

દિલીપે પ્રશંસાભરી નજરે શાંતા સામે જોયું.

બધાને આ કેસમાં રસ પડતો હતો.

વામનરાવ ચિંતામાં મુકાઇ ગયો હતો. ચિંતાના હાવભાવ તેના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં.

‘વામનરાવ...!’ એને ચિંતાતુર જોઇને ખાન બોલ્યો, ‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી. દિલીપે કેસ હાથમાં લીધો છે એટલે વહેલો-મોડો ચોર અને ચોકીદારનો ખુનનો પત્તો લાગી જશે તેની મને પૂરી ખાતરી છે. બસ, તું કેસનો રીપોર્ટ દિલીપને આપતો રહેજે.’

વામનરાવે હકારમાં માથું હલાવ્યું.

પછી સહસા જાણે કંઇક યાદ આવ્યું હોય તેમ તે ચમકી ગયો.

‘અરે...!’ તે ખાનને ઉદ્દેશીને બોલ્યો, ‘એક વાત તો હું સાવ ભૂલી જ ગયો. ચોકીદારના મૃતદેહ પાસે મને રુસ્તમનું લાઈટર મળ્યું છે.’

‘રુસ્તમનું લાઈટર..?’

‘હા...એ લાઈટર પર રુસ્તમનું નામ કોતરેલું છે. જર્મન બનાવટનું આ લાઈટર રુસ્તમને તેની પ્રેમિકાએ આપેલું છે.’

વામનરાવની વાત સાંભળીને ખાન એકદમ ગંભીર થઇ ગયો.

‘ચોરી અને ખૂનના આ બનાવમાં ક્યાંક રુસ્તમનો હાથ તો નથી ને ? વામનરાવે પોતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું.

‘ભાઈ વામનરાવ...!’ ખાન કંઈ જવાબ આપે એ પહેલાં જ દિલીપે વચ્ચેથી પૂછ્યું, ‘આ રુસ્તમ કઈ વાડીનો મૂળો છે ?’

‘તે એક મામૂલી ચોર છે. એની પાસે એક લાઈટર હતું, જયારે કોઈ મામલામાં એ પકડાતો ત્યારે કસ્ટડીમાં પુરતા પહેલાં, તેનો સમાન કબજે કરી લેવામાં આવતો હતો. દર વખતે તે એક જ વાત કહેતો કે –સાહેબ આ લાઈટર મારી પ્રેમિકાની નિશાની છે. તેને સાચવીને રાખજો.’

‘ઓહ...’ દિલીપ બબડ્યો.

‘પરંતુ રુસ્તમ જેવા મામૂલી બદમાશે આટલી મોટી રકમની ચોરી કરી હોય એ વાત મારે ગળે નથી ઉતરતી.’ ખાને કહ્યું.

‘એણે આ ચોરી કોઈકની સાથે મળીને કરી હોય એ બનવાજોગ છે.’ વામનરાવ બોલ્યો.

‘હા, એવું બની શકે છે.’ દિલીપે કહ્યું, ‘પણ એક વાત તો હું પૂરી ખાતરીથી કહું છું કે આ ચોરીમાં કંપનીના જ કોઈક માણસનો હાથ જરૂર છે અને આ માણસ પાસે મોતીલાલની ઓફિસ તથા તિજોરીની ચાવી પણ હતી.’

‘રાઈટ...!’ ખાન બોલ્યો.

‘હવે, આપણે સૌથી પહેલાં તો જે જે લોકો પાસે ચાવી રહે છે, તેમને પૂછપરછ કરવી પડશે. ખાસ કરીને માધવીને પૂછપરછ કરવી એકદમ જરૂરી બની ગઈ છે. આજે તે ઓફિસે શા માટે નથી ગઈ? ક્યાંક આ ચોરીમાં એનો હાથ તો નથી ને ?’

કોઈની યે પાસે દિલીપના સવાલનો જવાબ નહોતો એટલે સૌ ચૂપ રહ્યા.

‘વામનરાવ...!’ છેવટે દિલીપે જ ચુપકીદીનો ભંગ કર્યો, ‘તું રુસ્તમને હેડક્વાર્ટર બોલાવ. ચોકીદારના મૃતદેહ પાસે એનું લાઈટર કેવી રીતે પહોંચ્યું એ જાણવું ખુબ જ જરૂરી છે અને હા, રુસ્તમ મળે એટલે મને બોલાવી લેજે. હું મારી રીતે તેને પૂછપરછ કરવા માંગું છું. કારણ કે પોલીસની સ્ટાઈલથી પૂછપરછ કરવાથી મામલો બીચકી જવાનો ભય છે.’

