Sahitya ne sathware preet ni sharuaat - 1 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૧

Featured Books
Categories
Share

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૧

આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ પર મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું.

ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ કલરની બી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની ખૂબશુરતી પર ચાર ચાંદ લગાવી રહી હતી. વ્યક્તિ ટાઉનહોલના એન્ટર્સથી અંદર પ્રવેશ્યો. સ્ટેજ ની પાછળ આવેલા રૂમમાં જઈને સોફાપર બેઠો. લોકોનો ક્લાહોલ ત્યાં સંભળાઇ રહ્યો હતો. આ હેન્ડસમ થોડો નર્વસ વર્તાઈ રહ્યો હતો. દસ એક મિનિટમાં તો બે ગ્લાસ પાણી એ ગટગટાવી ગયો. ત્યાં બહાર ઉભેલા વેઈટર એ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા.

"આ વ્યક્તિને કોઈ ફનક્શનમાં જોયો નથી. બહુ યંગ છે. કદાચ ફોરેનથી આવ્યો હોય એવું લાગે છે" વેઈટરના ટોળામાંથી એક વેઈટર બોલ્યો.

"હા, લાગે તો એવું જ છે. સમયસર અહીં પહોંચી ગયો છે. યંગ છે. બાકી અહીં તો ઘણાં વક્તાઓ આવે એ ૩૫-૫૦ વર્ષની ઉંમરના જ હોય છે. પાછા સમયસર આવે પણ નહીં." બીજા વેઇટરે જવાબ આપ્યો.

"હશે ચાલો આપણે કામ કરો. ફનક્શન પતે પછી બધાને નાસ્તા-પાણી કરાવવાના છે. તો એની વ્યવસ્થા કરીએ." વેઈટરની ટીમના સુપરવાઈઝરએ વધુ આ વાતમાં સમય ન બગાડવાનો આદેશ આપ્યો.

થોડીવાર પછી આયોજકની ટીમના મુખ્ય વ્યક્તિ કરિશ્મા રૂમમાં પ્રવેશ્યા જ્યાં એ વ્યક્તિ પહેલેથી જ બેઠો હતો.

"હેલો, નમસ્તે.." કરિશ્માએ પ્રવેશતા જ પ્રણામ કરતા કહ્યું.

"હેલો, નમસ્તે.." એ વ્યક્તિએ ઉભા થઇ આદરભાવ સાથે પ્રત્યુત્તર આપ્યો.

"આપનું શુભ નામ?"

"મારુ નામ અર્ઝાન છે અને હું આપની આયોજક ટીમના મેમ્બર યુવિકાજી દ્વારા આમંત્રિત છું."

"ઓહ, યુવિકા સાથે મારી આ વિશે વાત નહોતી થઇ. પણ તમને અહીં જોઈને ખુશી થઇ. યુવાધન સાહિત્યમાં જોડાઈ રહ્યો છે. એ એક ગુજરાતી સાહિત્ય માટે ગર્વની વાત છે."

"આપનો આભાર, મને પણ આજના ફનક્શનમાં આવવાની તીવ્ર ઈચ્છા હતી. આપનું શુભ નામ?"

"મારુ નામ કરિશ્મા છે. હું એક એન્કર, ઇવેન્ટ મેનેજર છું. છેલ્લા ત્રણ એક વર્ષથી હું અહીં સાહિત્યથી ઇવેન્ટસ કરું છું."

"ખુબ જ સરસ. આપને મળીને ખુશી થઇ" આટલું કહી અર્ઝાને હેન્ડસેક કરવા હાથ લંબાવ્યો.

કરિશ્માએ પણ હાથ આગળ વધારી હેન્ડસેક કર્યું. કરિશ્મા પણ ખુબ જ સુંદર, દેખાવડી છોકરી હતી. આજે એને બ્લેક વનપીસ પહેર્યું હતું. ગળામાં બ્લેક રીબીન, કાનમાં સિલ્વર લોન્ગ ઇયરિંગ, ખુલ્લા બ્રાઉન હાઇલાઇટ કરેલા સ્ટેપ કટ હેર, હાઈ હિલ સેન્ડલ, લેફ્ટ હેન્ડમાં બ્રેસલેટ,રાઈટ હેન્ડમાં એન્કરિંગ માટેની સ્ક્રિપ્ટ હતી અને નહિવત મેકઅપ સાથે એની ખૂબસૂરત ગોરી ત્વચા અને મોહક ચહેરો એની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. બંનેએ હેન્ડસેક કરી એકબીજાની આંખોમાં જોયું. કઈ ખાસ શબ્દો ન ઉચ્ચાર્યા પણ એક એહસાસને ત્વચાના માધ્યમથી એકબીજામાં જાણે પ્રસરાવી દીધું હોય એવું બંનેને જોતા લાગતું હતું.

