Kayo love Part 51 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ? ભાગ : ૫૧ (અંતિમ ભાગ )

Featured Books
Categories
Share

કયો લવ ? ભાગ : ૫૧ (અંતિમ ભાગ )

કયો લવ ?

ભાગ (૫૧)

“રુદ્ર ..!! પ્રિયા મેરેજ કરી રહી છે. તું એણે રોકતો કેમ નથી.” આદિત્ય રુદ્રને સમજાવી રહ્યો હતો.

આદિત્યની વાત સાંભળી રુદ્ર અકળાયો, “ એ પ્રેગનન્ટ થઈ છે તો લગ્ન પણ કરશે જ ને. નીલ સાથે..!!”

“વિનીત સાથે કરી રહી છે. કોર્ટ મેરેજ...!!” ઘાટો પાડીને આદિત્યએ કહ્યું. અને રુદ્ર ચોંક્યો.

“રુદ્ર...!! તમે બંને ટ્રુ લવ કરો છો. અમે બધા જ જાણીએ છીએ. પણ જે મિસઅંડેસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય એણે શાંતિથી સમજીને વાતને સોલ્વ કરી શકો છો.” આદિત્ય રુદ્રને ઘણી શાંતિથી સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. “ શું સમજ્યો રુદ્ર..??”

“એ વિનીત સાથે કેમ કરી રહી છે લગ્ન?” આશ્ચર્યથી રૂદ્રે, આદિત્ય સામે જોઈને પૂછ્યું.

“એ મને શું ખબર ભાઈ !! એ બધું તો તને ખબર રહેવું જોઈએ..!!” આદિત્યે કહ્યું.

રૂદ્રે પોતાનું માથું ધુણાવ્યું જાણે પોતાને જ કહેતો હોય તેમ બબડ્યો, “જસ્ટ લીવ..!! છોડી દે. હવે પ્રિયાની વાત નથી કરવી.”

આ સાંભળી આદિત્ય રુદ્રની નજદીક આવ્યો. એના ખભા પર એક હાથ રાખ્યો અને બીજો એના છાતી પર રાખતાં કહ્યું, “ દોસ્ત, પ્રિયા સાથે એક વાર વાત કરી લે. તમે બંને એકમેક વગર રહી નહીં શકો. વિનીત સાથે લગ્ન કરતાં અટકાવી દે ..!!”

રુદ્ર પાસે કોઈ જવાબ ન હતો.

****

“યાદ આ રહા હૈ, તેરા પ્યાર

યાદ આ રહા હૈ, તેરા પ્યાર

કહા હમ કહા તુમ, હુવે તુમ કહા ગૂમ

આ ભી જા આ ભી જા એક બાર

ઓ યાદ આ રહા હૈ, તેરા પ્યાર...”

રુદ્ર અત્યારે બારમાં બેઠો હતો. ધીમા અવાજે બાર ના કોઈ ટેબલના ખૂણેથી મોબાઈલના સ્પીકર પર ચાલી રહેલા એફએમમાંથી આ સોંગ સંભળાઈ રહ્યું હતું. એના લિરિક્સને રુદ્ર પોતાની સેડ લવ સ્ટોરી સાથે બરાબરના મેચ થઈ રહ્યાં હતા એમ વિચારી આજે પહેલી વાર ધ્યાનથી સાંભળતો હતો. એના ટેબલ પર દારૂનો ગ્લાસ તો હતો પરંતુ એ એક પણ ઘૂંટ ભરતો નહોતો. આ રોજિંદું હતું. જોબ પરથી એ નજદીકના બારમાં જઈ સમય પસાર કરતો. દારૂનો ગ્લાસ એના ટેબલ પર પડ્યો રહેતો એ કોઈ વિચારોમાં ખોવાયેલો રહેતો પછી એણે સમયનું ભાન થતું ત્યારે પૈસા ચૂકવીને નીકળી જતો. પ્રિયાના લગ્નનાં લગભગ છ મહિના પતી ગયા હતા પરંતુ પ્રિયાની યાદો એણે બૂરી રીતે તડપાવી રહી હતી.

****

બીજી તરફ પ્રિયાએ રુદ્રના પ્યારના ગમને ભૂલવાની નહીં પરંતુ દબાવી રાખવાની કોશિશ કરતી જતી હતી. એ મોમ બનવાની હતી. એના પેટમાં એક બીજો જીવ પણ હતો. જેના માટે એણે હરહાલમાં ખુશ રહેવું હતું. એણે ગર્ભસંસ્કાર કલાસીસ જોઈન કરી લીધા હતાં. તેમ જ પ્રેગનેન્સી અવસ્થામાં જયારે તેનો મૂડ સારો રહેતો ત્યારે ગમતી એક્ટીવીટીમાં એ નીતનવીન વાનગી બનાવીને વિડીયો યુટ્યુબ પર પોતાના ચેનલ પર અપલોડ કરતી. એના વ્યુવર્સ તરફથી સારો એવો રીસ્પોન્ઝ આવતો જતો હતો. વિનીત એનું ખુબ જ ધ્યાન રાખતો. એ પૂર્ણ રીતે પ્રિયાના પ્રેમમાં પડી ગયો હતો. એણે ચાહતો તો પહેલા પણ હતો પરંતુ એક ખુબસુરત કોલેજની છોકરીના વિચારથી. એ પોતાની જિમ્મેદારી પ્રમાણિકપણે નિભાવા લાગ્યો હતો. પોતાના ડેડનો બિસીનેઝ સંભાળવા માટે ઓફીસ જોઈન કરી લીધી હતી. પરંતુ પ્રિયાનાં દિલોદિમાગમાં વિનીત માટે ના તો કોઈ પ્રેમ હતો ના એવો લવ માટેનો એહસાસ..!! તેઓ બંને ફ્રેન્ડલી વર્તતા.

