Prem ek jivant abhivyakti in Gujarati Magazine by Bharvi Patel books and stories PDF | પ્રેમ એક જીવંત અભિવ્યક્તિ...

Featured Books
Categories
Share

પ્રેમ એક જીવંત અભિવ્યક્તિ...

                 આજકાલની યંગ જનરેશનમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે  'પ્રેમ' ની વાતો બહુ થાય છે. કદાચ આજની જ જનરેશનમાં નહિ, વર્ષો પહેલાની જનરેશનમાં પણ થતી જ હશે. ભલે હું આજકાલની યંગ જનરેશનમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની આ 'પ્રેમ' ની વાતો ના ટોપિક વિશે લખી રહી છુ, પણ હું પણ આજની જ જનરેશનની છું. યંગ જનરેશનની વાત જવા દો, કોઈ દિવસ નાના ભૂલકાઓ જે સ્કૂલે જાય છે તેમની પણ વાતો સાંભળવા જેવી હોય છે. જો તમે તમારા ફ્રેન્ડ જોડે વાતો કરતા હો ને જો નાનું બાળક સાંભળી જાય તો તે પણ કહે,હો..હો.. દીદી 'Love' ની વાત કરો છો? જરાક મને પણ કહો ને... હું પણ સાંભળુ...શું 'પ્રેમ' નામનો શબ્દ આવે એટલે છોકરા અને છોકરી વચ્ચેનો જ પ્રેમ હોય? શું 'પ્રેમ' નામનો શબ્દ આવે એટલે 'Three magical word in the world' એ બોલવું એ જ 'પ્રેમ' છે? ના, પ્રેમ માટે કોઈ શબ્દ નથી હોતો.....'પ્રેમ' તો નિ:શબ્દ અનુભૂતિ છે. છોકરા અને છોકરી વચ્ચે થાય એ જ પ્રેમ નથી, પ્રેમ તો પિતા પુત્રી વચ્ચે પણ થાય, મા દીકરા વચ્ચે  થાય, મિત્રો મિત્રો વચ્ચે પણ પ્રેમ થાય, દુનિયાના કોઈપણ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ સાથે થાય.. પ્રેમ કરવાનો ન હોય થઈ જાય..

                         આપણે બધા સીરિયલ્સ અને Movies માં 'પ્રેમ' વિશે મોટી મોટી વાતો સાંભળીને તેને 'પ્રેમ' સમજી બેસીએ છીએ... પણ આપણે સમજવા જેવું છે કે, એ સીરિયલ્સ કે Movies માં કોઈ કે ડાયલોગ સેટ કરેલા છે ને તેને યાદ કરી હીરો અને હિરોઈન ડાયલોગ્સ બોલતા હોય છે. તે કોઈ અનુભૂતિ નથી એટલે તેને 'પ્રેમ' ના જ સમજવો જોઈએ.

                          અચાનક જ મને કંઈક યાદ આવે છે ઉભા રહો હું તમને કહું...., એક પિતા હોય છે જેમની દીકરી 2nd કે 3rd standard  માં સ્કુલે ભણવા જતી હોય છે. તેમાં તમે જોયો હોય તો  એક કંપાસ બોક્સ આવે છે તેના પર 'I Love My India' એવું કંઈક લખેલું આવે છે. તો પેલા બાળકોને પહેલા 'My India' ના દેખાય 'Love'  જ દેખાય એટલે તે બાળકો તો વાતો કરે છે કે,હો...હો...'Love' લખેલું છે. પણ પેલી છોકરીને એ 'Love' શબ્દ મગજમાં બેસી જાય છે. તે તેના ઘરે જઈને તેના પિતાને પૂછે છે કે પપ્પા, આ કંપાસ બોક્સ પર 'I Love My India' લખેલું છે તો એમાં 'Love' શું છે? તો પિતાએ તેને સામે કહ્યું કે, તું તારા જાતે આ પ્રશ્નના જવાબને શોધીશ કે, શું છે આ 'પ્રેમ'? પછી તો એ પિતાની દીકરી મોટી થતી  ગયી. પિતા વારંવાર પૂછતા રહેતા કે, શું છે આ 'પ્રેમ'? દીકરી જવાબ આપવાનો પ્રયત્ન કરતી ને દરેક વખતે 'પ્રેમ' ની વ્યાખ્યા માં ફેરફાર થતો...તે 'પ્રેમ'ની વ્યાખ્યા શોધતા-શોધતા તે દીકરીને તેના પિતા સાથે સાચો 'પ્રેમ' થઈ ગયો. તમને થતું હશે કે દરેક દીકરીને પિતા અને પિતાને દિકરી પ્રેમ કરતી જ હોય છે, પણ આ દીકરી ને તેના પિતા સાથે થયેલો 'પ્રેમ' અમૂલ્ય હતો..