‘ભલે...!’ વામનરાવે સહમતીસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘તારે હવે કશીયે ચિંતા કરવાની જરૂર નથી. તું તારે આરામથી તારી ખુરશી સંભાળીને બેસી જા. હું શાંતા અને ખાન આ કેસ સંભાળી લઈશું.’ દિલીપે કહ્યું.

‘એ તો બરાબર છે...!’ વામનરાવ કંઇક વિચારીને બોલ્યો, ‘પણ, જો ઉપરથી આ કેસમાં શું પ્રગતિ થઇ છે એમ પૂછવામાં આવે તો ?’

‘તું તો કેવો ઇન્સ્પેક્ટર છો ?’ દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘ભલા માણસ, જો ઉપરથી આવી કોઈ પૂછપરછ આવે તો “હોઠ સાજા તો ઉત્તર ઝાઝા” એ કહેવતનો અમલ કરી નાખજે.’

ખાને ડોળા તતડાવીને દિલીપ સામે જોયું.

વામનરાવના ચહેરા પર પણ સ્મિત ફરકી ગયું.

‘જો આવી કોઈ પૂછપરછ આવે તો...!’ સહસા શાંતા બોલી, ‘આરોપી ગંભીર રીતે ઘાયલ છે એટલે હમણાં તેને કશીયે પૂછપરછ કરી શકાય તેમ નથી. ડોકટરે ના પાડી છે. એવો જવાબ આપી દેજો.’

‘હા, આવો જ કોઈક જવાબ આપી દેજે.’ દિલીપે કહ્યું.

વામનરાવ ચુપ રહ્યો.

‘વામનરાવ, તું કાલે સવારે પેલા રુસ્તમને શોધી કાઢજે.’

‘હા...’

‘અને ખાન, તારે અજીતને શોધી કાઢવાનો છે.’

ખાને હકારમાં માથું હલાવ્યું.

‘હું અને શાંતા માધવીને પૂછપરછ કરવા માટે જઈશું.’

ત્યારબાદ વામનરાવ, ખાન તથા અમરજી દિલીપની રજા લઈને ચાલ્યા ગયા.

***

બીજે દિવસે સવારના પહોરમાં જ દિલીપ તથા શાંતા માધવીને ઘેર પહોંચી ગયા. માધવીના નિવાસસ્થાનનું સરનામું એણે વામનરાવ પાસેથી મેળવી લીધેલું હતું. એ ભૈરવ રોડ પર આવેલી ચાર માળની ઈમારતના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં રહેતી હતી.

દિલીપે ડોરબેલ દબાવી.

થોડી પળો બાદ અંદરથી બારણાં તરફ આવતાં કોઈકના પગલાનો આવાજ ગૂંજયો. પછી બારણું ઉઘડ્યું.

દિલીપે જોયું- બારણું આશરે પાંત્રીસેક વર્ષની વાય ધરાવતા એક માણસે ઉઘાડ્યું હતું. એનો ચહેરો ખુબ જ આકર્ષક દેખાતો હતો. એની લાલઘુમ આંખો જોઇને તે શરાબ પીતો હશે એવું અનુમાન દિલીપે કર્યું.

એ ક્યાંક બહાર જવાની તૈયારીમાં હોય એવું લાગતું હતું.

‘ફરમાવો સાહેબ...!’ દિલીપ કંઈ બોલે એ પહેલાં જ એણે પૂછ્યું, ‘આપ કોને મળવા માંગો છો?’ એનો અવાજ એકદમ નરમ અને શિષ્ટાચારભર્યો હતો.

‘અમે માધવીને મળવા આવ્યા છીએ.’ દિલીપે જવાબ આપ્યો.

માધવીનું નામ સાંભળીને જાણે કોઈકે પરાણે મોંમાં ક્વિનાઈનની ગોળી મૂકી હોય એમ એણે મોં બગાડ્યું.

‘હું માધવીનો પતિ છું.’ એણે કહ્યું, ‘મારું નામ રણજીત છે.’

‘તમને મળીને ઘણો આનંદ થયો મિસ્ટર રણજીત !’ દિલીપ તેની સાથે હાથ મિલાવતાં બોલ્યો.

‘જરૂર થયો હશે. હવે સાથે સાથે આપનો પરિચય આપો તો મને પણ આનંદ થશે.’

‘મારું નામ કેપ્ટન દિલીપ છે અને હું સી.આઈ.ડી. વિભાગમાં ફરજ બજાવું છું અને આ...’એણે શાંતા તરફ સંકેત કર્યો, ‘મિસ શાંતા છે. એ પણ મારી સાથે જ સી.આઈ.ડી. વિભાગમાં છે.’

‘આવો..અંદર આવો...!’ રણજીત બારણા પરથી એકતરફ ખસતાં બોલ્યો.

દિલીપ તથા શાંતા અંદર પ્રવેશ્યા.

રણજીત તેમને ડ્રોઈંગરૂમમાં લઇ ગયો.

‘બેસો, મિસ્ટર દિલીપ !’ એણે સોફા તરફ સંકેત કરતાં કહ્યું.

બંને સોફા પર બેસી ગયા.

‘તો આપ માધવીને મળવા માંગો છો ખરું ને ?’ રણજીતે તેમની સામે અન્ય એક સોફા પર બેસતાં પૂછ્યું.

‘જી, હા...’ દિલીપે કહ્યું, ‘અમે એક કેસના અનુસંધાનમાં તેને થોડી પૂછપરછ કરવા માંગીએ છીએ. જો તમે...’

‘મિસ્ટર દિલીપ...! રણજીતે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું, ‘જો માધવી અહીં હોત તો જરૂર આપની મુલાકાત તેની સાથે કરાવી દેત. પરંતુ અત્યારે તે અહીં નથી.’

‘ઘેર નથી ? તો શું તે ઓફિસે ગઈ છે ?’

‘આ બાબતમાં હું કશું જ કહી શકું તેમ નથી.’

‘એટલે...? દિલીપે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.

‘મિસ્ટર દિલીપ !’ રણજીત ભાવહીન અવાજે બોલ્યો, ‘માધવી પરમ દિવસે સાંજે અહીંથી ગઈ હતી અને હજુ સુધી પાછી નથી ફરી. એટલે અત્યારે તે ક્યાં હશે એ વિશે હું કંઈ જ કહી શકું તેમ નથી.’

‘શું...?’ દિલીપે નર્યા-નિતર્યા અચરજથી તેની સામે તાકી રહેતાં પૂછ્યું, ‘તમે તમારી પત્ની પરમ દિવસ સાંજથી ગુમ થઇ ગઈ છે ને તમે આમ કશીયે ફિકર કર્યા વગર બેઠા છો? તમે આ બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે કે નહીં ?’

‘નથી નોંધાવી !’

‘કેમ...? શા માટે...?’

‘મિસ્ટર દિલીપ !’ રણજીત કડવા અવાજે બોલ્યો, ‘શું પોલીસને મારે એમ કહેવું કે મારી પત્ની કોઈકની સાથે અય્યાશી કરવા માટે ગુમ થઇ છે, તેને શોધી લાવો ?’

‘આ...આ..તમે શું કહો છો મિસ્ટર રણજીત ?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

શાંતાની હાલત પણ એવી જ હતી. તે એકીટશે રણજીતના ચહેરા સામે તાકી રહી હતી.

‘હું સાચું જ કહું છું મિસ્ટર દિલીપ !’ રણજીત પૂર્વવત અવાજે બોલ્યો, ‘અગાઉ પણ માધવી કેટલીયે વાર આ રીતે ત્રણ-ચાર દિવસ માટે ગુમ થઇ ચુકી છે. એને કેટલાય પુરુષો સાથે સંબંધ છે. બે-ચાર દિવસ અય્યાશી કરીને પાછી આવી જશે.’

‘પણ...’

‘આપ આ રીતે જ ચક્કર મારતા રહેજો. આજે નહીં તો કાલે, જરૂર આપની મુલાકાત તેની સાથે થઇ જશે.’

‘કમાલ કહેવાય !’ દિલીપ બોલ્યો, ‘તમારી વાત પર ભરોસો કરવો કે નહીં, એ જ મને નથી સમજાતું.’

