Ek strini nazare in Gujarati Magazine by Simran Jatin Patel books and stories PDF | એક સ્ત્રીની નઝરે....

Featured Books
Categories
Share

એક સ્ત્રીની નઝરે....

#એકસ્ત્રીનીનઝરે....

"પહેલાં જ્યારે સ્ત્રી પર રેપ કે ગેંગરેપ ના ન્યુઝ વાંચતી તો મારું લોહી ઉકળી ઉઠતું...

પણ જ્યારે આજ અબોલ પશુ પર આ શરમનાક ઘટિત થયું તું મારુ લોહી જાણે ઠંડુ પડ્યું ને હું શૂન્યમનસ્ક..."

હદ હવે તો હદ થઈ સ્ત્રીઓ પર રેપ થતા એ કાંઈ ઓછું હતું કે એમાં પણ કાંઈ બાકી રહી જાતું તું કે બિચારા મુક પશુનો પણ આ નરહેવાનો એ શિકાર બનાવી લીધો. હું જ્યારે જ્યારે કોઈ સ્ત્રી પર રેપ થયા ના ન્યુઝ વાંચતી કે જોતી એ દિવસે એક કોળીયો પણ ન ઉતારી શકતી ગળા નીચે. અને આજ ના આ ન્યુઝ તો જોઈ પાણી પીવાનીય મારા માં હામ નહીં. મને એ નથી સમજાતું કે આ બધું શું ને કેમ થઈ રહ્યું છે. હવે તો આ લોકો જાનવર કહેવાને પણ લાયક નથી. એમ કહેતા આપણે પશુઓનું જ અપમાન કરશુ. ન એ લોકો નર માનવ કહેવાને લાયક છે. જો આમ જ નરપીસાચોની સંખ્યા વધતી જ જસે અને હર સીમા ઓ પાર થતી જ રહેશે તો જરૂર નારી ને પીસાચણી બની એમનો અંત લાવવો જ રહ્યો. નારી દુર્ગાશક્તિ બની પણ અંત લાવી શકતી હોત તો એ હવન કુંડ માં નારી નહીં પણ દરેક એ હેવાન અને રાક્ષસ હોત. જો ભગવાન આટલો સમય લગાડી રહ્યો છે. એની પાછળ નું તર્ક તો નથી જાણતી પણ હા હવે જે કરવાનું છે એ અને જે પણ થશે એ સ્ત્રીએ કરવાનું છે. ગુનેગાર ને કાનૂન સજા આપશે ત્યારે આપશે. પણ એ પહેલા દરેક સ્ત્રી આપશે. દરેક એ રસ્તા જ્યાં સ્ત્રી ને નગ્ન હાલત માં નાંખી દેવાતી ત્યાં જ દરેક ગુનેગાર પુરુષ ને લાવી એજ હાલતમાં ત્યાં જ થર્ડ ડીગ્રી સ્ત્રીઓ દ્વારાજ અપાશે એ સમય હવે દૂર નથી. કડક ચા અને કડક ઈસ્ત્રીબંધ કપડાં પહેરી નીકળી પડે છે ઘર બહાર એજ રીતે નજર પણ એવી રાખો કડક. કેમ સ્ત્રીઓને ઓછી ને નીચ નજરે જુઓ છો.દરેક ને પોતાની માં બેન દીકરી વહુ દોસ્ત ની નજરે જુઓ. કેમ અન્ય પર નજર જ નજર બદલાઈ જાય છે. નજરમાં ખામી તમારી સોચ તમારી નીચ કક્ષાની અને અમને એમ કહેતા એ સ્ત્રી અમારી સામે જુએ છે અને કપડાં પણ શોર્ટ પહેર્યા છે. જો આ બે ના લીધે જ રેપ થતા હોય તો આ વાત મને માન્ય નથી કોઈ પણ સંજોગોમાં. કેમ આપણી ગર્લફ્રેંડ કે દીકરી કે વાઈફ મોર્ડન કપડાં પહેરે છે. કે આપણે ખુદ લાવી આપીએ છીએ ત્યારે તો આપણે કૈં ખરાબ નજરે જોતા નથી કે રેપ કરતા નથી. કપડાં ક્યારેય લોન્ગ કે શોર્ટ હોતા નથી એ આપણે બનાવ્યા છીએ. માત્રને માત્ર પુરુષોના માઈન્ડ જ શોર્ટ મેન્ટાલિટી ના હોય છે. મને તો ગુનેગાર ને થતી ફાંસી ની સજા તેના કૃત્ય ને જોઈ વ્યાજબી નથી લાગતી. તેને એ હદે મારમારો, ઘર સમાજ માંથી બહાર ફેંકી દો, ખોરાક પાણી બધું જ બંધ અને જેના દમ જેની ભૂખ સંતોષવા તેને આ કૃત્ય કર્યું એ જ અંગ ને તેના શરીરથી હમેશ માટે દૂર કરી દુનિયા ઠોકરો ખાવા છોડી દો એ પણ રેપ ના ટેગ સહિત. જે આમ સ્ત્રી પર રેપ કરે છે એમને માં બેન પત્ની ફેમેલી નહિ હોય.શું એમને માં ધવરાવ્યાં વગર જ આમ છોડી દીધા હશે. એ લોકો કોઈ પણ સ્ત્રી સાથે આવું કૃત્ય કરી જ કઈ રીતે શકે છે. શુ ત્યારે એમને એમની માં બેન દીકરી પત્ની કોઈ યાદ નહિ આવતું હોય. પણ હા હવે એજ સ્ત્રી તેમને આ જન્મ માંજ ધરતી પર જ નર્ક ની અનુભૂતિ જરૂર કરાવશે એ સમય હવે વધતા કૃત્ય જોઈ નજીકમાં આવ્યો સમજો.

