Selfie - 18 in Gujarati Horror Stories by Disha books and stories PDF | સેલ્ફી ભાગ-18

The Author
Featured Books
Categories
Share

સેલ્ફી ભાગ-18

સેલ્ફી:-the last photo

Paart-18

પૂજાની મોત બાદ જેડી આઘાતમાં પણ હતો અને આવેશમાં પણ.પૂજાને મોત ને ઘાટ ઉતારનારા કાતીલને પોતે પોતાનાં હાથે મોતને ઘાટ ઉતારશે એવું મન જેડી બનાવી ચુક્યો હોય છે.બપોરની દારૂ નો નશો હજુ જેડીનાં માથે સવાર હતો છતાં સાંજે પણ એને ચિક્કાર દારૂ પીધો.

રોહને જેડીને એનાં રૂમમાં જઈને સુઈ જવા માટે કહ્યું તો એ રોહનની ના કહ્યાં છતાં હોલમાં જ બેસી રહ્યો.શુભમે પણ એને ઘણું સમજાવી જોયો તોપણ જેડી કોઈની વાત માનવા તૈયાર નહોતો.શુભમે અને રોહને જોડે સુવાની તૈયારી બતાવી તો જેડી એમની પર ક્રોધે ભરાયો.એ પોતે એકલો જ રહેશે એવું કહી રોહન અને શુભમને પોતપોતાનાં રૂમમાં મોકલી દીધાં. શુભમ પણ રોહનની બાજુનાં રૂમમાં જ્યાં જેડી રહેતો હતો ત્યાંજ હવેથી રહેશે એવું એમને નક્કી કરી લીધું હતું.

"યાર મને જેડી ની બહુ ચિંતા થાય છે..એને કંઈ થઈ ના જાય"જતી વખતે શુભમે રોહનને કહ્યું.

"શુભમ એ અત્યારે ફૂલ નશામાં છે..મને પણ એની ચિંતા થઈ રહી છે પણ તું જાણે તો છે એ કેટલો જિદ્દી છે.."રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી શુભમ નિરુત્તર થઈને પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો..રોહન પણ મેઘાની સાથે પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો.પૂજાની લાશનું દ્રશ્ય હજુપણ એ લોકોની આંખો સામે તરવરી રહ્યું હતું.એ સિવાય પૂજાની હત્યા કરનારું કોણ હતો એ સવાલ પણ એ બધાં ને સતાવી રહ્યો હતો.આ બધું વિચારી એમને મહાપરાણે ઊંઘ આવી.

"હું એને મારી નાંખીશ..હું એને મારી નાંખીશ.."દારૂનાં નશામાં જ બબડતાં બબડતાં જેડી સોફા પર જ સુઈ ગયો.

રાતનાં બે વાગવા આવ્યાં હતાં અને સોય પડે તો પણ એનો અવાજ સંભળાય એવો સન્નાટો અત્યારે હવેલીમાં વ્યાપ્ત હતો.બે વાગતાં ઘડિયાળનાં ટકોરા સ્પષ્ટપણે હવેલીમાં પડઘાય રહ્યાં હતાં.

જેડી વચ્ચે વચ્ચે ઉઠી જતો પણ માથું અને આંખો ભારે હોવાથી એ પાછો લાંબો થઈને સોફા પર પડી જતો.બે વાગે ફરીવાર જેડીની આંખ ખુલી ગઈ.દારૂના નશામાં જ જેડી ધીરે ધીરે ચાલતો ચાલતો ટોઈલેટ તરફ ચાલવા લાગ્યો.હોલથી ટોઇલેટનું અંતર લથડાતાં પગે કાપતાં પણ જેડી ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો..બે વખત તો એ પડતાં પડતાં માંડ બચ્યો હતો.