                         સિરિયલ્સ અને movies માં  જ્યાં જ્યાં 'પ્રેમ' નામનો શબ્દ આવે છે ત્યાં ત્યાં અગ્નિ પરીક્ષા આવે છે. તેવી જ રીતે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે સાચો 'પ્રેમ' થયો હોય ત્યા ત્યા અગ્નિ પરીક્ષા આપવી જ પડે છે. પછી ભલે પિતા- પુત્રી વચ્ચે  થયેલ 'પ્રેમ' જ કેમ ન હોય. જેના થકી આ દુનિયામાં આવ્યા છે તેમને એકબીજાને કરેલા 'પ્રેમ' માં  પણ કેટલીય અગ્નિ પરીક્ષામાંથી  પસાર થવું પડે છે.'પ્રેમ'માં સ્વીકાર કરવાનું હોય,'પ્રેમ' માં સામેવાળાની ભૂલ પણ ના ભૂલ હોય,'પ્રેમ' માં આઝાદી હોય.. પછી ભલે તે પિતા પુત્રી વચ્ચે જ કેમ ન હોય.

                          તમને થતું હશે કે આ સાડા સત્તર વર્ષની છોકરી શું 'પ્રેમ' ની વાતો કરે છે. જેને હજુ દુનિયા પણ નથી જોઈ તેને શું ખબર પડે 'પ્રેમ' વિશે, પણ જે વ્યક્તિની જિંદગીમાં ચાર દિવાલો વચ્ચે જ પરિવાર અને માતા-પિતા સાથે સાચો 'પ્રેમ' થવાની અનુભૂતિ થઈ ગઈ હોય તેને દુનિયા ફરવાની જરૂર ન પડે. આ દુનિયામાં બધા એવું કહે છે કે,'પ્રેમ' થવાની કોઈ ઉંમર નથી હોતી એ તો ગમે તે ઉંમરે થાય તો એ હકીકત છે. એવું પણ બની શકે કે, કોઈ વ્યક્તિએ જિંદગીનાં ૭૦ વર્ષ કાઢ્યા હોય ને તે વ્યક્તિએ 'પ્રેમ' વિશે ની હજારો બુક્સ વાંચી હોય, છતાંય 'પ્રેમ' વિશે ન પણ સમજી શક્યો હોય કે ન તો સાચો 'પ્રેમ' થયો હોય. તમે જિંદગીમાં ગમે તેટલા પુસ્તકો વાંચશો 'પ્રેમ' પર, તેમાં ભલે વ્યાખ્યા આપી હશે પણ જો 'પ્રેમ' ની અનુભૂતિ જ નહીં થઈ હોય તો તે વ્યાખ્યાને પણ નહિ સમજી શકો.'પ્રેમ' માં  આંસુ, દર્દ, ખુશી, ભૂલો,  માફી, આઝાદી બધું જ હોય છે અને કોઈ કે કીધુ છે મને ખબર નથી કોણે કીધું છે કે,'પ્રેમ' કરવો એ મોટી વાત નથી, પણ વ્યક્તિ જીવે ત્યાં સુધી 'પ્રેમ' ને નિભાવી જાણે તે મોટી વાત છે. હું એવું નથી કહેતી કે કોઈક વ્યક્તિને પ્રેમ નહીં થયો હોય, થયો હશે પ્રેમ પણ 'પ્રેમ' ને નિભાવી જાણવા વાળા આ દુનિયામાં ખૂબ ઓછા છે, નહિવત છે....'પ્રેમ' તો એક જીવંત અભિવ્યક્તિ છે,'પ્રેમ' માટે કોઈ શબ્દ નથી હોતો,'પ્રેમ' તો બે આત્માઓ વચ્ચેનું  મિલન છે.  ભલે સામેવાળી વ્યક્તિ આપણાથી દૂર હોય છતાં પણ તેનો હોવાપણા નો અહેસાસ સાથે જ હોય છે. મેં એક પણ પુસ્તક 'પ્રેમ' પર નથી વાંચ્યું પણ મને મારા પિતા સાથે સાચો 'પ્રેમ' થઈ ગયો છે એટલે આ લખી શકું છું. જો કે સાચા 'પ્રેમ' પર તો જેટલું લખો તેટલું ઓછું છે...