કેયા નાસ્તો કરી પછી શાંતિથી બેસી ટીવી જોતી હોય છે. મમ્મી પપ્પા કેયા પાસે આવે છે અને કેયાને કહે છે કે "બેટા તારા માટે એક છોકરો પસંદ કર્યો છે. તારા એની સાથે લગ્ન કરાવવા માંગીએ છીએ." આ સાંભળતા જ કેયાના પગ તળેથી જમીન સરકી જાય છે.
કેયા:- "પપ્પા હું KDને પ્રેમ કરું છું."
રતિલાલભાઈ:- "પણ KD તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?"
કેયા:- "એ મારી સાથે લગ્ન કરશે."
રતિલાલભાઈ:- "OK હું તને એક દિવસનો સમય આપુ છું. મને પરમ દિવસે સવારે જવાબ જોઈએ."
કેયા:- ''OK"
કેયા KDને ફોન કરે છે.
કેયા:- "KD મારે તને મુળવું છે. અર્જન્ટલી."
KD:- "કાલે સાંજે મળીયે."
"આજે જ મળીયે. અત્યારે જ. હું હમણા જ તારા ઘરે આવું છું." એમ કહી કેયાએ ફોન ડિસકનેક્ટ કર્યો.
KDના ઘરે પહોંચી ત્યારે ઘરમાં કોઈ નહોતું KD સિવાય. KDના મમ્મી પપ્પા અને બહેન આજે સવારે જ એમના મૂળ વતનમાં થોડા દિવસ માટે રહેવા ગયા હતા.
કેયા:- "પપ્પા મારા લગ્ન કરાવવા માંગે છે."
આ સાંભળીને KDને ઝટકો લાગ્યો. પણ થોડીવાર પછી KDએ કહ્યું "સારું ને તો હવે તો તું મને હેરાન નહિ કરે."
કેયા:- "તું મને પ્રેમ નથી કરતો."
KD:- "કરું છું. જો કેયા મારા પપ્પાની આવક અને મારી થોડીઘણી આવકથી અમારું ઘર ચાલે છે. મારી મોટી બહેનના લગ્ન કરાવવાના છે. ઘરની જવાબદારી મારા પર છે. આપણા નસીબમાં સાથે રહેવાનું લખાયું નથી."
હવે કેયા ત્યાં રોકાઈને શું કરે? એટલે ત્યાંથી નીકળી આવે છે. ઘરે જઈને રડે છે. KDના મેસેજ પર મેસેજ આવે છે પણ કેયા કોઈ રિપ્લાય નથી આપતી. KD કેયાના ઘરે જવાનું વિચારે છે પણ એના અંતરમનમાંથી એક અવાજ આવે છે "શું કરે છે KD? આવી રીતે એને સમજાવવા જઈશ તો એ વધારે ઈમોશનલ થઈ જશે. સાથે સાથે પોતે પણ ઈમોશનલ થઈ જશે. કેયા પછી પોતાની જીંદગીમાં આગળ નહિ વધી શકે. મન તો થાય છે પોતે કેયાને લઈ અહીંથી બહુ દૂર ભાગી જાય અને પોતાની નાનકડી દુનિયાને વસાવી લે પણ આ શક્ય જ નથી. KDના માથા પર ઘણી બધી જવાબદારી હતી. આ જવાબદારીમાંથી ભાગી જઈ પોતે સ્વાર્થી નહોતો બનવા માંગતો.
કેયાને કેમ કેમ સમજાવે કે પોતે એને કેટલું ચાહે છે. આ બધું વિચારતા વિચારતા KDની આંખોમાંથી આંસુ પડવા લાગે છે. કેયાની ખૂબ ચિંતા થતી હતી પણ ત્યાં જઈ શકાય એવું શક્ય નહોતું. KDએ ફોન કર્યો. પણ ફોન રિસીવ જ ન કર્યો. બે થી ત્રણ વાર કર્યો. કેયાએ ફોન રિસીવ કરી એટલું જ કહ્યું "મારે તને છેલ્લી વખત મળવું છે. હું સાંજે આવીશ તારા ઘરે. કાલે છેલ્લો દિવસ છે તને મળવાનો." આટલું કહી ફોન મૂકી દે છે.
કેયા બીજા દિવસની સાંજે KDને મળવા જાય છે. ખાસ્સો વરસાદ હોય છે અને કેયા ભીંજાય ગઈ હોય છે. KD પણ ભીંજાઈ ગયો હોય છે. શર્ટ બદલવા જાય છે એટલામાં જ કેયા આવી જાય છે. કેયા ધ્રૂજતી હોય છે.
KD:- "ખાસ્સી ભીંજાય ગઈ છે તું. તું એક કામ કર. મારી બહેનના કપડા પહેરી લે. પેલો રહ્યો એનો રૂમ."
કેયા રૂમ બંધ કરી કપડા બદલી લે છે અને KD ના રૂમમાં જાય છે.
