એક દિવસ કેયાને ઘરે મૂકી આવીને KD બાઈક સ્ટાર્ટ કરતો હતો કે ત્યાં જ રતિલાલભાઈ આવ્યા. KDને કહ્યું કે " જો કૃણાલ કેયા સાથે મિત્ર બનીને રહીશ તો મને વાંધો નથી પરંતુ..... કેયા ખૂબ લાડકોડમાં ઉછરી છે. કેયાને હાઈફાઈ લાઈફ સ્ટાઈલની આદત છે અને તું એની જરૂરિયાત પૂરી નહિ કરી શકે. શાનમાં સમજી જાય તો તારા માટે સારું છે નહિ તો......તું સમજી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. તું સમજદાર છોકરો છે."
"જી અંકલ તમે શું કહેવા માંગો છો તે હું સમજી ગયો." એમ કહી KD ત્યાંથી નીકળી જાય છે.
KD કેયાને પ્રેમ કરતો હતો. પરંતુ ક્યારેક KDને વિચાર આવી જતો કે હું કેયાને ખુશ રાખી શકીશ.
KDનું હવે બેન્ડ બની ગયું હતું. KD,રૉય,વીકી અને કેયા ચારેય જણ એક Music કંપનીમાં ગયા. તેમના ઑડિશન લીધા. એ music કંપનીએ એમને સિલેક્ટ કર્યાં. હજી તો શરૂઆત જ હતી એટલે KDએ પહેલા છ મહિના સુધીના કરાર પર જ સહી કરી.
કેયા આજે સૂર્યોદય પહેલાં જ ઉઠી ગઈ. નાહીધોઈને કેયા તૈયાર થઈ ગઈ. મહાદેવ શિવ અને માઁ પાર્વતી જેમને અખંડ સૌભાગ્યવતી માનવામાં આવે છે એમની કેયાએ પૂજા કરી.
કેયા પ્રિયાના ઘરે ગઈ. હાથ પર મહેંદી લગાવી. પોતાની બેગમાંથી કપડા કાઢ્યા. કપડા બદલી ચુડીદાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરી લીધો. આંખે કાજળ કર્યું. માથે નાની બિંદી લગાવી. સાદી અને સિમ્પલ પણ કેયા ખૂબ જ સુંદર લાગતી હતી.
પ્રિયા:- "આ બધું શું છે?"
કેયા:- "કંઈ નહિ બસ એમજ મન થયું."
KD,રૉય અને વિકી પ્રેક્ટીસ કરી રહ્યા હતા. કેયા રિહર્સલ રૂમમાં દાખલ થઈ તો KDતો કેયાને જોઈ જ રહ્યો.
રૉય:- "ચાલો યાર કેન્ટીનમાં જઈએ."
વિકી:- "હા આજે ખૂબ પ્રેક્ટીસ કરી છે. બહુ ભૂખ લાગી છે."
રૉય:- "ચાલ કેયા."
કેયા:- "ના આજે મને ભૂખ નથી."
રૉય,વિકી અને KDને પણ આશ્ચર્ય થયું કે કેયાને કેમ ભૂખ ન લાગી. કારણકે કેયાથી ભૂખ જરાય સહન નહોતી થઈ શકતી.
KD:- "ચાલ તો કંઈક પી લેજે."
કેયા:- "ના આજે મારો ઉપવાસ છે."
KD,રૉય અને વિકીને પણ આશ્ચર્ય થયું કે કેયાએ ઉપવાસ રાખ્યો છે.
KD:- "એવો તે ક્યો ઉપવાસ છે કે જેમાં કંઈ પણ ન પી શકાય."
કેયા:- "તમે જાવ નાસ્તો કરી આવો. હું અહીં જ છું."
KDએ રૉય અને વીકી ને કહ્યું "તમે જાવ. હું અહીં જ રહીશ કેયા પાસે."
રૉય અને વીકી જતા રહ્યા. કેયા બારી પાસેના ટેબલ પર બેસી બહાર જોતી હતી. બહારથી આવતા ઠંડા પવનને લીધે કેયાના વાળ વારંવાર ચહેરા પર આવી જતા. હાથથી વાળ સરખા કરવાનો પ્રયત્ન કરતી પણ હાથમાં તો મહેંદી લાગી હતી. ચહેરા પર વારંવાર આવી જતી વાળની લટો કેયાને પરેશાન કરતી હતી. KD પણ મનભરીને કેયાને જોવા માંગતો હતો પણ કેયાના ચહેરા પર વાળની લટો આવી જતી.
તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે....
નીરખું તને કે તરત જ તારા ચહેરા પર દોડી આવે છે....
કેયાની બાજુમાં રહેલા ટેબલ પર KD બેસી જાય છે અને KDએ આંગળીથી કેયાના ચહેરા પર આવી જતી લટોને કાનની પાછળ સરખી કરી ગોઠવી દીધી.
KD સાંજે ઘરે ગયો ત્યારે એની મમ્મી રસોડામાં થાળી શણગારતી હતી.
મમ્મીને થાળી શણગારતા જોઈ KDએ પૂછ્યું
" આજે કંઈક તહેવાર કે પૂજા છે ઘરમાં?"
"હા આજના દિવસે પતિની પૂજા થાય છે. ચંદ્ર અને પતિનું મુખ જોયા પછી જ જમી શકાય." KDની મમ્મીએ કહ્યું.
"સારું મને આમા સમજ ન પડે. મને તો બહું ભૂખ લાગી છે." એમ કહી KD હાથ પગ ધોઈ જમવા બેઠો.
અચાનક જ KDને કેયાનો ઉપવાસ યાદ આવી ગયો.
KD:- "મમ્મી એ જ ઉપવાસ છે ને જેમાં પાણી પણ ન પીવાય."
"હા એ જ ઉપવાસ જેને કરવાચોથ કહેવાય." KDના મમ્મીએ કહ્યું.
આટલું સાંભળતા જ KDએ બાઈક ની ચાવી લીધી અને બોલ્યો "હું હમણાં જ આવ્યો."
"અરે, પણ જમવાનું તો જમી લે. આટલી ઉતાવળમાં ક્યાં જાય છે?" KDના કાને મમ્મીના શબ્દો અથડાયા પણ એણે બાઈક કેયાના ઘર તરફ હંકારી મૂકી.
સાંજે કેયાએ માઁ કરવાની તથા એમના પરિવારની પૂજા કરી.
કેયાના ઘરે તો આવી ગયો પણ અંદર જવું કંઈ રીતે? રતિલાલભાઈએ તો સ્પષ્ટપણે સમજાવ્યું હતું. KDએ છૂપાઈને જ અંદર જવા વિચાર્યું. જેમ તેમ કરીને વરંડા પરથી કૂદકો માર્યો.
"Oh God please help me. આ છોકરી તો પાગલ છે જ પણ મને ભી પાગલ બનાવીને જ છોડશે." એમ સ્વગત બોલતો બોલતો છૂપાઈને કેયાના રૂમમાં આવી ગયો.
લહેંગો,ચોલી અને અંબોડા પર દુપટ્ટો પહેરી કેયા સરસ રીતે તૈયાર થઈ હતી. બાલ્કનીમાં ઉભી ઉભી તારાઓ અને ચંદ્રને જોઈ રહી હતી. KD આવ્યો અને પાછળથી કેયાની બંન્ને આંખો હળવા હાથે મીંચી દીધી.
કેયા:- "કોણ છે? મને ખબર જ હતી કે તું આવીશ KD."
KD:- "તને કેવી રીતના ખબર પડી કે હું છું."
કેયા:- "બસ એમજ મને ખબર પડી ગઈ કે તું જ છે."
ચંદ્રોદયની સાથે ચંદ્રને કળશમાંથી જળ અર્પણ કરી, ચંદ્રને નમન કરી ચારણીમાંથી ચંદ્રના દર્શન કરી પ્રાર્થના કરી KDના ચહેરાના દર્શન કર્યાં. KDએ પોતાના હસ્તે કળશમાંથી કેયાને પાણી પીવડાવ્યું.
હું એ ચંદ્ર છું જેનું
તારા વગર નથી કોઈ આકાશ...
પછી KDએ કેયાને પોતાની મજબૂત બાંહોમાં ઊંચકી લીધી અને પથારીમાં બેસાડી. ટેબલ પર જમવાની થાળી હતી. તે લઈ પથારીમાં બેસી કેયાને ખવડાવવા લાગ્યો. કેયા પણ KDને ખવડાવવા લાગી પણ KDએ કહ્યું "હું જમીને જ આવ્યો છું."
"મને જુઠ્ઠુ બોલે છે તું." એમ કહી કેયાએ KDના મોઢામાં કોડિયો ઘલાવી જ દીધો. બંન્નેએ જમી લીધું.
"ચાલ હવે હું જાઉં." એમ કહી જતો હતો કે કેયાએ KDનો હાથ પકડી લીધો.
"કેયા પ્લીઝ મને જવા દે. કાલે મળીશું." એમ કહી કેયાના કપાળ પર Kiss કરી જતો રહ્યો.
કેયા:- "સંભાળીને જજે."
KD:- "OK... bye...."
ક્રમશઃ