Kedi no. 420 - 20 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | કેદી નં ૪૨૦ - 20

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કેદી નં ૪૨૦ - 20

             અાગળ આપણે જોયું કે કલ્પના ના સમજાવવાથી ઇન્સપેક્ટર અભિજિત મ્રૃણાલમા ની મમતા ને સમજે છે અને મ્રૃણાલમા ને મળવા  તૈયાર થઈ જાય છે.મ્રૃણાલમા અને ઇન્સપેક્ટર અભિજિત નું ભાવભર્યું મિલન થાય છે.ત્યાંથી પાછા વળતી વખતે અાદિત્ય અને કલ્પના પર ગુંડાઓ હમલો કરે છે .અને એ લડાઇ દરમિયાન એક જણ અાદિત્ય પર નિશાન તાકી ગોળી છોડે છે.
                          રિવોલ્વર ચલાવવા નો અવાજ અાવતા જ બધાનું ધ્યાન ખેંચાયુ.ગોળી ચલાવનાર ને એમ કે ગોળી એને વાગશે જેને નિશાન બનાવ્યો છે પણ એવું ના થયું .ગોળી એને ના વાગતા બીજા જ કોઇને વાગી અને એ હતી કલ્પના .કલ્પના એ પેલાને રિવોલ્વર નું નિશાન તાકતા જોઇ ને  જ એ સમજી ગઇ કે હવે શું થવાનું છે અને એ વચ્ચે આવી ગઇ.ગોળી કલ્પના ના ખભા પર વાગી .ત્યાંથી લોહીની ધાર વહેવા લાગી એના કપડા લોહી થી ખરડાઇ ગયા .અને ચિત્કાર કરતા એ ઢળી પડી. અાદિત્ય પહેલા તો સમજી જ ના શક્યો કે શું થયુ પણ જ્યારે એણે કલ્પના ને લોહીલુહાણ જમીન પર પડેલી જોઇ એની અાંખો ફાટી ગઇ.એણે કલ્પના ને ખોળામાં લીધી  પણ કલ્પના બેહોશ થઈ ગઇ હતી .હવે આદિત્ય નો ગુસ્સો પોતાની હદો પાર કરી ગયો.એ ઉભો થયો ને પેલા ગોળી ચલાવનાર વ્યક્તિ ને મારવા એની તરફ ધસી ગયો. પેલો વ્યક્તિ ગોળી ચલાવા ટ્રિગર દબાવ્યુ પણ ગોળી છુટી નહિ કદાચ એમાં એક જ ગોળી હતીજે એણે છોડી દીધી હતી એવામાં જ  ત્યાં કોઈ ગાડી ને એ બાજુઆવતા જોઇ ને એમાં થી એક જણ બોલ્યો," ચાલ   ભાગ અહિં થી  નહિ તો પકડાઇ જઇશું તો છુટી નહિ શકીએ .એટલે એ અને એના બધા સાથી ઓ ગાડી માં બેસી  ભાગી ગયા.અાદિત્ય પણ એ બધા નો પીછો કરવા થોડે દુર ગયો પણ પછી કલ્પના ની યાદ આવતા જ કલ્પના પાસે ગયો.એણે  દુર થી જોયું કે જે ગાડી એ બાજુ આવી હતી એમાં નો વ્યક્તિ કલ્પના ને આ હાલત માં જોતા જ ગાડી ને રિવર્સ લઇ ને જતો રહ્યો .અાદિત્ય એ એ ગાડી ને રોકવા પ્રયત્ન કર્યો પણ પેલો માણસ તો ગાડી લઇ છુમંતર થઇ ગયો.અાદિત્ય ને ગુસ્સો  આવ્યો એવા લોકો પર જે બીજાને મુસીબત માં જોઇ ને મદદ કરવા ને બદલે કાયર ની જેમ ભાગી જાય છે.પણ હવે શું કરવું એ એની સમજ માં નહોતું આવતુ એમ્બ્યુલન્સ ને આવતા  સમય લાગે અને બાઇક પર કલ્પના ને હોસ્પિટલ લઇ જઇ શકાય તેમ નહોતું .એ કલ્પના ની પાસે ગયો અને એને  ઉુંચકવા જતો હતો ત્યાં જ એક પોલીસ જીપ આવી જેમાં ઇન્સપેક્ટર કામત હતા.એમને જોઇને જ અાદિત્યના જીવમાં જીવ અાવ્યો .એ બંન્ને જણેય મળીને કલ્પના ને જીપમાં હોસ્પિટલ પહોંચાડી.રસ્તામાં એમણે જણાવ્યું કે કલ્પના નો ફોન આવ્યો હતો અને જ્યારે એમણે ફોન ઉપાડ્યો ત્યારે ફોનમાં આવતા અવાજપર થી એમને લાગ્યું કે એ કોઇક મુસીબત માં છે એટલે એ કલ્પના ના ઘર તરફ જતા રસ્તા પર નીકળી પડ્યા અને રસ્તામાં જ એમણે કલ્પના ને અા હાલત માં જોઇ .