ટોઈલેટમાં જઈને જેડી એ પોતાની ભારે થઈ ગયેલી આંખો પર પાણીની છાલક મારી એટલે એને થોડી રાહત મહેસુસ થઈ રહી હતી.વોશરૂમમાંથી બહાર આવતી વખતે જેડી એ હોલમાં કોઈકની હાજરી મહેસુસ કરી.એને એવું લાગ્યું તો કોઈક તો હોલમાં અત્યારે હાજર હતું પણ એને દેખાઈ નહોતું રહ્યું.

જેડી એ સતર્કતા વાપરી પોતાનાં જોડે રાખેલું મોટું ચાકુ હાથમાં લઈ લીધું.જેડી નાં પગ હજુપણ લથડાઈ રહ્યાં હતાં છતાંપણ એ પોતાનાં દોસ્તો અને પ્રેમીકાનાં હત્યારાને કોઈ કાળે જીવતો છોડવા તૈયાર નહોતો.જેડી એક હાથમાંથી ચાકુ બીજા હાથમાં લાવતો ધીરે ધીરે હોલમાં ઘુમી રહ્યો હતો.જેડી ને લાગ્યું બારીની પાછળ કોઈક છે એટલે એ પોતાની આંખો પહોળી કરી સાવચેતી પૂર્વક એ તરફ આગળ વધ્યો.

અચાનક જેડીને એવું લાગ્યું કે એની પાછળ કોઈ હતું એટલે એને ચમકીને નજર પાછળ ઘુમાવી તો એને ત્યાં કોઈ દેખાયું નહીં. આ પોતાની આંખોનો વહેમ હોઈ શકે.હજુપણ જેડીનાં હાથમાં ધારદાર છરી મજબૂતાઈથી પકડાયેલી હતી.

"તડડડ..."અવાજ સાથે આચાનક હવેલીનો દરવાજો ખુલ્યો..દરવાજો ખુલવાનો અવાજ આમ તો ધીમો જ હતો પણ એ રાત નાં ભયાનક સન્નટામાં એ ધીમો અવાજ પણ વધુ લાગી રહ્યો હતો.

જેડીનું ધ્યાન તત્કાળ એ તરફ ગયું અને એ ઉતાવળાં પગલે હવેલીનાં મુખ્યદ્વાર ભણી આગળ વધ્યો..હવેલીની બહાર ચોગાનમાં એક કાળો ઓછાયો જતો હોય એવું જેડીએ જોયું એટલે એ એની પાછળ પાછળ દોડ્યો.એ વ્યક્તિ દોડીને હવેલીની પાછળ નાં ભાગમાં જઈ પહોંચ્યો.

જેડી પણ એની પાછળ પાછળ ભાગે જતો હતો..ભાગતાં ભાગતાં જેડી લગભગ એ પડછાયા સમાન વ્યક્તિની પાછળ આવતાં જેડી નીચે પડી ગયો અને એનાં માથામાં એક પથ્થર વાગ્યો જેથી એનાં કપાળમાંથી લોહી નીકળવા લાગ્યો.જેડી નાં હાથમાં રહેલો છરો પણ નીચે પડી ગયો હતો.

જેડી એ નજર ઊંચી કરી જોયું તો એ જેની પાછળ પાછળ હવેલીની પાછળની બાજુ પહોંચી ગયો હતો એ વ્યક્તિ ત્યાં નજરે નહોતો આવી રહ્યો હતો.પોતાની ઉપર મોટનું તોળાતું સંકટ મહેસુસ થતાં જેડી એ હાથમાંથી પડી ગયેલા ચાકુ ની શોધખોળ માટે અંધારામાં જ જમીન પર પડે પડે જ ખાંખાખોળા કરવાનાં શરૂ કર્યા.

જેડી અત્યારે હથિયાર વગર જમીન પર પડ્યો છે એ બે ચમકતી આંખો એકીટશે ધારી ધારી જોઈ રહી હતી.જેડી હવે ચંદ મિનિટોનો જ મહેમાન હતો એવું એને લાગી રહ્યો હતું.એ કાળો પડછાયો જેડીની તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો..એ વ્યક્તિની આંખો અને એનાં હાથમાં થયેલું ધારદાર ખંજર એકસાથે ચમકી રહ્યાં હતાં.

