pruthvi ek adhuri prem katha bhag 21 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ - 21

Featured Books
Categories
Share

પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ - 21

ધીમે ધીમે વિદ્યુત એક અત્યંત ખતરનાક જીવ માં પરિવર્તિત થઈ ગયો.એનું આવું ભયંકર રૂપ જોઈ ને સ્વયં એના werewolves જ ભય પામી ગયા.

વિદ્યુત એ એની સેના ને કૂચ કરવા આદેશ આપ્યો.આખી સેના એ વિકરાળ ગર્જના કરી અને આક્રમણ કર્યું,આ અવાજ અહી પૃથ્વી અને સર્વે ના કાને પડ્યો,એ બધા સમજી ગયા કે અંત સમય આવી ચૂક્યો છે.

પૃથ્વી: વિદ્યુત આપણાં વિનાશ માટે નિકળી ચૂક્યો છે.

વિશ્વા :હા............

ભાઈ......મારે તને એક વાત કહેવી છે કેટલાય સમય થી......પછી કદાચ સમય મળે ના મળે.

પૃથ્વી : શું ?

વિશ્વા : તું સારી રીતે જાણે છે કે આટલા બધા વર્ષો ના આપણાં જીવન કાળ માં મે કોઈ દિવસ કોઈ પુરુષ ને પ્રેમ કર્યો નથી કે કોઈ પણ વ્યક્તિ મારા માટે મહત્વ નું નથી સિવાય કે તું .જો કોઈ એક વ્યક્તિ સદાય માટે મારા હદય ના આટલા સમીપ રહ્યું છે તો એ તું છે.તું મારો ભાઈ પણ છે મારો બાપ પણ છે અને માં પણ ....

પૃથ્વી : હું જાણું છું વિશ્વા ....એજ રીતે તું પણ તો મારી જિંદગી નો અભિન્ન અંગ છે.અને આ વાતો નો કોઈ મતલબ નથી ...બસ આ અંતિમ લડાઈ છે પછી તો આપણે બધા શાંતિ થી નજરગઢ માં આજીવન રહીશું સપરિવાર ...

વિશ્વા : પરિસ્થિતી નો કોઈ ભરોસો નથી પૃથ્વી .....યાદ રાખ કે આવનારો સમય પરીક્ષા લેશે.

પૃથ્વી : હું કઈ સમજ્યો નહીં ....તું કહવા શું માંગે છે ?

વિશ્વા : એ બધુ છોડ ...મને એક વચન આપ.... કે હવે હું તારા પાસે જે પણ માંગીશ એ તું મને અવશ્ય આપીશ.

પૃથ્વી : પણ તારે જોઈએ છે શું અને શેનું વચન ?

વિશ્વા : મારા પર વિશ્વાસ રાખ .... વચન તો આપ કે હું જે પણ કહું તું કોઈ પણ દલીલ કર્યા વગર મારા આદેશ નું પાલન કરીશ.

પૃથ્વી : સારું ... હું વચન આપું છું ...કે તારી બધી ઈચ્છા પૂરી કરીશ.. હવે તો કહે તારે શું જોઈએ છે ?

વિશ્વા ખાલી મંદ મુસ્કાઇ .... “અત્યારે નહીં ...સમય આવશે એટ્લે માંગી લઇશ.”

પૃથ્વી : સમય ? મતલબ ?

વિશ્વા : એ બધુ જવા દે વિદ્યુત આપણી તરફ વધી રહ્યો છે તું ઝડપથી બધા ને ચેતવણી આપી દે.

પૃથ્વી : અરે હા ....

પૃથ્વી ત્યાથી નીકળી ગયો.

અવિનાશ પાછળ થી આવ્યો “ કદાચ તારો ભાઈ તને હજુ સુધી સમજી શક્યો નથી”.

વિશ્વા : તું કહેવા શું માંગે છે ?

અવિનાશ : તું સારી રીતે જાણે છે હું શું કહેવા માંગુ છું.

વિશ્વા : એવું કઈ નથી ... હકીકત તો એ છે કે તું મારા ભાઈ ને જાણતો નથી ...તું એની શક્તિઓ થી અજાણ છે...એની શક્તિ આગળ તો મારી શક્તિ પણ કઈ નથી.. બસ એ કોઈ દિવસ એની શક્તિઓ ને જાણી શક્યો નથી.

અવિનાશ : મતલબ ?

વિશ્વા : પૃથ્વી એ કોઈ દિવસ કોઈ ના પણ વિરુધ્ધ પોતાની સંપૂર્ણ શક્તિઓ નો ઉપયોગ કર્યો નથી ,તારા વિરુધ્ધ પણ નહીં..પરંતુ હું ચાહું છું કે આજે એ પોતાના પૂર્ણ સામર્થ્ય થી યુધ્ધ કરે.

