1.કોણ જીતે છે?
ચાલ ને જીંદગી આપણે એક રેસ લગાવીએ
કોણ જીતે છે, તુ કે હું?....
ચાલ ને જીંદગી ભુતકાળ મારો જે હોય તે
વર્તમાન માં જરા મહેનત ના શુર તો પુરી જોવું,
કોણ જીતે છે મારો ભુતકાળ કે વર્તમાન કાળ ?
લાવ ને જરા હું સંજોગ ને મિત્ર બનાવી,તે મને જયાં સુધી સાથી બનશે ત્યાં સુધી ચાલે, જોઈએ,મારી સંજોગ યાત્રા કયાં સુધી ચાલે છે,....
તે યાત્રા માં જોવું તો ખરા કોણ જીતે છે? હું કે મારો સંજોગ ?
દુનિયા ની રીત છે અનેરી, જેને સમજીએ કઈંક નીકળે કંઈક, જરા જોઈ તો લઉ કે કોણ જીતે છે, મારી સમજ કે દુનિયા ની રીત.....?
જુઠા લોકો મે બહુ જોયા જે સોના નો ઢોળ ચડાવી ને જે જગ પ્રિય બની ગયા, ને સોનુ તો ત્યાં જ રહી ગયું જરા જોવું તો ખરા બંને વચ્ચે ના સંગ્રામ માં કોણ જીતે છે?.......
જુઠ્ઠાણું નું ટેપ બહુ ચાલ્યું, સત્ય તો પુરાવા આપવા માં જ રહી ગયું,બંને વચ્ચે તો યુદ્ધ ચાલ્યું જરા જોઈ એ તો ખરા કોણ જીતે છે?......
લોકો કહે ડાહ્યા જ જગત માં કંઈક કરે,પણ આ જુઠ્ઠાણું આ ટેપ બહુ વાગ્યું પણ
આ ખોટુ પાગલો એ પાડ્યું
આ વિચારો ના યુદ્ધ માં કોણ જીતે છે,
લોકો ના વિચારો કે મારા પુરાવા ઓ ?......
નાગ જોવા થી શંકર નથી મળતો,
અને સત્ય ના પુરાવા ઓ નથી હોતા,
આ જંગ માં કોણ જીતે છે?
મારા મતો કે લોકો જુઠ્ઠાણા ?.....
દુનિયાના બહુ રંગ જોયા તેમાં નાશવંત કયા ને શાશ્વત કયા, આ રંગ યુદ્ધ માં કોણ જીતે છે?.....
આ રીત મને ન ફાવી દુનિયા ની પાગલ માણસો તો દુનિયા માં પોતાનુ નામ છોડી ગયા ને ડાહ્યા જ તેમને વાચ્યાં આ મનને કોણ સમજાવે જરા જોઈ તો જોવું કે બુદ્ધિ ને હ્રદય ના આ યુદ્ધ માં કોણ જીતે છે?......
દુનિયા માં સાચા માણસ ને પાગલ કહે છે,
ખોટાળા જલસા કરે છે, પણ જ્યારે સાચા પોતાની છાપ છોડી ગયા ને વચોટ ને ખોટા વાળા
જોતા જ રહી જાય છે,પાગલો ની તો મરણ પછી જ કદર થાય છે જરા જોઈ એ તો આ જંગ માં કોણ જીતે છે?પાગલ કે દુનિયા નાં દોરંગા ડાહ્યાં......
આ દુનિયા જે દિવાના લોકો દુનિયા ને રાહ બતાવે છે, તેના મરવા થી દુનિયા ને મોટો ફર્ક પડે છે,ને દુનિયા ના ડાહ્યા તો તેમને વાંચતા રહી જાય છે...
આ તર્ક ના યુદ્ધ માં કોણ જીતે છે?...નાદાન નું જીવન ચરિત્ર કે ડાહ્યા ઓની મોટી મોટી વાતો.....
જીવન ના બે યુદ્ધ માં કોણ જીતે છે? બુદ્ધિ કે હ્રદય થી નીકળી ગયેલી એક વાત કે જે આપણી જીંદગી ને બદલી જાય છે.....
Shaimee Prajapati
2.
1.જો શું થાય છે....
હે માનવ તુ અંદર થી જાગ તો કેટલું સારું....
તુ જરા ઉંચા સપનાં જોઈતો જો શુ થાય છે.....
શક્ય હોય તારી જંગ માં તારા પોતાના જ લુંટે......
