A different relation-4 in Gujarati Love Stories by Anki Rudani books and stories PDF | અ ડિફરન્ટ રિલેશન - ૪

Featured Books
Categories
Share

અ ડિફરન્ટ રિલેશન - ૪

આરોહી ના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. એ મેસેજ બીજા કોઈ નો નહિ પણ હતો કિર્તન નો. મેસેજ હતો "Hi". આરોહી મેસેજ જોઈને પેલા તો વિચારવા લાગી કે આ અજાણ્યો નંબર કોનો હશે. 
પછી આરોહી એ જવાબ મા Hi કહેવાને બદલે પુછયું "તમે કોણ!! " 
કિર્તન: હું કિર્તન. તારો ક્લાસમેટ. 
પેલા તો બે સેકન્ડ આરોહી વિચારમાં પડી ગઈ કિર્તન કોણ. પછી અચાનક જ યાદ આવ્યું અને એ પ્રતિભાવ મેસેજ માં પણ લખાઈ ગયો.  "ઓહ!!  મિસ્ટર ટોપર!!".
કિર્તન: " હા, પણ એમાં આટલી આશ્ચર્યચકિત કેમ થઇ ગઈ?? "
આરોહી: "અરે,  મિસ્ટર ટોપર મને મેસેજ કરે તો નવાઇ લાગે જ ને. "
કિર્તન જરાક મલકાઈ રહ્યો હતો "કેમ!!  હું કોઈને મેસેજ ના કરી શકું!! "
આરોહી ના ચહેરા ની આશ્ચર્યતા પર હવે એક ઠંડી અને મનમોહક મુસ્કાન કબજો કરી રહી હતી. આરોહી એ જવાબ આપ્યો "હા,  મેસેજ તો કોઈ પણ કરી શકે.  પણ મિસ્ટર ટોપર પેલા ક્યારેય નહિ અને આમ અચાનક જ મેસેજ કરે તો!! "

કિર્તન જરા પણ વાર લગાવ્યા વગર ફટાફટ ટાઈપિંગ કરી રહ્યો હતો જાણે કે જરા વાર લાગે અને આરોહી વ્યસ્ત થઈ જાય તો વાત ના થાય તો.. "તો હું પણ માણસ જ છું ને..  મેસેજ કરી શકું..  અને હા, આ શું માંડ્યું છે ક્યારનું..  મારું નામ મિસ્ટર ટોપર નહિ કિર્તન છે એ તો ખબર જ હશે ને!! "

આરોહી: હા, ઠીક છે કિર્તન ..બસ. હવે એ બોલ અચાનક યાદ કરવાનું કારણ!! 
 કિર્તન:  મને તારા નોટ્સ જોઈએ છે બધા. 
આરોહી:  મજાક ના કર.  તારા જેવા હોશિયાર ને મારા નોટ્સ ની જરૂર કયાંથી!! 
કિર્તન:  મને ખબર જ હતી કે તું મારી વાત નહિ જ માને. હું તને કાલે કોલેજમાં સમજાવીશ. 
આરોહી એ પણ જવાબમાં હા કહી દીધું. 

આરોહી ને લાગ્યું કે હા તો કહયું પણ સમજવા માટે પેલા તો તેની સાથે રૂબરૂ મુલાકાત થશે. મેં તો કિર્તન સાથે આ બે વર્ષમાં કયારેય વાત પણ નથી કરી,  આમ અચાનક વાત કેમ કરું.  આમ વિચારો કરતાં કરતાં એ બીજા દિવસે કોલેજમાં આવી. માત્ર આરોહી જ આવું વિચારતી હતી એવું નહોતું.  ત્યાં કિર્તન પણ ખચકાતો હતો.  એને તો આજ સુધી કોઈ છોકરી સાથે કામ પુરતી પણ વાત નહોતી કરી. બંને ખચકાટ અનુભવી રહ્યા હતા. ખબર નહિ પણ બંનેને આ અનુભવ ગમતો હતો.  કઈક તો હતું જે બંનેને એકબીજા નજીક લાવવા માગતું હતું.  આખરે બંને સામે આવી જ ગયા. પહેલાં તો બંને એકબીજાને થોડી વાર એવી રીતે જોઈ રહ્યા કે જાણે પહેલી વાર સંબંધ ની વાત ચાલી હોય અને પહેલી વાર સામેના પાત્રને મળતી વખતે શરમથી ચહેરા પર લાલી છવાઈ ગઈ હોય. ભલે બંને એકબીજાથી હજુ વધારે પરિચિત ન હતા પણ એ જ તો કુદરતની કરામત હતી કે બંને એકબીજાને વર્ષોથી જાણતા હોય તેવું લાગે છે. 