અવિનાશ : તું કહે છે તો સાચું જ હશે.આશા રાખીએ કે આજે પૃથ્વી અને તું પોતાનું શક્તિ પ્રદર્શન કરો.

વિશ્વા : હું તો હમેશા મારી પૂર્ણ શક્તિ એ જ યુધ્ધ કરું છું ....તને તો અનુભવ છે.

અવિનાશ હસવા લાગ્યો.

અવિનાશ : હા ....કેમ નહીં ? એ દિવસે એક ક્ષણ માટે તો મને લાગ્યું કે તું મારો અંત જ કરી દઇશ આતો ભલું થાઓ રઘુવીર નું કે એમણે મારો જીવ બચાવ્યો .....

અવિનાશ બોલતા બોલતા અટકી ગયો.અને એના આંખ માં પાણી આવી ગયા.

વિશ્વા : હું જાણું છું કે તારા હાથે રઘુવીર નું મૃત્યુ થયું એનો તને અફસોસ છે.

અવિનાશ : હા ...મે એવું કોઈ દિવસ નહતું ધાર્યું કે મારે એમનો અંત કરવો પડશે,હું મારા ક્રોધ અને પ્રેમ માં પાગલ છું ને ?

વિશ્વા : પાગલ તો તું છે જ ...પણ તારા માં અને પૃથ્વી માં ઘણી સમાનતાઓ છે. તમે બંને જેને પ્રેમ કરો છો એના માટે આખી દુનિયા ગજવો છો.

કદાચ જો તું પહલે થી જ અમારા પક્ષે હોત તો આજે આપણે આવી પરિસ્થિતી માં ના હોત.

અવિનાશ : હા એતો હું પણ સ્વીકારું છું , એની ભરપાઈ કરવાની પૂરતી કોશિશ કરીશ.

પાછળ થી નંદિની પ્રવેશી ..

નંદની : આ જંગલ માં સામે ધૂળ ની ડમરીઓ શેની ઉઠી રહી છે ?

અવિનાશ : વિદ્યુત અને એની સેના આપણી સરહદ માં ઘૂસી ચૂક્યા છે, સચેત થઈ જાઓ.

એટલું સાંભળતા જ પૃથ્વી , વીરસિંઘ ત્યાં આવી પહોચ્યા.

પૃથ્વી : આ સ્વરલેખાજી અને એમની માતા અરુણરૂપાજી ક્યાં છે ? એમણે કહો યુધ્ધ ની ઘડી આવી ચૂકી છે.

નંદિની : એ બંને ગઈ રાત થી પ્રાચીન પુસ્તકો માં કઈક શોધી રહ્યા છે.

અવિનાશ : માતા ને કહો કે વાંચવા લખવા નો સમય નથી હવે તો શક્તિ પ્રદર્શન નો સમય આવી ચૂક્યો છે.

અરુણરૂપા : અમે સમય વ્યર્થ નથી કરી રહ્યા,પરંતુ એ વિદ્યુત ને હરાવવા નો માર્ગ શોધી રહ્યા હતા.

વીરસિંઘ : મતલબ ?

સ્વરલેખા : મતલબ ...દુનિયા નો કોઈ પણ જીવ હોય પછી એ vampire હોય werewolf હોય કે witch હોય ,કે ભલે વિદ્યુત જેવા બધા ના ભેગી શક્તિવાળો જીવ ....પણ દરેક જીવ ની કોઈ કમજોરી હોય જ છે.

અરુણરૂપા : તો બસ અમે એ કમજોરી શોધવા નો પ્રયાસ કરી રહ્યા હતા.અનેક પ્રાચીન પુસ્તકો માં શોધખોળ બાદ અમને એક ઐતહાસીક સાહિત્ય મળ્યું જેમાં વિદ્યુત વિષે ઉલ્લેખ હતો અને સાથે સાથે એનો અંત કરવાનો પણ માર્ગ હતો.

અવિનાશ : તો શું છે એનો અંત કરવાનો માર્ગ ?

સ્વરલેખા : વિદ્યુત એ જન્મ થી werewolf છે ,પરંતુ એને vampires ની શક્તિ પણ પ્રાપ્ત છે પણ vampire ની બધી જ શક્તિઓ નહીં ,માત્ર અમુક જ જેવી કે ઝડપ થી ભાગવું,સમ્મોહન કરવું વગેરે,એવી રીતે witch ની પણ અમુક શક્તિ પ્રાપ્ત છે.એટ્લે એ witch ની સંપૂર્ણ શક્તિ થી વાકેફ નથી.