"હે, અર્ઝાન.. વેલકમ તું ઇન્ડિયા.." કરિશ્મા અને અર્ઝાન ઉભા હતા ત્યાં યુવિકા આવી અને અર્ઝાનને જોઈ ખુશ થઇ ને બોલી.

"હાય, ડિયર.. થેન્ક્સ અ લોટ. મને અહીં આમંત્રિત કરવા બદલ."

"કેમ છે તું? કેવી ચાલે છે લાઈફ?"

"બસ, એકદમ મસ્ત."

"ગુડ ટુ સી યુ. મને હતું જ કે તું આવીશ."

"હા, ઘણા સમયથી ઈચ્છા હતી. પણ તે ચાન્સ આપ્યો અને આવી ગયો."

"હમ્મ સરસ. આ કરિશ્મા છે. થયો ઇન્ટરો તમારો?"

"હા, વાત થઇ મારી કરિશ્મા સાથે. સી ઇઝ અલસો નાઇસ ગર્લ.."

"હા, એ ખુબ જ સારી એન્કર છે. આજે તને એને સાંભળવાનો લ્હાવો મળશે."

"યા આઈ એમ વેઇટિંગ ફોર ધેટ.." કહીને અર્ઝાને કરિશ્મા સામે જોઈને હળવું સ્મિત કર્યું. કરિશ્માએ પણ રિસ્પોન્સમાં હળવું સ્મિત આપ્યું.

"બાય ધ વે કરિશ્મા, આ અર્ઝાન છે. તમારો ઇન્ટરો તો થઇ જ ગયો હશે. પણ ખુશીની વાત એ છે કે અર્ઝાન પોએટ્રી કરે છે. આજે એ અહીં એક કવિતા રજૂ કરશે. એના વિશે તને ટૂંકમાં કહું તો એ એક લેખક ઈરફાન જુણેજાનો સન છે. હાલ ઈરફાન જુણેજા અહીં નથી રહેતા. અર્ઝાન સાથે લંડન મુવ થઇ ગયા છે. એમને ઘણી રચનાઓ લખી છે અને ઘણા કાર્યક્રમોમાં ભાગ પણ લીધો છે. કદાચ તને એમનો પરિચય છે કે નહીં એ મને ખ્યાલ નથી પણ ઘણાખરા શ્રોતાઓ એમનાથી પરિચિત છે ઇટલે તું અર્ઝાનને જયારે ઇન્વાઇટ કરે ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખજે."

"સ્યોર યુવિકા. ચાલો તો અર્ઝાન , યુવિકા હું હવે સ્ટેજ પાસે જાઉં મારે થોડું રિહર્સલ કરવું છે. લોકો તો ક્યારેના પહોંચી ગયા છે. એટલે લગભગ પંદર એક મિનિટમાં કાર્યક્રમની શરૂઆત થશે."

"હા ઓકે. તું જા. અર્ઝાન તું અહીં બેસ. હું પણ થોડી અરેંજમેન્ટ પતાવીને આવું." કહીને યુવિકા પણ કરિશ્મા સાથે ચાલી ગઈ.

લોકોનો ઘોઘાટ વધી રહ્યો હતો. લોકો પણ વ્યક્તાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી સ્ટેજ પર બલિન્ડર લાઇટ્સ પડી. સ્ટેજ પર રહેલી રેડ કાર્પેટ, મહેમાનો માટે ગોઠવેલા મખમલદાર સોફાઓ, લગાવેલ બેનર, ચમકી ઉઠ્યા. કરિશ્મા પર જેવી આ લાઇટ્સ પડી લોકોનો ઉત્સાહ બમણો થઇ ગયો. આટલી સુંદર, હોટ આજની હોસ્ટ હતી એ જોઈને યુવાઓ ચીકારીઓ પાડવા લાગ્યા.

"ગુડ ઇવનિંગ, મારા વ્હાલા સાહિત્ય રસિકો.." શબ્દો સાથે કરિશ્માએ દરેક શ્રોતાઓનું સ્વાગત કર્યું.