નવ મહિના બાદ પ્રિયાએ એક પુત્રને જન્મ આપ્યો. બંનેના પરિવારવાળા ખૂબ જ ખુશ હતાં. ડિલીવરી બાદ પણ પ્રિયાએ વિનીતના ઘરે જ રોકાવા માટેની જીદ કરી. એણે થોડો ગુસ્સો પણ હતો કે વિનીત સાથેના લગ્ન માટેનું દબાણ ઘરવાળા તરફથી જ આવ્યું હતું. અને ના છુટકે એણે લગ્ન કરી જ લેવા પડ્યા વિનીત સાથે..!!

****

બે વર્ષનું બાળક અંશ ને લઈને પ્રિયા વિનીત આજે આદિત્ય સોનીના લગ્નમાં આવ્યાં હતાં. રુદ્ર સાથે મુલાકાત કરવાની અદમ્ય ઈચ્છાને પ્રિયા રોકી શકી નહોતી. વિનીતને બાળક સોંપી એ રુદ્રને મળવા ગઈ. મળતાં જ એણે રુદ્રને સીધું જ કીધું, “ રુદ્ર, સારી છોકરી જોઈને લગ્ન કરી લે.”

“પ્રિયા તે તારી મરજીનું કર્યું. હું પણ મારી મરજીનું કરીશ.” રૂદ્રે કઠોર શબ્દોમાં કહ્યું.

“રુદ્ર..!!” એટલું કહી પ્રિયા અટહાસ્ય હસી, “ આપણી મરજીનું જ બધું જ થતું હોય તો આજે આપણે બંને...!!” એટલું કહી પ્રિયા ત્યાંથી જવા લાગી.

ત્યાં જ રૂદ્રે એણે પૂછ્યું, “ પ્રિયા, તું મને ક્યારેક તો લવ કર્યો જ હશે ને..??”

“કયો લવ રુદ્ર ?? કેવો લવ રુદ્ર ?? તું કયા પ્રકારના લવની વાત કરે છે? ક્યારેક તો લવ કર્યો જ હશે ને... એટલે શું રુદ્ર??” પ્રિયા એકસામટું પૂછવા લાગી.

“પ્રિયા જીવવું કઠીન લાગે છે. લવ વગરનું..!!” રુદ્રથી બોલી પડાયું. (અહિયાં લવ એટલે પ્રિયા વગરનું.)

“હા લાગવું જોઈએ કઠીન. લવમાં અવિશ્વાસના કારણે...!!” એટલું કહી પ્રિયા ત્યાંથી જતી રહી.

****

સમય તેજીથી વહી રહ્યો હતો. કુલદીપ રોનકનો હજુ સુધી ક્યાં પણ પત્તો લાગતો ન હતો. તેઓ બંને ફરાર થઈ ગયા હતા. તેમ જ રૂદ્રે પણ હવે તે શહેર છોડી દીધું હતું. પોતાનો નવો બિઝનેસ સેટ કરવા એના નવા પાર્ટનરે એણે ફોરેનમાં બોલાવી લીધો હતો.

અંશના બે વર્ષ પૂરા થયા બાદ પ્રિયાએ ફરી પોતાની ગમતી એક્ટીવીટી ચાલુ કરી દીધી હતી. પરંતુ વિનીતના મોમ એટલે કે પ્રિયાની સાસુમા એણે મોડેલીંગના ક્ષેત્રમાં પહેલા સલાહસૂચનો બાદ કરિયર માટે દબાણ કરતાં રહેતાં હતાં.

વિનીત પ્રિયા હજુ પણ ફ્રેન્ડલી વર્તતા. બંને એક જ બેડરૂમમાં રહેવા છતાં પણ ના શારીરિક રીતે કે ના માનસિક રીતે એક બન્યા હતાં. પરંતુ વિનીત પૂર્ણપણે પ્રિયા અને પુત્રનો બનવા માટે પોતાનો પ્રેમ ન્યોછાવર કરી દેતો. પ્રિયા એ બધું જ મહેસૂસ કરતી હતી. આ બધી જ લાગણીઓને ધ્યાનમાં રાખી પ્રિયાએ નિર્ણય લઈ લીધો હતો કે હવે તો આખી જિંદગી વિનીત સાથે જ કાઢવાની છે તો કેમ ના હવે પ્રેમપૂર્વક જીવન ગાળવું જોઈએ..!! પરંતુ એ રુદ્રને હજુ સુધી ચાહતી હતી.

“વિનીત, આવતીકાલે ફ્રી હોય તો સાંજે ફરવા જવાનું રાખીએ..?” પ્રિયાએ વિનીતને પહેલી વાર સામેથી પ્રશ્ન પૂછ્યો.

“હા..” વિનીતે ત્વરાથી ઉત્સાહિત થઈને જવાબ આપ્યો. પછી તરત જ કશુંક યાદ કરતા કહ્યું, “ પ્રિયા, આવતીકાલે નહીં. બટ પરમ દિવસે ચોક્કસ....!!”

પ્રિયાએ સ્વાભાવિક રીતે ડોકું ધુણાવતા ઓકે કહ્યું.

“પૂછશો નહીં પ્રિયા અત્યારે અને આવતીકાલે ક્યાં જઈ રહ્યો છું હું..?” વિનીતે પ્રેમથી પૂછ્યું.

“ક્યાં..?” બકબક કરતી પ્રિયા હવે ઓછું બોલતી.