પૃથ્વી : મને સમજાતું નથી કે તમે શું કહવા માંગો છો ?

અરુણરૂપા : હું સમજાવું.... જો વિદ્યુત નો અંત કરવો હોય તો ત્રણ વ્યક્તિ એ એકસાથે હુમલો કરવો પડશે.

નંદની : કોણ ત્રણ ?

અરુણરૂપા : એક આ દુનિયા નો સૌથી શક્તિશાળી witch ,બીજો સૌથી શક્તિશાળી Vampire અને ત્રીજો ...

વિશ્વા : ત્રીજું કોણ ?

અરુણરૂપા : ત્રીજું જે છે એ સૌથી અગત્ય નું છે ...એના વગર વિદ્યુત નો અંત કરવો અશક્ય છે. એ વ્યક્તિ છે શુધ્ધ ખૂન ...એટ્લે કે નંદિની ...

નંદની : હું ?

સ્વરલેખા: હા ...નંદની .. બસ એ જ કારણ છે કે વિદ્યુત તારો પીછો આટલા વર્ષો થી કરી રહ્યો છે.

પૃથ્વી : મતલબ ....વિદ્યુત ને નંદની નું રક્ત શક્તિશાળી બનવા માટે નથી જોઈતું ?

સ્વરલેખા : ના ... એ જ તો સૌથી મોટું રહસ્ય હતું જેને સમજવા નો હું ક્યારનો પ્રયાસ કરી રહી છું.જે દિવસે અવિનાશે મને વિદ્યુત વિષે જણાવ્યુ ત્યારથી હું વિચારું છું કે વિદ્યુત જેટલો શક્તિશાળી જીવ કે જેનામાં બધા જ જીવો ની તાકાત છે એને શુધ્ધ ખૂન ના તાકાત ની શું જરૂર ....?પછી અમને આ પુસ્તક હાથ લાગ્યુ જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફક્ત શુધ્ધ ખૂન ,vampire અને witch ના સહયોગ થી જ વિદ્યુત નો અંત થઈ શકે એમ છે.બસ એજ કારણ છે કે વિદ્યુત તારો અંત કરવા ઈચ્છે છે, એટુલું જ નહીં એને સમગ્ર werewolves ની સેના ને મૂર્ખ બનાવી છે કે એ આખી સેના ને નંદની નું રક્ત પીવડાવી ને શક્તિશાળી બનાવવા માંગે છે,પણ હકીકત તો એ છે કે એ નંદિની ને સદાય માટે નષ્ટ કરવા માંગે છે.એ જાણે છે કે સૌથી શક્તિશાળી witch અવિનાશ છે ,એટ્લે એને અવિનાશ સાથે પણ મિત્રતા કરી જેથી અંતે એને પણ મારી શકે.

અવિનાશ : અને હું સમજતો હતો કે હું એકલો જ ચાલક છું અને એની સાથે મિત્રતા કરી ને ઉલ્લુ બનાવી લઇશ,પણ આતો બધા નો બાપ નીકળ્યો.

સ્વરલેખા : હા અને એ જ કારણ છે કે તમે ત્રણેય ભેગા થઈ જવાથી એ ભય થી બૌખલાઈ ગયો છે એટ્લે આવડી મોટી સેના લઈને આવ્યો છે.

પૃથ્વી : એનો મતલબ જો અવિનાશ ,નંદિની અને વિશ્વા સાથે હુમલો કરશે તો વિદ્યુત નો અંત થશે.

સ્વરલેખા : વિશ્વા નહીં પૃથ્વી .......ત્રીજો વ્યક્તિ તું છે.

પૃથ્વી : પરંતુ વિશ્વા મારા કરતાં વધુ શક્તિશાળી છે.

વિશ્વા : ભાઈ એવું તને લાગે છે,પણ તું તારી શક્તિઓને ખુદ નથી જાણતો તારા પાસે નંદની ના પ્રેમની શક્તિ છે,તારા થી અધિક શક્તિશાળી vampire કોઈ જ નથી.

પૃથ્વી : પરંતુ ?

સ્વરલેખા :એ બધુ કઈ નહીં ....તમે ત્રણેય જણા જ્યારે પણ હું ઈશારો કરું ત્યારે એના પર એકસાથે હુમલો કરજો ....હું તમને યોજના સમજાવી દવ.

સ્વરલેખા એ બધા ને આખી યોજના બતાવી.

અહી આ બાજુ થોડીક વાર માં વિદ્યુત એની પ્રચંડ સેના સાથે ત્યાં આવી પહોચ્યો અને પૃથ્વી ના આવાસ ને ઘેરી લીધું.બધા werewolves વિકરાળ ગર્જના કરવા લાગ્યા.