                        હોસ્પિટલમાં પહોંચતા જ કલ્પના ન ની સારવાર શરુ થઈ ગઇ.અાદિત્ય એ કલ્પના ના મમ્મી પપ્પાને ફોન પર જણાવી દીધું એટલે અમોલભાઇ ગીતા બહેન સ્વયમ અને એના મમ્મી પપ્પા બધા જ હોસ્પિટલ આવવા  નીકળી પડ્યા.
                      એ આખો દિવસ અાદિત્ય કલ્પના ને બચાવી લેવા ઇશ્વર ને અાજીજી કરતો રહ્યો .જ્યારે ડોક્ટરેટ કલ્પના ને ભયમુકત જાહેર કરી ત્યારે જ એણે પાણી પીધું.સ્વયમ ના અને બધા ના  ના પાડવા છતા પણ રાતે એ હોસ્પિટલમાં જ રોકાઇ ગયો.એણે કહ્યું જ્યાં  સુધી એ કલ્પના સાથે વાત નહિ કરી લે ત્યાં સુધી ઘરે પણ ંએને ચેન નહિ પડે એટલે એ અહિં જ રોકાશે.બીજા દિવસે કલ્પના ને ભાન અાવ્યું.એના ડાબા  ખભા માં ફ્રેકચર હોવા થી એ પાટા થી બંધાયેલો હતો.ડોક્ટરે સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહેવા ની સલાહ આપી હતી .અને એને સંપૂર્ણપણે અારામ ફરમાવવા કરવા ની ફરજ પડી. અાદિત્ય ને મનમાં શાંતિ હતી કે કલ્પના હવે સલામત છે પણ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી પહેલા હક કરીને કલ્પના નો ખ્યાલ રાખી શકતો હતો પણ હવે એ જગ્યા સ્વયમે લઇ લીધી હતી એ માત્ર કલ્પના ને જોઇ શકવા સિવાય કંઇ જ કરી શકતો નહતો.
                          ત્રીજા દિવસે જ્યારે રવિવાર હતો ત્યારે સ્વયમે કલ્પનાને પાણી આપતા કલ્પના ને કહ્યું ,"જો તું અત્યારે ઘાયલ હોસ્પિટલમાં ના પડી હોત તો આજ આપણી   સગાઇ થઈ ગઇ હોત."
                 "હા પણ નસીબ આગળ કોનું ચાલે છે?આપણે શું કરી શકીએ ?"એમ બોલતા કલ્પના ને  એમની સગાઇ ટળી જવા બાબતે થોડું સારું લાગ્યું.
                      "પણ તું જો હા પડે તો  હું નસીબ ને હરાવી દઉં.બોલ તું   તૈયાર છે?"
                         "મતલબ   તુંકહેવા શું માગે છે?"
                         "એ બધી  વાત છોડ .બોલ તારે સગાઇ  કરવી છે  ?
                        "સ્વયં,આટલી  ઉતાવળ કરવાની શી જરુર છે?આ મારી હાલત તો જો એકવાર મને સાજી થઈ જવા દે પછી સગાઇ કરીશું."