માત્ર એવું સમજવાની ભૂલ ન કરશો કે જે રસ્તા પર કે કોઈ અવાવરું જગા એ નગ્ન હાલતમાં મૃત કે ગંભીર સ્થિતિ માં મળી આવે તેમની સાથે જ રેપ થાય છે. કોઈ લાલચ આપી ને કરવામાં આવતું શોષણ પણ રેપ જ કહેવાય. સ્ત્રીની તો મજબૂરી હતી પણ આપણે મદદ કરવાની જગ્યાએ એનો ફાયદો ઉઠાવ્યો. ખરાબ નજરે જોવું, ખરાબ ઈશારા કરવા, ખરાબ રીતે સ્પર્શ કરવો, એ પણ એક પ્રકાર નો રેપ જ કહેવાય. રેપ માત્ર શરીર સાથે નહિ પણ આત્મા સાથે થતો જ હોય છે.આ પરિસ્થિતિ માંથી પસાર થયા બાદ જ મૃત્યુ થયું તો ઘણા અંશે ઠીક જ છે બાકી જીવી ગયા તો તમારે પળેપળ મરી મરીને પણ જીવવું પડશે. ખુદ ના જ શરીર પ્રત્યે નફરત થઈ જશે. છતાંયે ખુદ જ ખુદ ને પ્રેમ કરી હિંમત આપી દરેક પરિસ્થિતિ નો સામનો કરવો પડશે. રોજબરોજ ના રેપના કિસ્સાઓ વાંચી પુરુષજાત થી જ સુગ આવવા લાગી છે. પિતા દ્વારા પુત્રી પર રેપ. ભાઈ દ્વારા બહેન પર રેપ. પતિ દ્વારા પત્ની પર રેપ. દોસ્ત દ્વારા દોસ્ત પર રેપ. પાડોશી દ્વારા પણ રેપ. દાદા દ્વારા પૌત્રી પર રેપ. કોણ કહે છે કે અજાણ્યા લોકો થી સાચવવું અહીં તો આપણા લોકો જ જાત વેચી નાગા બની બેઠા છે ત્યાં એટલું જ કે માત્ર ખુદ પર જ વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ... ગર્લ્સ તમને આ લોકો હર રૂપ માં હર જગાએ જોવા મળશે માત્ર ઓળખવાની જરૂર છે. હા દરેક વ્યક્તિની નજર કે ઈરાદા કે સ્પર્શ ખરાબ નથી હોતો. હજારો કે લાખો ની સંખ્યામાં કોઈ એક નજર દાનત સ્પર્શ સારો હોય છે જે આપણ ને આપણી પરિસ્થિતિ ને જોઈ સમજી આપણી મદદ કે સાથ આપવા ત્યાર હોય છે પણ દરેકને નિયત સમયે કોઇ એવું મળી જ રહે એ નક્કી નથી હોતું. કોઈ જ આમાંથી બાકી નથી, દરેકે દરેક પુરુષ માનવતા મારી ને બેઠો છે. ડોકટર, શિક્ષક,ડ્રાઇવર, સામાન્ય કર્મચારી,ફિલ્મ પ્રોડ્યૂસર, અભિનેતા, પાંખડી ધર્મગુરુઓ , વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, ને કેટલાય. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ખુદ પર વિશ્વાસ રાખી આગળ વધો. જ્યાં પણ હોવ એકલા હોવ કે કોઈ સાથે હોવ ડર્યા વિના જેતે સ્થિતિ નો સામનો કરો. સામે કોણ છે એ ન જોવું અજાણ્યું કે જાણીતું. ગાલ પર કસીને લાફો ઝીંકી જ દો. અને લાત મારી દૂર ફેંકી જ દો. એ ચાહે કોઈ પણ... કોઈ પણ હોય. યાદ રાખો કે એમ ન વિચારો કે ફેમિલી શુ વિચારશે... કે કોઈ ઘર નું જ છે તો સમાજ માં એની સાથે તમારી પણ બદનામી થશે. પહેલ આપણે જ કરવાની છે. આંધળા સમાજની આંખો આપણેજ ખોલવાની છે. સમાજ ફેમિલી સાથે સારી વર્તણુક અને સહકાર આપવાનું કહે છે. પણ જ્યારે આજ ફેમિલી આ કૃત્ય છુપાવવા નું કહે છે ત્યારે કોઈ સમાજ કેમ એ સ્ત્રી ને સાથ આપવાની જગ્યાએ એને સમજાવવાની કોશિશો કરે છે.