“તારી હોબી નીતનવીન રેસિપી બનાવવી એ છે ને..!! એવી રીતે મારી પણ એક હોબી નહીં પણ પાગલપણું કહી શકાય એ હદથી એણે ચાહું છું.” વિનીતે આંખ ઉલાળીને કહ્યું.

વિનીતનો ચહેરો જોતાં પ્રિયાએ પૂછી નાંખ્યું, “ કંઈ હોબી છે તારી?”

વિનીતને મસ્તી કરવાની આદત હતી. પ્રિયાનો કુતુહલતાવાળો ચહેરો જોતાં કહ્યું, “ સોચો..!! સોચો..!! હું આવું ત્યાં સુધી વિચારી રાખજે કે કંઈ હોબી હોઈ શકે મારી..!! પછી મને જણાવજે.” એટલું કહીને વિનીતે રમતા અંશને પ્રેમથી ચૂમી લીધો. અનાયસે જ પ્રિયાના કપાળ પર પણ પ્રેમભરી કિસ કરીને મસ્તીભર્યા મૂડમાં કહ્યું, “ પ્રિયા, હોબી..!! વિચારીને રાખજે હા..!!” એટલું કહી એ હસીને ઘરની બહાર નીકળી ગયો.

પ્રિયા પણ મનમાં જ વિચારવા લાગી જાણે વિનીતે એણે ચેલેન્જ આપી હોય તેમ કે એની હોબીને શોધીને બતાવ..!! એ જાતજાતની હોબીને મનમાં જ ગોઠવતી ગઈ કે આ હોઈ શકે, પેલી હોય શકે ...વગેરે. એણે ઉકેલમાં વિચારી જ રાખ્યું કે આટલું બધું દિમાગ લગાવાના બદલે મોમને નહીં તો ઘરના જૂના નોકરને જ પૂછી લઉં તો..!!

સાંજે વિનીતનો કોલ આવ્યો, “ હા પ્રિયા, શું થયું હોબી વિષે ક્યાં સુધી પહોંચ્યા..?” એટલું કહી તે હસ્યો.

“વિનીત..!!” પ્રિયાએ એટલું કહ્યું.

“ઓકે, ચાલ તું એટલી કન્ફયુઝ નહીં થા. થોડું ઇઝી કરીને આપું. હમણાં હું મેળામાં છું. બોલ હવે કંઈ હોબી હોઈ શકે મારી..!!” વિનીતે કહ્યું.

“મેળામાં..??” પ્રિયાએ પ્રશ્ન પૂછ્યો પછી ખૂબ હસી. અને કહ્યું, “ તો..તો તને ખાવાનો જ પાગલપણ કહી શકાય એવો શોખ હશે..!!”

“ના..બીજું..?” વિનીતે પૂછ્યું.

પ્રિયાને ફોન પર ખુબ જ ઘોંઘાટ સંભળાઈ રહ્યો હતો, “વિનીત, તું આવશે ત્યાં સુધી હું તારી હોબીને જણાવી જ દઈશ. અત્યારે ફોન પર મને સરખું સંભળાતું નથી. આવીને વાત કરજે.” પ્રિયા વિનીતને હબી તરીકે સ્વીકારી લીધો હોય તેવી રીતે તે વાત કરવાં લાગી.

“ઓ.કે લવ યુ..” વિનીતે ઉત્સાહથી મોટા અવાજથી કહ્યું. પ્રિયાએ આટલા ઘોંઘાટમાં પણ વિનીતનું લવ યુ કહેવાનું સારી રીતે સાંભળ્યું. તે થોડી હસી પરંતુ સામેથી જવાબ ન આપ્યો અને ફોન કટ કર્યો.

પ્રિયાએ વિનીતના હોબી વિષે મોમને પૂછી લેવાનું નક્કી કર્યું. પરંતુ મોમ બિઝી હતા. તેમ જ ઘરનો નોકર બહાર હતો.

****

ઘટના સ્થળે વિનીતનું મૌત થઈ ગયું હતું. હોસ્પિટલના ડોકટરે વિનીતને મૃત જાહેર કરી ડેથ બોડીને ઘરે મોકલી આપી હતી.

વિનીતના મોમ ડેડ એકમેકને સંભાળી રહ્યાં હતા. પરંતુ પ્રિયા...!! પ્રિયાનો બે વર્ષનો બાળક અંશ..!! પ્રિયાના ઘરવાળા બધા જ ઉપસ્થિત હતા. પરંતુ તેઓને માથે તો જાણે આભ તૂટી પડ્યું હોય તેમ ગર્તામાં ડૂબી ગયા હતાં. પ્રિયાને કેવી રીતે સંભાળવી એની સમજ અત્યારે ક્યાંથી ખબર પડે..!!

પ્રિયાને જયારે વિનીતના મૌત વિષેની સાચી હકીકતની જાણ થઈ ત્યારે તે બેહોશ જ થઈ ગઈ હતી.

****

વિનીતના ડેથના બે મહિના થઈ ચુક્યા હતાં. પરંતુ પ્રિયા પોતાને કોસતી જતી હતી કે તેણે વિનીતને જવા માટે રોક્યો કેમ નહીં. પ્રિયાને સ્પીડથી ડર લાગતો. એક અણજાણ ડર..!! વિનીત બાઈક રાઈડર હતો. એ સ્પીડમાં કોઈ પણ ગાડી ચલાવી શકતો. એની પાગલપણ નામની હોબી એટલે સ્પીડમાં તેજ રફતારમાં વાહન હંકારવું.