વિદ્યુત માનવ રૂપ માં આવ્યો.

અને હુંકાર નાખી “ અવિનાશ .....બહાર નીકળ ,મને ખબર છે તું તારા vampires મિત્રો સાથે અંદર છુપાયો છે ,બહાર આવો .....જુઓ તમારો કાળ તમારી સામે ઊભો છે.

અવિનાશ ધીમેક થી પગથિયાં ઉતરી ને બહાર આવ્યો.

અવિનાશ : ઓહો ....વિદ્યુત જી તમે અહી ? સંદેશ મોકલાવ્યો હોત તો તમારા સ્વાગત ની ભરપૂર તૈયારી કરી લેતા અમે ,પણ વાંધો નહીં ,અમારા થી થાય એટલી તો ખાતીરદારી ની વ્યવસ્થા કરી છે અમે.

વિદ્યુત : હું તારા સાથે સંવાદ કરવામાં સમય વ્યર્થ કરવા નથી માંગતો,તારા કારણે હું ઘણા મારા બંધુઓ ને ઘૂમાંવી ચૂક્યો છું.ક્યાં ગયા બીજા તારા કાયર મિત્રો.

પાછળ થી પવન વેગે પૃથ્વી ,વિશ્વા અને વીરસિંઘ પ્રવેશ્યા,અને સ્વરલેખા પણ આવ્યા.પરંતુ અરુણરૂપા અને નંદની બહાર આવ્યા નહોતા.

વિદ્યુત : ઓહહ તો આ છે તારા મિત્રો ની ટોળી ? અને એ શુધ્ધ ખૂન ક્યાં છે ? જેના માટે તું આટલું બધુ કરતો હતો ? અને આટલી જ છે તમારી સેના ?મને તો પાંચ પળ નહીં લાગે તમને સમાપ્ત કરતાં.

વિદ્યુત અને એની સેના હસવા લાગી.

પૃથ્વી : તને કોને કહ્યું કે અમે આટલા જ છીએ વિદ્યુત ?...

પૃથ્વી એ ઈશારો કર્યો....એટલા માં એ મેદાન માં ધૂળ ની ચાદર છવાઈ ગઈ,એકસાથે અનેક vampires પૃથ્વી ની પાછળ આવીને ઊભા રહી ગયા.

એ જોઈને વિદ્યુત ક્રોધે ભરાયો

વિદ્યુત : તો તમે લોકો એ પોતાના vampires મિત્રો ને પણ બોલાવ્યા છે શહિદ થવા ? વાંધો નહીં પાંચ પળ વધુ થશે એટલું જ ને ...

સ્વરલેખા : ના વિદ્યુત હજુ થોડુક બાકી છે,

સ્વરલેખા એ ઈશારો કર્યો , અને ઘર પાછળ થી કેટલીય witch સ્ત્રીઓ કૂચ કરી ને સ્વરલેખા પાસે આવીને ઊભી રહી ગઈ.

આ જોઈને werewolves ની સેના માં ભય દેખાયો, વિદ્યુત પણ રઘવાયો થઈ ગયો.અને ગુસ્સા માં અકળાઇ ને બરાડયો

“ હું એકસાથે બધા નો સર્વનાશ કરી નાખીશ......આક્રમણ ........”

એટલું બોલતા જ werewolves ની સેના તૂટી પડી

પૃથ્વી એ vampires ને , સ્વરલેખા એ witches ને આદેશ આપ્યો “ પ્રતિકાર ”

એ આદેશ ની સાથે જંગલ ની મધ્ય માં werewolves અને vampires વચ્ચે ઘમસાણ ચાલુ થઈ ગયું, બધી witches એ મંત્ર નો મારો શરૂ કર્યો.

આ બાજુ વિશ્વા પણ સ્વરલેખા ની આજ્ઞા લઈ ને werewolves પર તૂટી પડી અને અનેક werewolves ના માથા ધડ થી અલગ કરવા લાગી.

વીરસિંઘ પણ સેના પર તૂટી પડ્યા.

વિદ્યુત પણ યુધ્ધ માં ઉતર્યો અને vampires નો ખાતમો બોલાવવા લાગ્યો.

એને જોતાં જ પૃથ્વી યુધ્ધ માં ઉતરવા ગયો.

અવિનાશે એને અટકાવ્યો ... “ વિદ્યુત ને હું જોઈ લઇશ તું નંદિની ની રક્ષા કર. ...હું બોલાવું ત્યારે મદદે આવજે”

પૃથ્વી એ સ્વરલેખા સામે જોયું ...સ્વરલેખા એ પણ પૃથ્વી ને અવિનાશ ની વાત માનવા કહ્યું.

