Celery in Gujarati Drama by Dr.Namrata Dharaviya books and stories PDF | સેલેરી

Featured Books
Categories
Share

સેલેરી

               "આજ હું તને છેલ્લી વખત કહુ છું.......વિચારી ને નિર્ણય લઈ લેજે..." આટલું બોલીને આકાશ રૂમની બાર નીકળી ગ્યો.અનિતા  જોબ  પર જવા માટે તૈયાર થવા લાગી.આકાશ પણ કશુ બોલ્યા વિના બાઇક લઈ નીકળી ગ્યો હતો.
                 આકાશ અને અનિતા બંને પતિ-પત્નિ એક શહેરમાં રહેતા હતા. આકાશ એન્જિનીયર હતો, અને અનિતા પણ નાની એવી જોબ કરતી હતી.
                 અનિતા એ ગ્રેજ્યુએશન પુરુ કરી તરત જ જોબ શરૂ કરી હતી.અનિતા ના પરીવારમાં મમ્મી-પપ્પા અને એક નાની બહેન હતી. પિતા બિમાર હોવાથી ઘરની આર્થિક પરીસ્થિતિ સારી ન હતી, એ કેન્સર જેવી બિમારી થી પીડાતા હતા.  અનીતાની મમ્મી સિલાઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી. ક્યારેક તો એક સાંધો ત્યાં તેર તુટે એવી સ્થિતિ થઇ જતી. આવી કપરી પરીસ્થિતી માંથી પણ પસાર થઇ ને અનિતા એ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. 
                જ્યારે ઘરમાં લક્ષ્મી ન હોય ત્યારે ભગવાન વિષ્ણુ પણ સાથ નથી આપતા તો સ્વાર્થી માણસો શું મદદ કરવાના...!!! આવું વિચારી અનિતા કે એનો પરીવાર કોઇ પાસે મદદ માંગતા નહી.એવામાં અનિતાના પપ્પા નું અવસાન થઇ જાય છે, હવે ઘરની બધી જવાબદારી અનિતા પર આવી પડી હતી.નાની બેન ને ભણાવવાથી માંડીને ઘરનો તમામ ખર્ચાની જવાબદારી અનિતા પર હતી.જેથી અનિતા એ શાળામાં શિક્ષિકા તરીકે જોબ જોઈન કરી લીધી.
               એક દિવસ અનિતા બસસ્ટોપ પર બસ ની રાહ જોતી ઉભી હતી. ત્યાં એક બાઇકસવાર અને કાર વચ્ચે અકસ્માત થાય છે,કારચાલક ત્યાંથી નાશી છુટે છે. બાઇકસવાર રસ્તા પર ઘવાયેલી હાલતમાં પડ્યો હતો. ઘણાબધા માણસો એને ઘેરી ઉભા હતા, તો કોઈ પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા, એક પણ વ્યક્તિ ઘવાયેલા ને હોસ્પિટલ લય જતુ નહોતું. માનવતા જાણે રીસામણે બેઠી હોય એવું લાગતું હતું. એવામા અનિતાએ હિમ્મત એકઠી કરી એ ઘવાયેલ યુવકને હોસ્પિટલ પહોચાડ્યો,અનિતા ને શાળાએ જવાનું મોડુ થતું હોવાથી સારવાર ચાલુ કરાવી ત્યાથી નીકળી જાય છે.
              અનિતા ની શાળાના પ્રિન્સિપાલ દવે સર સ્વભાવે ગુસ્સાવાળા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરનાર હતા, નાની એવી ભુલની મોટી સજા ફરમાવતા.અનિતા આ બધુ જાણતી જ હતી એટલે તો પેલો યુવક હોંશ માં આવે એની રાહ જોયા વીના જ ત્યાંથી નીકળી જાય છે. શાળાએ પહોંચી તે દવે સર ને મળવા એની ઑફીસ માં જાય છે, અનિતા તેના મોડા થવાનું કારણ બતાવે છે, પણ પ્રિન્સિપાલ દવે કશું સાંભળતા નથી, અનિતા ને એક અઠવાડીયા માટે શાળામાંથી રજા આપી દે છે. 
              આ બાજુ પેલો યુવક મદદ કરનાર ને શોધે છે. હોસ્પિટલ ના સ્ટાફને પુછતા જાણવા મળ્યું કે હોસ્પિટલ સુધી પહોચાડનાર કોઇ યુવતી હતી અને તે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આવતીકાલે બસસ્ટોપ પર મળી લઇશ આવું મનોમન વિચારી એ યુવક ઘરે જતો રહે છે.
              એક અઠવાડીયા ની રજા સજા તરીકે મલવાથી 
અનિતા ના જીવન માં ઉદાશીનું વાદળ છવાય ગયું. ઉદાશ મને ઘરે પાછી ફરે છે.ઘરે આવી એની મમ્મી ને બધી વાત વિસ્તારપૂર્વક કહે છે, મા-દિકરી બંને નિ:શાસો નાખી બેસી જાય છે. જીંદગી જ્યારે પરીક્ષા લે ત્યારે ભગવાન પણ સાથ નથી આપતો આવો અહેસાશ અનિતા ને થવા લાગ્યો. જે થયુ તે સારા માટે હશે એમ વિચારી મન શાંત કર્યુ.
                બે-ત્રણ દિવસ પછી સવાર માં અનિતા ઘર માં કામ કરી રહી હતી. અચાનક ડોરબેલ ની રીંગ વાગી, અનિતા વિચારવા લાગી કે કોણ આવ્યું હશે..!!??? પિતા ના અવસાન પછી કોઇ ખોટો ભાવ પૂછવા પણ નથી આવ્યું, તો અત્યારે કોણ આવ્યું હશે??? ઘરનો દરવાજો ખોલતા જ અદિતી ની આંખો પહોળી થઇ ગય, મો માંથી ઉદગાર સરી પડ્યા "તતમે.........!!!!!!"


આગળનું આવતા અંકે.......
કોણ આવ્યું હશે અનિતાના ઘરે..???..