કેયા:- "પછી આવી રીતના મળાય ન મળાય એટલે તને મળવા આવી છું. તું કપડા બદલ હું અહીં જ છું."
કેયા ટીવી ચાલું કરે છે. KD કપડા બદલીને આવે છે અને કેયાની બાજુમાં જ બેસે છે. એક પછી એક રીમોટથી ચેનલ ફેરવતી હતી. કોઈ ખાસ પ્રોગ્રામ નહોતો આવતો એટલે song ની ચેનલ કરી.
तडपायें मुझे तेरी सभी बातें
एक बार ऐ दिवाने झूठा ही सही
प्यार तो कर..
मैं भूली नहीं हसीं मुलाकातें
बेचैन कर के मुझको
मुझसे यूँ ना फेर नजर
रुठे ना तु मुझसे मेरे साथीया ये वादा कर
तेरे बीना मुश्किल है जीना मेरा मेरे दिलबर
जरा जरा बहकता है, महकता है
आज तो मेरा तनबदन
मैं प्यासी हूँ, मुझे भर ले अपनी बाहों में
है मेरी कसम तुझ को सनम दूर कहीं ना जा
यह दूरी कहती है पास मेरे आजा रे
આ song સાંભળતા જ બંન્નેનું દિલ ધડકવા લાગ્યું. કેયાએ KDના ખભા પર માથું ટેકવી દીધું. થોડીવાર રહી કેયા KDના ચહેરા પર, કપાળ પર Kiss કરવા લાગી. કેયાના kissમાં, કેયાના સ્પર્શમાં એક દર્દ હતું...એક વેદના હતી. જાણે કે KDને હંમેશને માટે પોતાનામાં સમાવી લેવા માંગતી હોય. KD એ વેદનાને સ્પષ્ટ રીતે અનુભવી શક્યો.
"કેયા શું કરે છે?" KDએ કહ્યું.
"પ્લીઝ મને ન રોક. આજે તારી સાથે જીંદગી જીવી લેવા માંગુ છું. શું ખબર તું મને પછી મળે કે ન મળે. પ્લીઝ KD મને આ પળોને માણવા દે. આપણે સાથે જે ક્ષણો માણીશું એને જ યાદ રાખી હું આખી જીંદગી જીવી લઈશ." આટલું કહેતા કહેતા તો કેયાની આંખમાં આંસુ આવી ગયા.
KD:- "કેયા આ ઠીક નથી. ચાલ હું તને ઘરે મૂકી આવું."
"KD તું સમજી નથી રહ્યો. તું મને નહીં રોકી શકે." એમ કહી ફરી KDના ચહેરાને, KDના ગળા પર, KDના હાથ પર ચુંબનો કરવા લાગી જાય છે. "હોંશમાં આવ કેયા. તું શું કરી રહી છે તને ખબર છે?"
"અને તું શું કરી રહ્યો છે તને ખબર છે? તું મારું અપમાન કરી રહ્યો છે, મારા પ્રેમનું, મારા અસ્તિત્વનું, મારા સ્ત્રીત્ત્વનું અપમાન કરી રહ્યો છે." કેયા કહેતા કહેતા રડતી જતી હતી અને લાચાર બની KDના પગ પાસે જ ફસડાઈ પડી.
KDએ કેયાને ઊંચકી પથારી પર બેસાડી. અને કેયાના આંસુ લૂછતા લૂછતા એને સમજાવવા લાગ્યો " હું ધારું તો તને ભગાડીને પણ લઈ જઈ શકું. પણ પછી તારા મમ્મી પપ્પાને નીચું જોવાનો વારો આવે. સમાજમાં તારા લીધે તારા મમ્મી પપ્પાનું અપમાન થશે તે તું સહન કરી શકીશ?"
કેયા કંઈ જ ન બોલી બસ ગુમસુમ બેસી રહી.
KD:- "ચાલ તને ઘરે મૂકી આવું. રાતના ૧૦ વાગવાના છે."
કેયા ચૂપચાપ બાઈક પાછળ બેસી જાય છે. બંન્ને વચ્ચે મૌન છવાયેલું રહે છે. કેયાની આંખો ભરાઈ આવે છે.
કેયાનું ઘર આવતા જ બાઈક પરથી ઉતરી KD સામે જોય છે. KD પણ કેયાને જોઈ રહ્યો. KD કંઈ કહેવા જાય એ પહેલાં જ કેયાથી ફરી રડાઈ ગયું "I hate you KD...I hate you" એમ કહીને દોડીને પોતાના ઘરમાં જતી રહી. KD કેયાને જતા જોઈ રહ્યો. KD ક્યાંય સુધી ત્યાં જ ઉભો રહ્યો.
इस उम्र में ईश्क की पीडा,
वाकई लाजवाब है,
दर्द के साथ इश्क
इश्क के साथ दर्द
बेहिसाब है।
ક્રમશઃ