પોતાના જ શહેરમાં દર વર્ષે થતો મેળામાં એ અચૂક ભાગ લેતો. એની જ ટોળકીમાં એ શામિલ થતો. પરંતુ પ્રિયા સાથેના લગ્ન બાદ ત્યાં સમય આપી શક્યો નહીં. પરંતુ બધું ઠીક લાગતાં તે ફરી જોડાવા ગયો “ મોતના કુવા” માં સ્ટંટ કરનાર બાઈક રાઈડર તરીકે. જાણવા એ મળ્યું કે સ્પીડમાં સ્ટંટ દરમિયાન હાથ ઊંચા કરીને પોતાનું પર્ફોમન્સ બતાવતાં એ ધ્યાન ભટક્યો હતો. ઊંચાઈથી નીચે પડતાં જ માથામાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૌત નીપજ્યું હતું.

વિનીતના મોમના કહેવાં પ્રમાણે, “ બીજા બધા રાઈડરો તો પોતાનું પેટીયું રળવા માટે ખતરનાક સ્ટંટ કરતા હશે. પરંતુ વિનીત અમીર ઘરાનાનો દીકરો હોવા છતાં પણ અજીબ હોબી પાળી રાખી હતી. એણે હમેશાં હું ચેતવતી રહેતી. પરંતુ એ જીદ્દી હતો.”

****

સમય વીતતો ગયો. પ્રિયાના ઘરવાળાને પ્રિયાના ભવિષ્યની ચિંતા થવા લાગી. પ્રિયા હવે ગંભીર સ્વભાવની થઈ ગઈ હતી. સાથે લાઈફમાં આવતાં બધા જ દુઃખોનો સામનો કરવાં માટે મનને વધારે સ્ટ્રોંગ બનાવી રહી હતી. એ જાણી ચૂકી હતી કે એની લાઈફમાં સંઘર્ષ સિવાય બીજું કશુંજ નજર આવતું ન હતું. એક પછી એક જીવનમાં આવતાં વાવાઝોડાનો એ અંદાજ પણ લગાવી ન શકે એટલી હદથી કુદરતે એની લાઈફને વેરવિખેર કરી દીધી હતી.

પ્રિયાના મોમ ડેડ, પ્રિયાને પોતાના ઘરે કાયમ માટે લઈ જવા માટે આવ્યાં હતાં પરંતુ પ્રિયાએ ધસીને ના પાડી. સમય જતા વિનીતના મોમનું બીહેવ પ્રિયા માટે કટાક્ષમય બનવા લાગ્યું થતાં મોડેલીંગ માટેનું ભારી દબાણ પણ કરતાં રહ્યાં. પ્રિયાનું હવે ત્યાં જ રહેવું આકરું થવા લાગ્યું.

એક દિવસ પ્રિયાએ નક્કી જ કરી લીધું કે તે હવે વિનીતનું ઘર છોડી દેશે. એણે બંને ઘરવાળાને કડક શબ્દોમાં પત્ર છોડીને જણાવ્યું કે એણે શોધવાની જરૂર નથી. એ જ્યાં રહેશે ત્યાં જિંદગી સાથે લડીને રહેશે.

****

પાંચ વર્ષ બાદ,

પ્રિયા, ફેમસ યુટુબર બની ગઈ હતી. કૂકિંગ શો નું એનું ચેનલે ધૂમ મચાવી દીધી હતી. એના ઘણા ઈન્ટરવ્યુંઝ થતાં. ન્યુઝપેપરમાં એના સંઘર્ષની કહાની લખાતી. એવોર્ડ્સથી એણે વિવિધ સમારોહમાં નવાજતા. પ્રોડક્ટ ના વેંચાણ બાબત એડ કરવાં માટે મોટી કંપનીઓથી એણે ઘણી ઓફરો મળતી.

આટલા વર્ષ દરમિયાન પોતાનું કહી શકાય એવું કોઈ વ્યક્તિ હતું તે ફક્ત પોતાની બેસ્ટ યારા સોની જ હતી. સોની એણે અવારનવાર જઈને મળતી. એના મોમ ડેડ ભાઈ ભાભી પણ એણે મળીને જતા. વિનીતના મોમ ડેડ પણ અંશના માટે મળવા આવતાં જરૂર.

પ્રિયાએ વિનીતનું ઘર છોડ્યા બાદ આદિત્યના દાદી ચલાવતાં મહિલા આશ્રમમાં જઈને વસવાટ કરવાનું નક્કી કરેલું. ત્યાં જતાની સાથે જ તે દાદીના ખોળામાં માથું નાંખી ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. પ્રિયાને આદિત્યના દાદી કોઈ મહાન દિવ્ય આત્માથી કમી નહીં લાગતાં. એની પવિત્ર આંખો, એનો જાદુઈ સ્પર્શ એણે શાંતતા આપતો. ત્યાનું શાંતમય વાતાવરણ એના દિલ દિમાગને શાંતિ આપતી. આદિત્યના દાદી એટલે કે “આજી” એ એણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

****

નીલે રુદ્ર પ્રિયાનું બ્રેકઅપ પોતાનાં લીધે જ થયાનું સાંભળ્યું હતું. એણે જોબ છોડીને બીજા શહેરમાં વસવાટ કરી લીધો હતો. તેમ જ એણે લગ્ન પણ કર્યા ન હોતા. નાં એણે પ્રિયાને ફરી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી.

****

રુદ્રનો બિસનેઝ વિદેશમાં ઠરીઠામ થઈ ગયો હતો. એમની કંપનીની બીજી બ્રાન્ચો ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવી હતી. હવે એ કાયમ માટે કંપનીની બ્રાન્ચો સંભાળવા માટે વિદેશથી ઇન્ડિયા આવી ગયો હતો. પરંતુ રૂદ્રે પ્રિયાની આટલા વર્ષોમાં કોઈ પણ અપડેટ લેવાનું જરૂરી ન સમજ્યું હતું. કારણ એ એણી લાઈફમાં ના તો ધખલગીરી કરવા માંગતો હતો ના એના સંસાર વિષે જાણવા માંગતો હતો. હા એ ચાહતો હતો પ્રિયાને..! ચાહે છે પ્રિયાને ! એટલે જ આટલા વર્ષોમાં પણ તેને ના તો કોઈ ગલફ્રેન્ડ રાખી હતી ના લગ્ન માટે બીજી કોઈ છોકરી પર પસંદગી ઉતારી હતી.