                     "તારી તબિયત ની તું ચિંતા ના કર.હું તને સહેજ પણ તકલીફ નહિ થવા દઉં.એ વાત ની ખાતરીઆપું છું.આમે ય સગાઇ માં રિંગ પહેરાવવાની વિધિજમહત્વ ની  હોય છે.અને તારો જમણો હાથ તો સાજો  છે  ને જેના વડે  તું મને રિંગ પહેરાવી દેજે.અને આમેય મારી પાસે અહિંયા રહેવા નો સમય પણ નથી ને.અત્યારે અાજ ના મુહુર્ત માં સાદી વિધિ થી સગાઇ કરી લઇએ તો પછી સગાઇ માટે સમય બગડે નહિ . લગન ની તારીખઆવતા સુધી માં તું એકદમ સાજી થઇ જઇશ.એટલે મારી  વાત માની જા પ્લીઝ સગાઇ માટે હા પાડી દે .બીજા બધાને હું મનાવી લઇશ.બસ   તુંહા પાડી દે.તો બોલ તારી હા છે ને"
             કલ્પના એ માથું હલાવી ને હા પાડી .એટલે સ્વયમે કહ્યું ,"ધેટ્સ માય ગુડ ગર્લ .હવે જો આ સગાઇ આજે ને આજે થાય છે કે નહિ.હમણા બપોરે સાડા અગિયાર નું મુહુર્ત છે .એટલે જલ્દીથી હું જઉં છું અને ડોક્ટર પાસે થી રજા લઇ ને અાવું છું.અને એ પછી મમ્મી પપ્પા ને પણ મનાવવા પડશે ને.મારે ઉતાવળ કરવી પડશે.તો સારું હું જાઉં છું.તું  આરામ કર."કહીને સ્વયમ જતો રહ્યો .
                          સવા અગિયાર ના જ્યારે અાદિત્ય આવ્યો ત્યારે ગીતા બહેન એમને મળ્યા.એમણે કહ્યું ,આદિત્ય ,સારું થયું તું અાવી ગયો.હમણાં થોડી જ વાર માં સ્વયમ અને કલ્પના ની સગાઇ થવાની છે .કલ્પના નો કોઈ મિત્ર હોય તો સારુ રહેશે એને માનસિક સધિયારો રહેશે."
                         એમની વાત સાંભળીને અાદિત્ય ને આઘાત લાગ્યો.એણે કહ્યું ,"શું ?અત્યારે ?પણ હજુ તો કલ્પના સ્વસ્થ પણ નથી ? તમને નથી લાગતું કે એના સાજા થયા પછી જ સગાઇ ગોઠવવી જોઇએ.?
                     "તારી વાત સાચી  છે .મે પણ એમ જ કહ્યું હતુ.પણ સ્વયમ બહું સમય માટે ભારત માં નથી રહેવા નો અને પછી એના સાજા થયા પછી સગાઇ ગોઠવી એ તો બહુ સમય લાગી જાય એમ હતુ.સ્વયમે કહ્યું છે કે અત્યારે સાદી વિધિથી સગાઇ કરી લઇએ પછી  લગ્ન ની તારીખ એના સાજા થયા પછી  જ ગોઠવશું.અને ડોક્ટરે પણ કલ્પના ને કોઇ જાત ની  તકલીફ ના થાય એ શરતે સગાઇ માટે હા પાડી છે.એટલે અમને ય અત્યાર નો સમય જ યોગ્ય લાગ્યો.હમણા સાડા અગિયાર નું મુહુર્ત છે.એટલે આપણે બે પહોંચી જઇએ.અાપણે  બંન્ને ની સગાઇની વીંટી લઇ ને જઇએ  ઉપર .ત્યાં બધા આપણી રાહ જોતા બેઠા છે."
                          અાદિત્ય ને થયું કે સ્વયં  કલ્પના ને પ્રેમ કરવાનો દાવો કરે છે  પણ એટલી ય સમજ નથી સ્વયમ માં કે એના સાજા થયા સુધી ની રાહ જુએ.આને પ્રેમ કહેવો કે કલ્પના ને પોતાની બનાવવાની જીદ.પ્રેમ માં તો કોઇ પણ વાતે જેને પ્રેમ કરતા હોય એને થોડી પણ તકલીફ ના પડવા દેવા ની લાગણી હોય છે.અને આ માણસ."