અવિનાશ સીધો યુદ્ધ માં પહોચી ને વિદ્યુત પર ભ્રામક મંત્ર નો પ્રહાર કર્યો પણ વિદ્યુત બચી ગયો.

વિદ્યુત : તારા આવા બચકાના જાદુ મારા પર નહીં ચાલે અવિનાશ ....

અવિનાશ : એતો ઠીક છે પણ તારા મને ખતમ કરવાના પાંચ પળ પૂરા થઈ ગયા છે.

વિદ્યુત ક્રોધે ભરાયો અને અવિનાશ ના મંત્રો ના પ્રહાર થી બચીને એના પર એના થી પણ શક્તિશાળી મંત્રોથી પ્રહાર કરવા લાગ્યો.

બંને વચ્ચે ભયંકર યુધ્ધ છેડાઈ ગયું.

હજારો માં wolves અને vampires ની લાશો વેરાઈ રહી હતી,

સ્વરલેખા એ પૃથ્વી ને યુધ્ધ માં ઉતરવા નો ઈશારો કર્યો

પૃથ્વી પવનવેગે વિદ્યુત પાસે પહોચી ગયો.

વિદ્યૂત : મને મારવા માટે એક મચ્છર જેવો vampire .....હા

પૃથ્વી : એતો સમય જ બતાવશે વિદ્યુત કે આ મચ્છર કેટલો ભારે પડશે.

પૃથ્વી અને અવિનાશ ભેગા થઈ ગયા અને એકસાથે વિદ્યુત પર હુમલો કરવા લાગ્યા.પૃથ્વી ની હુમલો કરવાની ઝડપ એટલી હતી કે વિદ્યુત મુંજાઈ રહ્યો હતો, અવિનાશે પોતાના મંત્રો થી વિદ્યુત ને ઘાયલ કર્યો, વિદ્યુત ના ક્રોધ ની સીમા ના રહી.

એને અવકાશ સામે જોઈ ને ત્રાડ નાખી ....અને ધીમે ધીમે પુનઃ એ ભેડીયા ના રાક્ષસી રૂપ માં પરિવર્તિત થવા લાગ્યો.એનું શરીર પુનઃ અકડાવા લાગ્યું,

પૃથ્વી એ સમય સૂચક્તા વાપરીને વિદ્યુત સંપૂર્ણ ભેડીયો બને એ પેહલા એને સાંકળો થી બંદી બનાવી લીધો.

વિદ્યુત એ wolf માં તો પરિણમી ગયો પણ કેદ હતો.

અવિનાશ : હવે બોલ જાનવર ?

Wolf બનેલા વિદ્યુતે બધી સાંકળો એક ઝટકા થી તોડી નાખી, અને ઊભો થયો એનું વિકરાળ રૂપ જોઈને vampires ની સેના ડરી ગઈ.

અવિનાશે પુનઃ એના પર હુમલો કરવાનું શરૂ કર્યું પણ વિદ્યુત એ એને એક જ પ્રહાર માં ઊછાળી ને દૂર ફેંકી દીધો.

અવિનાશ ઘાયલ થઈ ને દૂર પડ્યો.

પૃથ્વી એ પણ વિદ્યુત પર હુમલો કર્યો વિદ્યુતે એને પણ પકડી ને ફેંકી દીધો, ત્યાં એક werewolf એ વિદ્યુત ને જાણ કરી કે વિશ્વા wolves પર હાવી થઈ રહી છે,

ક્રોધે ભરાયેલો વિદ્યુત વિશ્વા પાસે પહોચ્યો.

વિશ્વા : બસ તારી તો પ્રતિક્ષા હતી દાનવ.

વિદ્યુત વિશ્વા પર પ્રહાર કરવા ગયો પણ વિશ્વા ની ગતિ ને પહોચી શક્યો નહીં.વિશ્વા એ વિદ્યુત ને પાછળ જઈને એના પર હુમલો કર્યો.હુમલા થી વિદ્યુત સહમી ગયો ...આમ વિશ્વા ચારેય બાજુ થી એના પર હુમલો કરવા લાગી, અંતે વિદ્યુતે vampire શક્તિ થી ભાગીને વિશ્વા ને ઝડપી લીધી અને એના તીક્ષ્ણ દાંત વિશ્વા ના શરીર માં પરોવી દીધા ....વિશ્વા એ પીડા થી આક્રંદ કર્યો.વિદ્યુત એ અનેક વાર વિશ્વા પર પ્રહાર કર્યા,વિશ્વા નું આક્રંદ સાંભળી ને પૃથ્વી ત્યાં પહોચ્યો...વિશ્વા ની આવી હાલત જોઈ પૃથ્વી ના ગુસ્સા નો પાર ના રહ્યો.એના આખો માં થી લોહી ટપકવા લાગ્યું.એના fangs પેહલા કરતાં પણ વધારે મોટા અને તીક્ષ્ણ બહાર આવ્યા ,કોઈ એ પૃથ્વી નું આવું રૂપ જોયું નહતું,

એને જોર થી ત્રાડ નાખી. “ વિદ્યુત............................................”