ભારત આવીને એણે પહેલું કામ આદિત્યને મળવાનું કર્યું. આદિત્ય પણ ઘણા વર્ષોથી રુદ્ર સાથે નારાજ હતો. કારણ રૂદ્રે પણ જણાવી દીધેલું કે તે હવે પછી પ્રિયાની કોઈ વાત એના સામે નહીં કરે. વિદેશમાં રહીને રુદ્ર આદિત્ય સાથે કોન્ટેક્ટમાં તો હતો પરંતુ આદિત્યે પ્રિયાની લાઈફ વિષે કશું પણ જણાવ્યું ન હતું.

રૂદ્રે, બંને મળતા હતાં એ ચાયની લારી પર જ મુલાકાત માટે આદિત્યને બોલાવ્યો. બંને મળ્યા. એકમેકને ખૂબ જ પ્રેમથી ગળે મળ્યા. જ્યાં ત્યાંની વાતો કર્યા બાદ ચાયની ચૂસકી લેતા રુદ્ર ફક્ત પ્રિયાના વિચારોમાં ખોવાયેલો હતો. દિલ દિમાગ એણે ઉત્સાવી રહ્યું હતું કે રુદ્ર, આદિત્યને પૂછી લે કે પ્રિયા કેમ છે? વિનીત સાથે એ ખુશ તો છે ને? શું કરે છે આજકાલ પ્રિયા..!! એ ઘડીભર વિચારતો રહ્યો. આદિત્ય પોતાનાં જીગરી દોસ્તનું દિલદિમાગને સારી રીતે જાણતો હોય તેમ કહી દીધું, “ પ્રિયા વિષે આજે પણ નહીં પૂછે મને? એણે મળવા માટે પણ નહીં જશે..?”

રુદ્ર નિ:સહાયની જેમ આદિત્યની આંખોમાં આંખ પરોવી.

આદિત્યએ એક ઊંડો શ્વાસ લીધો, “ તે મને પ્રિયા વિષે કશું પણ જણાવવા માટે ના પાડેલી. એટલે મેં પણ એના વિષે તને કશું પણ ના જણાવવા માટે મૌન સેવેલું.”

“એ ખુશ છે ને વિનીત સાથે. બીજું જોઈએ પણ શું મને..!!” હજુ પણ પ્રિયા સાથે નારાજ રૂદ્રે કટાક્ષથી કહ્યું.

“વિનીત હયાત હોય તો એ ખુશ હોઈ શકે ને...!!” આદિત્યે પણ એટલા જ કટાક્ષથી કહ્યું.

રુદ્રના કાન પર જાણે વિશ્વાસ જ ન બેઠો હોય તેવી રીતે ભારે ગ્લાનીથી એ તાણમાં કહેવા લાગ્યો, “ આદિત્ય!! શું કહી રહ્યો છે તું...!!”

“આ જ સચ્ચાઈ છે રુદ્ર...!!” આદિત્યે કહ્યું.

“આદિત્ય...!!” રુદ્ર ગળગળો થઈને કહી રહ્યો.

આદિત્ય ચૂપ રહ્યો. રુદ્ર રડવા જેવો થઈ ગયો, “ આદિત્ય, આ બધું જ કેમ નાં જણાવ્યું મને?? હું પ્રિયાની સુખી વાતોને જાણીને શું કરતો. એટલીસ્ટ એના જીવનનાં કઠીન સમયમાં હું એનો સાથ તો આપતે.”

“ઓહ્હ રુદ્ર !! સેલ્ફીશ આદમી કઠીન દિવસોમાં ઊભા નથી રહેતા.” આદિત્યે ટોન માર્યો.

“આદિ...!!” તને તારો જીગરી દોસ્ત સેલ્ફીશ લાગે છે?” આદિત્યના આંખમાં આંખ પરોવતા રૂદ્રે પૂછ્યું.

“હા તું સેલ્ફીશ છે દોસ્ત !! તારો ટ્રુ લવ હોત તો તું વિનીત સાથે થનાર પ્રિયાના લગ્નને અટકાવી શકતે. પણ તું સેલ્ફીશ હતો. પ્રિયા પ્રેગનન્ટ કોઈ બીજા દ્વારા થઈ એટલે તું એનાથી છુટ્ટો પડી ગયો. કઠીન સમય તો પ્રિયાનો ત્યારે હતો પણ તું એના પડખે ઊભો રહેવાના બદલે પોતે પડખું ફેરવી ગયો.” આદિત્ય ગુસ્સામાં બધું જ બોલી ગયો.

“અરે આદિત્ય તું કયો લવ ? ની વાત કરે છે. તને શું લાગે હું પ્રિયાને ટ્રુ લવ નથી કરતો? હું તને સેલ્ફીશ લાગી રહ્યો છું? શું એ પ્રેગનન્ટ હતી એટલે જ હું છુટ્ટો થઈ ગયો પ્રિયાથી...?” રૂદ્રે કહેવા લાગ્યો.

“હા એટલે જ...!!” આદિત્યે શબ્દો પર ભાર આપીને કહ્યું.

