Valentine Day Special Love Poems in Gujarati Poems by Dakshesh Inamdar books and stories PDF | Valentine Day Special Love Poems

Featured Books
Categories
Share

Valentine Day Special Love Poems

એહસાસ કરાવવા પ્રેમનો આવ્યો જ દિવસ.

ના ચૂકું અવસર કરાવું એહસાસ આ દિવસ.

સમયની રાહ જોઈને કહી દઉં હું આ દિવસ.

પ્રસ્તાવ રાખું પ્રેમનો ભીંની આંખે આ દિવસ.

વસંતની બહારે પ્રેમભર્યો આવ્યો આ દિવસ.

આપું ગુલાબનું ફૂલ કરી લઉં પ્રેમ આ દિવસ.

જોડું પ્રીતની દોર સખી આજથી આ દિવસ.

રાખી "દિલ"માં કરું પ્રેમ અપાર ખાસ દિવસ.

કહેવી છે વાત ઘણી કરવી છે તને વાત.

મનહ્રદયથી થઈને ખૂબ નિખાલસ વાત.

સૂક્ષ્મથી સ્થૂળ બધીજ થાય ખુલ્લી વાત.

પરોવી પ્રેમ તારી સાથે ખોલવા ભેદ આજ.

શ્વાશમાંશ્વાશ પરોવી કરું વિશ્વાશની વાત.

નજરમાં નજર મિલાવી કરું અંતરની વાત.

એક ઓરા એક જીવ યુગ્મ બનીએ આજ.

કહેવી સાંભળવી છે સાચા "દિલ" ની વાત.

પ્રેમ મારો પરમેશ્વર હું ઈશ્વરનો દાસ.

પ્રેમ ભીનો પાગલ બનું ના લઉં શ્વાશ.

કાયાપરકાયા પ્રવેશ પ્રેમમાં કરું ખાસ.

કામણ કોઈ મોહે નહીં વફા બરકરાર.

કેન્દ્રમાં પ્રેમ રાખી બધો કરું હું પ્યાર.

વર્તુળ થાય મોટાં જ્યારે ના કરું માફ.

જીવ આપી કર્યો તને મેઁ પ્રેમ અમાપ.

"દિલ" છે પથ્થર નહીં એ ધ્યાન રાખ.

પ્રક્રુતિનાં આંગણે લઈ આવ્યો તને મારી સાથ.

તન મન દિલથી કરીશ પ્રેમ તને હું જ વારંવાર.

નભ કેરો ચંદરવો ભૂમિ કર્યું આસન પ્રેમનો સાથ.

ચારેકોર વ્રુક્ષવનસ્પતિ આપણો પ્રેમ ભર્યો સંસાર.

ખૂબ જાણું તારી ઉદાસી પીડા સાથે છૂપો અહંકાર.

ખૂબ લઉં કાળજી તારી મારો ઉમટે પ્રેમ આવિષ્કાર.

તારી આવતી હરપળનો મને પાકો એહસાસ થાય.

ઉતરી જતી કેડીએથી તને હું પાછી સંભાળું ખાસ.

તેજ પૂરાયૂ ઓરામા એવો પ્રેમ કરું હું નિષ્કામ સાથ.

પ્રણયયોગ ભક્તિ "દિલ" કરે ઈશ્વર સાક્ષીમાં આજ.

વળગી અમીરી મને તારાં પ્રેમની બન્યો હું તારો પ્રેમકૈદી.

નિસંકોચ માણ્યું સાંનિધ્ય તારું બન્યો હું તારો પ્રેમકૈદી.

રાત દિવસ પ્રેમમાં વિતી ગયાં ને બન્યો હું તારો પ્રેમકૈદી.

છુપાછૂપીનો ખેલ યાદ રહી ગયો બન્યો હું તારો પ્રેમકૈદી.

નિસર્ગ મીઠી માણી અગાશીએ બન્યો હું તારો પ્રેમકૈદી.

ટમ ટમતાં તારલાં બાંધ્યા તોરણે બન્યો હું તારો પ્રેમકૈદી.

પળપળનાં મીઠાં આલિંગન તારાં બન્યો હું તારો પ્રેમકૈદી.

સમર્પિત "દિલ" માં રહી મીઠી યાદ પ્રેમની હું તારો પ્રેમકૈદી.