એની ત્રાડ સાંભળી ને વિદ્યુતે વિશ્વા ને છોડી દીધી, વિશ્વા નું શરીર અધમૂઇ હાલત માં નીચે પડ્યું,

એ જોઈ એ પૃથ્વી પોતાના પ્રચંડ વેગ ની શક્તિ થી એક જોરદાર એવું ચક્રવાત ઊભું કર્યું અને હવામાં ઉપર ઉઠ્યો....vampires ની આવી શક્તિ કોઈ જોઈ નહતી.ચક્રવાત માં વિદ્યુત ફસાઈ ગયો ચક્રવાત એટલું મોટું હતું કે એમાં વીજળીઓ થવા લાગી.પૃથ્વી હવામાં જ ચક્રવાત માં પ્રવેશ્યો ....અને વિદ્યુત પર જોરદાર પ્રહાર કર્યા અને પૃથ્વી એ પોતાની સંપૂર્ણ શક્તિ થી એક એવો પ્રહાર કર્યો કે વિદ્યુત નો એક પગ શરીર થી અલગ થઈ ગયો.વિદ્યુત ઘાયલ અવસ્થા માં નીચે પડ્યો.

સ્વરલેખા એ તુરંત અરુણરૂપા ને નંદીની ને બહાર લાવવા ઈશારો કર્યો.અરુણરૂપા નંદની ને લઈને બહાર આવ્યા.

ચક્રવાત શાંત થઈ ગયું.પૃથ્વી ,વીરસિંઘ ,અવિનાશ અને નંદિની સ્વરલેખા ની પાસે પહોચી ગયા,અરુણરૂપા સાવધાની થી બેસુદ વિશ્વા ને દૂર લઈ ગયા. વિદ્યુત જે ઘાયલ થઈ ને પડ્યો હતો એ ધીમેક થી ઊભો થયો અને પછી જે બન્યું એ જોઈ બધા ચકિત થઈ ગયા, વિદ્યુત જેનો એક પગ ધડ થી અલગ થઈ ગયો હતો એની સ્થાને નવો પગ આવી ગયો.

વિદ્યુત : મૂર્ખ તને શું લાગ્યું ? તે વિદ્યુત ને ખત્મ કરી દીધો ?

આ જોઈ બધા અચરજ માં પડી ગયા.

સ્વરલેખા એ ત્રણેય ને એકસાથે હુમલો કરવા આદેશ આપ્યો.

પણ વિદ્યુત એ ત્રણેય પર હુમલો કર્યો.આ વખતે સ્વરલેખા પણ હુમલા ની ભોગી બની.

બધા જ ઘાયલ થઈ ચૂક્યા હતા.વિદ્યુત ને કાબૂ કઈ રીતે કરવો એ સમજાતું ના હતું.

અવિનાશ સ્વરલેખા અને અરુણરૂપા પાસે ગયો.

તેઓ એ ભેગા થઈને એકસાથે પ્રાણહરણ જેવા શક્તિશાળી મંત્ર નો પ્રયોગ કર્યો.આ ત્રણેય નો મંત્ર એકજુટ થઈ વિદ્યુત પર ભટકાયો...આટલો શક્તિશાળી મંત્ર વિદ્યુત પર ભટકાતાં એ થોડી વાર માટે બેધ્યાન થઈ ગયો. એ જોઈ પૃથ્વી અને વીરસિંઘ એ વિદ્યુત પર ઘાતક પ્રહાર કર્યો.પરંતુ વિદ્યુત ફરીથી સ્વસ્થ થઈ ને પૃથ્વી અને વીરસિંઘ પર પ્રહાર કર્યા અને એમને લોહી લુહાન કરી ને દૂર ફેંકી દીધા ...પૃથ્વી ની આવી હાલત જોઈ બેબાકળી થયેલી નંદની પૃથ્વી પાસે ભાગી પણ વિદ્યુત વચ્ચે આવી ગયો,ઘભરાયેલી ઘાયલ નંદની એ વિદ્યુત ને ધક્કો લગાવ્યો ....નંદિની નું રક્ત વિદ્યુત ને સ્પર્શ થતાં જ એ ચિત્કાર કરવા લાગ્યો અને એ દૂર ખસી ગયો.

