Hawas-It Cause Death - 13 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-13

હવસ :-IT CAUSE DEATH-ભાગ 13

પોતાની ધરપકડ માટે અર્જુન આવી રહ્યો છે એ ખબર મળતાં જ સલીમ પોતાનાં ફ્લેટની છત પરથી બાજુનાં ફ્લેટની છત પર આવ્યો અને એ ફ્લેટનો દાદરો ઉતરી નીચે પણ આવી ગયો..સલીમ પોલીસથી બચીને પોતાની ચાલીની બહાર જ પહોંચ્યો હતો ત્યાં અર્જુને એને જોઈ લીધો અને અર્જુન એને પકડવા માટે દોડ્યો.

અર્જુન નાં સલીમ બોલીને ત્યાંથી દોડતાંની સાથે નાયક અને વાઘેલા પણ અર્જુનનાં ભાગવાની દિશામાં એને અનુસરીને દોડવા લાગ્યાં.. અર્જુન પોતાની તરફ આવી રહ્યો છે એ વાતથી બેખબર સલીમ સુપારી નીચું મોં કરી ત્યાંથી ફટાફટ નીકળી જવાની ફિરાકમાં હતો..અર્જુન અને સલીમ વચ્ચેનું અંતર માંડ વીસેક ડગલાં રહ્યું ત્યાં અર્જુન એક માછલી વેચનારી સ્ત્રી સાથે અથડાઈ ગયો અને એ સ્ત્રીની માછલીઓ જમીન પર પડી ગઈ.

માછલીઓ નીચે પડી જવાને લીધે એ સ્ત્રી અર્જુન પર ગુસ્સે થઈને બોલવા લાગી..આ બધો કોલાહલ સાંભળી સલીમે પાછળ વળીને જોયું તો એની નજર અર્જુન પર પડી..અને અર્જુનની નજર એની ઉપર.અર્જુનને જોતાં જ સલીમે પોતાની બેગ ફેંકી દીધી અને મુઠ્ઠીઓ વાળી ચાલી નાં બહાર નીકળવાના રસ્તે દોટ મુકી.

અર્જૂન એની પાછળ દોડવા જતો હતો ત્યાં પેલી માછલી વેચનારી સ્ત્રીએ અર્જુનનો રસ્તો રોકી લીધો.

"સાહેબ,પેલાં આ નેચ પડેલી માછલીના પૈસા આપો..પહી જ તમન હુ અહી થી જવા દઈશ.."પોતાની ભાષામાં અર્જુનને ઉદ્દેશીને એ બોલી.

અર્જુને ફટાફટ પોતાનાં ખિસ્સામાંથી પાંચસોની ચાર નોટો કાઢી એનાં હાથમાં મુકી અને એ સ્ત્રીને ધક્કો મારી પોતાનાં રસ્તામાંથી દુર કરી સલીમ ની પાછળ પાછળ ભાગ્યો..એ સ્ત્રી સાથેની માથાકૂટમાં સલીમ હવે અર્જુનથી ખાસો એવો દુર નીકળી ગયો હતો.

"બાબુ,પકડ એ વાદળી શર્ટવાળા ને.."ચાલી નાં ગેટે પોતે ગોઠવેલાં કોન્સ્ટેબલને જોરથી અવાજ આપતાં અર્જુન બોલ્યો.

અર્જુનની વાત સાંભળી બાબુ હરકતમાં આવી ગયો અને પોતાની રિવોલ્વર લઈ સલીમની સામે આવીને ઉભો રહ્યો..અચાનક બાબુનાં સામે આવી જતાં સલીમ પોતે ભરાઈ ગયો હોય એવું મહેસુસ કરવા લાગ્યો.પાછું વળીને જોતાં સલીમે જોયું કે અર્જુન એકાદ મિનિટમાં એની સુધી આવી પહોંચશે એટલે એને ખુબ કુશળતાથી પોતાનાં બુટમાં છુપાવેલું ચપ્પુ કાઢી એને બાબુનાં પેટ પર ચલાવી દીધું.