ચાલે મારો શ્વાશ હરપળ ફક્ત તારી રાહમાં તારાં પ્રેમમાં.

નાં થયો એહસાસ તારાં સાથનો છોડીશ શ્વાશ પળભરમાં.

દૂરનો મુકામ વિરહનો પ્રલય કરે બરબાદ પ્રેમનો ટળવળાટ.

સમય થયો સ્થિર પળ ના વીતે કાળજામાં દુખ પારાવાર.

ગતિવિધિ સમજાય નહીં ને એકાંત પણ એકલું અટુલુ લાગે.

પીડાય પ્રેમભીનું "દિલ" અપાર કોને કરું ફરિયાદ અતડું લાગે.

પ્રીત ના જાણે રીત કે પ્રીત ના સમજે કોઈ?.

પ્રીતમાં ક્યાં રીત હોય એ તો સ્વયમ્ભૂ થાય.

ઘેલો થઈ પ્રીતમાં સાવ અલગારી થઈ જાય.

ભૂલી સ્વયંમને પ્રીતમાં ઓળઘોળ થઈ જાય.

કણ કણમાં પ્રીત પરોવીને બાવરો થઈ જાય.

આંખો વરસે વિરહમાં પ્રીત પરાઈ થઈ જાય.

મિલન પછી વિરહ કાળજે ઘેરો ઘા કરી જાય.

"દિલ" ધબકે એનાં ધબકારમાં શ્વાશ ખૂટી જાય.

સરળ મન તરલ થયું પ્રેમમાં ભાન ભૂલી મગન પ્રેમમાં.

ઓતપ્રોત થયું એવું જગ ભૂલી જાણે પ્રભુ ભક્તિમા.

છોડ્યો સંસાર વ્યવહાર મન રંગાયું બસ પ્રેમ રંગમાં.

સમજણ શિખામણ નાં ધરી કાન ધાર્યુંજ કર્યું પ્રેમમાં.

શું થશે સવારે કાલે કદી ના વિચાર્યું તરબોળ પ્રેમમાં.

પ્રેમ મળશે કે નફરત દગો કાલે ખબર નથી આ પ્રેમમાં.

હદયમાં વસાવી કર્યો પ્રેમ અંકિત કરી દીધો આ જગમાં.

"દિલ" સમર્પિત થયું સંપૂર્ણ પુરુવાર જે થશે આ પ્રેમમાં.

પ્રીત કરી બેઠો એવી ના સમય જોયો ના ઉંમર.

પાકી બાંધી ગાંઠ પ્રેમની છૂટે ના એ જન્મોજન્મ.

વિધાતાએ લખી એવી પાટી ના ઉકલે કોઈ શબ્દ.

ઘેરો રંગ પ્રેમનો એવો શબ્દ સમજાવે ઊંડા અર્થ.

તારાં કામણે ઘવાયો ભૂલી ગયો સહુ શાન ભાન.

કેદ સ્વીકારી હસતાં હસતાં હું બન્યો તારો શ્યામ.

પ્રીત કરી સાવ પાગલ થયો મે સાંકળ બાંધી પાંવ.

સદાય તારાં પ્રેમ પરિઘમાં જીવ્યો ના થયો ફરાર.

નજરોમાં બસ તું સમાઈ કેમ કરી હું ખોલું આંખ.

કેદ કરી "દિલ"માં મારાં પ્રીત કરું તને દિવસ રાત.

છાતી સરસી ચાંપી મીઠાં ચુંબન કરી ઉઠાડું તને.

મીઠી મધુર નીંદર આપી અપાર પ્રેમ હું કરું તને.

પલકોંને ચૂમી પલકોં પર રાખીને પ્રેમ હું કરું તને.

મીઠાં હોઠને મારાં હોઠથી અમ્રુત હું પીવરાવુ તને.

તારાં મરોડદાર ગળાને વીંટળાઈ હું પ્રેમ કરું તને.

તારાં ભરાવદાર પયોધરો ચૂમી આનંદ આપું તને.

તનથી તન પરોવી સ્વર્ગીય હું સુખઆનંદ આપું તને.

કલ્પનાઓથી વધીને "દિલ"થી અમાપ પ્રેમ કરું તને.

પડછયો બની ફરું તારો એક પળ તને હુંના છોડું.

દિવસરાત સાથ નિભાવું હું રાત્રે તારામાં સમાઊ.