‘આમાં કમાલ જેવું કશું યે નથી મિસ્ટર દિલીપ ! આપ ભરોસો કરો કે ન કરો. પરંતુ જે વાત સાચી છે, તે સાચી જ રહેશે. આપના પર ભરોસો કરવા કે ન કરવાથી જે હકીકત છે ,તે કંઈ બદલાઈ નથી જવાની.

‘મિસ્ટર રણજીત...!’ દિલીપ બોલ્યો, ‘તમારા કહેવા મુજબ તમારી પત્ની ચારિત્ર્યહીન છે, તેમ છતાં ય તમે તેની આવી વર્તણુંક સહન કરી લો છો ?’

‘જી, હા...’ રણજીતે હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘તમારી આ વાત મારે ગળે નથી ઉતરતી.’

‘હું સમજાવીશ તો ઉતરી જશે.’ રણજીતે નફ્ફટાઈથી સ્મિત ફરકાવતાં કહ્યું.

દિલીપની નજર તેના પર સ્થિર થઇ ગઈ હતી.

‘મિસ્ટર દિલીપ !’ રણજીત એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ‘હું એક ગરીબ માણસ છું. એક પ્રાઈવેટ કંપનીમાં ટાઈપીસ્ટની નોકરી કરું છું. મને મહીને બારસો રૂપિયા પગાર મળે છે. આ ઉપરાંત મને શરાબ પીવાની તથા જુગાર રમવાની ટેવ છે. મારા પગારની બધી રકમ શરાબ તથ જુગાર રમવામાં જ વેડફાઈ જાય છે. જીવન જીવવા માટે બીજા ખર્ચાઓ પણ થાય જ છે. આ ખર્ચ માટે મારે માધવીનું મોં જોવું પડે છે. તેની પાસે હાથ લાંબો કરવો પડે છે. હું શા માટે તેને સહન કરું છું એ તો હવે આપને સમજાઈ જ ગયું હશે. જો હું તેની સામે લાલ આંખ કરું તો પછી મારે ભૂખે મરવાનો જ વખત આવે ! એટલે તેની સાથે સંબંધ બગાડવાનું મને જરા પણ પોષાય તેમ નથી. અને સાહેબ એ અમ તેમ પોતાના મિત્રો પાસે ભટકે એમાં મારું શું જાય છે ? મારી દરેક જરૂરિયાત તો એ પૂરી કરે જ છે. પછી એ શારીરિક હોય કે આર્થિક !’

રણજીતની વાત સાંભળીને શાંતાએ મોં મચકોડ્યું. એની આંખોમાં રણજીત પ્રત્યે નફરતના હાવભાવ છવાઈ ગયા.

‘મિસ્ટર દિલીપ !’ રણજીત કહેતો ગયો, ‘હા, એટલું તો હું ચોક્કસ કહીશ કે એમ.જે.એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપનીની ચોરીમાં તેનો જરા પણ હાથ નથી. એનાં ગુમ થવાને આ ચોરી સાથે કંઈ જ સંબંધ નથી. એને ચોરી કરવાની જરૂર જ શું પડે ? એનો પગાર મહીને ત્રણ હજાર રૂપિયા છે. એટલે એ ચોરી કરીને નાસી છૂટી છે એવો ભ્રમ આપના દિમાગમાં હોય તો તેને કાઢી નાંખજો.’

‘મિસ્ટર રણજીત...!’ દિલીપ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘મારા દિમાગમાં આવો કોઈ વિચાર આવ્યો જ નથી એટલે તેને કાઢી નાખવાનો સવાલ જ ઉભો નથી થતો. ખેર, એ વાતને પડતી મૂકીને કહો કે તમારી પત્ની સાથે ક્યાં મુલાકાત થઇ શકે તેમ છે? શું આ બાબતમાં ખરેખર તમે અમને કોઈ મદદ કરી શકો તેમ નથી ?’

‘મિસ્ટર દિલીપ !’ રણજીત બોલ્યો, ‘હું જો આપને મદદ કરી શકું તેમ હોત તો ના શું કામ પાડું ? અત્યારે માધવી ક્યાં છે એ ખરેખર હું કહી શકું તેમ નથી. હા, માધવી વિશે કહી શકે એવા બે માણસોના નામ હું જરૂર જણાવી શકું તેમ છું.’

‘કોણ છે એ બંને ?’ દિલીપે ઉત્સુક આવજે પૂછ્યું.

‘એમાંથી એકનું નામ પ્રમોદ કલ્યાણી છે અને બીજાનું અમિતકુમાર !’