જમીન પર હાથ ફેરવતાં ફેરવતાં જેડીનાં હાથમાં એનાં હાથમાંથી નીચે પડેલું ચાકુ અનાયાસે હાથ આવી ગયું..જેડી નાં હાથમાં રહેલું ચાકુ પૂર્ણ અંધકાર માં પણ ચંદ્ર ની આછી રોશનીમાં ચમકી રહ્યું હતું.જેડી નાં હાથમાં ચાકુ જોઈ એની પાછળ આવી ગયેલા એ વ્યક્તિ એ ત્રણ-ચાર ડગલાં પીછેહઠ કરી.

"ક્યાં છે તું..દમ હોય તો સામે આવી જા.."ચાકુ હાથમાં આવતાં જ જેડી ની હિંમત વધી ગઈ હતી..ડર નાં લીધે કપાળ પરથી રેલાઈ રહેલાં પરસેવાનાં દારૂનો નશો પણ ઉતરી ગયો હતો એટલે અત્યારે જેડીની હાલત પ્રમાણમાં સ્થિર હતી.

જેડી ની વાતનો કોઈ પ્રત્યુત્તર ના મળતાં એને પુનઃ ઊંચા સાદે કહ્યું.

"મને ખબર છે કે તું અહીં જ છે..જો તારામાં હિંમત હોય તો એકવાર મારી સામે આવી મારો મુકાબલો કર..."

જેડી દ્વારા વારંવાર ઉશ્કેરવા છતાં એ હત્યારો બરફની જેમ શાંત ચિત્તે જ પોતાની જગ્યાએ ઉભો હતો..જેડી ને હજુ વધુ વ્યગ્ર કરવાની એની ઈચ્છા હતી.જેડી રઘવાઈ ગયો હતો.

"બહાર નિકળ હરામની ઓલાદ..હું આજે તને નર્ક નાં દ્વાર સુધી ના પહોંચાડું તો મારું નામ જેડી નહીં.."જેડી અવેશપૂર્વક બોલ્યો.

જેડી નાં આવું બોલવા છતાં ત્યાં છુપાઈને એ ખતરનાક કાતિલ પોતાનાં હોઠનાં ખૂણાને સહેજ પહોળા કરી જેડી ની વાત પર હસી રહ્યો હતો.કોણ જાણે આવી સ્થિતિમાં પણ એની અંદર જે રીતની ધીરજ હતી એનાં લીધે એ બીજાં સિરિયલ કિલર કરતાં એક રીતે અલગ હતો.સામાન્ય સિરિયલ કિલર જ્યાં નાની નાની વાતે આવેશમાં આવી જતાં એની વિપરીત એ હત્યારો એકદમ શાંત જણાતો હતો.

વીસેક મિનિટ સુધી જેડી હાથમાં છરી લઈને આમથી તેમ નજર ઘુમાવતો રહ્યો..એને ઘણીવાર એવું લાગતું કે અહીં કોઈક ઉભું છે ને ત્યાં કોઈ ઉભું છે પણ જ્યારે એ ત્યાં પહોંચતો ત્યારે એને ત્યાં કોઈ ના મળતું.આખરે હત્યારો ત્યાંથી ભાગી ગયો હોવાનું લાગતાં જેડી ત્યાંથી હવેલીમાં જવા પાછો વળી રહ્યો હતો.અત્યારે એ મનોમન ખુશ હતો કે એ હત્યારો એનાંથી ડરીને નાસી ગયો છે.

આવું વિચારવું જેડી ની ભૂલ હતી..એ જેવો પીઠ ઘુમાવી હવેલી તરફ જતો હતો ત્યાં હાથમાં ચાકુ સાથે હત્યારો એની પાછળ પાછળ આવી પહોંચ્યો.એ ચાકુ ઉગામવા જ જતો હતો ત્યાં દામુ હવેલીનો મુખ્યદ્વાર ખોલી હાથમાં ટોર્ચ લઈને આવી પહોંચ્યો..ટોર્ચ નાં પ્રકાશમાં જેડી એ પોતાની પાછળ એક પડછાયો જોયો જે એની ઉપર ચાકુ ચલાવવા જતો હતો.સતર્કતા વાપરી જેડી નીચે નમી ગયો અને કાતિલ નો વાર ખાલી ગયો.જેડી એ સમય ગુમાવ્યાં વગર પોતાનું ચાકુ પાછળની તરફ જોરથી ઘા કર્યું.

