safar na sathi bhag 5 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સફરના સાથી ભાગ -5

Featured Books
  • Venom Mafiya - 5

    अब आगेराघव मल्होत्रा का विला उधर राघव अपने आदमियों के साथ बै...

  • रहस्यमय हवेली

    रहस्यमयी हवेलीगांव के बाहरी छोर पर एक पुरानी हवेली स्थित थी।...

  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

Categories
Share

સફરના સાથી ભાગ -5

......બે મહિના પછી,

આજે બધા ને છેલ્લુ પેપર છે. પેપર પતે એટલે બધા ઘરે જવા માટે તૈયારી સાથે આવ્યા છે.

બધા ને સાથે દુઃખ પણ છે કોલેજ લાઈફ એન્જોય ની લાઈફ હવે પુરી જશે. અને ફરી હવે બધા ફ્રેન્ડસ ક્યારેય મળશે કે નહી એ પણ કોઈને ખબર નથી.

આ બધા વચ્ચે વિવાન અને તેનું ગૃપ બધા પેપર પુરૂ થાય એટલે મળવાના છે.

પેપર પુરુ થતા બધા મળે છે અને છુટા પડે છે.

છેલ્લે સુહાની અને વિવાન એકલા મળે છે. બંને થોડા અપસેટ હોય છે કારણ કે હવે બે મહિના પછી સુહાની નુ લંડન જવાનું ફિકસ થઈ ગયું છે. જ્યારે વિવાન નુ એન્ટરન્સ એકઝામ આપી ને તેના રિઝલ્ટ  પર આગળ નુ ફ્યુચર નક્કી થવાનું છે.

સુહાની વિવાન ને એક વાર હગ કરીને કહે છે કદાચ હવે આપણે લાઈફમાં ક્યારેય મળીશું કે નહી કે  આ કદાચ તેમની છેલ્લી મુલાકાત પણ હોય એ તો બંનેમાં થી કોઈનેય ખબર નથી પણ આપણી દોસ્તી લાઈફ ટાઈમ આવી જ રહેશે.

આવી રીતે આંખો માં આંસુ સાથે બંને છુટા પડે છે.......
અને બંને ને ઘરેથી લેવા માટે આવ્યા હોવાથી ઘરે જવા નીકળી જાય છે

....... ત્રણ વષૅ પછી,

M.Pharm ની માસ્ટર ડીગ્રી લઈને વિવાન આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં બરોડા માં જોબ કરે છે.

તેને B.Pharm માં ડિસ્ટિક્સન અને વળી એન્ટરન્સ એક્ઝામ માં સારો રેન્ક આવ્યો હોવાથી એને અમદાવાદ માં જ સારી જાણીતી ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન થઈ ગયુ હતું. અને માસ્ટર માં પણ પસૅન્ટેજ અને તેના સારા પ્રેક્ટિકલ નોલેજ ના લીધે તેને સ્ટડી પુરુ થતાં તરત જ જોબ મળી ગઈ.

એક વષૅ માં તો તેનું એજ કંપની માં સારું પ્રમોશન પણ થઈ ગયુ .

આ બાજુ સુહાની લંડન માં સ્ટડી કમ્પલિટ કરીને ત્યાં જ જોબ કરે છે. અને તેના દીદી અને જીજાજી સાથે રહે છે.

બંનેના ઘરે થી હવે લગ્ન માટે વાતો થવા લાગી છે. વિવાન અને સુહાની અત્યારે બહુ કોન્ટેક્ટ મા નથી છતાં એકબીજાને ભુલી શકતા નથી. એટલે જ કદાચ બંને કોઈ બીજા પાત્ર ને જીવન સાથી તરીકે સ્વીકારવા હા પાડી શકતા નથી.
           
              *        *        *        *         *
એક મહિના પછી...

મનન અને શિવાની ના આવતી કાલે લવ વિથ અરેન્જ મેરેજ છે. જે વિવાન અને સુહાની ના કોલેજ લાઈફ ના બેસ્ટ ફ્રેન્ડ છે. આજે તેમની સંગીત સંધ્યા અને મહેદી રસમ છે. વિવાન એના બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ હોવાથી એક દિવસ આગળ રજા લઈને આવી ગયો છે.

બધા લગ્નની તૈયારી માં વ્યસ્ત છે. એક પછી એક રસમ થાય છે. ત્યાં આ બધા ની વચ્ચે સાજે રાસગરબા ની તૈયારી થાય છે. મનન પણ આજે વરરાજા તરીકે શેરવાની માં ખૂબ સુંદર લાગે છે.

ત્યારે દુલ્હા ના ફેન્ડ તરીકે આજે વિવાન પણ સરસ લાગે છે. મરૂન એન્ડ ગોલ્ડન શેરવાની માં આજે તે કોઈ હીરો થી ઓછો નથી લાગતો.

બીજી બાજુ શિવાની પણ એક જ શહેરમાં રહેતી હોવાથી  બંનેના કોમન એક પાર્ટી પ્લોટમાં રાસગરબા અને ડીજે રાખેલું છે.

શિવાની પણ આજે મનન ની શેરવાની ના મેચિંગ કલરના ચણિયાચોળી માં ખુબ સુંદર લાગે છે.

મનન ના ઘરે થી શિવાની ને રાસગરબા માટે લેવા વિવાન અને મનનના ભાઈ ને શિવાની ના ઘરે મોકલે છે. ત્યાં બધા રેડી જ હોય છે એટલે એ લોકો ઘરમાં નથી જતા.

ત્યાં જ સામેથી શિવાની ને આવતા જુએ છે...પણ એની સાથે સુહાની ને જોઈને વિવાન ના હોશ ઉડી જાય છે. તે વિચારે છે કે હું કોઈ સપનું નથી જોતો ને એટલાં માં જ સુહાની વિવાન પાસે આવી જાય છે અને એને હગ કરે છે અને પુછે છે.....કેવી લાગી સરપ્રાઈઝ??

વિવાન તો ગાજર કલરની ચોલી માં તૈયાર થયેલી સુહાની ને જોઈને પાગલ થઈ જાય છે. અને કહે છે મે ક્યારેય નહોતું વિચાર્યું કે ફરી તુ મને લાઈફ માં ક્યારેય મળીશ.

બંને જણા બધા ની હાજરી વચ્ચે કદાચ એકબીજા સાથે બહુ વાત નથી કરી રહ્યા પણ એમની આખો એકબીજાને કહી રહી છે કે બંને એકબીજાને આજે પણ  કેટલુ મિસ કરે છે.

ભલે ક્યારેય હંમેશા માટે  એક નહી થઈ શકીએ એવું વિચારી બંને માંથી કોઈએ પણ એકબીજા સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો પણ બંને એકબીજા સિવાય કોઈને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારી પણ નથી શક્યા.

આ બધું જોઈને શિવાની મનમાં એવી રીતે હસી રહી છે કે આ સરપ્રાઈઝ નો પ્લાન તેનો અને મનન નો જ છે.

શુ થશે આગળ ?? વાચતા રહો, સફરના સાથી ભાગ -6