સાથ નિભાવું હું તારો ધરતીઅંબર નિભાવે એવો.

રહું દૂર ઘણો તારાથી પણ સદાય તારામાં રહેતો.

વીતી જાય સદિયોં કે જન્મો હું છું તારો દિવાનો.

તું ચાંદ હું બની તારો તારી આસપાસ જ રહેતો.

પરાકાષ્ટા પ્રેમવિરહની સહીને કેટલી મે વિતાવી.

જીવ ગયો લોકથી પરલોક સ્વર્ગે ના હું સિધાવ્યો.

નથી તમન્ના સ્વર્ગની મને આશ તારાં સાંનિધ્યની.

તન ચીંથરા પહેરી તને "દિલ"માં ફરી ફરી સમાવું.


રે..સખી જીવ મળે એ સગપણ સાચું.

સગપણ હોય જીવ ના મળે શું કામનું?.

જે સંબંધને નામ મળ્યાં ક્યાં સાચાં છે?.

નામ વિનાનાં ઘણાં પ્રેમથી જીવતાં છે.

જીવથી તન જીવે તનથી જીવ કદી નહીં.

તન ચીંથરા છૂટ્યાં પછી પણ પ્રેમ જીવે.

જીવથી જીવ જોડું હું તનને દઉ છું નામ.

"દિલ"થી સાચો કરી લઊઁ પ્રેમ એનું નામ

ધાબે સૂતો હું મીટ માંડી આભમાં.

ભેદ સમાયા અનંત આ આભમાં.

સોના કેરી ધાર વાદળ આકારમાં.

ઠંડો ફૂંકાય પવન ધરા આંગણમાં.

ગણ્યા ગણાય નહીં આ તારલાં.

તોય સમાય જાય મારાં આભમાં.

શીખવે પ્રેમ ચાંદ મને અવકાશમાં.

પ્રેમ ભીનો સંદેશ આપે "દિલ" માં.

વાત કરું તને તારી આંખોમાં મારી આંખ પરોવીને.

વહાલ કરું ખૂબ તને મારાં હ્રદયમાં સ્થાન આપીને.

સમર્પુ તનેજ મારું તન મન હ્રદય અમાપ પ્રેમ કરીને.

ઓછું ના આવે તને ક્યારેય એવું ખૂબ માન આપીને.

એક મત બનીએ વિચારની વિસઁગતાઓ દૂર કરીને.

પ્રેમ પ્રેમ પ્રેમ કરીએ બસ એકમેકને અપાર પ્રેમ કરીને.

સવારબપોરસાંજ હરપળ તારીજ યાદ તાજી કરીને.

અશ્રુઓ નથી રોકાતા "દિલ"માં વિરહનો તાપ વેઠીને.

એકાંતે હું હસી લઊઁ રડી લઊઁ વર્ણન કેવી રીતે કરું?.

કર્યો સામનો કેવી પળોનો વર્ણવા શબ્દો ક્યાં શોધું ?.

અંગત મારી એ એકાંત પળો કોઈને શું કામ હું કહું?.

ખજાનો છે તારી યાદોનો છાતીએ વળગાવી હું જીવું.

એકલતામાં છે સાથ તારો સ્મરણ કરી તારું નામ રટું.

ઈશ્વર સરખું પ્રેમ સ્વરૂપ તારું એકલતામાં હું જોઉં.

ભલેને રહી પીડા વિરહની કંઈક તો છે તારાં નામનું.

આશિષ માની માથે ચઢાવું મારું તારી સાથે જોડાવું.

દુનિયાને શું કરવાની ફરિયાદ જ્યાં કોઈ નથી મારું.

રૂપ બદલતાં સંબંધોમાં મારું "દિલ" રહે પ્રણય ભીનું.

કરી તને પ્રેમ અપાર ધરતી પર સ્વર્ગ હું ઉતારી રહ્યૉ.

તારાં પ્રેમ થકી તારી સાથે સ્વર્ગીય સુખ માણી રહ્યૉ.

અપ્સરાની શું ઔકાત તારી અનુપમ સુંદરતા સામે.

ધરતી પરની મારી વહાલી અજોડ પ્રિયતમા સામે.

સુખ આનંદ તારાં પ્રેમનું હું શબ્દોમાં વર્ણવી નાં શકું.