પૃથ્વી અને અવિનાશ આ જોઈને સમજી ગયા. અવિનાશ ભાગી ને નંદીની પાસે પહોચી ગયો અને પૃથ્વી પણ જેમ તેમ કરીને ત્યાં આવ્યો નંદિની ના રક્ત ની મદદ થી તેઓએ વિદ્યુત પર અનેક પ્રહાર કર્યા અને એને કાબૂ કર્યો ....અહી સ્વરલેખા અને અરુણરૂપા એ મંત્ર થી અશક્ત થયેલા વિદ્યુત ને જકડ્યો....

અહી વિશ્વા થોડી થોડી ભાન માં આવી.

સ્વરલેખા નો ઈશારો મળતા જ અવિનાશ, પૃથ્વી અને નંદની એ એકસાથે વિદ્યુત પર હુમલો કર્યો ....આ વખતે નંદની નું શુધ્ધ ખૂન પણ હુમલા માં હતું એટ્લે વિદ્યુત ની શક્તિ ક્ષીણ થવા લાગી... ત્રણેય જણા એ પોતાનું સંપૂર્ણ બળ અજમાવી લીધું.

એક અંતિમ વિસ્ફોટ થયો અને એક પ્રચંડ અગ્નિ જ્વાળા નીકળી જેના થી વિદ્યુત નો અંત થયો પણ.....એના અંત ની સાથે એના માં રહેલી શક્તિઓ છૂટી પડી અને એક વિશાળ શૂન્યાવકાશ(Black hole ) જેવી રચના થઈ.અને બધા જ ખૂબ જ દૂર ફેંકાઇ ગયા.

એ વિશાળ ચક્ર એટલું શક્તિશાળી હતું કે બધુ એની તરફ ખેંચવા લાગ્યું ....નંદિની પણ એમાં ખેંચવા લાગી અને વિશ્વા પણ એમાં ખેંચાવા લાગી.પૃથ્વી એ પવનવેગે ભાગીને એ બંને નો હાથ પકડી રાખ્યો હતો.

પૃથ્વી: પકડી રહો કોઈ મારો હાથ છોડતા નહી.

વિશ્વા : સમય આવી ગયો છે ભાઈ વિદાય લેવાનો .....

પૃથ્વી : મૂર્ખ જેવી વાતો ના કરીશ વિશ્વા હું તને કઈ નહીં થવા દવ.

વિશ્વા : તે મને વચન આપ્યું હતું ....પૃથ્વી ...કે મારા બધા આદેશ નું પાલન કરીશ ...બસ મારો આ જ આદેશ છે, કે તું હવે થી નંદિની સાથે સુખી જીવન પસાર કર.

નંદની : નહીં....બિલકુલ નહીં....વિશ્વા.... પૃથ્વી એને છોડતો નહીં.

વિશ્વા : ના નંદની ... તું દૂ:ખી ના થઈશ, હવે તમારા બંને ના એક થવાનો સમય આવી ગયો છે. હું ખૂબ જ નસીબદાર છું કે પૃથ્વી જેવો ભાઈ અને તારા જેવી મિત્ર મને મળી.

યાદ રાખજે પૃથ્વી હું સદાય તારી સાથે છું.

એટલૂ કહી ને વિશ્વા એ પૃથ્વી નો હાથ છોડી દીધો.અને એ શૂન્યાવકાશ માં વિશ્વા સદાય માટે લુપ્ત થઈ ગઈ..

પૃથ્વી એ “વિશ્વા..........” એવો જોર થી આક્રંદ કર્યો.

તરત એ ચક્ર એક ધડાકા ભેર બંદ થયું અને અવકાશ માં જઈને એક પ્રચંડ વીજળી માં પરિવર્તિત થઈ ગયું.

એ વીજળી જમીન પર પછી પૃથ્વી અને નંદની તરફ આવી ..... પાછળ થી અવિનાશે આવીને બંને ને ખેંચી ને દૂર ફેંકી દીધા અને અને પ્રચંડ વીજળી એના પર લઈ લીધી.

એ વીજળી થી અવિનાશ છિન્ન ભિન્ન થઈ ગયો. અને જમીન પર ઢળી પડ્યો.

સ્વરલેખા : અવિનાશ ...............

સ્વરલેખા, અરુણરૂપા ,વીરસિંઘ, પૃથ્વી અને નંદની બધા અવિનાશ તરફ ધસી ગયા.