“નહીં આદિત્ય..!! મને ત્યારે એવું લાગેલું કે પ્રિયા નીલ એકમેકને પસંદ કરે છે. કદાચ અમારા બંનેના પરિવારની મરજી માટે પ્રિયાએ મારી સાથે લગ્ન માટે હા પાડી હોય. પણ વિનીત સાથે લગ્ન કરે છે એણી જાણ તો મને અંતિમ સમયમાં થઈ. એના લગ્ન રોકીને હું બીજી કોઈ મુસીબત કે બદનામીના ઝંઝટમાં પ્રિયાને પાડવા માંગતો ન હતો. એમ પણ એનું સ્પષ્ટ હતું કે હવે એ મારા જેવા અવિશ્વાસી આદમી જોડે લગ્ન નહીં કરે.” રૂદ્રે કહ્યું.

“પ્રિયાએ સાચ્ચું જ કીધું છે રુદ્ર તને. અવિશ્વાસી આદમી...!!” આદિત્યે તરત જવાબ આપ્યો.

“આદિત્ય....!!” રૂદ્રે ગુસ્સેથી ચિલાવ્યો.

“રુદ્ર તું મારા પર ગુસ્સે થઈને શું કરવાનો? સચ્ચાઈ જાણશે ત્યારે તને તારા પર જ ગુસ્સો આવશે..!!” આદિત્યે કહ્યું.

“સચ્ચાઈ...!!” રૂદ્રે પ્રશ્નસૂચક નજરે આશ્ચર્યથી આદિત્ય સામે જોતા કહ્યું.

“તને ટ્રુ લવ કરે છે એણી સાબિતી આપવા માટે નશાની હાલતમાં વિનીતને રુદ્ર સમજી પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું પ્રિયાએ રુદ્ર...!! આદિત્યએ કહ્યું અને રુદ્રનું તો જાણે મગજ જ ખાલી થઈ ગયું હોય તેમ અવાકથી આદિત્ય સામે જોતો રહ્યો.

સાંભળીને મૌન થઈ ગયો રુદ્ર..!! મોઢામાંથી શબ્દો નીકળતા બંધ થઈ ગયા.

આદિત્યએ સૌમ્યનાં રીસેપ્શન પાર્ટીનાં રાત્રે બનેલી આખી ઘટના સંભળાવી દીધી. રુદ્રનું શરીર કાપો તો લોહી ના નીકળે એવું થઈ ગયું હતું. એ કોઈ ગાઢ વિચારોમાં ડૂબી ગયો. આદિત્યએ રુદ્રને વર્તમાનમાં લાવવા માટે હચમચાવી નાંખ્યો, “ રુદ્ર..!!”

“તું મને આજે આ બધું કેમ કહી રહ્યો છે યાર..!! ઓહ્હ !! પ્રિયા..!! તું મને બધું જ જણાવા માંગતી હતી પણ હું જ કશું જ સાંભળવા તૈયાર ન હતો...!!” રુદ્ર મિશ્રિત લાગણીથી કહેવાં લાગ્યો.

“સોનીએ મને વિનીતના ડેથ બાદ બધું જ કીધું. પ્રિયાએ સોની પાસેથી વચન લીધું હતું કે તે આ બધી જ વાત રુદ્ર સુધી ન પહોંચાડે. કેમ કે પ્રિયા સ્વગત જણાવા માગતી હતી તને..!!” આદિત્યે કહ્યું.

“અત્યારે પ્રિયા મને ક્યાં મળશે?” રૂદ્રે સીધો જ સવાલ કર્યો.

“કેમ હવે એણે મળીને શું કરશે..?” આદિત્યે પણ સીધો સવાલ કર્યો.

“માફી માંગીને મેરેજ માટેનું પ્રપોઝ કરીશ.” રૂદ્રે ત્વરાથી કહ્યું.

“રુદ્ર..!! નાની ઉંમરમાં જ પ્રિયાએ ઘણા સુખદુઃખ જોઈ લીધા છે. હવે એ ફક્ત પ્રિયા નથી રહી. એ ફેમસ લેડી છે. કોઈ સેલિબ્રિટીથી કમી નથી. મને નથી લાગતું કે રુદ્ર નામનો ભૂતકાળને એ ફરી વર્તમાન કે ભવિષ્ય માટે પોતાનાં જિંદગીમાં શામિલ કરે..!!” આદિત્યે આજની પ્રિયા વિષેની માહિતી આપી.

“આદિત્ય, એ જે કોઈ પણ હોય..!! મારી પ્રિયા હશે તો એ મને જરૂરથી માફ કરશે. લગ્ન કરવું ન કરવું હું એના પર છોડી દઈશ. પણ હું એનો ગુનેગાર છું..!!” રૂદ્રે કહ્યું.

આદિત્યએ ફક્ત ‘હમ્મ’ કહ્યું.

“આદિત્ય, રોનક કુલદીપનું શું થયું.?” રોષથી ભરાતા રૂદ્રે કહ્યું.

“રુદ્ર..!! રોનક કુલદીપ જો મારા હાથમાં એક વાર આવી જાય તો હું બંનેને એકસાથે મસળી દઉં. બંને ફરાર છે. હજુ સુધી પોલીસને મળ્યા નથી.” આદિત્યે જડબા સખત કરતા કહ્યું.

****

મોલમાં અચાનક લાઉડસ્પીકરમાંથી સોંગ વાગવા લાગ્યું.

બધા જ આમતેમ જોવા લાગ્યાં. નીચેના ફ્લોર પર વચ્ચોવચ્ચ અચાનક એક હેન્ડસમ છોકરો આંખો પર માસ્ક પહેરીને ડાન્સ કરવાં લાગ્યો.

“જિસે દેખ મેરા દિલ ધડકા

મેરી જાન તડપતી હૈ.....