શબ્દો વર્ણવા વિવશ બને એવો પ્રેમ હું લખી નાંશકું.

કલ્પના કરું તારી ને અંતરમન પ્રેમથી ઉભરાય મારું.

શું કરી નાખું પ્રેમમાં તને આવેશ મારો રોકી ના શકું.

હે પ્રિયે તારું પામવું જીવન મારું અમ્રુત બની રહયું.

"દિલ"માં મારાં સ્થાન તારું હવે અચળ બની રહયું.

મીઠી રાત ઉજાગરાની ક્યારે આવે વાટ એની જોઉં.

વહાલથી વળગાડું છાતીએ તને કદી ના હવે હું છોડું.

આમતેમ પડખાં ફેરવું નીંદર નામારી આંખોમાં આવે.

યાદ વિરહમાં જીવ અકળાવે પાણી આંખોમાં આવે.

રાતની આવી શીતળ ચાંદની તન ને મારાં ખૂબ દઝાડે.

પવન સ્પર્શી જાય તનને મારાં કસક પ્રેમની જો આવે.

નભમાં છે ચાંદ તારા શ્રુઁગારની અસલી છબી ઉભરે.

મીઠું તારું મુખડું જોવા બે આંખો તરસતી મને ભાસે.

પોકારું તને ગલીએ રસ્તે ક્યાંય ના તારો સાદ આવે.

રખડતો શોધતો ફરું તને "દિલ"માં તારી યાદ સતાવે.

પ્રેમ કરું તને હું બેસુમાર પાર કરીને બધી પાળ.

ના કોઈ આચારવિચાર નથી રહ્યું કોઈ જ ભાન.

આવતીકાલની ના રહી ચિંતા લઈએ પ્રભુનું નામ.

પડશે એવા દેવાશે કહી રમ્યો છું જીવનનો જુગાર.

રોક સકો તો રોક લો બાજી ગઈ હાથથી આજ.

પરવાન ચઢે "દિલ"માં પ્રેમ ચારેકોર લગાવી આગ.

તારાં પ્રેમની મીઠી મુલાકાત ખૂબ છે યાદ.

ભલે મને યાદ નથી તારીખ અને એ વાર.

આંખથી આંખની મીઠી વાતની શરૂઆત.

મલકાતાં હોઠ પહેલી પહેલી એની પ્યાસ.

આંખોથી તને ચુંબન કરવા આપ્યું ઇજન.

ગાલ ને મીઠાં હોઠનું હજીએ મીઠું સ્મરણ.

ક્યાંથી ધરાય જીવ એક ચુંબનનાં સ્પર્શથી.

કર્યું છે રસભર્યુ ભીનું ચુંબન હોઠને હોઠથી.

છે જીવનમાં સ્વર્ગીય આનંદની સુંદર સફર.

મળી અપ્રતિમ પ્રેમવિશ્વાશની અડગ ડગર.

રીસાવુ મનાવવું બધો ખૂબ પ્રેમભર્યો સંબંધ.

પ્રેમથી "દિલ"ને જીવતાંજ મોક્ષનો અનુભવ.

અનોખી છાપ પાડી રહી છે ચાંદની આજે.

પ્રિયતમની યાદ આવી રહી નીતરતી આંખે.

નિયતિને કોણ પડકારે આ ભાગ્યની પાંખે?

સ્મરણો રંગોળી પૂરી રહ્યાં આ રેશમી રાતે.

ઠંડો મધુર પવન વાય જાણૅ રમઝટની તાલે.

હમસફર વિના મધુર રાત આ એકલી લાગે.

વિવશતાઓ આ જીંદગીની ચાલ ધીમી પાડે.

આશા "દિલ"ની પ્રેમજ્યોત પ્રજ્વલિત રાખે.

પ્રીત કરી બેઠો એવી ના સમય જોયો ના ઉંમર.

પાકી બાંધી ગાંઠ પ્રેમની છૂટે ના એ જન્મોજન્મ.

વિધાતાએ લખી એવી પાટી ના ઉકલે કોઈ શબ્દ.

ઘેરો રંગ પ્રેમનો એવો શબ્દ સમજાવે ઊંડા અર્થ.

તારાં કામણે ઘવાયો ભૂલી ગયો સહુ શાન ભાન.

કેદ સ્વીકારી હસતાં હસતાં હું બન્યો તારો શ્યામ.

