અવિનાશ ની આંખો પહોળી થઈ ગઈ...
“માં તમે ? ....”
અવિનાશ નો જીવ બચાવવા વાળું બીજું કોઈ નહીં પણ એની માતા ..અરુણલતા હતા.
અરુણલતા : હા અવિનાશ .... તે જે દુષ્ટ કૃત્ય કર્યું છે , હવે એની કિમ્મત ચૂકવવાનો સમય આવી ગયો છે.યુધ્ધ નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે.
અવિનાશ : હા પણ તમે અહી ... આટલા સમય બાદ ?
અરુણલતા : હા તારો જીવ બચાવવા...અને તું એટલો દુષ્ટતા પર ઉતરી આવ્યો છે કે તે તારી બહેન પર હુમલો કર્યો .જો તું મારો પુત્ર ના હોત તો તને હું મારા હાથે જ સજા આપી દેત.ક્યાં સુધી હું તારા ગુનાહ માફ કરીશ.મે તને કેદ માથી એટ્લે આઝાદ નહતો કરાવ્યો કે તું પોતાની નીચ હરકતો ફરીથી શરૂ કરી દે.
અવિનાશ : પણ માં .... સ્વરલેખા મારો સાથ આપવાને બદલે એ Vampires નો સાથ આપી રહી છે,મારી પાસે કોઈ વિકલ્પ નહતો.
અરુણલતા : મૂર્ખ ...તું નંદિની ના પ્રેમ માં આંધળો થઈ ચૂક્યો છે ....સ્વરલેખા સત્ય નો સાથ આપી રહી છે અને એ હમેશા સત્ય નો જ સાથ આપે છે.
અવિનાશ પોતાની પથારી માંથી ઊભો થયો.
અવિનાશ : માં .....નંદની મારી જિંદગી છે.એના માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. કોઈ પણ ની હત્યા કરી શકું છું.
અરુણલતા : મારી પણ ?
અવિનાશ : ના માં .....હું તને પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો નંદની ને કરું છું.પરંતુ નંદની ને હું કોઈ પણ પરિસ્થિતી માં છોડી શકું એમ નથી.
અરુણલતા : હું ખાલી તમે સમજાવી શકું છું...બાકી નિર્ણય તારો છે.
હું તો જાઉં છું ....બસ તને એટલું જ કહેવા આવી હતી કે તારી હરકત થી werewolves અત્યંત ક્રોધિત છે અને તારો વધ કરવા માટે નીકળી ગયા છે.
અવિનાશ : મતલબ હવે સ્વરલેખા ની જેમ તું પણ મને છોડી ને જઈ રહી છે ?
અરુણલતા : હું તો હમેશા થી તારી સાથે જ હતી...પરંતુ તારા કર્મો ની સજા તો તારે ભોગવવી જ પડશે.
એટલું કહીને અરુણલતા ત્યાથી નીકળી ગયા.અવિનાશ હવે સાવ એકલો થઈ ગયો હતો,એની માતા પણ એને છોડીને ચાલ્યા ગયા એ જોઈ ને એની આંખો માં આંસુ હતા,પરંતુ એનો અહંકાર જરા પણ ઓછો થયો નહતો.
અવિનાશ : ચાહે કઈ પણ થઈ જાય ....નંદની તો મારી જ છે,werewolves ભલે ગમે તેટલી મોટી સંખ્યા માં હોય પણ ,અવિનાશ નો નાશ કરી શકે એટલી શક્તિ નથી એમના માં.
આ બાજુ સ્વરલેખા અને વિશ્વા એ વિચાર માં ડૂબ્યા હતા કે ના જાણે કોણ છે એ વ્યક્તિ જેને અવિનાશ નો જીવ બચાવ્યો હશે.
એટલામાં જંગલ માથી કોઈ નો આવવાનો અવાજ સંભળાયો ...પણ ધૂંધ અને ધુમ્મસ ના લીધે કઈ સ્પષ્ટ જણાતું ન હતું.
વિશ્વા : સ્વરલેખાજી ... કોઈ werewolf હશે, સાવચેત રહેજો.
પૃથ્વી અને નંદની પણ એમની પાસે આવીને એ બાજુ જોવા લાગ્યા.... થોડી વાર માં એ વ્યક્તિ નો ચેહરો સ્પષ્ટ થયો..... એ વ્યક્તિ અરુણલતાજી હતા.