આરોહી શાંત વાતાવરણમાં થોડી નજાકત ઉમેરે છે "હા, તો મિસ્ટર ટોપર,  ઓહ સોરી સોરી,  કિર્તન તમારા જેવા ટોપર ને મારી નોટબૂક ની જરૂર કેમ પડી એ સમજાવશો!!! "

કિર્તન પેલી વાર કોઈ છોકરી સામે આવી રીતે વાત કરતો હતો એટલે પોતાનાથી કઈ એવું ના બોલાઈ જાય કે આરોહી ને માઠું લાગી આવે એ બાબતે એ સાવચેત રહેવા માગતો હતો. "તું પેલા તો મને કિર્તન નામથી જ બોલાવી તો મને વધુ ગમશે.  અને રહી વાત બુક્સ ની તો આ સેમેસ્ટર મા થોડું અઘરું છે નોટ્સ વગર ભણવું અને તને તો ખબર જ છે કલાસમાં તમે ચાર જ છોકરીઓએ નોટ્સ બનાવ્યા છે.  બીજા કરતા તારી પાસે માગવું યોગ્ય લાગ્યું. "

આરોહી મનમાં તો પોતે નોટ્સ બનાવવા માટે પોતાની જ પ્રશંસા કરી રહી હતી. " હા,  સારું હું તને કાલે બધી નોટ્સ આપી દઈશ. "

આમ બંને એકબીજાને મદદ કરવા લાગ્યા. ધીરે ધીરે બંને એકબીજાને ઓળખવા લાગ્યા.  કિર્તન અને આરોહી કલાકો સુધી ફોન પર વાત પણ કરી લેતા પરંતુ તે વાતોમાં ભણવાના કોઈ દાખલા કે સવાલો ના સોલ્યુશન પર જ ડિસ્કશન ચાલતું.  આ બધું કિર્તન ના એક ખાસ એવા મિત્ર પ્રદિપને કહ્યું. પ્રદિપ કિર્તનના બાળપણનો સાથી હતો. એ નજીક ની બીજી કોલેજમાં અભ્યાસ કરતો. બંને એકબીજાથી કશું છુપાવતા નહિ. પ્રદિપ ખૂબ જ ખુશ થાય છે અને આરોહી ને મળવા કિર્તન સાથે એમની કોલેજમાં પણ આવ્યો. આરોહી ને મળીને પ્રદિપ ખૂબ જ પ્રભાવિત થયો હતો.  આરોહી ના પ્રેમાળ સ્વભાવ અને નિખાલસ મિત્રતાને જોઈ પ્રદિપે મનોમન જ વિચાર કરવા લાગ્યો કે એના મિત્ર કિર્તન માટે આરોહી ને જીવનસાથી તરીકે જોઈ શકાય?. 

હવે પ્રદિપ આરોહી અને કિર્તન ના મિત્રતાના નિર્મળ સંબંધ ને પ્રેમ સુધી લઈ જવો યોગ્ય છે કે નહિ તેના પર ચિંતન કરવા લાગ્યો હતો. અા તરફ આરોહી અને કિર્તન ની મિત્રતા ગાઢ થઈ રહી હતી. બંને નવરાશના સમયમાં મેસેજ કે કોલ પર એકબીજાને પોતાના સુખ દુઃખ ની વાતો કરતા હતા. હવે તો બંને કોલેજમાં પણ સાથે બેસીને અભ્યાસ કરતા,  એકબીજાને કઈક શિખવવા માટે હંમેશા તૈયાર રહેતાં. બંનેમાંથી કોઈ પણ એક જો ખુશ ના હોય તો બીજું એને હસાવવા માટે મહેનત પણ કરતા. કલાસ માં તો બધા એ બંનેને ચિડવવા પણ લાગ્યા હતા. તેમ છતાં એમની મિત્રતા ગાઢ અને નિર્મળ હતી. બંનેને આ બધી વાતોથી કઈ ફેર ના પડતો અને એકબીજાને ક્યારેય મિત્ર થી વધારે જોયા નહોતા.  પણ આ બધું જાણે પ્રદિપ ને તો આરોહી અને કિર્તન ને જીવનસાથી બની ગયા હોય એવું લાગતું હતું.

પ્રદિપે નક્કી કરી લીધું કે "આ બંનેને એકબીજાની જરૂરીયાત સમજાવી પડશે. નહિ તો બંનેને કયારેય નહીં સમજાય કે બંને એકબીજા વગર અધુરા છે. "

આમ જ કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું. પ્રદિપ વિચારવા લાગ્યો કે હવે જલ્દી કઈ કરવું પડશે,  નહિ તો આમ જ વર્ષ પુરું થઈ જશે. પ્રદિપ છેવટે નક્કી કરે છે કે ભલે હવે કઈ પણ થાય,  આરોહી અને કિર્તન ને આ વિષે સીધી વાત કરવી જ પડશે. પણ કેવી રીતે!!! 


શું પ્રદિપ આરોહી અને કિર્તન ને એક કરી શકશે?? 
જાણીશું આવતા અંકે...