                   ત્યાં ઉપર ના માળે કલ્પના ના રુમ માં એના મમ્મી પપ્પા અને અમોલ ભાઇ બધા એમની રાહ જોતા હતા.એ બંન્ને પહોંચ્યા એટલે સ્વયમ અને કલ્પના એ એકબીજા ને વીંટી પહેરાવી .સ્વયમે કલ્પના ને જમણા હાથ ની આંગળીમાં વીંટી પહેરાવી કેમ કે એના ડાબા હાથને સહેજ પણ કસર ના પડવા દેવાનું ડોક્ટરે કહ્યું  હતુ.આદિત્ય ને આ જોઇ ને ગુસ્સો પણ આવતો હતો પણ એ કશું કરી શકે તેમ નહોતો.એને મનમાં લાગતું હતું કે કલ્પના એના થી દુર ને દુર થતી જાય છે.હવે તો સ્વયમ મોટાભાગે કલ્પના ની જ અાસપાસ રહેતો હતો એટલે આદિત્ય ને  કલ્પના સાથે વાત કરવાનો મોકો જ નહોતો મળતો .એ કલ્પના સાથે વાત કરવા તડપી રહ્યો હતો પણ સ્વયં એની પાસેથી ખસતો જ નહોતો.
                  એકવાર સ્વયમ જ્યારે હાજર નહતો ત્યારે અાદિત્ય કલ્પના પાસે પહોંચી ગયો એણે સ્વયમ ને ગેરહાજર જોઇ સારું લાગ્યુ.કલ્પના ય ત્યારે જાગી ગઇ એટલે આદિત્ય એ કલ્પના ને કહ્યું ,"હવે કેવું છે ?દુખાવો તો નથી થતો ને?
                  "થોડો થાય છે પણ પહેલા જેટલોનથી." .
                  "મારે તને કેટલાય સમય થી એકાંતમાં મળવું હતું પણ ચાન્સ જ નહોતો મળતો .મારા એક પ્રશ્ન નો જવાબ આપીશ ."કલ્પના એ હા પાડી એટલે આદિત્ય એ કહ્યું ,"અામ તો આ સવાલ પુછવો બહુ ઓક્વર્ડ લાગે છે પણ તો ય તું મને સાચો જવાબ જ આપજે .ગોળ ગોળ ના ફેરવતી જેવી કે તારી અાદત છે."
            "અત્યારે તો તું મને ગોળ ગોળ ફેરવી રહ્યો છે સીધું પુછને તારે શું પુછવું છે?"
                        " જે ગોળી તને વાગી એ મારા માટે હતી મને ખબર છે જો તું વચ્ચે ના આવી હોત તો તારી જગ્યાએ હું અહિં હોત   તો પછી તે મારા માટે પોતાના જીવ ને સંકટમાં શું કામ નાખ્યો ?"
                                કલ્પના નું હ્રદય ધબકાર ચુકી ગયું.એને અંદાજો જ ન હતો કે અાદિત્ય અાવો પ્રશ્ન કરશે..એને ખબર ના પડી કે શું જવાબ આપે તો ય એણે કહ્યું  ,"કેવી વાત કરે છે આદિત્ય ?તું મારો ફ્રેન્ડ છે એટલે .અને મારા હોતા તને કંઈ થાય એ કેમ થવા દઉં."
                      "અા વાત નો જવાબ એ નથી જે તું મને સમજાવે છે.તનેય  ખબર છે ને મને ય ખબર છે કે  તે આ મિત્રતા માટે નથી કર્યું .વાત કંઇક અલગ છે જે તું મારા થી છુપાવે છે.સાચે સાચું કહેજે તને મારી કસમ આપું છું .શું વાત છે કલ્પના ?"
                    કલ્પના ને ખબર ના  પડી કે શું જવાબ આપે એ કંઇ બોલી નહિ એટલે આદિત્ય એ પુછ્યું ,""તું કંઇ જવાબ કેમ નથી આપતી ?બોલ ને શું વાત છે?