સ્વરલેખા એ અવિનાશ નું માથું પોતાના ખોળા માં લીધું.

અરુણરૂપા : આ તે શું કર્યું ?

અવિનાશ તૂટતાં શ્વાસે બોલ્યો... “અ......આ બધા પાછળ હું જ જવાબદાર હતો ,મ...... મારા કર્મો ની સજા છે આ”

પૃથ્વી : પણ અમારો જીવ બચાવવા માટે તું વચ્ચે શું લેવા આવી ગયો ?

અવિનાશ : ન ....... નંદિની તો મારો પ્રાણ છે ....અ ..... અને તું નંદની નો પ્રાણ ...એટ્લે મે એકંદરે મારો જ પ્રાણ બચાવ્યો...

મારા થી તમને લોકો ને જે પણ ક .... કષ્ટ પહોચ્યું એના માટે હું ક્ષમા માંગુ છું...મ.....મા..હ..ફ કરજો.અને હા સ્વરલેખા ...મ...,મારી બહેન હું તને ખૂબ પ્રેમ કરું છું ...બસ તને આજ સુધી કહી ના શક્યો.

સ્વરલેખા ના આંખો માં અશ્રુઓ ચોધાર વહેવા લાગ્યા

અવિનાશ : પ...પૃથ્વી ...નંદની ,સ્વરલેખા અને મારી માતા નું ધ્યાન રાખજે ....હું સ્વીકારું છું કે તું જ નંદની ના યોગ્ય છે.

પૃથ્વી : હું વચન આપું છું.

અવિનાશ : નંદની ....મ...મારી અંતિમ ઈચ્છા પ ...પૂર્ણ કરીશ ?

નંદની : શું....

અવિનાશ : અ.... એક વાર પ્રેમ થી મ.... મારા માથા પર હાથ ફેરવી દે ....અ... અને બોલ કે હું તને બધી ભૂલો માટે ક્ષમા કરું છું.

નંદિની ની આંખો અશ્રુઓ થી છલકાઈ ગઈ.

નંદની એ પ્રેમ થી અવિનાશ ના માથા પર પ્રેમ થી હાથ ફેરવ્યો અને હીબકાં લેતા કહ્યું “ અ....અવિનાશ હું તને તારી બધી ભૂલો માટે માફ કરું છું”.

અવિનાશ મંદ મુસ્કાયો .....અને એની આંખો માથી હરખ ના આંસુ નીકળ્યા અને એની આંખો સદાય માટે બંદ થઈ ગઈ.

સ્વરલેખા ,નંદની અને અરુણરૂપા એ કરૂણ ચિત્કાર કર્યો.

શૂન્યાવકાશ થી રચાયેલા વીજળી ના આઘાત થી અવિનાશ નું મૃત્યુ થવાથી અવિનાશ નો દેહ સદાય માટે અદ્રશ્ય થઈ ગયો.............

યુદ્ધ નો અંત થયો ....

આ વિનાશકારી યુધ્ધ થી કેટલાય લોકો શાહિદ થઈ ગયા .

વિશ્વા અને અવિનાશે બલિદાન આપ્યા. પૃથ્વી એ એની બહેન વિશ્વા અને સ્વરલેખા એ એના ભાઈ અવિનાશ ને ગુમાવ્યો.

પૃથ્વી ની અધૂરી પ્રેમ કથા આજ પૂર્ણ થઈ ગયી..આ બંને પ્રેમીઓ માટે કેટલાય લોકો એ પોતાના બલિદાન આપ્યા પણ અંતે બંને પ્રેમીઓ પોતાના અંજામ સુધી પહોચ્યા.

પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા આ નવલકથા નો પ્રથમ ભાગ (Season 1) અહી પૂર્ણ થાય છે.

પરંતુ ............ આ પૃથ્વી ની કહાની નો અંત નથી.

હજુ પણ કેટલાક રહસ્ય છે જે ખૂલ્યા નથી ...

આખરે શું છે આ શૂન્યાવકાશ(Black hole )નું રહસ્ય ?.....ક્યાં ગાયબ થઈ વિશ્વા એ શૂન્યાવકાશ માં.?

....

હવે થોડા સમય ના અંતરાળ બાદ પૃથ્વી નવલકથા નો દ્વિતીય ભાગ એટ્લે Season 2 નો પ્રારંભ થશે.એક નવા શીર્ષક સાથે .....

આપ સર્વે વાચક મિત્રો નો પૃથ્વી નવલકથા ની આ સંપૂર્ણ યાત્રા દરમિયાન જોડાઈ રહવા અને ઉત્સાહભેર comments આપવા બદલ ખૂબ ખૂબ આભાર.