‘આ પ્રમોદ કલ્યાણી એમ.જે એક્સપોર્ટ-ઈમ્પોર્ટમાં જનરલ મેનેજર છે ને ?’

‘હા...’

‘અને અમિતકુમાર...? એ શું કરે છે ?’

‘એ અહીંની એમ.એસ કોલેજમાં પ્રોફેસર છે. પ્રમોદ કલ્યાણી માધવીનો સૌથી પહેલો પ્રેમી છે. માધવીએ યુવાનીના ઉંબરામાં પગ મૂક્યો ત્યારથી જ તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. અને આ સંબંધ છેક લગ્ન સુધી પણ પહોંચી ગયો હતો પરંતુ અમુક કારણોસર તેમનાં લગ્ન ણ થઇ શક્યા.’

‘તમને આ બધી વાતની કેવી રીતે ખબર પડી ?’

‘મિસ્ટર દિલીપ, પ્રેમ એક એવી વસ્તુ છે કે તેણે છુપાવી શકાતી નથી. એક ને એક દિવસ તો જરૂર તેને ઉજાગર થવું જ પડે છે. ખેર, હવે હું માધવીના બીજા પ્રેમી વિશે કહું છું એનું નામ તથા કામ તો હું જણાવી જ ચુક્યો છું. અમિત કુમાર ખુબજ શરીફ અને ખાનદાન માણસ છે. ને માધવી સાથે લગ્ન કરવા માંગે છે.

‘એમ...?’

‘હા...અને માધવીની ઈચ્છા પણ તેની સાથે લગ્ન કરવાની છે. પરંતુ તેમની વચ્ચે હું આડખીલી રૂપ છું. મારી પાસેથી છૂટાછેડા લીધા વગર માધવી અમિતકુમાર સાથે લગ્ન કરી શકે તેમ નથી.’ પછી પળભર અટકીને રણજીતે પોતાની વાત આગળ ચલાવી, ‘હું પ્રમોદ તથા અમિતકુમારનું સરનામું આપને જણાવી દઉં છું આપ તેમને મળી લો. માધવી એ બંનેમાંથી કોઈકની સાથે જ હશે.’

‘ઠીક છે...તમે એ બંનેના સરનામાં લખી આપો.’

રણજીતે એક કાગળ પર પ્રમોદ કલ્યાણી તથા અમિતકુમારના સરનામાં લખીને એ કાગળ દિલીપને આપી દીધો.

‘થેંક્યું મિસ્ટર રણજીત !’ દિલીપ ઉભો થતાં બોલ્યો.

‘મિસ્ટર દિલીપ !’ રણજીતે કહ્યું, ‘આપને મારો આભાર માનવો પડે એવું કોઈ કામ હું નથી કરી શક્યો. ખેર, માધવી અહીં આવે તો હું આપને જાણ કરી દઈશ.’

દિલીપે પોતાનું વીઝીટીંગ કાર્ડ કાઢીને તેને આપી દીધું.

દિલીપ તથા શાંતા બહાર નીકળ્યા.

અ રણજીત તો એકદમ નફફટ માણસ છે.’ કાર તરફ આગળ વધતા શાંતા બોલી, ‘પોતાની પત્ની વિશે કેવી ગંદી અને હલકી કોટિની વાતો કરતો હતો.’

‘વાહ...!’ દિલીપે તેને ચીડવવાના હેતુથી કહ્યું, ‘તો એનો અર્થ એ થયો કે જો કોઈ સાચું બોલે તો તે નફફટ થઇ ગયો એમ ને ?’ પછી શાંતા કોઈ ખાટી-મીઠી સંભળાવે એ પહેલાં જ એ બોલ્યો, ‘હા, તો સૌથી પહેલાં ક્યાં જવું છે ? એમ.એસ કોલેજ કે પછી એમ.જે એક્સપોર્ટની ઓફિસે?’

‘પહેલાં તો આપણે પ્રમોદ કલ્યાણીને જ મળી લઈએ. એ હજુ ઘેર જ હશે.’

‘ભલે, જેવી તારી ઈચ્છા...’

બંને કારમાં ગોઠવાયા.

દિલીપે કાર સ્ટાર્ટ કરીને પ્રમોદ કલ્યાણીના નિવાસસ્થાન તરફ દોડાવી મૂકી.

***