આ બધું એટલી ઝડપમાં થઈ ગયું કે બાબુ કંઈ પ્રતિકાર કરે એ પહેલાં તો ચપ્પુ એનાં પેટ પર મોટો ઘા કરી ચૂક્યું હતું..દર્દથી કરાહતાં બાબુ જમીન પર નીચે પડી ગયો અને ત્યાં પેદા થયેલ અફરાતફરી નો ફાયદો ઉઠાવી સલીમ બાબુની રિવોલ્વર છીનવીને ત્યાંથી બહાર નીકળી ગયો..સલીમે બહાર જઈને એક પાર્લર જોડે પડેલી કોઈકની બાઇકમાં ચાવી ભરાયેલી જોઈ એટલે એને સ્ટાર્ટ કરી એ ત્યાંથી નાસી છૂટ્યો.

અર્જુને બાબુને જઈને જોયો તો એનાં પેટમાંથી લોહી નીકળી રહ્યું હતું અને એ પીડાથી કણસતો હતો..એટલામાં નાયક અને વાઘેલા પણ હાંફતા હાંફતા ત્યાં આવી પહોંચ્યા.એ બંને ને જોતાં જ અર્જુન ઉતાવળાં બોલ્યો.

"તમે બાબુને પોલીસ જીપમાં લઈને હોસ્પિટલમાં પહોંચો..બાબુને કંઈપણ થવું ના જોઈએ..હું સલીમને હવે કોઈકાળે નહીં છોડું.."

અર્જુનની વાત સાંભળી નાયક બોલ્યો.

"પણ સાહેબ,તમે શેમાં એનો પીછો કરશો..?અને એનાં જોડે બાબુની રિવોલ્વર છે એટલે સલીમ વધુ ઘાતક પુરવાર થઈ શકે છે.."

"નાયક આ છાતી ફૌલાદ ની છે એમાંથી આ 6mm ની ગોળી પસાર નહીં થઈ શકે..તમે સમય બગાડયાં વગર બાબુને લઈને હોસ્પિટલમાં પહોંચો..હું મારી રીતે સલીમને પકડી લઈશ.."અર્જુને મક્કમ સુરે કહ્યું.

"જી સર.."વાઘેલા અને નાયક એકસાથે બોલ્યાં.

બાબુને ટેકો આપી નાયક અને વાઘેલાએ જીપમાં સુવડાવ્યો અને જીપને સીટી હોસ્પિટલ તરફ ભગાવી મુકી.

************

અર્જુનને હાથતાળી આપી સલીમ સુપારી પોતાની બાઈક ને પુરપાર ઝડપે રાધાનગરની ગલીઓમાંથી આમ થી તેમ દોડાવતો રાધાનગરથી બહાર નીકળતી સડક તરફ જઈ રહ્યો હતો..અર્જુનની પકડમાંથી આબાદ રીતે છટકી જવાની ખુશીનો નશો એનાં ચહેરા પર સાફ-સાફ દેખાઈ રહ્યો હતો.

સવા છ ફૂટ જેટલી ઊંચાઈ અને મજબૂત તથા કસાયેલાં દેહનાં માલિક એવાં સલીમ માટે અત્યારે એની જોડે જે ચોરાયેલી બાઈક હતી એતો રમકડાં જેવી લાગી રહી હતી..એ નાના બાળક જેમ સાયકલ ચલાવે એમ બાઈકને તીવ્ર ગતિમાં દોડાવે જતો હતો.

પોતાનાં કોન્સ્ટેબલ પર મરણતોલ ઘા કરી એની રિવોલ્વર લઈને પોતાનાં સકાંજામાંથી સલીમનાં નાસી જવાથી અર્જુન અત્યારે બેબાકળો બની ગયો હતો..નાયક અને વાઘેલા ને બાબુ ને લઈને હોસ્પિટલમાં મોકલ્યાં બાદ અર્જુને અહીં તહીં નજર ઘુમાવી તો એની નજરે એક દૂધવાળા નું જૂનું રાજદૂત ચડ્યું..અર્જુને એ દૂધવાળા વ્યક્તિને પોતાની ઓળખાણ આપતાં એને સહર્ષ પોતાનાં બાઈકની ચાવી અર્જુનને આપી દીધી.

