safar na sathi bhag 4 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | સફરના સાથી ભાગ -4

Featured Books
Categories
Share

સફરના સાથી ભાગ -4

સુહાની હજુ સુધી બધું શાંતિથી સાભળતી હતી પણ પછી તે એકદમ રડવા લાગી. અને તેને વિવાન ના ખોળામાં માથું ઢાળી દીધું.

વિવાન થોડો ગભરાઈ ગયો. એને થયું મે કહ્યુ એટલે તે રડવા લાગી. મારા કારણે તે રડી. પછી તેને પાણી આપીને શાંતિ થી પુછે છે.

તેના અચરજ ની વચ્ચે સુહાની કહે છે
"વિવાન આઈ લવ યુ ટુ સો મચ...."

મારું પણ તારા વિના રહેવું શક્ય નથી..... પણ ....આપણુ સાથે રહેવું શક્ય નથી...મતલબ આપણા મેરેજ શક્ય નથી બકા.


સુહાની કહે છે મારા ઘરેથી ક્યારેય આ મેરેજ માટે તૈયાર નહીં થાય...ખાસ કરીને મારા પપ્પા અને મારો ભાઈ.

તે લવ મેરેજ અને એ પણ આપણા ઈન્ટરકાસ્ટ મેરેજ માટે ક્યારેય નહિ હા પાડે. અને હુ ક્યારેય એમની વિરુદ્ધ ભાગીને મેરેજ કરવા વિચારતી નથી. એટલે જ હુ તને બહુ જ પ્રેમ કરતી હોવા છતાં ક્યારેય તને જતાવ્યુ નથી.

મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે. તે મારી દરેક ઈચ્છા પુરી કરે છે. પણ આ વાત માટે તે ક્યારેય તૈયાર નહીં થાય.

કદાચ મને દુઃખી જોઈને તે હા પાડવા ને બદલે એ તને નુકશાન પહોંચાડી શકે એ હુ ક્યારેય નહી સહન કરી શકુ.

તેથી આ વાત ને આપણે અહીં જ ભુલી જઈએ. અને મન ને મનાવી લઈએ.
 
વિવાન દુઃખી બહુ જ થયો હતો પણ તે સુહાની વધારે દુઃખી જોવા નહોતો માગતો તેથી તે મન કઠણ કરી ને હસવા લાગ્યો. તેને જોકસ કહેવા લાગ્યો.અને સુહાની ને કેન્ટીનમાં નાસ્તો કરવા લઈ ગયો  જાણે કાઈ થયું જ ના હોય એમ!!!

વિવાન ની આ આદત તો સુહાની ને બહુ પસંદ હતી તે ભલે ગમે તેટલો દુઃખી હોય પણ સામે વાળા ને તો ખુશ કરી ને જ રહે!!!

આ ચક્કર મા તેમના બે લેક્ચર જતાં રહ્યા હતા પછી બાકીના લેક્ચર મુડ ના હોવા છતા ભર્યા.

પછી ધીમે ધીમે એ લોકોએ પોતાની જાત ને બહાર થી તો સમજાવી દીધી. પણ મન નહોતું માનતુ.

થોડા સમયમાં ફાઈનલ એકઝામ હતી એટલે  બધા તૈયારી કરવા લાગ્યા.

               *       *       *       *        *

ફસ્ટ યરની ફાઈનલ એકઝામ પતી ગઈ એટલે વેકેશન પડી ગયું. બધા ઘરે જતાં રહ્યા વિવાન અને સુહાની થોડા દિવસે ફોન પર અને મેસેજ મા વાત કરતા.

થોડા દિવસ માં રિઝલ્ટ આવી ગયું બંને ડિસ્ટિક્સ સાથે પાસ થયા. બસ પછી થોડા દિવસ માં સેકેન્ડ યર ચાલુ થઈ ગયું. પણ એ બંને ની ફેન્ડ શીપ એમ જ હતી .

                 *       *       *        *      *
......બે વર્ષ પછી.... ફાઈનલ યર........

2 મહિના બાકી છે એક્ઝામ ના. બધા ફાઈનલ યર હોવાથી સિરીયસલી મહેનત કરે છે.

તેમાથી જેમને માસ્ટર કરવાનુ છે તે બધા એન્ટરન્સ એક્ઝામ ની  પણ સાથે તૈયારી કરી રહ્યા છે .

વિવાન પણ એન્ટરન્સ ની તૈયારી કરવા લાગ્યો છે.કારણ કે તેના તો ઘર માં તેની સારી જોબ એ તેના માટે જરૂરી છે એટલે તેને માસ્ટર કરવુ હતું સારી કોલેજમાંથી.

આ બાજુ સુહાની નુ તો કાઈક અલગ જ પ્લાન છે. તેની મોટી બહેન લંડન હોવાથી તેના પપ્પા તેને પણ ત્યાં મોકલવાનો પ્લાન કરે છે તેથી તેનુ સ્ટડી આગળ નુ ત્યાં જ થવાનું છે અને કદાચ પરમાનેન્ટ રહેવાનો પ્લાન પણ હોઈ શકે!!

કોલેજમાં રીડિંગ વેકેશન છે પણ અડધા હોસ્ટેલમાં જ વાચવા રોકાયા છે.

સુહાની અને વિવાન સાથે રોજ સાથે લાઈબ્રેરીમાં બેસી ને વાચે છે. એ લોકો સાથે છે ત્યાં સુધી પોતાનો ટાઈમ ભણવાની સાથે એક બીજા સાથે સ્પેન્ડ કરવા  માગે છે કારણ કે એમનુ ભવિષ્ય તો અત્યારે ભગવાન સિવાય કોઈ જાણતુ નથી.

શુ બંને ફરીથી મળશે કે આ તેમની આખરી મુલાકાત હશે ??

જાણવા માટે વાચતા રહો , સફરના સાથી ભાગ -5