મહેસાણા ના વાઈડ એંગલ થિયેટર માં મૂવી માં ચાલી રહેલા રોમેન્ટિક સીન જોઈને પંકજ અને આશા બંને એકબીજાને બાહો માં સમાવી લે છે અને ફરીથી અધર અને ગાલ પર ચુંબન કરે જાય છે, લગાતાર દસ મિનીટ સુધી ચુંબન નું ચાલુ રહે છે, આવું કરવાથી બંને એટલા પ્રભાવિત થઈ જાય છે કે અનાયાસે પંકજ નો હાથ આશા ના ઉન્નત ઉરોજ પર જતો રહે છે અને આશા પણ એ માટે રોકતી નથી, કદાચ પંકજ ની આવી પ્રેમ થી કરાતી હરકત એને તૃપ્તિ આપી રહી હોય છે.
ત્રીસેક મિનીટ આવું ચાલ્યા કરે છે.મૂવી નું પૂર્ણ થઈ જવાથી થિયેટર ના અંદર ની લાઈટ ઓન થાય છે તો બંને એકદમ સફાળા થઈ ને પોતપોતાની સીટ પર ગોઠવાઈ જાય છે, આવી મીઠી હરકત કરવામાં એ ભૂલી ગયા હોય છે કે એ થિયેટર માં બેઠા છે. બંને એકબીજાનો હાથ પકડી બહાર નીકળે છે, ત્યાંથી બંને સાથે બસ સ્ટેશન જાય છે અને બસ માં બેસી પોતપોતાના ઘરે જાય છે, કેમ કે બંને નો રૂટ એક જ હોવાથી એક જ બસ માં જવાનું થતું.
રાત્રે મોબાઇલ પર પંકજ અને આશા આજે થિયેટર માં થયેલી પ્રેમ ની દિલખુશ હરકતો ને એકબીજાને કહીને અનેરો અહેસાસ લઇ રહ્યા હતા. બીજા દિવસે ફરીથી બંને મળે છે તો પંકજ આશા માટે મોંઘી ચોકલેટ્સ લઈને આપે છે આવી ચોકલેટ્સ ની ગિફ્ટ જોઈને આશા પંકજ ને ગળે લગાવી દે છે.
આશા પંકજ ના ગાલ પર એક ચુંબન કરે છે એનાથી પંકજ ના ગાલ પર લિપસ્ટિક ની છાપ પડી જાય છે એ છાપ ભૂંસવા આશા એનો હાથ એના ગાલ તરફ લઇ જતી હોય છે ત્યાં પંકજ એનો હાથ પકડીને રોકી લે છે, પંકજ આશાને કહે છે કે આ મારી રિટર્ન ગિફ્ટ છે હું લિપસ્ટિક ની છાપ આખો દિવસ મારા ગાલ પર રાખીશ અને વચ્ચે જ આશા એનો હાથ પંકજ ના મોં પર રાખીને થોડી નખરાળી અદા થી એ છાપ ને ભૂંસી દે છે.આજ કાલ પ્રેમ માં આવી કાકલૂદી ભરી હરકતો તો રહેવાની.
આજની નવી જનરેશન માં જેવી રીતે પ્રેમ થાય એમ આ બંને એકબીજાને ગિફ્ટ અને રિટર્ન ગિફ્ટ આપવી, પ્રેમ થી આપેલ હુલામણા નામ અને દિલની લાગણીઓને શબ્દોનું રૂપ આપી લવકાર્ડ્સ બનાવી એકબીજાને આપવું, રોજબરોજ એકબીજા જોડે મુલાકાત કરવી, રાતભર જાગીને મોબાઈલ પર વાત કરવી, કોઈ કોઈ સમય થિયેટર માં મૂવી જોવા જવું,કોફીબાર અને હોટલ માં નાસ્તા અને જમવા જવું, અવનવી જોવાલાયક જગ્યાઓ પર જઈને ફરવું અને ગાર્ડન માં બેસવા જવું અને એમાં એકબીજા જોડે હસી મજાક કરવી, દિલ ભરીને મીઠી વાતો કરવી, ગાલ અને અધરો પર ચુંબન કરવા, એમ આ બંને લવબર્ડ પોતાના પ્રેમનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા. આમ ને આમ બે વર્ષ જેવો સમય વીતી જાય છે.
હવેના નવયુવાનો ને મતલબ છોકરા અને છોકરીઓને લોન્ગ ડ્રાઈવ નું ઘેલું લાગ્યું હોય એમ બાઈક પર સવાર થઈને ફરવા નીકળી જવાનું. એમ જ એક દિવસ પંકજ અને આશા લોન્ગ ડ્રાઈવ પર નીકળી પડે છે. પંકજ બાઈક ડ્રાઈવ કરી રહ્યો છે અને એની પાછળ બેઠેલી આશા એના હાથ પંકજ ની ફરતે વીંટાળી દે છે અને એનું માથું પંકજ ના ખભા પર રાખે છે, આશા ના નાજુક અને કોમળ હાથ પંકજ ની છાતી પર આમતેમ ફરતા હોવાથી પંકજને એના શરીર માં અલગ જ પ્રકારની ફીલિંગ થવા લાગે છે.
પંકજ ને આવું ફીલ થવાથી પંકજ ના સેસ્ક્યૂઅલ હોર્મોન એક્ટીવ થઈ જાય છે અને પંકજ બાઈક ને રસ્તા પરથી લઈને રસ્તાની સાઈડ ની બાજુમાં લાવીને ઉભું કરે છે તો આશા આવું કરવાનું કારણ પૂછે છે, પંકજ આશા ને સીધું જ કહે છે કે હું તારી જોડે ફિજીકલ રિલેશન કરવા માગું છું, પંકજ નું આવું કહેવા થી આશા નો ચહેરો ફિક્કો પડી જાય છે એ અંદર સુધી હચમચી જાય છે અને આંખો માંથી આંસુ વહેવા લાગે છે એનું મન ચકરાવા લાગે છે, આશા પંકજને કહે છે કે તું બસ મારા શરીર ને જ પામવા પ્રેમ કરે છે, તારા દિલ માં મારા માટે પ્રેમ ની કોઈ લાગણી જ નથી, તને ફક્ત મારા માટે હવસભર્યો જ પ્રેમ હતો. આશા ને પોતાનું દિલ તૂટ્યું હોય એવા ભાવ સાથે પંકજ ને કેટલુંય સંભળાવી દે છે.
પંકજ આશા ના ખભા પર એના હાથ રાખીને લાગણીસભર અવાજે કહે છે મને તારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, તું મારી જીંદગી છે, તું મારા જીવવા ની વજહ છે, તું તો મારી નસનસ માં અને મારા દિલ ના દરેક ખૂણામાં વસેલી છે અને હું તો તને મારી જીવનસાથી બનાવી લેવાના મક્કમ વિચાર કરી બેઠો છું, તને મારા હૃદય માં આગવું સ્થાન આપ્યું છે, પંકજ આવા પ્રેમ ના ભાર વાળા શબ્દોથી એને મનાવવાની કોશિશ કરી રહ્યો હોય છે.
***
પંકજ નું આવું કહેવા થી આશા માની જશે? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે
તમે મારી અન્ય પ્રેમ કહાની પણ વાંચી શકો છો.
જમીનદાર : પ્રેમ અને દુશ્મની
તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો..
તમારો અભિપ્રાય મને મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.
નીતિન પટેલ
8849633855