પ્રીત કરી સાવ પાગલ થયો મે સાંકળ બાંધી પાંવ.

સદાય તારાં પ્રેમ પરિઘમાં જીવ્યો ના થયો ફરાર.

નજરોમાં બસ તું સમાઈ કેમ કરી હું ખોલું આંખ.

કેદ કરી "દિલ"માં મારાં પ્રીત કરું તને દિવસ રાત.

આવી પવનની વ્હારે હું સ્પર્શું તને.

હર એહસાસમાં બસ તુંજ હોય..

યાદ કરી નજરોમાં હું વસાવુ તને.

હર મીઠી યાદમાં બસ તુંજ હોય..

રાતભર જાગી વિચારોમાં સેવું તને.

મારાં શમણાંઓમાં બસ તુંજ હોય.

મને આપી દીધી ભાગ્યમાં ભેટ તને.

હર રેખામાં અંકિત બસ તુંજ હોય.

ટીસ ઉઠી જો તારાં પ્રેમની ઘેરી મને.

બસ મારાં "દિલ"માં માત્ર તુંજ હોય.

કરમાઇ ગયેલો ચહેરો ખીલી ઊઠે છે તારાં મેળાપથી.

ચહેરા પર ઉંમરની ઝુરીઓ છૂપાય છે તારાં મિલનથી.

તેજ ઝળકે ચહેરાનું તારાં માટેની આ પ્રેમ તપસ્યાથી.

ઝળકી ઊઠે પ્રેમઓરા એકમેકનાં પવિત્ર વિશ્વાશથી.

ઉંમરને શું સંબંધ પ્રેમનાં ઉભરતા સાગરનાં પ્રવાહથી.

સમાવી લેછે એ પ્રેમ આલિંગન કરી સરયુને વહાલથી.

પરવાન ચઢી પોકારે છે પ્રેમ અમાપ પ્રેમનાં આવેશથી.

"દિલ" ઉંમર ભૂલી જાય પ્રેમનાં અફાટ મહાસાગરથી.

કરી તને પ્રેમ અપાર ધરતી પર સ્વર્ગ હું ઉતારી રહ્યૉ.

તારાં પ્રેમ થકી તારી સાથે સ્વર્ગીય સુખ માણી રહ્યૉ.

અપ્સરાની શું ઔકાત તારી અનુપમ સુંદરતા સામે.

ધરતી પરની મારી વહાલી અજોડ પ્રિયતમા સામે.

સુખ આનંદ તારાં પ્રેમનું હું શબ્દોમાં વર્ણવી નાં શકું.

શબ્દો વર્ણવા વિવશ બને એવો પ્રેમ હું લખી નાંશકું.

કલ્પના કરું તારી ને અંતરમન પ્રેમથી ઉભરાય મારું.

શું કરી નાખું પ્રેમમાં તને આવેશ મારો રોકી ના શકું.

હે પ્રિયે તારું પામવું જીવન મારું અમ્રુત બની રહયું.

"દિલ"માં મારાં સ્થાન તારું હવે અચળ બની રહયું.

વારી જાઉં પ્રિયે હું તારાં ભીના મીઠાં હોઠ પર.

કરી લઊઁ હું ચુંબન તસતસતું ગુલાબી હોઠ પર.

રસ મધુરો પીધાં કરું હું તારાં શરાબી હોઠ પર.

જીવ આપું માણવા સુખ તારાં રસીલાં હોઠ પર.

આંખમાં શરારત હાસ્ય તારાં મધુરાં હોઠ પર.

પ્રેમભરી છાપ મારાં હોઠની પ્રિયે તારાં હોઠ પર.

ટશર ફૂટી લોહી કેરી કરડી લીધું તારાં હોઠ પર.

હોઠ પર હોઠ મૂકાયા આનંદની લહેર"દિલ" પર.

રૂ ભરેલું નિર્જીવમાત્ર સાધન નથી સહિયર મારું ઓશીકું.

એતો હમરાઝ અનોખું એકમાત્ર સહિયર મારું ઓશીકું.

રોજ સોનેરી સપના જોઉં માથું મૂકી એવું મારું ઓશીકું.

વિરહ પીડામાં અશ્રુઓથી ભિંજાતુ એજ મારું ઓશીકું.

રાત્રિનાં મારાં ઉજાગરાઓનુ સાથી સાક્ષી મારું ઓશીકું.