કોઈ જન્નત કી વો હૂર નહીં...મેરે કોલેજ કી એક લડકી હૈ..

એના પછી બીજા પણ રોમેંટિક સોંગ્સ વાગવા માંડ્યા. અને એક પછી એક છોકરા છોકરીઓ નાચવા માટે જોડાવા લાગ્યાં.

પ્રિયા પણ સોની સાથે ત્યાં જ ઉપસ્થિત હતી એના પુત્ર અંશ સાથે.

અનજાણ થઈને સોની પ્રિયાને કહેવાં લાગી, “ પ્રિયા..!! મોબ ડાન્સ લાગે છે.”

પ્રિયા ધ્યાનથી નિહાળવા લાગી.

બીજા ઘણા બધા સોંગ્સ, જે દિલના તારને છેડીને લાગણીઓમાં વહી શરીરે નાની ટેકરીઓ ઉપસાવી દે એવા સોંગ્સ વાગવા લાગ્યાં.

“કચ્ચી ડોરીયોં, ડોરીયોં, ડોરીયોં સે

મૈનું તું બાંધ લે

પક્કી યારીયોં, યારીયોં, યારીયોં મેં

હોંદે ના ફાસલે....”

આ સોંગ પતી જતા વચ્ચે ડાન્સ કરનાર હેન્ડસમ યુવક અચાનક પ્રિયાના સામે આવી ગયો.

લાસ્ટ સોંગ આ રીતે હતું.

“ જગ ને છીના મુજસે

મુજે જો ભી લગા પ્યારા

સબ જીતા કિયે મુજસે

મેં હર દમ હી હારા....હોઠો સે છુલો તુમ....

આકાશ કા સુનાપન

મેરે તન્હા મન મેં

પાયલ છનકાતી તુમ

આજાઓ જીવન મેં... હોઠો સે છુલો તુમ....”

એ હેન્ડસમ યુવક માસ્ક પહેરીને જ પ્રિયા તથા એના પુત્રની ફરતે સોંગ ગાતો ધીમે ધીમે ફરતો રહ્યો.

સોંગ પૂરું થતાંની સાથે જ એણે પોતાનાં ચહેરા પરનો માસ્ક હટાવ્યો અને પ્રિયાની સામે થોડું અંતર રાખીને ઊભો રહ્યો. પ્રિયા આ સામે ઊભેલા વ્યક્તિને પહેલા તો ઓળખી જ ના શકી. એણી સાથે જ ‘સોરી’ ના નાના બોર્ડ લઈને લાઈનબંધ મોમ ડાન્સનાં કેટલાક છોકરા છોકરી આવીને ઉભા થઈ ગયા.

ઓળખતા જ પ્રિયાનાં શબ્દો ધીમે રહીને બહાર નીકળ્યા, “ રુદ્ર..!!”

પ્રિયાનું રુદ્ર કહેવું સાંભળતા જ થોડી સેકેંડો બાદ રૂદ્રે પહેલા એના પુત્રને લાડ કર્યો. પછી પ્રિયાની આંખમાં આંખ પરોવતા, “સોરી...હું તારો ગુનેગાર છું. સજા જે હશે, મંજુર છે મને..!!”

પ્રિયાની આંખમાંથી આંસુઓ સરવા લાગ્યાં.

એ એટલું બોલી શકી, “ રુદ્ર..!!”

રુદ્ર પણ રડી પડ્યો. એ રડતા રડતા જ કેટલી વાર પણ સોરી કહી નાંખ્યું. એ ઘૂંટણ પર બેસી ગયો અને સોરી સોરીનું રટણ ચાલુ રાખ્યું. એટલામાં જ એણે રીંગ આગળ ધરીને કહ્યું, “ એન્ગેજમેન્ટ કરવા માટેની રીંગ જે તારા માટે હું લાવ્યો હતો.” ત્યાં જ “વિલ યુ મેરી મી” ના બોર્ડ લઈને છોકરા છોકરી લાઈનબંધ બીજા ઉભા થઈ ગયા.

મોલમાં ફરી રહેલા બધાનું જ ધ્યાન પ્રિયા રુદ્ર પર હતું. ત્યાં જ મોલમાં ઊભેલા લોકોમાંથી એકસાથે “સે યેસ...યેસ...યેસ” નો સ્વર ગુંજી ઉઠ્યો.

બંને એકમેકને દિલોજાનથી ચાહતા હતાં.

પ્રિયાનાં આંસુઓ થમવાના નામ ન લેતાં હતાં.

“આ કયો લવ હતો રુદ્ર તારો? આટલા વર્ષોમાં તું મને એકવાર પણ મળવા ન આવ્યો?” પ્રિયા ધીમા સ્વરે આંસુઓ વહાવતી કહી રહી હતી.

પરંતુ રુદ્ર મૌન હતો. આખા મોલમાંથી “યસ” નો સ્વર તીવ્ર થવા લાગ્યો. પ્રિયા ચારેતરફ આંખમાં આંસુ લાવીને જોતી રહી. એણે આંખ બંધ કરી, પોતાનાં પુત્રને નજદીક લઈ લીધો. અને એણે પોતાનો ડાબા હાથની આંગળીઓ કંઈક નાજુકતાથી સામે ધરી. રૂદ્રે ખુશી ખુશીથી એ રીંગ ફિંગરમાં પહેરાવતા કર્યું કે, “ પ્રિયા, હું આપણા પુત્ર અંશની લાઈફને મારા ટ્રુ લવથી મહેકાવી દેવા માગું છું.!!”

રીંગ પહેરાવતા જ આખા મોલમાંથી તાળીઓનો ગડગડાટ સંભળાઈ રહ્યો.