અર્જુને એનો આભાર માની બાઈકને સ્ટાર્ટ કર્યું અને સલીમ સુપારી કઈ તરફ ભાગ્યો હોવો જોઈએ એનાં તર્ક કરતાં પોતાની બાઈક ને ચાલી ની ભીડ ની બહાર મુખ્ય સડક તરફ ભગાવી મૂક્યું.

સલીમ વારંવાર બાઈકનાં મીરરમાં જોઈને ખાત્રી કરતો રહેતો હતો કે એની પાછળ કોઈ આવી તો નથી રહ્યું ને..હવે સલીમ રાધાનગર શહેરની સરહદ વટાવી બદરીપુર થઈને સુરત જતાં ધોરીમાર્ગ પર આવી ચુક્યો હતો.ત્યાં પહોંચતા ની સાથે જ એને લાગ્યું કે પોતે હવે પોલીસની પકડથી ઘણો આગળ આવી ચુક્યો છે.

સલીમ પોતે હવે પોલીસની પકડથી દુર પહોંચી જશે એવું વિચારતો જ હતો ત્યાં બાઈકની હેડલાઈટનાં પ્રકાશમાં રસ્તા વચ્ચે એને અર્જુનને ઉભેલો જોયો..પોતાની બાઈકને સ્ટેન્ડ કરી રસ્તા વચ્ચે ગોઠવી અર્જુન હાથમાં રિવોલ્વર લઈને ઉભો હતો.આમ અચાનક અર્જુન ભૂતની જેમ કઈ રીતે ત્યાં આવી પહોંચ્યો એ સલીમ ને સમજાતું નહોતું..સલીમ દ્વારા અનાયાસે જ બાઈકની બ્રેક લાગી ગઈ અને એક જોરદાર ઘસરકાનાં અવાજ સાથે સલીમની બાઈક અર્જુનથી પંદરેક ડગલાં દૂર ઉભી રહી.

"સલીમ હવે તું તારી જાત ને સરેન્ડર કરી લે એમાં જ તારી ભલાઈ છે બાકી એક પોલીસકર્મી પર હુમલો કરી એની રિવોલ્વર છીનવી લેવાનાં ગુનામાં હું તને અહીં રોડ વચ્ચે જ મારી શકું છું..અને એને એન્કાઉન્ટરમાં કઈ રીતે ખપાવવું એની મને ખબર છે.."અર્જુન નો સપાટ પણ રોષ મિશ્રિત અવાજ સલીમને સંભળાયો.

અર્જુન ચાલીમાંથી નીકળી મુખ્ય માર્ગ પર આગળ વધતો હતો ત્યાં રસ્તામાં ટોલનાકા એ પૂછપરછ કરતાં સલીમ જે બાઈક લઈને ભાગ્યો હતો એ થોડો સમય પહેલાં જ નીકળી હોવાની માહિતી અર્જુનને મળી.ત્યાંથી સીધાં રસ્તે જવાનાં બદલે અર્જુન કાચા રસ્તે આગળ વધી સીધો બદરીપુર જતી મુખ્ય સડક પર આવીને સલીમ નો રસ્તો રોકીને ઉભો હતો..અર્જુનની આ ચાલાકી પર સલીમ થાપ ખાઈ ગયો.

અર્જુનનો ધમકીભર્યો અવાજ સાંભળી સલીમ ડરી જરૂર ગયો પણ એને એ પણ ખબર હતી કે અર્જુન એની ઉપર ગોળી તો નહીં જ ચલાવે કેમકે પોતાને કંઈ થઈ જાય તો અર્જુન એની જોડેથી જે માહિતી જાણવા માંગે છે એ કઈ રીતે જાણી શકવાનો હતો.આ ઉપરાંત જો એ હવે પોલીસનાં હાથે પકડાઈ જશે તો આજીવન કારાવાસ ની સજા નક્કી હતી એ વાતથી પણ સલીમ વાકેફ હતો.

"આજીવન કારાવાસ કરતાં તો ફાંસી સારી.."મનોમન કંઇક નવું કરવાનો વિચાર આવતાં સલીમ બાઈક પરથી અર્જુન તરફ હાથ ઉપર કરી ધીરેથી ચાલતો ચાલતો આગળ વધ્યો.

