Cable Cut - 35 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ - પ્રકરણ ૩૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કેબલ કટ - પ્રકરણ ૩૫

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૫
સાયબર એક્ષપર્ટ ખાન સાહેબને મેઘાના મોબાઇલ નંબર પરથી ડેટા મેળવી રીપોર્ટ આપે છે અને ટીમની સામે તેની પર ચર્ચા કરે છે.
સાયબર એક્ષપર્ટ સૌરીન ટીમની સામે રીપોર્ટ આપતા કહે છે, "બબલુના મર્ડરના સ્પોટ પાસે મેઘા અને તેના મિત્રના મોબાઇલ લોકેશન મળી આવ્યા છે. મેઘાના નંબર પર બબલુના ફોનનો કોઇ ડેટા નથી પણ બબલુના મર્ડરના દિવસે ઘણી બધી વખત મેઘા અને તેના મિત્ર વચ્ચે વાતચીત અને મેસેજ શેરીંગ થયા છે."
"પણ ..તેનો એ મિત્ર છે કોણ ? " ખાન સાહેબ ઉતાવળા સ્વરે પુછે છે.
"તે ખરેખર કોણ છે એ ખબર નથી પણ મોબાઇલ નંબર ટ્રેસ કર્યા મુજબ તે મોહિત નામનો વ્યકતિ હોઇ શકે."
"તેની હાલની લોકેશન કયાં છે તે ટ્રેસ કરી તેની ધરપકડ કરો." ખાન સાહેબ તાત્કાલિક ઓર્ડર આપતા કહે છે.
"સર, તેની હાલની લોકેશન ...મેઘાની હોસ્ટેલ નજીકની બોયઝ હોસ્ટેલ ટ્રેસ થાય છે."
ઇન્સપેક્ટર અર્જુન ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે મોહિતની ધરપકડ કરવા બોયઝ હોસ્ટેલ પહોંચે છે. ત્યાં મોહિત તેના રુમમાં ઉંઘતો મળીઆવે છે. તેને તાત્કાલિક ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચ લઇ આવવામાં આવે છે અને ટીમ સામે રજુ કરવામાં આવે છે .
મોહિત ઉંઘમાં હતો પણ ક્રાઇમ બ્રાંચમાં પોતાની જાતને જોઇ તેની ઉંઘ હરામ થઇ ગઇ હતી. તે મનોમન તેની આસપાસ થઇ રહેલ વાતચીતને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોહિત ચુપચાપ મૌન બનીને ખાન સાહેબથી નજર ચુકવી તેની આસપાસ નજર ફેરવી રહ્યો હતો.
ખાન સાહેબે મોહિતની આંખોમાં આંખ પરોવી ઉલટ તપાસ  શરુ કરી."મેઘાએ બધી વાત કહી દીધી છે, હવે તારે તારી સફાઇમાં કંઇ કહેવું છે કે ...." ખાન સાહેબ ખંધુ હસીને બોલતા બોલતા અટકી ગયા.
"કોણ મેઘા ? અને કઇ વાત?" મોહિત ઉગ્રતાથી બોલ્યો.
ખાન સાહેબે ઇશારો કર્યો એટલે ઇન્સપેક્ટર અર્જુન લાખાને મોહિતની સામે લઇને આવ્યા. લાખો મોહિતને જોઇ તરત બોલી ઉઠ્યો, "સાહેબ ...સાહેબ આજ હતો, એ રાતે કારની અંદર લાશને મુકીને આજ બહાર નીકળ્યો હતો અને પેલા બેન જોડે એકટીવા પર બેસીને જતો રહ્યો હતો."
મોહિત લાખાની વાત સાંભળી ડઘાઇ ગયો અને તેના ચહેરા પરનો પરસેવો વળી ગયો. તેના ચહેરાના બદલાતા હાવભાવ ફેસ રીડર અને ટીમના બધા જોઇ રહ્યા હતાં. 
"આ છોકરાએ કહ્યુ એ સાંભળ્યું તે, હજુ કંઇ બાકી રહ્યુ છે. મેઘા તારી ફ્રેન્ડ અને વાત એટલે બબલુના મર્ડર વિશે શું કહેવુ છે તારે. " ઇન્સપેક્ટર અર્જુને ગુસ્સે થઇને કહ્યુ.
"મને કંઇ ખબર નથી. તમે બધા મને ફસાવો છો, આ છોકરો ખોટુ બોલે છે. મને...."ઇન્સપેકટર અર્જુને એક લાફો ઝીકી દેતા મોહિત બોલતા બોલતા અટકી ગયો અને તેને આંખે અંધારા આવી ગયા.
"કોઇ ગોળ ગોળ વાત નહીં, સીધી અને જલ્દી તારો ગુનો કબુલી લે. નહિંતર મારી મારી ને બધુ બહાર કઢાવતા અમને આવડે છે. " ખાન સાહેબે ડંડો હાથમાં લઇ ગુસ્સે થઇને મોહિતને કહ્યુ.
મોહિત હવે ડરી ગયો હતો. તે અંદરથી ધ્રુજી રહ્યો હતો. હવે તેની પાસે કોઇ મોકો ન હતો. તેને ડુમો ભરાઇ આવ્યો હતો અને જયાં ખાન સાહેબ ગુસ્સે થઇને કડક સ્વરે બોલ્યા ત્યાં તો ધ્રુસકે ને ધુ્સકે રડવા લાગ્યો.
"રડવાનું બંધ કરી જવાબ આપ નહિંતર આ ડંડો બોલશે અને તું..." ખાન સાહેબ બોલ્યા
મોહિત અંદરથી ડરી ગયો હતો અને બોલવા માટે શબ્દો ગોઠવી રહ્યો હતો,"હું... મેં કંઇ ...મને સાહેબ .."
"જો મેઘાએ તમારો બધો ભાંડો ફોડી નાંખ્યો છે, પેલા છોકરાએ પણ તને ઓળખી કાઢ્યો છે અને અમારી પાસે તને બબલુના મર્ડર કેસમાં વધુને વધુ સજા માટેના પુરાવા પણ છે. તું આડીઅવળી વાત બંધ કરી સીધી રીતે તે અને મેઘાએ કેવી રીતે બબલુનું મર્ડર કર્યુ તે કહી દે ....નહીંતર... "
ખાન સાહેબની વાત સાંભળીને રડી રહેલા મોહિતના ચહેરા પર ગુસ્સો આવી ગયો અને તે બોલ્યો, "શીટ...શીટ યાર. તેણે બધુ કહી દીધુ. તેણે મને ફસાવ્યો છે સાહેબ. મેં.. મેં બબલુનું મર્ડર નથી કર્યું પણ .."
"શું પણ ...અને કોણે તને ફસાવ્યો છે? "ઇન્સપેકટર અર્જુને પુછ્યુ
"મેઘા ...મેઘા એ મને ફસાવ્યો છે. મર્ડર તો તેણે કર્યુ છે. મેં તો તેને મદદ કરી હતી અને તેણે મને ફસાવ્યો. ઓહ..ગોડ પ્લીસ હેલ્પ મીં." મોહિત હાથ જોડીને બોલી રહ્યો હતો.
ખાન સાહેબે યુક્તિ અજમાવતા મોહિતને કહ્યુ, "મેઘા તો તારુ નામ કહે છે, કે તે બબલુનું..."
"ના..ના સાહેબ. મેં મર્ડર નથી કર્યું. મારી વાત પર વિશ્વાસ કરો."
"તારી વાત સાંભળવા જ તો તને અહીં લાવ્યા છીએ. અમે કોઇ બેકસુર ને સજા ના થાય તેનું ધ્યાન રાખીએ છીએ." ખાન સાહેબ ખંધુ હસીને બોલ્યા.
"સાહેબ, મેઘા કયાં છે? તેને મારી સામે લાવો એટલે તેણે શું શું કર્યું તે બધુ તમને બધાને કહું. તેણે મને ફસાવ્યો છે ને, હવે જુઓ મારી વાતથી તેની શું હાલત થાય છે. "
"મેઘા પણ અહીં જ છે અને તારી વાત પરથી તેની પણ ફરી ઉલટતપાસ તારી સામે જ કરવામાં આવશે." ખાન સાહેબ હળવેકથી બોલ્યા.
ખાન સાહેબે ઇન્સપેકટર અર્જુન અને ઇન્સપેક્ટર વીણાને કહ્યું, "તમે લાખા, મોહિત અને મેઘાને એકસાથે પુછપરછ માટે રીમાન્ડ રુમમાં ટીમની સામે લઇ આવો."
થોડીકવારમાં જ રીમાન્ડ રુમમાં  લાખા, મોહિત અને મેઘાને એકસાથે ટીમની સામે રજુ કરવામાં આવે છે. તેમની પુછપરછની વિગતો રેકોર્ડ કરવા અને તે ત્રણેના હાવભાવ મોનીટર કરવા ફેસ એક્ષપર્ટ પણ ટીમની સાથે હાજર હતાં. 
ખાન સાહેબે માસ્ટર પ્લાન સાથે તે ત્રણેયની ઉલટતપાસ શરુ કરતા પહેલા મેઘા અને મોહિતની ઓળખ કરી લાખાને ઇશારો કરી બોલવા કહ્યું.
"સાહેબ, આ બે જ એ રાતે ગાડી પાસે હતા. એ ગાડીમાં લાશ મુકી આ બેય એકટીવા પર જતા રહ્યા હતાં."લાખો જોર જોરથી બોલી રહ્યો હતો.
"એ..એય.. તુ જુઠ્ઠુ બોલી રહ્યો છે. શટ્ટ અપ પ્લીઝ."મેઘા ગુસ્સે થઇને બોલી. 
" મર્ડરની રાતે તમારી બંનેની મોબાઇલ લોકેશન પણ બબલુની કાર પાસે જ ટ્રેસ થાય છે." સાયબર એક્ષપર્ટ ધીમેથી મેઘા સામે જોઇને બોલ્યા.
"બધુ ખોટુ છે, મને ફસાવવા આ બધુ થઇ રહ્યું છે. મેં કશું ..." મેઘા ઉંચા સ્વરે બોલી રહી હતી.
"મેઘા, ચુપ થઇ જા તુ. બધુ તે જ કર્યુ છે અને તું મને ફસાવીને બચવા નાટક કરે છે. તે મારુ નામ આપી ..." મોહિત ગુસ્સે થઇને મેધાની સામે હાથ જોઇને બોલી રહ્યો હતો.
"મેં .. મેં કોઇ તારુ નામ નથી આપ્યું . તું શું બોલી રહ્યો છે. ચુપ થઇ જા, વધુ ના બોલ. " મેઘા ટીમની સામે જોઇને વ્યાકુળ થઇને ઇશારો કરતાં બોલી.
ખાન સાહેબની યુક્તિ કામે લાગતા તે હસીને બોલ્યા, "હવે તમે બંને ફસાઈ ગયા છો, નાટક બંધ કરી સીધી રીતે બોલવાનું શરુ કરો નહીંતર તમારી બંનેની હાલત ..."
"સર...સર ..હું તમને બધુ કહુ છું પણ મને છોડી દે જો. મેં મર્ડર નથી કર્યું. " મોહિત અધીરા સ્વરે બોલ્યો
"તમે બંને ભેગા મળીને જ બધુ કર્યું છે, મેં તે રાતે બધુ જોયુ છે. તમે બંને ગુનેગાર છો." લાખો મેઘા અને મોહિતની સામે આંગળી કરીને બોલ્યો. 
મોહિત અને લાખાની વાત સાંભળી મેઘા ઢીલી પડી ગઇ. તે વિસ્ફારિત નજરે બધાને જોઇ રહી અને મનોમન ડરી ગઇ હતી. તેને ડુમો ભરાઇ આવ્યો હતો અને જયાં ઇન્સપેક્ટર વીણાએ ઉંચા અવાજે પુછયું ત્યાં તો તેની આંખોમાંથી દળદળ આંસુ ઉભરાઇ આવ્યા. 
"મેઘા, તારી પાસે બચવાનો કોઇ રસ્તો નથી. તે અને મોહિતે કરેલા ગુનાની કબુલાત કરીને તે શું કર્યું તેનો જવાબ આપ." ઇન્સપેક્ટર વીણાએ ગુસ્સે થઇને મેઘાની આંખોમાં આંખ પરોવીને કહ્યું.
મેઘાના શરીરમાંથી ભયનું લખલખુ પ્રસરી ગયું. હિબકે ભરેલા મનને શાંત કરતા અને આંખોના આંસુ લુછતા રડમસ અવાજે તે બોલી, "હું બધુ સાચેસાચુ કહીશ. મેં જે કંઇ કર્યું છે તે મજબુરીમાં કર્યું છે. મને માફ કરો." 
"મેઘા અને મોહિત, તમે સાચી ઇન્ફરમેશન આપો તો અમે તમને બનતી મદદ કરીશું" ખાન સાહેબ ધીમા સ્વરે બોલ્યા.
પ્રકરણ ૩૫ પુર્ણ 
પ્રકરણ ૩૬ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.