Love, Life ane confusion - 3 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 3

રિમા અને તેનો પૂરો પરિવાર અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા આવ્યા છે. લગ્ન માં બધા લોકો સાથે વાતો અને મસ્તી કરવા ને બદલે રિમા એકલું રહેવા નું વધુ પસંદ કરે છે.  મમ્મી ના કહેવા પર રિમા દાંડિયા ના ફંક્શન દુલહન કરતા પણ થોડી વધુ સારી તૈયાર થઈ ને આવે છે. અને બસ બધા સાથે મળી હસી મજાક કરતા હોય છે ત્યાં દૂર થી રિમા ને કોઈ વ્યક્તિ નો અવાજ સંભળાય છે અને એને સાંભળી રિમા તેનો એક ધબકારો ચુકી જાય છે. હવે આગળ......


 


તે વ્યક્તિ રિમા ની પાસે આવી ને ઉભો રહી ગયો. જિજ્ઞાસા ને ગળે મળ્યો અને જગદીશ સાથે હાથ મેળવતા એ બોલ્યો ," કેમ છે જીજાજી."

આ તરફ અભી એ રિમા ના હાથ ને હચમચાવી અને બોલ્યો ," દીદી ક્યાં ખોવાઈ ગઈ? દિયા ને જોઈ ક્યાં છે એ ?"

રિમા એ હાથ ના ઈશારો સામે  ઉભેલ દિયા તરફ કર્યો. પાછળ ફરી અભી એ દિયા સામે જોયું અને એ ત્યાં થી ચાલ્યો ગયો.

અને ત્યાં જ  જગદીશ ઇન્ટરો કરાવતા બોલ્યો , "રિમા, આ માહિર છે જિજ્ઞાસા નો કઝીન.
અને માહિર આ રિમા છે મારી કઝીન .

રિમા એ માહિર નામ સાંભળતા ની સાથે જ પોતાની આંખો ક્ષણભર માટે બંધ કરી .
ત્યાર બાદ આંખો ખોલી રિમા  માહિર તરફ ફરી.

માહિર નો ચેહરો જોતા જ રિમા ની આંખો માં આછા પાણી આવી ગયા. રિમા એ ઘણી મહેનતે માહિર સાથે આંખો મેળવવી ત્યાં જ માહિર ની આંખો પણ સહેજ ભીની લાગી.

બૉલીવુડ ની ફિલ્મો માં જેમ કરેક્ટ ટાઈમ એ સોન્ગ આવે અને દર્શકો ને એ લાગણીઓ મહેસુસ થાય તેમ જ લગ્ન માં આવેલ ડીજે એ કરેક્ટ સમય પર સોન્ગ શરૂ કર્યું.


હાફ ગલફ્રેન્ડ મુવી નું શ્રદ્ધા કપૂરે ગાયેલ ગીત  " मैं फिर भी तुमको चाहूंगी |" 

बाहों में तेरी आके लगा 
मेरा सफ़र यहीं तक है 

तुमपे शुरु तुमपे ही ख़तम
मेरी कहानी तुम्ही तक है

 दिल को जो दे राहत सी 
तुझमे है वो ख़ामोशी 

सौ बार तलाश लिया खुदको
 कुछ तेरे सिवा न मिला मुझको 

 साँसों से रिश्ता तोड़ भी लूं 
तुमसे तोड़ ना पाऊँगी..    हम्म..

 मैं फिर भी तुमको चाहूंगी
 मैं फिर भी तुमको चाहूंगी
 इस चाहत में मर जाउंगी
 मैं फिर भी तुमको चाहूंगी |




ગીત ના દરેક શબ્દ અને તેનું  મ્યુઝિક બંને ને અંદર ક્યાંક ને ક્યાંક અડકી ને જતા હતા .

ગુસ્સો , પ્રેમ , આશ્ચર્ય ,દુઃખ , દર્દ આવા કેટલાય મિક્સ એક્સપ્રેશન થી એક બીજા સામે જોતા હતા . એ બંનેને આવી રીતે એકબીજા સામે જોતા  જોઈ જગદીશ ને જિજ્ઞાસા કાંઈ સમજી ન શક્યા.
રિમા ની આંખો ના એ આછા પાણી આંસુ માં બદલવા લાગ્યા.

એ જોઈ માહિર એ રિમા ના ચેહરા પર થી નજર હટાવી અને થોડો નોર્મલ બન્યો . ત્યાર બાદ ફરી રિમા તરફ જોઈ અને શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો.