અર્જુનની રિવોલ્વર સલીમ તરફ હજુપણ તકાયેલી હતી કેમકે એને ખબર હતી કે સલીમ જેવો ખુંખાર ગુનેગાર સરળતાથી પોતાની જાતને પોલીસનાં હવાલે તો નહીં જ કરે.અર્જુનનું ધ્યાન બિલકુલ સલીમની તરફ હતું પણ પાછળથી એક કારમાંથી કોઈએ હોર્ન મારી અર્જુનને ત્યાં શું થઈ રહ્યું છે એવું મોટાં સાદે પૂછ્યું એટલે અર્જુને પાછળ ફરીને એ કારનાં ડ્રાઈવર ભણી જોઈ એને થોડો સમય ત્યાં ઊભાં રહી જવા હાથનાં ઈશારાથી કહ્યું.

અર્જુનની નજર ચાર સેકંડ માટે શું સલીમ પરથી હટી સલીમે તત્ક્ષણ પોતાનાં પેન્ટમાં ખોસેલી બાબુ નામનાં કોન્સ્ટેબલ જોડેથી ચોરેલી રિવોલ્વર નીકાળી અર્જુન પર ફાયર કરી દીધું..ઉતાવળમાં સલીમની ગોળી અર્જુનને વાગી તો નહીં પણ એનાં ખભે ઘસરકો કરીને નીકળી ગઈ.અર્જુન અચાનક બની ગયેલી આ ઘટનાથી આહત થઈને જમીન પર પડી ગયો..નીચે પડેલાં અર્જુન પર સલીમ બીજી ગોળી ચલાવવા જતો હતો પણ રિવોલ્વરમાં માત્ર એક જ ગોળી હોવાથી એમાંથી બીજી બુલેટ ફાયર ના થઈ.

અર્જુન જમીન પર પડ્યો હતો એ તકનો લાભ લઈ સલીમ ઉતાવળે બાઈક તરફ આગળ વધ્યો અને એને સ્ટાર્ટ કરી બાઈકને રોડની ડાબી સાઈડ પડતાં કાચા રસ્તા તરફ વાળી.. અર્જુનને પોતે માત કર્યો હોવાની ખુશીમાં રાચતા સલીમની ખુશી ત્યારે ફુગ્ગાની માફક ફૂટી ગઈ જ્યારે અર્જુનની રિવોલ્વરમાંથી નીકળેલી બુલેટ આબાદ સલીમનાં બાઈકનાં ટાયર પર વાગી અને ધડાકા સાથે ટાયર ફાટી ગયું.

ટાયર ફાટતાં જ સલીમે બાઈક પર પોતાનું સંતુલન ગુમાવી દીધું અને બાઈક ધડાકાભેર એક ઝાડ સાથે અથડાઈ.બાઈક અથડાવના લીધે સલીમ નીચે જમીન પર પછડાયો અને એનાં જમણાં પગનું હાડકું ભાંગી ગયું હતું..આ ઉપરાંત એનાં ચહેરા પર પણ પથ્થર વગવાનાં લીધે લોહી નીકળી રહ્યું હતું.

આટલું વાગ્યું હોવાં છતાં સલીમ હજુપણ ઉભો થવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો..સલીમ હિંમત કરી બે-ત્રણ વાર ઉભો તો થયો પણ હાડકું ભાંગી જવાની પારાવાર પીડાનાં લીધે એ પાછો ત્યાંજ ફસડાઈ પડ્યો.

અર્જુન દોડીને સલીમની જોડે આવ્યો અને એનાં ભાંગેલા પગ પર બે જોરદાર લાત મારી દીધી..અર્જુનનાં મગજમાં એટલો ગુસ્સો હતો કે એ સલીમને અત્યારે મારી જ નાંખત પણ એક પોલીસ અધિકારી તરીકે સલીમને મારીને એ પ્રભાતની હત્યાનાં જીવતા-જાગતાં સાક્ષીને ગુમાવવા નહોતો માંગતો.

"હેલ્લો.. રાધાનગર ટોલનાકા થી બદરીપુર જતાં રોડ પર જલ્દીથી એમ્બ્યુલન્સ મોકલો..સલીમ પકડાઈ ગયો છે.."પોલીસ સ્ટેશન ફોન કરી અર્જુને જણાવ્યું.