પોતાનો વાર ખાલી જતાં હતપ્રભ બનેલો હત્યારો ત્યાંથી ભાગી નીકળ્યો.. જેડી તાત્કાલિક સમય ગુમાવ્યાં વગર એ કાતિલ નાં પગલાં ની દિશામાં ભાગ્યો..ત્યાં થઈ રહેલી હલચલ સાંભળી દામુ પણ હાથમાં ટોર્ચ લઈને અવાજની દિશામાં ભાગ્યો.

ટોર્ચનાં પ્રકાશમાં જેડી હવેલીની પાછળ ગાયો બાંધવામાં આવતી એ જગ્યાએ આવી પહોંચ્યો..દામુ પણ જેડી ની સમીપ આવી પહોંચ્યો હતો.રોહને સુવા જતી વખતે દામુ ને જેડી નું ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલે રાતે જ્યારે દામુ ઉઠ્યો ત્યારે જેડી હવેલીમાં ના મળતાં એને શોધતાં શોધતાં દામુ ત્યાં આવી પહોંચ્યો હતો.

"સાહેબ કોણ હતું ત્યાં..?"દામુ એ હાંફતા હાંફતા પૂછ્યું.

"એ હત્યારો હતો જેને કોમલ અને પૂજાને માર્યા હતાં. પણ સાલો ક્યાંક ભાગી ગયો લાગે છે.."હતાશ અવાજમાં જેડી બોલ્યો.

દામુ આમ-તેમ ટોર્ચનો પ્રકાશ ફેંકી રહ્યો હતો ત્યાં એની નજરે કંઈક એવું ચડ્યું જેને જોઈ એ બોલી ઉઠ્યો.

"સાહેબ ત્યાં..."

દામુ એ ફેંકેલા ટોર્ચનાં પ્રકાશમાં અને એને કરેલી આંગળીનાં નિશાન તરફ નજર કરતાં જેડી ને આંચકો લાગ્યો.ત્યાં એક વ્યક્તિ જમીન પર ઉંધા માથે પડ્યો હતો અને એની પીઠમાં એક ખંજર ઘુસાડેલું હતું.એ વ્યક્તિ કોણ હતો અને એ જીવે છે કે મરી ગયો છે એ નક્કી કરવા માટે જેડી કાળજીપૂર્વક એની તરફ આગળ વધ્યો.

દામુ પણ ખુબજ કાળજી સાથે જેડી ની પાછળ પાછળ એનાં પગલે પગલે એને અનુસરતો આગળ વધી રહ્યો હતો..જેડી નાં હાથમાં અત્યારે કંઈ નહોતું એટલે દામુ એ રક્ષણ ખાતર એક લાકડું હાથમાં લઈ લીધું હતું.

ત્યાં નીચે પડેલ વ્યક્તિ ની નજીક પહોંચી જેડી એ એની પીઠમાં ઉતરી ગયેલ છરી તરફ દામુ ને ટોર્ચ નો પ્રકાશ ફેંકવા કહ્યું..ટોર્ચ ની લાઈટમાં છરી નો હાથો અને આકાર જોઈને જેડીનાં મુખ પર એક હાસ્ય ની પાતળી રેખા ઉભરી આવી...!!

◆◆◆◆◆◆◆◆◆◆

વધુ આગળનાં ભાગમાં..

એ વ્યક્તિ કોણ હતું..??એ વ્યક્તિ જીવિત હતી કે મૃત..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??શુભમ પર હુમલો કોને કર્યો હતો..??હવેલીમાં થતી તબક્કાવાર હત્યાઓ પાછળ રહેલ એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતું???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