mara hrdayth thi tara sudhi in Gujarati Letter by Jigisha Raj books and stories PDF | તારો પહેલો જવાબ

Featured Books
Categories
Share

તારો પહેલો જવાબ

તારો પહેલો જવાબ

હા .....તારો પત્ર મળ્યો ...વાંચ્યો એમ નહિ કહું, તારા દિલથી એને સાંભળ્યો ......તું જે પણ કઈ કહેવા માંગે છે તે બધું હું સમજ્યો, છેલ્લા કેટલાયે સમયથી તારા પત્રોનો મેં જવાબ નથી આપ્યો ; તું મૂંઝાઈ હોઈશ મને ખબર છે .....હું જાણું છું ને તને ....સહેજ મારી ખબર ના મળે એટલે તું ચિંતા કરવાની જ ....


પણ હું શું કરું? અહિયાં મારે બહુ કામ હોય છે ...હું ચાહું તોયે તને લેટર નથી લખી શકતો ...વેલ્લ હું તને next week માં ફોન કરીશ ....તું available રહેજે ....નહિ તો પછી મને કહેશે કે તું મારી માટે time જ નથી કાઢતો ..
અને હા સાંભળ ..તારું ધ્યાન રાખજે ...અત્યારે ત્યાં વરસાદ બહુ હશે .અહી તો સમર છે .બહુ સરસ atmosphere છે . ત્યાં ઈન્ડિયામાં તો સહન ના થાય પણ અહીનો સમર બહુ મજા આવે ....હજી હમણાં જ છોકરાઓની school start થઇ છે ..બેઉ છોકરાઓ મજા કરે છે ....અને હું હવે થોડો વધારે busy થઇ ગયો છું ....હમણાં મારે outing બહુ રહે છે ..એટલે તારા mails check કરી નથી શકતો ...but you don't worry..
હું તને ફોન કરીશ ....ચલ અત્યારે i am ઇન hurry ....bye ..take care


'???'

મારો બીજો પત્ર

હા ,હું ધ્યાન રાખીશ મારું .....કારણ કે તે મને બસ આ એક જ તો વાત કહી છે ..આટલા વર્ષોથી હું આ એક જ વાત સાંભળતી આવી છું તારી પાસેથી .... તું ક્યારે સમજીશ મને? હમેશા કહે છે કે તું મને સમજે છે ..પણ તારા e-mails ???બસ બે-ચાર લીટીમાં તારા બધા જવાબ આવી જાય છે ..હવે તો મને લાગે છે કે તું સાવ બદલાઈ ગયો છે ..મારી સાથે વાત તો કરે છે પણ હવે તારું ધ્યાન મારી વાતોમાં હોય એવું મને લાગતું નથી .ચલ જવા દે ....


પહેલા જયારે આપણે વાતો કરતા હતા તો આપણી વાતોમાં ના તો આ તારા ઈંગ્લીશ શબ્દો હતા અને ના તો તું આટલી ઉતાવળમાં રહેતો હતો ...લાગે છે હવે તું પણ બધાની જેમ પૈસા કમાવાની હોડમાં લાગી ગયો છે ..મારી વાતો હવે તને માત્ર geographical conditions લાગે છે ...emotions શબ્દ પણ હવે તું ભૂલી ગયો છે ..તું તારા પરિવારમાં બહુ ખુશ છે ,હું જાણું છું અને હું પણ એ જાણીને બહુ ખુશ થાઉં છું .પણ તે જાતે મને તારા જીવનમાં ઉભી રાખી છે ...હું વર્ષોથી તારી રાહ જોઈ એજ રસ્તે એજ જગ્યાએ ઉભી છું .તારી માટે તો સમય બહુ જલ્દીથી ચાલે છે .અને અહી હું? તારી યાદોના થીજી ગયેલા ઉપરાઉપરી પડળો ની નીચે દબાઈને ઉભી છું ..એવી ને એવી ....જેવી તું મૂકી ગયેલો ..


અહી પણ તારા ગયા પછી આખું ઇન્ડિયા બદલાઈ ગયું છે ...આપણું આ શહેર બદલાઈ ગયું છે .તારા ઘરની ગલીથી મારા ઘરનો રસ્તો ....બધું જ બદલાઈ ગયું છે ....પેલી સુમસામ ગલીઓ હવે મોટા મોટા buildings થી ઘેરાઈ ગઈ છે .નાની સાંકડી ગલીઓમાં જ્યાં ક્યારેક આપણે ઉભા રહેતા હતા ...એ બધી ગલીઓ હવે મોટા રસ્તાઓ બની ગઈ છે ..બસ એક મારી નજરમાં જ તારા નામ સુધી પહોંચતી ગલી નથી બદલાઈ ...અહી એક પછી એક બધા રસ્તાઓ ભેગા થઇ જવા લાગ્યા છે પણ મારો ને તારો રસ્તો ખબર નહી ક્યાં અટકી રહ્યો છે?


તું સાંભળ ..હું ફરીથી કહું છું તને ..તું સાંભળ ...મને ..મારા હોવાપણા ને, મારા અસ્તિત્વને , બસ આમ સાવ અટકાવીને ઉભું ના રાખ ...તારી યાદો તો મારી ભીતર જ છે અને હંમેશા રહેવાની જ છે ...પણ એક વાત કહેવી છે તને ....હા પણ આ વાત એટલી સરળ નથી કે તું એને એક વારમાં સમજી શકે ...એટલે please થોડો time કાઢીને મારો હવે પછીનો લેટર વાંચજે ....


ચલ અત્યારે તો એટલું જ કહું છું .