પણ ન જાણે ન કેમ તારા દિલ નું એક વાર તો જો શું થાય છે......
તુ એક વાર સાહસ તો કર જાણે કોઈક તને સુમસામ જગ્યા એ પણ તને રાહ બતાવ નાર કોઈક મળી જાય પછી જો શું થાય છે.....
તું એક વાર ઉડવા તો પ્રયત્ન કર ક્યાંક તને ઉડવા ખુલ્લી જગ્યા મળી જાય ,એકવાર પ્રયત્ન તો કર પછી જો શું થાય છે.......
તુ હવા માં ઉડાની ઈચ્છા થાય પણ જો જે ક્યારે તારી ઇચ્છા ક્યાંક 'કાશ'માં બદલાઇ જાય માટે અત્યાર જ પ્રયત્ન કર ને જો શુ થાય છે......
તારા દિલ નું સાંભળ કયારેક તને દેખાશે હુ ભટકી
ગયો રસ્તો, પણ તું અડગ રહે ક્યાંક તને નવો રસ્તો
તારી રાહ જોઈને બેઠો હોય પછી જો શુ થાય છે....
તુ જરા નિશ્ચિત બની ને જીવ, પછી જો એક રસ્તો જે તારી જીંદગી બદલી નાંખશે,પણ તું નિશ્ચિત બની ને જીવી તો જો શું થાય છે......
કોઈક તને એવુ મળી જાય તારો રોલ કરી જાય પણ મન થી અડગ રહી ને જોઇતો જો કદાચ તારુ કોઈ પોતાનું તને તારી મંજીલ સુધી લઈ જાય પણ તું એક વાર અડગ ઉભો તો રહે પછી જો શુ થાય છે.......
તુ કોઈના ચહેરા નું સ્મિત બની તો જો, તારું બધું દુઃખ ભુલાઈ જાય,તને તારી જીંદગી જીવવાની વજહ મળી જાય તારુ દિલ પણ તને કહેશે કે 'વાહ' તુ અેક વાર કોઈની ખુશી બની તો જો શું થાય છે......
કાંઈ તને સમજાય આ તત્વજ્ઞાન પછી મોડુ ન થઇ જાય કે મે કોઇની માટે કંઇ ન કર્યું સિવાય પોતાના સિવાય, તુ કંઈ કરી તો કોઈ માટે જો શું થાય છે.....
- જે જોઈએ તે વાવો .....કુદરત નો નિયમ છે.....
- શૈમી પ્રજાપતિ....
3.
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
તારી ઝડપ મને ઘડીક માં હંફાવી નાંખે છે....
હુ થાકી જઉ છું તારી તેજ ઝડપ માં....
જીંદગી થોડી પાછી જાને
મારે તો હજી બચપણ લુંટવું છે,
હજી મારે ચોર પોલીસ રમીને
જે ચોર ગુમ થઇ ગયા
બચપણ ના તો તેમને મળી
પાછું તે દુનિયા માં જવું છે.
જીંદગી જરા ધીમી ચાલ ને યાર....
મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા
હજી જે બગડેલા સંબંધ ને મારે એક
મોકો આપવો છે.હજી કેટલાક બાકી છે,
ને કેટલાક તે આપ્યા છે,
ડર છે,કે વધુ ન બગડે
તો ક્યારે તુટી ન જાય.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર......
મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા....
હજી તો તને રંગીન બનાવવી છે,
મારે હજી તારી અંદર રંગ ભરવા છે,
મને ડર છે.કે કંઈ કોઈ જગ્યા કોરી ન રહે
મારી જીંદગી ની.....
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા.....
હજી તો ઘણી લાગણી ઓ છે,
કેટલીક વધુ અને કેટલીક મરેલી
દિલ માં છુપાયેલી છે,
મારે તેને બહાર લાવવાની છે.
તો કેટલીક લાગણી
ઓમાં શ્વાસ ભરવાનો છે.
આ બધા નો ભાર ઉઠાવીને ચાલવાનો છે,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી સાથે દોડતા ......
હજી તો મારે ખુલ્લી હવા માં શ્વાસ
લેવાના બાકી છે,કંઈક કરી બતાવવાનુ
બાકી છે હજી લોકો ના
દિલ માં સ્થાન બનાવુ છે,ને ટકાવવુ છે,
હજી દુનિયા મારે મુઠ્ઠી માં કરવી,
પણ મગજ માં ભાર એટલો છે,
કે હતાશ થઇ જાવુ છું,
જીંદગી જરા ધીમી ચાલ ને યાર.....
મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.......
હજી જવાબદારીઓ માથે ખંજર ભોકે છે,
હજી બીજી જવાબદારીઓ તૈયાર છે,
મને તાકાત જોઈએ જવાબદારી નિભાવતાં હું જ એક જવાબદારી બની ને રહી જાવું છું.....
મારો ટાઈમ વધારે ને
જીંદગી જરા ધીમી ચાલ ને યાર
મારા થી થાકી જવાય છે,
તારી જોડે દોડતા દોડતા......
હજી કડવાશ રહી ગયેલા
સંબંધ માં સાકર ભેળવીને જરા મીઠા
તો કરી દઉ હવે ચણોઠી જેટલા સમય
માં આશકય તો નથી ,
એ જીંદગી ક્ષણીક સમય
માં તો આ સંભવ
માટે મારી સાથે ચાલને ડીયર......
જીંદગી જરા ધીમી ચાલ ને
યાર મારા થી થાકી જવાય છે
તારી સાથે દોડતા દોડતા.....
- શૈમી પ્રજાપતિ......
જીંદગી ની સાયકલ......
નથી
4.
આવી ગઈ તે શુભ ઘડી....
આવી ગઈ તે શુભ ઘડી....
નેણ તણા સપના,યુવાની ની ગરમી...
મિલન માટે વર્ષો થી તરસતુ આ હૈયુ.....
આ દિવસ ની કેટલાક વર્ષો થી આ દિન ની રાહ હતી મારા તરસતા હૈયા માં......
દિલ ના અરમાનો પુરા થશે, કેટલું તો આંખો
થી જ બોલાઈ જશે જોતા જોતા માં....
આવી ગઈ તે શુભ ઘડી.......
વરસાદ ના મૌસમ માં તન ભિંજાય,
આંખો માં કોઇ ની યાદ મને રડાવી નાખે...
આ દિવસ ની તલાશ હતી,
આજે આવી ગઈ આ શુભ ઘડી....
આંખો મા મસ્તી, દિલ માં અરમાનો,
યુવાની નો ઉંબરો ,તારી યાદો માં નિકાળેલા
એક એક દિવસો ,મને એક યુગ સમા લાગે.....
આજે ખતમ થઈ મારા ઈંતજાર ની ઘડી.....
આજે આવી ગઈ આ શુભ ઘડી......
આજે આપણે આજ થી તુ ને હુ નહીં
પર આપણે બનીશુ,
રસમ તો એક બહાનુ છે
યાર આપણે તો ઉપર થી
જ નક્કી થઇ ને આવ્યા છે,
ભટકતા પંખી છીએ
જે આજે એક માળા માં થઇ જશું
જોજે ધ્યાન રાખજે કે આ સમણા નો માળો વીખરાઈ ન જાય.....
જે દિવસ ની રાહ હતી
આજે આવી ગઈ તે શુભ ઘડી......
આજે તો નવો જન્મ થશે મારો,
આપણે સપ્તપદી નાં વચનો થી,
આપણે એકબીજા માં ઓગળી જશુ....
આજે તે શુભ ઘડી આવી ગઈ......
તારુ માસુમ સ્મિત,
મારો નજર ઝુકેલો ચહેરો,
એમાય મળતો તારો સાથ
આંખો માં મસ્તી....
હોઠો માં તરસ....
મૌસમ માં વધું રંગીન બનશે.....
તે આજે આવી ગઈ તે શુભ ઘડી......
મારો ગભરાયેલો ચહેરો
ને તારો ઈશારા થી મળતો સાથ
મારો ડર ને તારો હિંમત
બંને ભેગા થઇ ને એક જીંદગી બનશે
તે આજે આવી ગઈ શુભ ઘડી......
બે શરીર નહીં , બે આત્મા ઓનું મિલન
હશે,અને એક યુગ્મ જોડકુ રચાશે,
આપણા તન તૃપ્ત થશે....
ને ઘરે ઘરે આપણી મિશાલ અપાશે.
તે આજે આવી ગઈ શુભ ઘડી......
''યુવાની ના સપનાં''.......
~ શૈમી પ્રજાપતિ
5.
નવું વર્ષ
જરા સમય સાથે ચાલ ને છોડ કાલ ની વાતો
આજે તો નવું વર્ષ છે.....
છોડ ને દોસ્ત તારી અણબન ની વાતો આજે તો નવું વર્ષ છે.....