                 કલ્પના ને જવાબ આપતા આપતા ગળે ડુમો ભરાઇ ગયો એની આંખો ભરાઇ આવી.એ બોલવા જ જતી હતી  ત્યાં સ્વયમ આવી ગયો ને વાત અધુરી રહી ગઇ.કલ્પના એ કહ્યું ,"પાણી પીવું છે મારે .આદિત્ય ઉભો થઈ ને જગમાં પાણી કાઢતો જ હતો ત્યાં સ્વયમે એના હાથમાં થી જગ લઇ લીધો.અને કહ્યું ,"કલ્પના હવે થી મારી જવાબદારી છે તો એને કંઈ પણ જોતું હશે તો હું એને આપી દઇશ.તારે ચિંતા કરવાની જરુર નથી .અાદિત્ય ને એ બિલ્કુલ ના ગમ્યું એટલે એ બહાર જતો રહ્યો .
                   ત્યાં ઓફિસમાં હવે ઇન્ટરવ્યુ બે ત્રણ દિવસમાં જ ટેલિકાસ્ટ થવાનું હતુ એટલે તૈયારી ઓ જોરશોર થી ચાલુ થઇ ગઇ હતી.એ બધા ની વચમાં જ્યારે બધા ને કલ્પના અને આદિત્ય પર હમલો થવાના અને એમાં કલ્પના  ને ગોળી વાગવા ના સમાચાર મળ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા એટલે બધા કલ્પના ની ખબર પુછવા આવતા હતા.જ્યારે આદિત્ય કલ્પના ને સવાલ પુછતો હતો ત્યારે સાનિયા એ વાત સાંભળી ગઇ અને એને એ વાત જાણીને એને ય આઘાત  લાગ્યો .એ રુમ ના દરવાજા થી  જ બહાર જતી રહી અને એ પછી સ્વયમ રુમ માં આવ્યો પણ એનું ધ્યાન બીજી કોઇવાત માં હોવા થી એને એ વાત સાંભળી જ નહિ.સાનિયા રુમ થી  દુર એક બેંચ પર બેસી ને વિચારવા લાગી,"શું આ સ્વાર્થી દુનિયામાં કોઇ કોઇ ને  એટલો  પ્રેમ કરી શકે કે એના માટે થઇ ને પોતાના જીવ  ની ય પરવા ના કરે ?મે જે સાંભળ્યુ જો એ સાચું છે તો કલ્પના આદિત્ય ને એટલો  ચાહે છે અને મે મે એની સાથે શું કર્યું ? બધું જ જાણતી હોવા છતાં ય એના મનમાં વહેમ પેદા કર્યો અને એને આદિત્ય ને પ્રપોઝ કરતા રોકી લીધી. જે રીતે આદિત્ય એને સાચવે છે સંભાળે છે એ જોઇને એવું લાગે છે કે એ પણ કલ્પના ને પ્રેમ કરે છે બસ એને પોતાને જ વાત ની ખબર જ નથી કે એ પણ એને જ પ્રેમ કરે છે.કદાચ એ બે ની વચ્ચે વહેમ ઉુભો કરી ને મે બહુ ખોટું કર્યું છે .મારા જ લીધે કલ્પના એ સ્વયમ સાથે લગન કરવા ની  હા પાડી હશે.એને  ખબર છે કે અાદિત્ય એને મળવા નો નથી  તો ય  એના માટે પોતાના જીવ ની ય પરવા ના કરી.અને હું કેટલી સ્વાર્થી ?મને ખબર છે કે આદિત્ય મને પ્રેમ નથી કરતો તો ય એને પોતાનો બનાવવા માટે પેંતરા કર્યા.મારે હવે મારી ભુલ સુધારવી જ પડશે.હું આદિત્ય સાથે વાત કરીશ .અને એને સમજાવીશ કે એ પહેલા કે એનો પ્રેમ એના થી હંમેશા માટે દુર થઈ જાય એને રોકી લે."એમ નિશ્ચય કરીને એ જતી રહી.
                            ક્રમશઃ