હું નાની હતી તો ક્યારેક પુરુષોને જોઈ મને પણ ઈચ્છા થતી કે હું કાશ સ્ત્રી નહિ પણ પુરુષ હોત. હું પણ મન ગમતું કરી શકતી બધું... બાઇક રાઈડિંગ, મનગમતા કપડાં, લેટ સુધી બહાર ફરવું મુવી  ડિનર, લોન્ગ ડ્રાઇવ, બહુ જ બધાં દોસ્તો, સમય ની કોઈ જ પાબંધી નહિ, પરણી ને બીજા ઘરે જવાનું નહીં, હમેશા વટથી જ રહેવાનું, કોઈ ઘરકામની ચિંતા જ નહીં. પણ હા હું સ્ત્રી થઈને પણ દરેક પુરુષ ન કરી શકે એવા કામ કરી ખુશ છું. મને ગર્વ છે હું સ્ત્રી છું અને પુરુષ કરી શકે એ દરેક કાર્ય કરવા સક્ષમ છું અને એથી પણ વિશેષ કે હું એક જીવ ને જન્મ આપી શકું છું જે માત્ર ને માત્ર ઈશ બાદ સ્ત્રી જ કરી શકે એમ છે. સારું છે હું સ્ત્રી છું પુરુષ નહીં. પુરુષ જીવનો નાશ કરે છે અને સ્ત્રી જીવને જન્મ આપે છે.

નથી જરૂર સ્ત્રીને કોઈ પુરુષની કે...
નથી જરૂર સ્ત્રીને કોઈ સમાજની...
નથી જરૂર સ્ત્રીને કોઈ કાનૂનની...
નથી જરૂર સ્ત્રીને કોઈ આશ્વાસનની...
જરૂર છે માત્ર સ્ત્રી ને ખુદ સ્ત્રીની જ...
જરૂર પડ્યે સાથ અને મદદ ની બદલે જો દિલાસો જ આપવો હોય તો શું કામની પુરુષોની એ મર્દાનગી કે સમાજની સમજણ...
જરૂર પડ્યે સાથ ન્યાય અને મદદ ને બદલે મરી ગયા પછી ફાંસી શુ કામની...
જરૂર હિંમત ની પડે છે આગળ નું જીવન માથું ઊંચે રાખી જીવવા નહીં ખોટા આશ્વાસન ની...

એ જ ભૂલ કે હું માસૂમ છું...
એ જ ભૂલ કે હું નાદાન છું...
એ જ ભૂલ કે હું સુંદર છું...
એ જ ભૂલ કે હું તમને જાણતી નથી...
એ જ ભૂલ કે હું વિશ્વાસ કરી બેઠી...
એ જ ભૂલ કે હું આકર્ષણ ને પ્રેમ સમજી...
એ જ ભૂલ કે હું માબાપને ભગવાન સમજતી...
એ જ ભૂલ કે હું વડીલોને માબાપ સમાન માનતી...
એ જ ભૂલ કે હું પિતરાઈઓને મારી જ માતા નો અંશ સમજતી...
એ જ ભૂલ કે હું દોસ્તોને સાચા દિલ થી પોતાના કેહતી...


આ તે કેવો આંધળો વિકાસ... સ્ત્રી દરેકે દરેક ઉચ્ચ સ્થાને બિરાજમાન છે તોયે માત્ર કહેવાતા જ મર્દ એમની મર્દાનગી યોગ્ય જગાએ બતાવવા ને બદલે સ્ત્રીઓને રમકડું સમજી રહેંસી નાખી છે... અને મહાન બનવા ના ઢોંગ કરે છે... પુરુષજાતી એ તો માનવતા વેચી નાગા બની બેઠા છે... હવે હદ થઈ હદ... કોઈ કૃષ્ણ નહિ આવે તો સ્ત્રીએ જ ખુદ ખુદનો જ નવતર અવતાર ધારણ કરવો પડશે... 

છેલ્લે એટલું કે મારા આ લેખ માં ક્યાંક ભાષા કે શબ્દો થકી કોઈના પણ દિલની લાગણી દુભાય હોય કે ખરાબ લાગ્યું હોય તો પ્લીઝ મને માફ કરશો...

આપના કિંમતી મંતવ્યો જરૂર આપશો....

#સાંઈસુમિરન....