રિમા એ તેની નઝર માહિર ના ચેહરા પર થી હટાવી અને તેના લંબાવેલ હાથ પર કરી. અને ત્યાર બાદ ફરી માહિર સામે જોયું.

રિમા એ એક ઊંડો શ્વાસ લીધો . જગદીશ તરફ જોઈ અને એ બોલી , " હું આવું હમણાં." અને સીધી ત્યાં થી આગળ ચાલતી થઈ પડી.

બેકગ્રાઉન્ડ માં સોન્ગ ચાલતું જ રહ્યું અને ફરી શબ્દો આવ્યા ..
 मैं फिर भी तुमको चाहूंगी |

તે સાંભળતા જ રિમા ની આંખ ના ખુણા માંથી આંસુ બહાર આવવા લાગ્યા. આગળ ચાલતા ચાલતા ની સાથે બહાર આવવા મથતા આંસુ ને ત્યાં થી જ લુછવા લાગી. 

*
આ તરફ માહિર હજુ શેકહેન્ડ કરવા માટે લંબાવેલ હાથ ને એમ જ રાખી અને  ઉભો હતો . તેની નજર છેટ સુધી રિમા પર જ હતી.
આવી રીતે સ્ટેટયું બની ને ઉભા રહેતા માહિર ને જોઈ જિજ્ઞાસા એ તેને ખભે હાથ રાખ્યો અને તેને નામ લઈ ને બોલાવ્યો.
માહિર એ તેની નઝર દૂર જતી રિમા પર થી હટાવી અને તેના હાથ તરફ કરી. ત્યાર બાદ તેના આગળ લંબાવેલ હાથ ની મુઠ્ઠી વાળી ને હાથ નીચો કર્યો અને નઝર પણ..

"આઈ એમ સોરી એને કંઈક કામ યાદ આવી ગયું હશે શાયદ એટલે આમ ચાલતી થઈ પડી." જગદીશ રિમા ની હરકત પર સફાઈ આપતા બોલ્યો.

માહિર જગદીશ ને વચ્ચે જ રોકતા બોલી પડ્યો ,"અરે જીજાજી સફાઈ ની જરૂર નથી . ઇટ્સ ઓકે."
પછી પરિસ્થિતિ ને નોર્મલ કરતા  એ જગદીશ ના ખભે હાથ રાખતા આગળ બોલ્યો, 
"બાકી બધું બરાબર ને?"

" હા હો બધું જ બરાબર ,તું કે કેવું ચાલે તારું રાઇટિંગ ?"

" જ્યાં સુધી યાદો છે ત્યાં સુધી વિચારો છે." કહેતા ફરી માહિર એ રિમા તરફ નજર કરી પણ ક્યાંય દેખાઈ નહીં.

" જૂની યાદો સાથે ઘણો આગળ નીકળી ગયો છો હવે બસ કર અને બીજી યાદો બનાવી લો." પહેલી માં કંઈક કેહતી હોય એમ જિજ્ઞાસા બોલી.

" ના બીજી  યાદો નથી બનાવી હવે જે છે એ ઘણી છે. ઘણું આગળ વધવું છે એ યાદ ને યાદ કરી ને."
જિજ્ઞાસા અને માહિર એક બીજા સામે એકીટશે જોવા લાગ્યા.

" આ ભાઈ બહેન શું વાતો કરે છે કાંઈ નથી સમજાતું ભગવાન. આ મારા લગ્ન ના દાંડિયા રાસ માં મને જ ભૂલી ગયા બોલો." હળવા મજાક ની શરૂઆત કરતા જગદીશ બોલ્યો.

જિજ્ઞાસા અને માહિર બને હસવા લાગ્યા .

****

રિમા ચાલતી ચાલતી થોડી દૂર બધા થી એકલી જઇ અને  એક બેન્ચ પર બેસી ગઈ.શિયાળો નો ઠંડો પવન ફૂંકાતો હતો.રિમા ના છુટા વાળ પવન સાથે લહેરાતા હતા. આંખ માં આંસુ આવે રાખતા હતા પણ રિમા  એમને બહાર આવતા ની સાથે લૂછી નાખતી.

બેકગ્રાઉન્ડ માં ગીતો વાગ્યે રાખતા હતા .લગ્ન નો માહોલ એટલે પ્રેમ ભરેલા ગીતો જ વાગવા ના  અને જ્યાં પ્રેમ હોય ત્યાં દર્દ તો હોવાનો જ છે ને .

વગર દર્દ એ પ્રેમ અધુરો છે .

થોડો સમય રિમા ત્યાં બેઠી રહી અને આ તરફ માહિર રિમા ને શોધવા લાગ્યો.

શીતલ બેન પણ રિમા ને શોધતા હતા, ત્યાં પ હેતલ માસી આવ્યા અને શીતલ બેન નો હાથ પકડી એને સાઈડ માં લાવતા પૂછ્યું ," રિમા ક્યાં શીતલ."

શીતલ બેન નજર ફેરવતા ફેરવતા બોલ્યા " હું પણ એને જ શોધું છું."

" જો બધા મહેમાન આવવા ના શરૂ થઈ ગયા છે .હમણાં જ ભાવના બેન  અને એનો દીકરો હિતેન  પણ આવી જશે." હેતલ માસી મહેમાનો પર નજર કરતા હતા.

"હા હા હેતલ મને ખબર છે એટલા માટે તો હું  રિમા ને શોધું છું. તે ભાવના બેન ને બધી વાત કરી રાખી છે ને.?" 

" હા જાણ તો કરી છે પણ બાકી બધું તો પછી જ નક્કી થાય ને." બીજા મહેમાનો સાંભળી ન જાય એ માટે ધીરે ફુસફુસાવતા હેતલ માસી બોલ્યા.

શીતલ બેન નજર ફેરવતા રિમા ને શોધતા બોલ્યા ," હમ્મ..... પેહલા રિમા તો મળે.ક્યાં ગઈ આ છોકરી? હું આવું હમણાં હેતલ.  અહીંયા જ હશે ક્યાંક . .."

શીતલ બેન રિમા ને શોધવા આગળ નીકળી ગયા.
આ તરફ માહિર પણ રિમા ને શોધતો હતો અને દૂર થી એને રિમા એકલી બેઠેલ જોય.

રિમા દૂર ખુલ્લા મેદાન માં એકલી બેઠી હતી. અને રિમા એ તેના વાળ ને બાંધી લીધા હતા.

આખરે આ તરફ શીતલ બેન ની નજર એ પણ રિમા ને શોધી કાઢી. તેની તરફ જલ્દી ચાલતા ચાલતા રિમા પાસે પહોંચતા ની સાથે બોલી પડ્યા ," રિમા અહીંયા શું કરે છે તું ?"

રિમા એ પાછળ ફરી ને મમ્મી તરફ જોયું.

શીતલ બેન વાત ઉમેરતા  બોલ્યા , " એકલી એકલી કેમ બધા થી દુર ઉભી છે ? અને આ વાળ કેમ બાંધી લીધા તે?
આ વાળ છુટ્ટા કર અને ચાલ ત્યાં દાંડિયા શરૂ જ થાય છે  ."



રિમા કાંઈ ન બોલી બસ મમ્મી ને એક ફેક સ્માઈલ આપી  અને વાળ ને ખુલ્લા કર્યા . રિમા બેન્ચ પર થી ઉભી થઇ વાળ સરખા કરી અને ચાલવા લાગી.


રિમા એ કાંઈ દલીલ ન કરી એ જોઈ એના મમ્મી ને આશ્ચર્ય થયું. થોડી આગળ ચાલતા  મમ્મી એ તેને રોકી ," રિમા બધું ઠીક તો છે ને?"

રિમા એ તેની આંખ ની પાંપણો ઝપકાવી હા કહી અને ફરી એક સ્માઈલ આપી એ ચાલવા લાગી.
થોડી દૂર આવતા ની સાથે આપમેળે રિમા ની આંખો સામે માહિર આવી ગયો. અને દૂર થી માહિર ની નજર પણ રિમા પર જ અટકેલ હતી.
સામે માહિર ને ઉભેલ જોઈ રિમા ચાલતા અટકી. પણ થોડી જ ક્ષણો માં એ માહિર થી વિરુદ્ધ દિશા માં નજર હટાવી અને ચાલવા લાગી.

આ તરફ હેતલ બેન મહેમાનો ના સ્વાગત માં બિઝી હતા . કોઈક  સાથે વાતો કરતા એમણે દૂર થી  શીતલ બેન ને ત્યાં બોલાવ્યા.

" શીતલ આ મારા નંણદ છે ભાવના બેન.સગા નથી તો પણ અમારા સંબંધ સગા ભાભી નણંદ જેવો છે ." હેતલ બેન ઔપચારિકતા દાખવતા બોલ્યા.