"આપણે સહુ નસીબદાર છીએ કે ગુજરાત જેવી પાવન ધરા પર આપણને જન્મ મળ્યો અને ગુજરાતી આપણી માતૃભાષા બની. ગુજરાતી ભાષામાં જે મીઠાસ છે, જે લ્હેકો છે, જે લાગણી છે એ કદાચ બીજી ભાષાઓ કરતા થોડી વધારે જ છે. જેનો સ્વાદ માણવા આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. હું આશા કરું છું કે જયારે તમે આ ટાઉનહોલની બહાર નીકળો ત્યારે તમારી નશોમાં સાહિત્ય દોડતું હોય. તમારા હૈયામાં સાહિત્ય પ્રત્યેનો પ્રેમ બમણો થઇ ગયો હોય. તમારી આત્મા સંતુષ્ટ અને તૃપ્ત થઇ ગઈ હોય. તમે ગુજરાતી ભાષાની મીઠાસ અનુભવીને બહાર નીકળી રહ્યા હોય એવો તમને અનુભવ થાય. તમને આજે બહુ રાહ જોવડાવી એ બદલ આયોજક ટીમ વતી હું માફી ચાહું છું. પણ એ વાતની ખાતરી આપું છું કે આજના વક્તાઓને મળીને તમને એમ થશે કે ધીરજના ફળ સાચે મીઠાં જ હોય છે."

કરિશ્માનો અવાજ એટલો સ્પષ્ટ, મધુર હતો કે લોકોને એ મધ ચટાવી રહી હોય એમ એકીટશે લોકો એને સાંભળી રહ્યા હતા. એની ખૂબસૂરતી, હાઇટ, અવાજ, બોલવાની છટા એની એન્કરની ભૂમિકામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. આઈ કોન્ટેક્ટ, લોકો સામે હળવું સ્મિત જાણવી રાખવું. દરેક પરિસ્થિતિમાં શ્રોતાઓને નિરાશ ન થાય એની તકેદારી રાખવી વગેરે ખૂબીઓ કરિશ્માના એન્કરિંગમાં દેખાતી હતી. અર્ઝાન બેકસ્ટેજથી કરિશ્માને સાંભળી રહ્યો હતો. એની એન્કરિંગથી એ પણ પ્રભાવિત થઇ રહ્યો હતો.

"તો દોસ્તો, ચાલો હવે બોલાવીએ આપણા વક્તાઓને જે અલગ અલગ શહેરથી, ગામથી, દેશની, આપને સાહિત્યનું ભોજન પીરસવા આવી રહ્યા છે. પ્લીઝ વેલકમ આરોહી દવે ફ્રોમ સુરેન્દ્રનગર, તૃપ્તિ પટેલ ફ્રોમ સુરત, અફશાના શેખ ફ્રોમ અમદાવાદ, જયદેવ સિંહ રાણા ફ્રોમ જામનગર, વિશ્વાસ જોશી ફ્રોમ ભુજ, મોહિની સુથાર ફ્રોમ મહેસાણા, અર્ઝાન જુણેજા ફ્રોમ લંડન.." કરિશ્માના સંબોધતા જ એક એક કરી બધા વક્તાઓ સ્ટેજ પર ગોઠવતા ગયા. કરિશ્મા પોતાનું એન્કરિંન્ગ કરતા કરતા મહેમાનોને આવકાર આપી સોફાપર બિરાજમાન થવાનું કહેતી ગઈ.

"તો દોસ્તો આ છે આજના આપના વક્તાઓ. તમને જાણીને ખુશી થશે કે આજના વક્તાઓ ખુબ જ યુવા છે. દરેકની ઉંમર ૨૦-૨૫ વર્ષની વચ્ચે જ છે. જે એ વાતનો સંકેત છે કે ગુજરાતી આ સમયે પણ યુવાઓના લોહીમાં દોડી રહી છે. યુવાઓ સાહિત્યમાં રસ લઇ રહ્યા છે. કાવ્યો, ગીતો, લોકગીતો, નવલકથાઓ, લવ સ્ટોરી, સામાજિક સંદેશના લેખ, જાગૃતતાના લેખ વેગેરે-વગેરે લખીને સાહિત્યને વધુને વધુ આગળ વધારી રહ્યા છે. આજના આપણા મહેમાનોમાં ઉપસ્થિત વ્યક્તિઓમાં અનેક ખૂબીઓ છે જે તમને એમના શબ્દોથી જણાવા મળશે. તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા દરેક મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરીએ. આ અમારી એક પહેલ છે કે બુકે ન આપી બુક આપી સ્વાગત કરવું. જેથી એ પુસ્તક વક્તાઓને જીવનમાં હંમેશા આ કાર્યક્રમની યાદ અપાવે અને એ પણ પુસ્તક વાંચીને મનને લ્હાવો આપી શકે."

કરિશ્માએ એક એક કરી બધા વક્તાઓનું નામ લીધું. વક્તાઓ સોફાપર પોતાના સ્થાને ઉભા થઇ આયોજકો દ્વારા પુસ્તક સ્વીકારીને આભાર વ્યક્ત કરતા ગયા. કરિશ્મા પણ બધા મહેમાનોને ખુબ પ્રેમભર્યા શબ્દો અને સ્મિત સાથે સ્વાગત કરતી ગઈ.