Collagena kaarastano - 1 in Gujarati Comedy stories by Keyur Pansara books and stories PDF | કોલેજના કારસ્તનો - ભાગ-૧

Featured Books
Categories
Share

કોલેજના કારસ્તનો - ભાગ-૧

બારમું પૂરું કરીને જિંદગી નું તેરમું કરવા માટે કોલેજમાં એડમિશન લીધેલું.                                                                                                                                          કોલેેેજ.....,આજે પણ જ્યારે આ શબ્દ સાંભળીયે છીએ તો જુવાની નો એ સુુુવર્ણકાળ આજે પણ  કોઈ ચલચિત્રની જેમ આંખો સામે ફરી વળે છે.                                                                                                                      શુ દિવસો હતા એ આજ પણ યાદ કરતાવેેંત ચહેરા પર હાસ્ય ફરી વળે છે.                                                                                                                                   12 સાયન્સનું પરિણામ આવ્યા પછી એન્જિનીયરિંગ માં એડમિશન લેવાની દોડધામ શરૂ થયેેેલી.
મેરીટ રેન્ક,ચોઇસ ફિલીંગ એ બધી માથાકૂટ પછી કોલેજ માં એડમિશન લેવામાં આવ્યું.                                                                          @@@@@@@.                                                                                                     મારી ઈચ્છા તો રૂમ રાખીને રહેવાની હતી. મને હતું કે રૂમ રાખશુ તો આપણને જે મરજી આવે એમ કરશું કહેવા વાળું તો કોઈ ના હોય હોસ્ટેલ માં હોય તો આપણી ઈચ્છા મુજબ ના કામ ન થઈ શકે નિયમો થઈ ઘેરાઈને રહેવું પડે વગેરે વગેરે પણ મારી ઈચ્છા વિરુદ્ધ કોલેજની હોસ્ટેલ માં રહેવાનું નક્કી થયું અને પપ્પા પેલીવાર હોસ્ટેલ માં મુકવા આવેલા આમ પણ કોલેજ શહેરથી દુર હતી.                                                                                                          સવારે વહેલુ ઉઠવાનું તૈયાર થવાનું બસ માં જવાનું તેના કરતાં કોલેજની હોસ્ટેલમાં રહીને નિરાતે સવારે ઉઠીને કોલેજે જવાની પપ્પાએ સલાહ આપી હવે હાઇકોર્ટ નો ઓર્ડર તો માનવો જ પડે તેથી કોલેજ ની હોસ્ટેલ માં રહેવાનું નક્કી થયુ.                                                              @@@@@@@@@@                      
ચોમાસાની ઋતુમાં જિંદગી ના સુવર્ણકાળનું પ્રથમ સત્ર શરું થયેલું ધીમે ધીમે કોલેજના દિવસો પસાર થતા ગયા અને નવા મિત્રોનું લિસ્ટ ધીમે ધીમે ભરાતું ગયું.                                                                                                           મનોજ(મનીયો),હેમાંગ(ભુપી),હિરેન(ધોની),ચેતન(ચેતલો),ગૌરવ,અમન,ગોકુલ અને હું આ અમારી 8 જણાની ટોળકી જમવામાં,રખડવામાં,રમવામાં અને કોકની સળી કરવામાં ભેગા જ હોય.                                                                                                                                             સાતમ-આઠમ ના વેકેશન બાદ દિવાળીના દિવસો નજીક આવતા ગયા એક દિવસ અચાનક કોલેજના જેન્ટ્સ ટોયલેટ માં ધડાકો થયો , એક મિનીટ પછી બીજા ટોયલેટ માં પણ આવું થયું ફર્સ્ટ ફ્લોર માં પણ આવું કૈક સાંભળવા મળ્યું સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે કોઈકે ટાઈમ બૉમ્બ ફોડ્યો છે.(ટાઈમ બૉમ્બ એટલે અગરબત્તી ને સળગાવીને તેના છેડે અથવા તો ક્યાંક વચ્ચે સૂતળી બૉમ્બ ની વાટ રાખીને દોરીથી બાંધી દેવાની અને ત્યાંથી ધીમે રહિને નીકળી જવાનું અગરબત્તી ધીમે ધીમે સળગીને સુતરીબૉમ્બ ની વાત સુધી પહોચે એટલે સુતરી બૉમ્બ ફૂટે)                                                                                                        બધા સ્ટુડન્ટ્સ તો મોજ માં આવી ગયા પ્રોફેસરોએ પણ આંખ આડા કાન કરી દીધા એ લોકોને થયું કે કાઈ વાંધો નઈ દિવાળી છે ને.

કોલેજ ના આવા વલણ થી કોલેજના આતંકવાદીઓને તો મજા આવી ગઈ બીજા દિવસે તો આવા ટાઈમ બૉમ્બ ના વધુ અવાજ આવ્યા.
આતંકવાદીઓ ના આ વલણ થી કોલેજ માં દોડધામ શરૂ થઈ ગઈ કોલેજના પ્રોફેસરો તો ટિમ લઈને બૉમ્બ ની ટિમ ને પકડવા નીકળી પડ્યા.
બધા ક્લાસ માં જઈને બધા ના બેગ તપાસવા લાગ્યા અને બધાના હાથ સૂંધવા લાગ્યા પણ આતંકવાદીઓ પણ પુરે પૂરું હોમવૉર્ક કરીને આવ્યા હતા.
પ્રોફેસરોની ટુકડી ખાલી હાથે પાછી વળી ગઈ.                                                       @@@@@@#######@@@@@@                                                                                               આ બધા ખેલ જોઈને અમારી ટુકડી ને હિંમત આવી અને અમારી અંદર રહેલી વીરતા બતાવવા માટે અમારી હોસ્ટેલની ટુકડીએ પણ નિર્ણય કર્યો કે આપણે પણ બૉમ્બ ફોડવો છે.
એટલે અમારી હોસ્ટેલ ની ટુકડી પણ કામે લાગી ગઈ.એટલે હવે કોલેજની હોસ્ટેલમાં સુતળી બૉમ્બ લાવવાના હતા.                                                                                        અમારી સાથે જ કોલેજમાં નોલેજ માટે આવેલા અને શહેરમાં રહેતા એક મિત્ર પાસે અમે સુતળી બૉમ્બ મંગાવ્યા. સુતળી બૉમ્બ ની ખરીદી તો તેને કરી લીધી અને કોલેજ સુધી પણ પહોંચી ગયો પણ હવે કોલેજની અંદર લાવવામાં ખતરો હતો 2-3 દિવસ અગાઉ થયેલ ધડાકા ને કારણે કોલેજના ગેટ પર ડ્યૂટી કરતા ચોકીદારને કડક સૂચના હતી કે બધા જ સ્ટુડન્ટસ ના બેગસ ફરજીયાત ચેક કરવા.તેથી સુતળી બૉમ્બ નું પેકેટ કોલેજના ગેટમાંથી લાવવાનું શક્ય ન હતું તેથી થોડું ઘણું વિચારીને બૉમ્બનું પેકેટ કેમ્પસમાં લાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો.............                          

ક્રમશ: