Dikari divy varso - 2 in Gujarati Moral Stories by Shah Nidhi books and stories PDF | દીકરી દિવ્ય વારસો ભાગ 2

Featured Books
Categories
Share

દીકરી દિવ્ય વારસો ભાગ 2

"વીર.. ઓ વીર... ઉઠ બેટા,. જો તો ઘડિયાળ માં કેટલા વાગ્યા છે? સ્કૂલે જવાનુ મોડું થાય છે. જલદી કર બેટા..."
"એ હા.. મારી બા..હા.. ઉઠું છું" વીર જવાબ આપે છે. પરંતુ માં કે દાદી ને નહી. અનાથાલાય નાં ભૂરી બા ના....હા, અનાથ આશ્રમ
જઈએ કેટલાક વર્ષ પાછળ . વીર નું જીવનચક્ર નિત્યક્રમ પ્રમાણે ચાલતું હતું.  ત્યાં અચાનક કુદરત નો કાળ વીરના દાદા દાદી ને માં ને ભરખી જાય છે. પરિવાર સાથે ફરવા નીકળેલી વીર પાછા ફરતી વખતે અકસ્માત નો ભોગ બને છે.  એક કાળમુખો ટ્રક ટેક્ષી ને ટક્કર મારી જાય છે. સાથે જ ટક્કર લાગે છે વીર નાં જીવન ને.  મલય નાં માથે વીર ની જવાબદારી આવી પડે છે. પરંતુ એના માટે તો પહેલા થી જ દીકરી સાપ નો ભારો  હતી ને! એ પથ્થર દિલ બાપનું હદય દીકરીને અનાથ આશ્રમ માં મુકવા તૈયાર થઈ જાય છે. અઢી વર્ષ ની માસૂમ બાળકી ને અનાથ આશ્રમ માં તરછોડી ચાલ્યો જાય છે. પણ લોકો કહે છે તેમ જેનું કોઈ નથી તેનો ભગવાન છે. આશ્રમ ના "ભૂરી બા" નું માતૃત્વ ફરી એકવાર આગળ આવે છે. ખૂબ જ લાડકોડ થી ઉછરતી વીર આજે 14 વર્ષ ની થઈ ચૂકી છે.
       આજે ફાધર્સ ડે છે. બધા બાળકો ને સ્કૂલમાં પિતા વિષે કંઇક રજૂ કરવાનું હતું. વિરે તો કોઈ દિવસ પિતાને જાણ્યા નથી. કે નથી પોતાના પરિવાર વિશે કંઈ જાણ્યું.
વીર હંમેશા સ્કૂલમાં બીજા બાળકોને પેરેન્ટ્સ સાથે જોતા દુઃખી થઈ જતી. પણ ભૂરીબા એના પ્રશ્નો ના જવાબ ક્યારેય આપતા નહી. હકીકત તો ભૂરી બા પણ નોતાં જાણતા કે વીર કોણ છે? એમને તો બસ બારણે બાળકી સાથે વીર લખેલું લોકેટ મળ્યું હતું. આથી ત્યાં પણ બધા વીર થી જ ઓળખતા....
" અરે બાપ રે... આજે મારે પપ્પા વિશે લખવાનું છે. મારા ટીચર એ તો ફરજિયાત કીધું છે. પણ હું શું લખીશ? કઈ રીતે લખીશ? મને તો કઈ ખબર જ નથી પડતી.... ચાલ વીર ભાગ જલ્દી ભાગ..." મન માં ને મન માં બોલતી વીર જલ્દી થી તૈયાર થઈ સ્કુલ એ પહોંચે છે.
 સ્કુલ માં પ્રાર્થના સભા દરમ્યાન બધા વિદ્યાર્થીઓ કંઇક ને કંઇક રજૂ કરે છે."  હવે આવે છે વીર..." ટીચર ના આ શબ્દો કાને પડતા વીર થોડીક ગભરાઈ જાય છે. પણ છતાં નામ પ્રમાણે હિમ્મત તો ક્યારેય હારતી નથી. અંતે એક નાનકડો પત્ર લખે છે....એના પિતા ના નામે.




"પપ્પા.,
બીજાની જેમ મારા તો નહિ લખું કેમ કે મારા હોત તો હું અહીંયા ના હોત અને વ્હાલા પણ નહિ લખું કેમ કે મે તમને ક્યારેય જોયા નથી. પરંતુ થોડી ઘણી કલ્પના કરી શકું.
પપ્પા ઓ પપ્પા. તમે કેવા છો? ખભે બેસાડી રમાડનારા કે પછી વાત વાત માં બીક બતાવનારા? પણ પપ્પા તમે ક્યાં છો?
તમે કેમ સાંજે સૂતી વખતે મારા માથા પર હાથ નહી ફેરવતા. કેમ મને બેટા કંઇ નિરાંત આપનારા તમે મારી સાથે નથી? પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?
બધા કહે છે હું અનાથ છું. પપ્પા ખરેખર હું અનાથ છું?
પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?
કોઈક કહે છે તારા પપ્પા એ તને છોડી દીધી છે. શું એ સાચું છે પપ્પા ? કેમ તમે મને છોડી દીધી પપ્પા? પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?
શું હું જન્મી ત્યારે મે એવા કોઈ તોફાન કર્યા? કે તમે મને   અનાથ આશ્રમ માં મૂકી આવ્યા. પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?
તમને ખબર છે ? મારી ફ્રેન્ડ પેલી સ્વાતિ ને શ્રેયા રોજ એના પપ્પા જોડે ની વાતો કરે છે .તમે કેમ અહીંયા નથી? પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?.......
જરૂર તમારી કોઈ મજબૂરી હશે હે ને પપ્પા ...બાકી તમે મને પ્રેમ તો કરતા જ હશો ને.  પપ્પા ઓ પપ્પા તમે ક્યાં છો?"
   

   આટલું બોલતા જ વીર અને ત્યાં બેઠેલા ની આંખો આંસુ થી છલકાઈ જાય છે. સભામાં તાળીઓના ગડગડાટ સાથે વીરના ભાવો ને વધાવી લેવામાં આવે છે. અંતે વીર મનમાં સંકલ્પ કરે છે 
        " આજે  ભલે હું અનાથ આશ્રમ માં છું પરંતુ સમય આવ્યે આ દીકરી દિવ્ય વારસો બનીને. જ રહેશે."


ક્રમશ: