Daheshat part 2 in Gujarati Horror Stories by Sayma books and stories PDF | દહેશત પાર્ટ 2

The Author
Featured Books
Categories
Share

દહેશત પાર્ટ 2

પાર્ટ 1માં આપણે જોયું કે હું, મહેક અને અમીરા શહેરની કોલેજમાં એડમિશન લઇ ફ્લેટમાં રહેવા આવ્યા છીએ. કોલેજમાં જઇ અમે આકાંશા અને સ્નેહાને શોધી રહ્યા હતા ત્યાં મારી નજર એક છોકરા પર પડે છે. હવે આગળ...


તે છોકરાની નીલી સુંદર આંખો કોઈ પણ છોકરીને પ્રેમ પાડવા પૂરતી હતી. ઉપરાંત તેની ક્યૂટ સ્માઈલ, હસતી વખતે ગાલમાં પડતા ખંજન અને સ્ટાઈલિસ વાળ. બ્લેક શર્ટમાં અને બ્લુ જીન્સમાં ખૂબ હેન્ડસમ લાગતો હતો. હું લવ એટ ફર્સ્ટ સાઈટ વિશ્વાસ નહોતી કરતી પરંતુ તેને જોતા મને તેની સાથે પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો એમ કહો તો ખોટું નહિ. ત્યાંજ મહેકની નજર મારા પર પડી હશે એટલે એણે માંરો હાથ ખેંચી મારુ ધ્યાન દોર્યું જે તરફ આકાંશા અમને હાથથી ઈશારો કરી એમની તરફ બોલાવી રહી હતી. 


બેસતાંની સાથેજ અમીરા રહેવાયું નહિ તે બોલી, " સાનું પ્રેમમાં પડી ગઈ કે શું?"
મેં તેની વાતને અવગણતા આકાંશા અને સ્નેહાને કહ્યું, '' હાઈ કેમ છો? તમે બન્ને.''
આકાંશા,'' અમે તો એકદમ મસ્ત છીએ પણ પહેલા  તારી બેન સાથે ઇન્ટ્રો તો કરાવ.''
મહેક, '' અરે યાર પહેલા કંઈક નાસ્તો મંગાવ મને ખુબ ભૂખ લાગી છે.''
મેં જઈને ત્રણ પ્લેટ સમોસાનો ઓર્ડર આપી દીધો.
ત્યાર બાદ પછી બધાની પાસે આવીને બેઠી. તે દરમિયાન અમીરાએ પોતેજ પોતાનો ઇન્ટ્રો આપી દીધો હતો. આકાંશા આમિરાને કહી રહી હતી કે તે કેટલી બિન્દાસ્ત છે તેની બહેન એટલે કે મારાથી તદ્દન જુદી જ.
આ વાતો દરમિયાન મારી નજર વારંવાર તે છોકરા તરફ જતી હતી તે સ્નેહા ઘણી વારથી નોટિસ કરી રહી હતી. બધા વાતોમાં બીઝી હતા ત્યાં તે છોકરો અને તેનું ગ્રુપ ત્યાંથી ચાલી ગયું. તેથી મને થયું કે કદાચ કલાસનો સમય થયો હશે એમ વિચાર્યું. પહેલી વાર હૃદયમાં કોઈ છોકરા પ્રત્યે કુણી કુણી લાગણી જન્મી હતી. ઘડિયાળમાં સમય જોયો 8:21 થઈ હતી. મેં બધાને ઉદ્દેશીને કહ્યું, '' ચાલો હવે કલાસનો સમય થઇ ગયો છે આપણે જવું જોઈએ. ''



અમે બધા કલાસ તરફ જવા  દાદર ચડવા લાગ્યા. અમારો કલાસ બીજા માળ પર હતો. ફર્સ્ટ ફ્લોર પર પહોંચયા ત્યાં લોબીના ડાબી તરફ જતા એન્ડમાં જમણી બાજુ વળતા પેસેજમાં મેં પેલા કેન્ટીનમાં જોયેલા છોકરાને જતા જોયો. મને જાણવા મળ્યું હતું કે તે પેસેજમાં જૂની લેબ આવેલી હતી જેનો વપરાશ ઘણા સમયથી થયો નથી કારણ કે તે લેબમાં ચાર વર્ષ પહેલાં કોઈક દુર્ઘટના થઈ હતી ત્યાર બાદ તે લેબને બંધ કરી દેવામાં આવી હતી અને ત્રીજા માળ પર નવી લેબ બનાવામાં આવી હતી. મને એ વાતની નવાઈ લાગી કે લેબમાં તો નાની-મોટી દુર્ઘટના થતી જ રહે છે તેમાં લેબ બંધ કરવાની શી જરૂર હતી. જરૂર કોઈક સિરિયસ ઘટના ઘટી હોવી જોઈએ. પરંતુ ત્યાં તો કોઈ ભૂલથી પણ જતું નથી તો આ છોકરો શા માટે ત્યાં ગયો હશે? મને થોડું વિચિત્ર લાગ્યું પણ એ મિસ્ટ્રી હું જાણીને જ રહીશ એવો મનોમન નક્કી કર્યું અને કલાસ તરફ જવા લાગી.


કલાસમાં હું અને સ્નેહા સાથે બેઠા. અમીરા , મહેક અને આકાંશા અમારાથી થોડી દૂર બેઠા. સ્નેહાની કંપની મને ગમતી બધા સાથે ખૂબ ઓછી વાતો કરતી. માત્ર કામ પૂરતી વાતો કરતી પણ મારી સાથે ખુલીને વાતો કરતી એ મને ગમતું. બોરિંગ લેક્ચર શરૂ થતાં જ આખા કલાસમાં આદસનું મોજું ફરી વળ્યું સૌ બગાસાં ખાવા લાગ્યા, કેટલાક તો માથું બેન્ચ પર મૂકી સુઈ ગયા અને કેટલાક વાતોમાં વળગ્યા. હું અને સ્નેહા પણ વાતો કરવા લાગ્યા. બોરિંગ લેક્ચર પત્યો સૌ આળસ મરડી બેઠા થયા અને હિટલર તરીકે ઓળખાતી પ્રજ્ઞા મેડમના આવવાની રાહ જોવા લાગ્યા કેટલાક તો કલાસમાંથી ચાલવા મંડ્યા. તેઓ ખૂબ જ કડક હતા આથી તેઓ હિટલરના નામથી ઓળખાતા હતા. બધા ધ્યાનથી પ્રજ્ઞા મેડમને સાંભળવા લાગ્યા.


ત્યાર બાદ બ્રેક થયો અને અમારું પાંચ જણનું ગ્રુપ કેમ્પસમાં એક ઝાડની નીચે બનાવેલા ઓટલા પર બેઠા. થોડી વાતો કર્યા બાદ અમે ઘરે પહોંચ્યા. 


હું તે છોકરાની એ હરકત મને વિચારવા પર મજબુર કરતી હતી કે તે બંધ લેબમાં ગયો શા માટે અને એ પણ એકલો. જેટલું વિચારું એટલી મૂંઝવણ વધતી જતી હતી. હું મારું ધ્યાન બીજે લગાવાની કોશિશ કરી જોઈ. મનોમન મેં  તે બંધ લેબ અને પેલા ક્યૂટ છોકરા વિશે માહિતી ભેગી કરવાનું નક્કી કરી લીધુ ત્યારે અચાનક બારીમાંથી જોરદાર પવનનો સપાટો અંદર દાખલ થઈ ગયો અને લાઈટ ઓફ થઈ ગઈ હું ઘબરાઈ ગઈ ત્યાં મને મહેકનો અવાજ સંભળાયો અને તે રૂમમાં આવી એટલે લાઈટ ઓન થઈ ગઈ. હું તેને કઈ પૂછું એ પહેલાં અમીરા આવી અને કહેવા લાગી, " સાનું મહેક ચાલો જલ્દી મુવી શરૂ થઈ જશે. " અને હું તેમને હું આવું એમ કહું એ પહેલાં જ અમીરાએ મારો અને મહેકનો હાથ પકડી અમને લઈ ગઇ.


....
આવતા ભાગમાં...

...
આ મારી પ્રથમ નોવેલ છે એટલે કોઈ ભૂલ હોય તો બેજીજક મને મેસેજ કરી કહી દેવું જેથી હું મારી ભૂલ સુધારી શકું. જો તમે પહેલો પાર્ટ ન વાંચ્યો હોય તો અવશ્ય વાંચજો.

.
સાયમાં
Instagram @sayma_0705