***********

બીજાં દિવસે બપોરે સલીમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી અને અત્યારે એ પોલીસ સ્ટેશનની બેરેકમાં હાજર હતો..બાબુ પણ અત્યારે ખતરાથી પૂર્ણપણે બહાર હતો અને એને પણ સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવવાની હતી.અર્જુન અત્યારે સલીમને જ્યાં બેસાડાયો હતો એ ખુરશીની સામે ખુરશી રાખીને બેઠો હતો જ્યારે નાયક અને જાની એની આજુબાજુ ઉભાં હતાં.

"તો સલીમ તું સીધી રીતે જણાવીશ કે પ્રભાતની હત્યા કરવા માટે તને કોને હાયર કર્યો હતો કે પછી હું મારી રીતે તારી જોડે બોલાવું..?"અર્જુનનો શાંત પણ આવેશયુક્ત અવાજ સલીમનાં કાને પડ્યો.

"સાહેબ મને નથી ખબર તમે શું કહેવા માંગો છો..?અને કોણ પ્રભાત હું કોઈ એવાં વ્યક્તિને ઓળખતો જ નથી.."પોતે બેકસુર હોય એવાં નિર્દોષ અવાજે સલીમ બોલ્યો.

"મને ખબર હતી કે તું આવો જ જવાબ આપીશ..તો લે જોઈલે આ પ્રભાતને વાગેલી બુલેટનો ફોરેન્સિક રિપોર્ટ અને આ રહ્યો સ્કાયલવ બિલ્ડીંગ ની છત પરથી મળેલ ચેવિંગમ પરથી મળેલાં DNA નો રિપોર્ટ..એ સિવાય તારાં ઘરેથી બીજી એવી ચાર અનયુઝડ બુલેટ મળી આવી છે જેવી પ્રભાતને વાગી હતી.."પોતાનાં જોડે રહેલાં પેપર પરનું લખાણ સલીમને બતાવતાં અર્જુન ગુસ્સામાં બોલ્યો.

અર્જુને બતાવેલાં સબુત જોઈને સલીમ જોડે પ્રભાતની હત્યા પોતે કરી છે એવી કબૂલાત કર્યાં સિવાય કોઈ બીજો રસ્તો નહોતો.આ સિવાય એ જાણતો હતો કે બે-બે પોલીસકર્મી પર જાનલેવા હુમલો કરવાનું પરિણામ કેવું આવી શકે છે.

"સાહેબ,હું કબુલ કરું છું કે મેં જ એ રાતે પ્રભાત પંચાલની હત્યા કરી છે..મને કહેવામાં આવ્યું હતું કે પ્રભાત રાતે પોતાની બેડરૂમની બાલ્કનીનો સ્લાઈડિંગ ડોર ખસેડીને બેસે છે..એટલે મેં થોડું નિરીક્ષણ કર્યાં બાદ એવી જગ્યા શોધી લીધી જ્યાંથી પ્રભાત પર ટાર્ગેટ લઈ શકાય."સલીમે પોતાનો ગુનો કબુલવાનું શરૂ કર્યું.સલીમે જેવું બોલવાનું શરૂ કર્યું એજ સમયે નાયકે પોતાની જોડે રહેલ રેકોર્ડર માં એની કબુલાત રેકોર્ડ કરવાનું શરૂ કર્યું.

"સ્કાયલવ બિલ્ડીંગ ની છત પ્રભાત પર ગોળી ચલાવવા માટે ઉત્તમ હતી એટલે હું રાતે દસ વાગે સ્કાયલવ બિલ્ડીંગ ની દીવાલ કુદીને બિલ્ડીંગ માં પ્રવેશ્યો.. ત્યારબાદ કોઈની નજરમાં ના આવું એ રીતે બિલ્ડિંગની છત પર પહોંચી ગયો.સ્કાયલવનાં CCTV હજુ કાર્યરત નહોતાં એની પણ મેં તપાસ કરી લીધી હતી."