" ઓહ હા તમને ઘણા વર્ષો પહેલા જોયા હતા. કેમ છે તમને ?" 

"અરે હેતલ બેન બસ મજા માં અને તમને કેમ છે ?" મળવા ની ફોર્મલિટી ભાવનાબેન એ પણ શરૂ કરી.

"હું પણ મજા માં હો." શીતલ બેન એ હળવું સ્મિત કર્યું અને ત્યાર બાદ હેતલ બેન ને કાંઈક ઈશારો કર્યો.

હેતલ બેન સમજી ગયા એ તુરંત બોલ્યા ," અચ્છા ભાવના બેન હિતેન ન આવ્યો?"

" ના ના આવ્યો છે ને .પણ અહીંયા તેનો એક ફ્રેન્ડ રહે છે એને મળવા ગયો છે . કોલેજ ના ફ્રેન્ડ અને કોલેજ પછી અલગ થઈ ગયા.  અલગ અલગ શહેર માં રહેતા હોય તો મળવા ના મોકા ન મળે. હમણાં દાંડિયા પહેલા તો આવી જશે."
 
"પણ કાલે મળી આવવું હતું ને આજ ને આજ શું ઉતાવળ હતી?" હેતલ બેન એ વાત આગળ વધારી.

" લગ્ન ને બહાને જ મળવા આવ્યો છે એ તો. બાકી આજ કાલ ના છોકરાઓ ને ક્યાં ગમે છે ક્યાંય ફેમિલી ફંકશન આવું." રાવ ખાતા ભાવના બેન બોલ્યા.

" સાચી વાત.  મારી રિમા પણ આવી જ છે . આ તો જગદીશ ના લગ્ન હતા એટલે આવી બાકી દરેક ફંકશન માં આવવા નું નકારી જ દે. લીવ નહીં મળે એક જ બહાનું ." શીતલ બેન એ મોકો શોધી રિમા ની વાત શરૂ કરી.

ભાવના બેન હસવા લાગ્યા અને બોલ્યા , "બધે એ જ સમસ્યા હો."

અને ત્યાર બાદ બંને પોત પોતાના લાડકા લાડકી ના એકબીજા સામે ગુણગાન ગાવા લાગ્યા.

આ તરફ માહિર થી દુર ભાગતી રિમા ની નજર હરીફરી ને  માહિર ને શોધી લેતી. અને માહિર ની નજર તો જાણે રિમા પર જ અટકી ગઈ હતી.


માહિર  બનતી  કોશિશ કરતો રિમા ની સામે રહેવા ની . પણ રિમા એ બધી કોશિશ પર પાણી ફેરવતા આગળ નીકળી જતી.

**
દાંડિયા નો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો હતો. છોકરા અને છોકરી ના પક્ષ વાળા લોકો એકબીજા ની સામસામે બેસી ગયા.
શીતલ બેન અને ભાવના બેન બંને સાથે બેઠા હતા અને રિમા જગદીશ ની પાછળ બીજા કઝીન સાથે બેઠી હતી. અને તેની બિલકુલ સામે જિજ્ઞાસા ની બાજુ માં જ માહિર બેઠો હતો. 

દાંડિયા ની શરૂઆત વરપક્ષ દ્વારા તૈયાર કરેલ વેલકમ પર્ફોર્મન્સ થી  થઈ. ત્યાર બાદ  કન્યાપક્ષ વાળાઓ એ તૈયાર કરેલ પર્ફોમન્સ નો સમય આવ્યો.  પરફોર્મન્સ ની શરૂઆત માં જ એક છોકરો અને છોકરી સામસામે થી દોડતા આવે અને એક બીજા સાથે અથડાય . એ અથડામણ થી છોકરી પડવા જઈ અને છોકરો તેને કમર થી પકડી અને પડતા બચાવી લે. 

એ દ્રશ્ય જોઈ રિમા ની આંખો સામે 3 વર્ષ પહેલાં શિવ મંદિર ની બહાર સર્જાયેલ દ્રશ્ય  તરી આવ્યું..........


શું છે એ વાત ?  રિમા અને માહિર નું શું કનેક્શન છે ? ત્રણ વર્ષ પહેલાં શિવ મંદિર બહાર શું થયું હતું ? બધું જાણવા માટે વાંચતા રહો ,

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન 

- Megha Gokani