મોલમાં પ્રિયાને લાવવાની તૈયારી તથા મોબ ડાન્સનો પૂરો પ્લાન આદિત્ય સોની દ્વારા કરવામાં આવ્યો હતો.

****

પ્રિયા રુદ્રના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા. આજે બંનેની પતિપત્ની તરીકેની પહેલી મીઠી રાત હતી. સ્થળ એ જ હતું. બેડરૂમ પણ એ જ હતો. અને વાતાવરણ પણ એ જ હતું. જ્યાં ઘણા વર્ષો પહેલા આદિત્યના આજીના જન્મદિવસે બંને આવ્યા હતાં. બંને જણા એ વર્ષો પહેલાની પોતાની રાતને વિચારીને હસી પડ્યા.

આટલા વર્ષો બાદ પણ બંનેની ખુબસુરતી એવી જ અકબંધ હતી.

“રુદ્ર તને યાદ છે આ કમરામાં વિતાવેલી વર્ષો પહેલાની રાત..??” પ્રિયાએ પૂછ્યું.

“હા..મને બધું જ યાદ છે.” પ્રિયાના કપાળને ચૂમતા રૂદ્રે કહ્યું.

“તો તને એ પણ યાદ હશે કે, ‘તું મને પતિ પત્નીનાં સંબંધ શું હોય છે એ કહેવાં ત્યારે માંગતો હતો પણ ભારે હૈયેથી પોતાને કંટ્રોલમાં રાખી દીધો હતો.” પ્રિયાએ રુદ્રને ચીઢવવા માટે હળવી મજાક કરી.

એટલું સાંભળતા જ રૂદ્રે પ્રિયાના આખા લીસા દેહને પ્યારથી ચૂમી લીધું.

પ્રિયાના લાવણ્યમય દેહમાં રુદ્ર પોતાને ખોઈ બેસ્યો.

(સમાપ્ત)

પ્રવિણા માહ્યાવંશી.

****

છેલ્લે,

લેખિકા દ્વારા,

ફર્સ્ટ તો હું દિલથી મારા વાચકમિત્રોને સોરી જ કહેવાં માગું છું. “કયો લવ ?” નોવેલ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી. આજે સમાપ્ત થઈ છે. ઘણા વાચક મિત્રોની નારાજગી કોમેન્ટ દ્વારા વાંચતી રહી છું. મિત્રો, હું લેખિકા જ નથી પરંતુ હું એક વાચક પણ છું. મને પણ તમારા જેટલી જ ઉત્સુકતા હતી, કે મુખ્ય પાત્ર પ્રિયાની જિંદગી માં આગળ શું થશે? એ જાણવાની..!!

“કયો લવ?” મારી પહેલી ઇબૂક સ્વરૂપમાં નોવેલ છે. જયારે લખવાની શુરુઆત કરી ત્યારે માતૃભારતી એપ્પ પર પ્રકાશિત શેડ્યુલનાં હિસાબે એક વર્ષમાં પૂરી થઈ જવા જોઈએ એમ વિચાર્યું હતું. પરંતુ મારા અમુક પર્સનલ કારણોને લઈને હું નિર્ધારિત સમય પર પૂરી નાં કરી શકી એના માટે મને માફ કરી દેજો.

પરંતુ સતત ત્રણ વર્ષથી “કયો લવ?” ને એવા જ રસથી વાચનાર મારા વાચકમિત્રોને પ્રેમથી આભાર માનું છું.

હું, સર મહેન્દ્રભાઈ શર્મા તથા માતૃભારતી ટીમની સતત આભારી રહીશ જેમણે નવા લેખક લેખિકાઓને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડ્યું. વધારે કહેવાં માટે મારી પાસે બીજા શબ્દો નથી.

મિત્રો, “કયો લવ?” નોવેલ મા ઘણી બધી ભૂલો પણ છે, જોડણી તેમ જ વ્યાકરણસહિત. એ ભૂલો સુધારવામાં આવશે. હું વધારે હવે નથી કહેવાં માગતી, કેમ કે ઓલરેડી “કયો લવ ?” નોવેલ લાંબી ચાલી છે. પણ મિત્રો જ્યાં સુધી પોતાના મનને શાંતિ ના મળે ત્યાં સુધી કોઈ પણ લેખન પૂરું થતું નથી. આત્મસંતોષ લખાણમાં ખૂબ જ જરૂરી હોય છે.

ટુંકમાં, “કયો લવ ?” નોવેલ વિષેનાં પ્લોટ વિષે કહું તો, આ પ્લોટ હું પોતે કોલેજકાળના દિવસોમાં જસ્ટ અમથો દિમાગમાં તૈયાર કર્યો હતો. હા, નીલ સરનાં પાત્ર જેવા જ એક સર તે દિવસોમાં આવ્યા હતાં ક્લાસમાં. એટલા જ હેન્ડસમ, તેમ જ પ્રિયાનાં પાત્રમાં એવી જ એ ક્લાસની બિન્દાસ છોકરી...!! નોવેલમાં આવતી અમુક ઘટના કાલ્પનિક છે તેમ જ અમુક ઘટના આપણા સમાજમાં થતી રહે છે.

છેલ્લે, વાચકવર્ગ દ્વારા આપના સલાહસૂચનો આવકાર્ય છે. તેમ જ “કયો લવ?” નોવેલ આપને કેવી લાગી? એ કોમેટ પર કે પછી ફેસબુક, વોટ્સએપ મેસેજ દ્વારા મને જણાવી શકો છો.

ખૂબ આભાર.

પ્રવિણા માહ્યાવંશી.

Facebook : Pravina Mahyavanshi

Whatsapp : 7507686221