ભુતકાળ માંથી આવી ભવિષ્ય ની ચિંતા
છોડી ને વર્તમાન માં ચાલ ને યાર ને જો આજે નવું વર્ષ છે.....
ચાલો આપણે જ્ઞાતિવાદ કોમવાદ ના ઝગડા ભુલી ને પૃથ્વી ના એક કુટુંબ બની જઈએ જો ને ફ્જે નવું વર્ષ છે.....
2018 ના ન પુરા થયેલા હોય તેવા અથવા તો અધુરા કામો નો કરજો એ આજે તો નવું વર્ષ છે.......
બગડેલા સંબંધ ને નાખી ને મીઠા કરી દો,
છોડો રાજકારણ ચાલો જીંદગી નો અસલી નશો ચડાવી ને લાગી જઈએ પોતાના કામે આજે તો નવું વર્ષ છે....
જીવો ને જલસા કરો , પણ કોઈને મદદ રુપ થઇએ આજે તો નવું વર્ષ છે....
સંબંધો ખાટા થઇ ગયેલા સંબંધ માં મધ નાખવાનું કામ કરીએ ચાલો આજે નવું વર્ષ છે...
મન ના વિસ્તાર ને મોટો કરીએ હ્રદય નો વિકાસ કરીએ આજે તો નવું વર્ષ છે.....
થયેલી ભુલો માંથી કંઈક શીખીએ આજે ચાલો નવું વર્ષ છે
નિષ્ફળતા એ તો સફળતા નો પડછાયો છે,તેને પણ ઉજવી એ આજે તો નવું વર્ષ છે....
ફરી મળીશુ કહીને આપણે બીજા થી ભાગીશું ,
પણ આપણે જાત થી કેવી રીતે ભાગશુ .
પરિસ્થિતિ ઓ માં અડગ ઉભા રહી એ,
દુઃખ જુના થયા, જોખમો ઉઠાવો આજે તો નવું વર્ષ છે.
જુના સંસમરણો, ને ભુલી જીંદગી ની શરુઆત કરો આજે તો નવું વર્ષ છે...
શૈમી પ્રજાપતિ
6.
નવું વર્ષ.....
જીંદગી નો નવો સંકલ્પ,
જીંદગીં માં થયેલ ભુતકાળ ની કડવી
યાદો ને ભુલી ને નવી શરૂઆત છે નવુ વર્ષ.....
ભુતકાળ નાં સપનાં ને સાકાર કરવા
નો સુવર્ણ મોકો,જીવન નું
ઘટેલુ એક અમુલ્ય વર્ષ છે, નવું વર્ષ......
અધુરા રહી ગયેલા અને બગડેલા
કાર્યો નો શરુઆત કરવાનો
એક મોકો છે,નવુ વર્ષ.....
સખત પરિશ્રમ થકી
અશક્ય ને શક્ય કરી,
ઉડાન ભરવાની સુવર્ણતક છે,
નવુંવર્ષ....
અણબણ ને ભુલી ને
ખુશી ની નવી ઝલક છે,
સંબંધ ને એક દોર માં બંધાઈ,
જવાની આ તક છે, નવું વર્ષ.....
કડવા અનુભવ ને મેમરી માંથી
છેકી ને સારા અનુભવ માટે,
અને લક્ષ્ય સુધી પહોચવાનુ
આ પગથીયુ છે નવું વર્ષ......
નાત જાત ના ઝગડા ભુલી ને
આપણે માનવ એક પિતા ના
થવાનો સમય છે નવું વર્ષ.......
કોણ સ્ત્રી?કોણ પુરુષ ?આપણે
એક સિક્કા ની બાજુ છીએ તેમ સમજાય
ત્યારે નવું વર્ષ.....
જ્યારે આપણા અંદર
નો માનવ જાગે તો
થાય છે નવું વર્ષ
કાલ કદી આવતું નથી,
આપણે ઉધાર બંદી નું તકદી
લગાડી ને જીવન ઉધારી ચુકવી
દઈએ ત્યારે સમજાસે નવું વર્ષ.....
365 દિવસ માં બનેલા
કડવા અનુભવો માંથી હું
કંઈક જો શીખુ અને વર્તમાન માં
ઉતારી દઉં તો મને સમજાસે નવું વર્ષ.......
~ નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છા.....
બધાની મનો કામના પુરી થાય, તેવી ભગવાન શિવ ને પ્રાર્થના.....?????
- shaimee Prajapati.....