Koni dikari ? in Gujarati Short Stories by Journalist Urvisha Vegda books and stories PDF | કોની દીકરી?

Featured Books
Categories
Share

કોની દીકરી?

 "પોતાની જવાબદારી નિભાવી શકો તો જ કોઇ જવાબદારી લેવી"    
                                                ભારત મહાન છે, પણ જેને મહાનતા આપવામાં આવે છે એ મહાન નથી.
                                                 વાત પણ આજની છે અને અનુભવ પણ આજનો છે, દરરોજ ચા પીવાની આદત થી આજે પણ અમે ચાર ચા પીવા ગયા. ચા પી ને થોડીક વાર બેસવાની અમારી આદત છે. એ જ આદત પ્રમાણે અમે ચારે ચા પી ને ટેબલ એ બેઠા બેઠા વાતો કરતા હતા .  એવામાં મારી ફ્રેન્ડની નજર એક નાનકડી બાળકી ઉપર પડી, એ કેટલા વર્ષની હતી? એનુ નામ શું હતું? કોણ હતી એ ? કશી અમને ખબર નથી, બસ તે હજુ તો ચાલતા શીખી હશે એટલે અંદાજે એ કદાચ બે કે ત્રણ વર્ષની હશે. આ બાળકી રસ્તાની વચ્ચો વચ્ચ્ સાવ એકલી ફરતી હતી, જો કોઈ વાહન નીકળે તો આ બાળકી કચડાઈ પણ જાત. હજુ અમે એ બાળકી વિશે વિચારતા કે આ કોનુ બાળક છે ત્યાજ એક માણસ બાઇક લઇને નીકળ્યો,એ માણસમા થોડીક માનવતા હતી કે  એ માણસે એ બાળકીને લઇ અને સામેની દુકાને ખુરશી ઉપર બેસાડી અને દુકાન વાળાને સલાહ પણ કરી કે આ બાળકીને અહીંયા બેસવા દેજો હો અને પછી તે ભાઇ ત્યાંથી ચાલતા થૈ ગયા. 
                                            એ માણસે તો ચાલો એની ફરજ બજાવી લીધી અને તે ત્યાંથી ચાલતા થૈ ગયા. હવે આ બાળકી એકલી હતી હવે શું કરવું .હવે એ બાળકીની જવાબદારી લેવાનો વારો અમારો હતો. અમે એ બાળકીને બિસ્કીટ આપ્યા કદાચ એ ખુબ ભુખી હતી એટલે એ ઘણા બિસ્કીટ ખાઇ ગઇ અને પાણી પણ પીધું. ઘણો સમય થયો પણ કોઈ એક પણ  તેને શોધતું શોધતું ત્યા ન આવ્યુ,આજુબાજુની દુકાન વાળા પણ સારા હતા કે તેઓ પોતાની દુકાન બંધ કરીને એ બાળકીના લાગતા વળગતા ને ગોતવા ગયા. એક રીક્ષા વાળો ભાઇ અને તેમા બેસેલા બીજો એક ભાઇ પણ બધે એ બાળકીના લગતા વળગતા ને ગોતવા ગયા મારી બે ફ્રેન્ડ પણ આજુબાજુમા એ બાળકી ના લગતા વળગતા ને ગોતવા ગયા. હું અને મારી એક ફ્રેન્ડ તે નાનકડી બાળકી પાસે બેઠા. અમને હોસ્ટેલ માથી બહાર જવા માટે બે કલાક નો જ સમય આપવામા આવે અમારી આ બે કલાક પુરી થઇ ગઇ હતી છતા પણ હજુ એ બાળકીને લેવા કોઈ આવ્યુ નહી આજુબાજુ વાળા અને અમે હજુ પણ એના માતાપિતા ની શોધમા હતા,  અમારા ચાર સીવાય ત્યા કોઈ સ્ત્રી કે કોઈ છોકરી હતી નહી હવે શું કરવુ ?આ છોકરી ને છોડી ને જવુ કેમ કારણ કે અમારા માટે જવાબદારી  એ એટલા માટે હતી કે એ એક છોકરી હતી, અને ભારતના વાસી ઓ આપને તો એ ખુબ સારી રીતે ખબર છે કે ભારતમા એક સ્ત્રી કેટલી સુરક્ષીત છે તો આ તો એક નાનકડી છોકરી હતી. અમે ચારે એક છોકરી તરીકે તે છોકરીને છોડીને કયારેય જઇ ન શકીએ. આજુબાજુ વાળા ભલે ખુબ સારા હતા ઘણી કલાકોથી એ બાળકીના માતાપિતાને શોધતા પણ અમે ચારે એમ એ નાનકડી ફુલ જેવી છોકરીને અજાણ્યા પાસે છોડી ને ના જઇ શકીએ એ બાળકી માટે તો અમે પણ અજાણ્યા જ હતા પણ એક છોકરી હોવાને નાતે એ બાળકી પાસે રહેવુ એ એક છોકરી તરીકે અમારી ફરજ હતી. સમય ઘણો થૈ ગયો પણ ન તો એને છોડી શકાય કે ન ત્યાંથી અમારાથી જઇ શકાય પછી યાદ આવ્યુ કે અહી સાવ સામેજ પંદર ડગલાં એ જ પોલીસ સ્ટેશન છે. ત્યા જાણ કરી દઇએ અમને એમ હતુ કે તે લોકો પોતાની જવાબદારી નીભાવશે કારણ કે તેઓતો દેશના જવાબદાર વ્યક્તિ કહેવાય છે. માટે મારી બે ફ્રેન્ડ તે બાળકી પાસે રહી અને અમે બે પોલીસ સ્ટેશને ગયા. મે કયારેય કોઇ પણ પોલીસ સ્ટેશને જોયુ ન હતુ. મારી લાઇફ મા પહેલી વાર હુ આજે પોલીસ સ્ટેશને ગઇ. ત્યા ઓફીસ મા એક પોલીસ પુરુષ  અને એક મહિલા હતા. મે એ મહિલા ને વાત કહેવાનુ પસંદ કર્યુ. મે અને મારી ફ્રેન્ડ એ એ બન્ને આ બાળકી વિશે જણાવ્યુ અમને એવુ હતુ કે એ લોકો થોડી ઘણી પુછપરછ કરશે પરંતુ તે પોલીસ પુરુષ એ તો એટલુ જ કહ્યુ કે જો કોઈ ન આવે તો એને અહીંયા મુકી જજો. અને પેલા મહિલા તો કશુ બોલ્યા જ નહિ. તેને તો એક સ્ત્રી હોવા ઉપર પણ શરમ આવવી જોઈએ. તે લોકો "પોલીસ" કહેવા માટે દેશના જવાબદાર વ્યક્તિ છે તો શું તેમની એટલી પણ ફરજ નથી બનતી કે તે લોકો કમસેકમ એ બાળકીને જોવા તો આવે અને કયા દુર હતું પોલીસ સ્ટેશન સામે જ તો હતુ. હવે તો આ બાળકીને પોલીસ સ્ટેશને મુકવા જેવુ પણ ન હતુ. એવી જગ્યાએ એ બાળકીને કેમ મુકવી જયા લોકોને પોતાની જવાબદારી ની કશી ભાન જ ન હોય. વિચારી લીધુ અમે કે હોસ્ટેલે મોડુ થાય અને ખીજાય તો ભલે ખીજાય પણ આ બાળકીને કોઈ ના પણ ભરોસે મુકી ને તો નહિ જ જઇએ. અમે બન્ને પોલીસ સ્ટેશને થી પાછા તે બાળકી પાસે ગયા. હજુ પણ તે બાળકીને લેવા કોઈ આવ્યુ નહિ અમે આઠ નવ લોકો હજુ એના માતાપિતાને શોધતા હતા અને આખરે પેલો રીક્ષા વાળો અને એમા બેસેલા ભાઇ એ બન્ને એ બાળકીના મમ્મી ને ગોતી આવ્યા અમને બધાને એક હાશકારો તો થયો કે એ બાળકીનુ કોઈક તો મળ્યુ એ સ્ત્રી જેવી આવી કે અમે બધા એ સ્ત્રીને ખીજાયા પણ બોલો એ સ્ત્રીનો જવાબ એ હતો કે હુ એને મુકીને દુધ લેવા ગઇ હતી અરે યાર આટલી નાનકડી બાળકીને મુકીને કોઈ જાય ખરુ એ લોકો કામ કરવા વાળા મજુર હતા આપણા વિસ્તાર મા એ લોકોને ગોધરીયા તરીકે સંબોધાય છે. 
                                        એ બાળકી પેલી જવાબદારી દારી એના પરિવારની અને એની માતાની છે. ત્યાર બાદ વાત આવે છે કહેવાતા જવાબદાર વ્યક્તિ પોલીસની.હુ તો કવ છુ કોઈએ કોઈની જવાબદારી નિભાવી નહિ. તમારા હોદ્દા એ તો તમારી જવાબદારી ન નિભાવી પણ એક માણસ તરીકે તો તમે તમારી જવાબદારી નિભાવી શકતા કે નહિ. 
                                      "જો કોઈ જવાબદારી નિભાવી ન શકો તો કોઈ જવાબદારી સ્વીકારવી પણ નહિ. "