#ક્રમશ:(ભાગ_20)
ના'' સોનલ આંવુ ના કરી શકે
સોનલ મને ચાહે છે.મને હજી વિશ્વાસ ન હતો.મે ફરીવાર કાડઁ વાંચ્યું.મે કાડઁને લોચો વાળીને એક ઝાટકા સાથે દુર ફેકી દીધું.
સોનલની સગાઈ આજ હતી મને કાડઁ પોહચતા કદાસ વાર લાગી હશે.કદાસ હું ત્યાં સમય સર ન પહોંચ્યો તો સોનલ એ પગલું ન લે.એની મને ચિંન્તા હતી.
સવારના આઠ વાગી ગયા હતા હું ઘરની અઁદર ગયો ..!! બેગ ઊઘાડી કપડા પહેરી તૈયાર થઈ સોનલના ઘરે જવા નીકળ્યો.
હું ઝટપટ બસમાં બેઠો હજી મારે ભાવનગર પહોંચવાનું હતું.હું સિધો જ નિલનબાગ પહોંચ્યો.સોનલે મને તેનું સરનામું એક વાર આપ્યું હતું મને હજી તે યાદ હતું .
ત્યાથી થોડે દુર તેનું ઘર હતું ત્યા નાનકડો
એવો મંડપ નખાયેલો હતો માણસોની ભીડ જામી હતી.પણ' લોકો ખુશીના બદલે આંસુ વરસાવતા હતા.હું થોડો ઝડપથી ચાલી આગળ વધ્યો.મારા શરીરના ધબકારા વધી ગયા હતા.મારી બાજુમાં શું ચાલી રહ્યું છે મને તેનું ભાન પણ ન હતું હું સોનલનો ચેહરો જોવા માંગતો હતો.હું સોનલ જોવા તડપતો હતો.
હું થોડા ડગલા આગળ વધ્યો ..!!
મને કોઈએ રોક્યો ..!!!!
તમારું નામ કવિ...!
મે "હા" કહ્યું ..!!
મારા હાથમાં તેમણે એક પત્ર આપ્યો.
"કવિ મને માફ કરશો,
કવિ મે તમને કહેલું કદાસ મારા પ્રેમમા ઉણપ
આવશે તો ?તે વખતે આ સોનલ પુથ્વી પર નહી હોય..!!
"ઇશ્વર તારે આવુ જ કરવું હતું તો
શા માટે પુથ્વી પર મોકલી,
કેમ તું મને લોહીના આંસુએ રડાવા માંગે છો.
તૈયારી રાખજે આવુ છુ તારી પાસે
કયા ભવનું તું મારી સાથે વેર વળાવે છે"
કવિ મને માફ કરજો,
કેમકે મારુ દિલ તમને હું આપી બેઠી હતી.
હું કેવી રીતે બીજાની થઈ શકુ.
લી.
સદાની તમારી સોનલ
મે નીસાચો નાંખ્યો ..!!!
સોનલ..!!!સોનલ..!!!!સૌનલ...!!!
હું ઊભો થઈ ગયો..!!!!
ટે્નના ડબામાં બેઠેલ દરેક વ્યક્તિ મારી સામે તાકી રહ્યા હતા જાણે મે કોઈનું ખુન કર્યું હોય તે રીતે.મારી સામે બેઠેલ મુકુન્દ,ચિરાગ અને વિજય પણ એ જ રીતે મને તાકી રહ્યા હતા.
સોનલનો મારા મોં માંથી અવાજ સાંભળી..!!
વિજયે મને પાણી આપ્યું.
હું હજી પણ સહેજ ઉદાસ હતો.મને યાદ આવ્યું કે હું એક સપનું જોઈ રહ્યો હતો.
મે બારીની બહાર જોવાની કોશીષ કરી.
કોઈ સોનલ જેવું દેખાતું હતું.
પણ, હું તેનો ચેહરો ન જોઈ શકયો..!!!
કદાસ તે જ મારી સોનલ હશે...!!!
અમદાવાદ આવી ગયું હતું .હું ચિરાગ, મુકુન્દ અને વિજય અમદાવાદમાં પગ મુકી અમદાવાદને નિહાળવાની શરુવાત કરી....
"હું કયા કહુ છું તું મારી હમસફર બની જા
પણ મને આમ રસ્તામાં નોધારો
કરીને ન જા.
તારી બેવફાઈ મને પાગલ બનાવી દેશે પ્રિય
સાચા પ્રેમની તું મને આવી સજા દઈને ન જા"..!!!
.............સમાપ્ત....સમાપ્ત...સમાપ્ત.......
આ સ્ટોરી મારી કૉલેજની છે.જયારે હું કૉલેજમાં હતો.
મારા ફ્રેન્ડ મારી કૉલેજ નામ સેમ છે.
આજ મારી કૉલેજનું નામ લવ તો આનંદ થાય છે.
કેવી મજાની લાઈફ હતી.તયારે ન હતું કઈ ટેનશન
કે કોઈ પ્રયતે નફરત બસ પ્રેમ જ......પ્રેમ જ
હું અમારા કૉલેજની એક સ્ટોરી બનવવા માંગતો હતો.
અને એક સરસ મજાની લવ સ્ટોરી બની ગઈ.
મને પણ ખ્યાલ ન રહ્યોં.જેમ જેમ કૉલેજ પુરી થતી ગઈ તેમ
તેમ હું કૉલજ ની યાદો બુકમાં ઉમેરતો ગયો અને એક દિવસ એક લવ સ્ટોરી બુક બની ગઈ.આ બુક મેં કૉલેજની પાર્ટીમાં પબ્લિશ કરી હતી...મને આજ પણ તે દિવસ યાદ છે.
આ મારા જીવનની પહેલી બુક છે.
થોડી ભૂલ હશે અને કવિતા પણ કોઈની ઉમેરેલ છે.
મને યાદ નથી કવીઓ ના નામ માફ કરશો.
અને હા,આ બુક તમને કેવી લાગી તે જરૂરથી મને જણાવજો કોમેન્ટમાં......
kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)