"મેં બિલ્ડીંગ ની છત પરથી પ્રભાતનાં બેડરૂમમાં જોયું ત્યારે પ્રભાત એનાં રૂમમાં જ હાજર હતો અને આમથી તેમ ઘૂમતા ઘૂમતા હાથમાં રહેલ ગ્લાસમાંથી કંઈક પીણું પી રહ્યો હતો..એ સ્થિર ઉભો રહેતો ના હોવાનાં લીધે હું સરખું નિશાન નહોતો લઈ શકતો માટે હું ધીરજ રાખી ત્યાં બેસી રહ્યો..થોડીવારમાં પ્રભાત જઈને ખુરશીમાં બેઠો અને એનાં પર સરળતાથી નિશાન લઈ શકાય એવું હતું..હું ફાયર કરવા જ જતો હતો ત્યારે મને એની હત્યા માટે હાયર કરનાર વ્યક્તિનો કોલ આવ્યો અને મને એને પ્રભાતની હત્યા એ સમયે કરવાની ના પાડી..એ અડધો કલાક પછી કોલ કરશે એવું કહી એને કોલ કટ કરી દીધો.."

"એને આવું કેમ કહ્યું હતું એની તો મને ખબર નથી પણ મારાં જોડે અડધો કલાક રાહ જોયાં વગર કોઈ રસ્તો નહોતો..પ્રભાત શાંતિથી ટીવી જોઈ રહ્યો હોય એવું મને લાગ્યું એટલે હું ત્યાં છત પર જ કોલ ની રાહ જોઈ બેસી રહ્યો..લગભગ પોણા કલાક બાદ એ વ્યક્તિનો ફરીવાર કોલ આવ્યો અને એને પ્રભાતની હત્યા કરવાનો આદેશ આપ્યો..મેં ફરીવાર મારી સ્નાયપર ગન ને રેડી કરી અને ખુરશીમાં બેસેલાં પ્રભાતની ખોપરીનું નિશાન લઈને ગોળી ચલાવી દીધી.."

"નિશાન બિલકુલ યથાસ્થાને લાગ્યું હતું અને બુલેટ પ્રભાતની ખોપરીની આરપાર નીકળી ગઈ હતી..એની ખોપરીમાંથી આવતું લોહી જોયાં બાદ હું સમજી ગયો કે હવે એનું બચવું અશક્ય છે..માટે હું ચુપચાપ મારો બધો સામાન લઈને રાતે સાડા અગિયાર વાગ્યાં આજુબાજુ સ્કાયલવ બિલ્ડીંગ ની એ દીવાલ કુદીને નીકળી ગયો જ્યાંથી હું અંદર પ્રવેશ્યો હતો.."

અર્જુનનો ગુસ્સો જોઈ સલીમ સુપારી એ પ્રભાતની હત્યા થઈ એ રાતનો બધો વૃતાંત પોપટની માફક કહી દીધો..પણ હજુએ ઘણાં એવાં સવાલો હતાં જેનાં જવાબ બાકી હતાં.

"ચલો સારું થયું કે તે પ્રભાતની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી..તો બોલ તને પ્રભાતની હત્યા કરવા માટે નો કોન્ટ્રાક્ટ કોને આપ્યો અને કેટલામાં આપ્યો..?"અર્જુને વેધક નજરે સલીમ ની તરફ જોતાં પૂછ્યું.

"સાહેબ..મને પ્રભાતની હત્યા માટે 30 લાખ રૂપિયા મળ્યાં હતાં..પણ.."આટલું બોલી સલીમ અટકી પડ્યો.

"શું પણ..હવે જલ્દી બક કે તને પ્રભાતની હત્યા માટેની સુપારી કોને આપી..?"સલીમનો ચહેરો પોતાનાં ફોલાદી પંજાની પકડમાં લઈને ગુસ્સામાં અર્જુને પુછ્યું.

સલીમ કોનું નામ આપવાનો હતો એ સાંભળવા પોલીસ સ્ટેશનની એ નાનકડી કોટડીમાં હાજર દરેકે પોતાનાં કાન સરવાં કરી લીધાં..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

સલીમ જોડેથી અર્જુન પ્રભાતની હત્યા પાછળ સામેલ મુખ્ય વ્યક્તિ સુધી પહોંચી શકશે કે નહીં..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ને ઝેર કોને અને કઈ રીતે આપ્યું હતું.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)