પ્રેમ આવેગમાં વહાલથી અંગે દબાતુ આ મારું ઓશીકું.

નિશ્ચિંત ને ઘેરી શાંત નીંદર આપતું વહાલું મારું ઓશીકું.

જેનો વિકલ્પ નથી એવું "દિલ"થી સહિયર મારું ઓશીકું.

સંવેદનાઓ ભીની થઈ આંખથી વરસે.

તારાં અંગ અંગને મારાં હાથથી સ્પર્શે.

કરું એવો એટલો પ્રેમ કે જગ બળશે.

પાંવથી આંખ સુધી મારો સ્પર્શ તરસે.

કડવા ઘૂંટ શું હળાહળ ઝેર મન પીશે.

પામવા તને જીવ મારો જગથી લડશે.

તારાં મદહોશ હોઠને મીઠો સ્પર્શ દેશે.

"દિલ"ને સુખ એ મીઠાં હોઠથી મળશે.

આંસુ વરસીને ય સુકાઈ ગયાં ના આવી તું.

શમણાં સજીને વિખરાઈ ગયાં ના આવી તું.

સંવેદનાનાં પૂર ઓસરાઈ ગયાં ના આવી તું.

ઉમટી પ્રેમ સાગર ઓટ આવી ના આવી તું.

કસક કાળજે પ્રેમની ઘેરી પણ ના આવી તું.

હર ધબકારે ધબકે નામ તારું ના આવી તું.

કયાં નામે પોકારું તને કે આવી મળે મને તું.

"દિલ" માં બસ શ્વાશ તારો આવી જાને તું.

તારાં મારાંમાં હવે ભેદ કેવો પ્રેમ ઘેલો હું.

લાડ લડાવી કરું પ્રેમ અપાર પ્રેમ ઘેલો હું.

પ્રણયભીની ચાંદનીમાં સ્પર્શું પ્રેમ ઘેલો હું.

વાદળીઓ સંગ આવું રમું પ્રેમ ઘેલો હું.

આંખોનાં જળ પીવરાવુ તને પ્રેમ ઘેલો હું.

હરપળ એહસાસ કરાવું તને પ્રેમ ઘેલો હું.

"દિલ" માં સ્થાપિત કરી તને પ્રેમ ઘેલો હું.

તારાં મિલનની પળ હું સંપૂર્ણ માણી લઉં.

તારાં શ્વાશમાં મારાં શ્વાશને પરોવી લઉ.

તનનાં સ્વર્ગીય સુખ સ્પર્શને માણી લઉં.

તારાં જીવને મારાં જીવમાં સમાવી લઉં.

તારાં માથે હાથ ફેરવી નીંદર આપી દઉં.

તારી સાથેની પળોને હથેળીમાં લખી લઉં.

તારાં હાથમાં હાથ પરોવી સાથ કરી લઉં.

તને "દિલ" માં સ્થાપી ખૂબ પ્રેમ કરી લઉં.

રાતની મધુર યાદ સવારે સતાવી ગઈ.

તારી હર મીઠી યાદ મને આવી ગઈ.

રાતનાં સપના દિવસે ઉજાગર રહયાં.

મીઠી મીઠી યાદો સંંવારતા જ રહયાં.

કાળજામાં કસક પ્રેમની કહેતાં રહયાં.

છાપ અનોખી હ્રદયમાં કંડારતા રહયાં.

આત્માને આત્માથી મિલાવતા રહયાં.

પ્રેમપરમાત્માને "દિલ"માં પરોવી રહયાં.

જોડિયાં જીવનો છે અનોખો આ પ્રેમ અમારો.

તન ભલે રહયાં અલગ પણ જીવ એક અમારો.

ઊંચા હિમાલયથી પણ ઊંચો છે પ્રેમ રોબ અમારો.

યુગની શું વિસાત કરીએ એવો પવિત્ર પ્રેમ અમારો.

વિરહ દૂરી ખૂબ પીડે છતાં પ્રેમ ખૂબ નિકટ અમારો.

વિવશ ના થઈએ કદી એવો અડગ છે પ્રેમ અમારો.

એક શ્વાસે બે તન જીવે એવો ઊંચો સાથ અમારો.

એકદ્રષ્ટિ એકવિચાર "દિલ"માં જીવે જીવ અમારો.