bas kar yaar - 4 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)

Featured Books
Categories
Share

બસ કર યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)

ડૉ, ઘનશ્યામ સર. પોતાની આગવી છટાં માં "વાંચન" વિષય પર સ્પીચ આપી...
પુસ્તકાલય ના વિજેતા મંત્રી ની જાહેરાત કરવા જાય એના જ પહેલા....

Part-4,
પરવેઝ અને હીના.. સ્ટેજ પર જઈ ડૉ, ઘનશ્યામ સર પાસે ગુસપુસ કરી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા...

ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવી...
"આ વર્ષના પુસ્તકાલય ના  કારભાર માટે સહુ સ્ટુડન્ટ્સ વતી મહેક ને ચૂંટવામાં આવી છે.."

સહુ સ્ટુડન્ટ્સ દ્વારા "મહેક" ને અભિવાદન રૂપ તાળીઓ પાડી વાતાવરણ માં મહેંક પ્રસરાઇ ગઈ...

પણ, ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવેલી બીજી ખબર થી... દરેક સ્ટુડન્ટ્સ વર્તુળ માં નીરવ શાંતિ પ્રસરી ગઇ... ખબર જ એવી હતી..

મહેક ને સામાન્ય અકસ્માત માં પગ ફેક્ચર થઈ ગયું.. અને તે હોસ્પિટલ માં હતી,

જ્યાં સુધી મહેક હાજર થઈ પોતાની કાર્યક્ષમતા ન સંભાળે ત્યાં સુધી પુસ્તકાલય ની જવાબદારી "અરુણ" સંભાળશે.. ડૉ, ઘનશ્યામ સર ની આ વાત અરુણ નાં મિત્રો એ તાળીઓ દ્વારા વધાવી લીધી..
 __ __ __ __ __ __ __ __

મહેક ને હોસ્પિટલ માં 4 દિવસ થઇ ગયા હતા...
મળવા જવું કે નહીં.. તેવા વિચારો નું વમળ મગજ માં ચાલી રહ્યું હતું.. ત્યાંજ વીણા કેમ્પસ માં મળી.. અને મહેક દ્વારા કહેલ "થેન્ક્સ" ફોરવર્ડ કર્યું....

"મહેક ની હાલત કેવી છે" હવે ?
મેં વીણા ને પૂછ્યું...!

"હજુ 4 દિવસ સુધી એડમિટ રહેવું પડશે" કદાચ,..

ઓકે... થેન્કસ વીણાજી...

મેં વીણા થી છૂટા પડ્યા પહેલા હોસ્પિટલ નામ, સરનામું લઈ લીધું..
પણ, મહેક નો મોબાઇલ નંબર લેવાનો કોઈ મોખો ન મળ્યો..
અરે, નંબર માગી પણ ન શક્યો... ડરપોક...!!

પણ છેવટે, વિજય સાથે મળી સન્ડે હૉસ્પિટલ માં એન્ટ્રી કરવાનું નક્કી કર્યું...
___ ___ ____ ____ ____ ___
આજે શનિવાર ની રાત હતી...સમય એના સમય સાથે ગતિમાન હતો...
આજે મારા કરતા સમય આગળ નીકળી ગયો.... 
નરીઆંખો ના સ્વપ્ન માં હું ખોવાઈ બસ મહેક વિશે વિચાર કરતો પાછળ જ રહી ગયો....
 
"હોસ્પિટલમાં હું કેવી રીતે એની સામે જઈશ"?
મહેક ની સામે પ્રથમ વખત રૂબરૂ થવા જવાની તીવ્ર તાલાવેલી મારા હ્રદય ના વેરાન વગડા માં લીલોતરી... લીલોતરી કરી રહી હતી....
હું લીલોતરી ના વન માં ખોવાઈ જાઉં એના પહેલા જ... નિંદ્રા ધીન થઈ ગયો..!!

સન્ડે..
રવિવાર ને વીરવાર..અમસ્તો નથી કહેવામાં આવતો..
"રવિવાર" કોને પસંદ ન હોય ?

ટૂંક માં રવિવાર એટલે આઝાદી...! સંપૂર્ણ સ્વતંત્રતા!!

હું અને વિજય.. ઘર નું કામ પૂર્ણ કરી.. હોસ્પિટલ ના રસ્તે નીકળી પડ્યા..અંતે, શોધી કાઢી "પ્રાર્થના હોસ્પિટલ"...

હૉસ્પિટલ ના પગથિયા ચડતા ચડતા હું સંકોચ અનુભવતો હતો...
કેવી રીતે એ રંગબેરંગી દુપટ્ટા વાળી... મહેક ની સામે પ્રથમ વખત જાઉં...
વિજય ને એટલા માટે જ તો સાથે સાથે લાવ્યો હતો..
એક થી ભલા બે..

"મેડમ, રૂમ નંબર 45"..મેં સામેથી આવતી એક નર્સ ને ઠેકાણું પૂછ્યું..
સામેથી ડાબી સાઇડ.. વળતો જવાબ આપી નર્સ ચાલતી થઈ...

મહેક માત્ર 20 ફુટ દુર હતી..
આજે આમને સામને..?
કેવી રીતે રૂબરૂ થાઉં...?
હું મનોમન ગૂંચવાઈ ગયો હતો.. પ્રિય પાત્ર ને મળવા જો જઈ રહ્યો હતો... ડર તો લાગે ને..!!!

પ્રાર્થના હોસ્પિટલ માં એક મંદીર રૂપી ખૂણા માં ભગવાન શ્રી કૃષ્ણ ની જાજરમાન પ્રતિમા જોઈ ક્ષણ વાર માટે હું ત્યાં જ અટકી ગયો... પ્રાર્થના હોસ્પિટલ માં હું ભગવાન શ્રી કૃષ્ણ સામે પ્રાર્થના કરી  આગળ વધ્યો....

એક નર્સ દ્વારા મહેક ના રૂમ સુધી પહોંચી ગયા..રૂમ નો દરવાજો બંધ હતો...
મેં ખોલવા માટે પ્રયત્ન કર્યો... દરવાજો કદાચ અંદર થી કોઈ ખોલે તેના પહેલા.. એક નર્સ આવી..
અમને થોડી વાર બેસવા માટે કહેવામાં આવ્યું.. કારણ ડ્રેસિંગ અને તપાસ માટે નર્સ દ્વારા દરવાજો બંધ કરવામાં આવ્યો હતો..

હું અને વિજય... રૂમ નંબર 45..ની સામે એક બેઠક પર બેસવા આગળ વધીએ.. ત્યાં જ.. મહેક ની રૂમ નો દરવાજો ખુલ્યો....

Next.. Coming part 5..
Hasmukh mewada