સ્વરલેખા ની નજર એમના ઉપર પડી .....એને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહતો થતો કે એની માતા અહી ? ક્યાથી ? આટલા સમય થી જે માતા ને એ મૃત સમજતી હતી એ માતા જીવિત છે અને એની સામે ઊભી છે.આ કોઈ ભ્રમ છે કે સપનું?
સ્વરલેખા ના આંખો માથી આંસુ સરી પડ્યા... અને એ દોડતા જઈને એમની માતા ને ભેટી પડ્યા ....અરુણલતા ના આખો માં પણ અશ્રુઓની ધારા હતી...એક લાંબા અંતરાલ બાદ એમને એમની પુત્રી ને જોઈ હતી.
પૃથ્વી અને બીજા બધા મુંજવણ માં હતા કે આ વ્યક્તિ કોણ છે અને સ્વરલેખા એમને કઈ રીતે ઓળખે છે ?
સ્વરલેખા ના મોઢા માથી શબ્દો નીકળ્યા “માં......તું જીવિત છે ...”
એ સાંભળી ને બધા ચકિત થઈ ગયા કે સ્વરલેખાજી ની માતા ? એતો મૃત્યુ પામ્યા હતા .. અવિનાશે ખુદ એની માતા ની હત્યા કરી હતી.તો એ જીવિત કઈ રીતે છે.
અરુણલતા રોતા રોતા ડૂસકાં લેતા બોલ્યા...
અરુણલતા :હા .... હા મારી પુત્રી ....તું સકુશલ તો છે ને ?મને માફ કરી દે હું આટલા વર્ષો સુધી તારા થી દૂર રહી.
સ્વરલેખા : માં તું અહી ? મને એમ કે તું..... ? મને કઈ ખબર પડતી નથી.
અરુણલતા : શાંત થઈ જા બેટા ....હું બધુ જ જણાવીશ તને.
સ્વરલેખા એ એમની માતા ને અંદર લઈ ગયા અને બેસાડયા.
અરુણલતાજી પૃથ્વી અને બધા ને મળ્યા અને ખુરશી પર બેઠા.
સ્વરલેખા : માં તું કઈ રીતે અહી પહોચી ?
અરુણલતા : હું બધુ જ જણાવું છું.
કાલે રાતે અવિનાશ ને બચાવવા વાળી વ્યક્તિ હું જ હતી.
આ વાત સાંભળી ને બધા હબક થઈ ગયા.
પૃથ્વી : તમે એનો જીવ બચાવ્યો ? પણ કેમ ?
અરુણલતા : ફક્ત કાલે જ નહીં ....એને કેદ માથી આઝાદ કરવા વાળી વ્યક્તિ પણ હું જ હતી.
સ્વરલેખા : પણ કેમ માં ....? તું જાણે છે કે એ દુષ્ટ અને ક્રૂર છે અને એને તો તારી હત્યા કરી હતી તો પછી .....
અરુણલતા :ના ....બેટા....અવિનાશ એ મારી હત્યા કરી જ નથી ...કે નથી મારા પર પ્રહાર પણ કર્યો.
સ્વરલેખા : પણ માં ...મે મારી આંખે જોયું કે એને તારા પર હુમલો કર્યો અને તારી હત્યા કરી.
અરુણલતા : ના પુત્રી ...હકીકત અલગ જ છે ...જેનાથી તું આજ સુધી અજાણ હતી કે તને અજાણ રાખવામા આવી છે.
એ વખતે બન્યું એવું કે ... અવિનાશ Dark Magic ની શક્તિઓ થી અત્યંત શક્તિશાળી થઈ ગયો હતો.
પણ એને આ શક્તિઓ નો ઉપયોગ કોઈ દિવસ આપણાં પરિવાર ના વિરુધ્ધ કર્યો નહતો.એ ફક્ત શક્તિઓથી vampires નો અંત ઈચ્છતો હતો ...પણ નંદિની ને મળ્યા બાદ એનામાં ઘણો સુધારો આવ્યો હતો.પરંતુ એને જ્યારે જાણ થઈ કે નંદિની પૃથ્વી ને પ્રેમ કરે છે, એ વાત જાણી ને એ ઉશ્કેરાઈ ગયો હતો.
અને ક્રોધ માં એને witch પર પ્રહાર કર્યો પણ...એની હત્યા કરી નહતી.જ્યારે આપણી શાસક witch ને એ વાત ની જાણ થઈ ત્યારે એને મનમાં ભય બેઠો કે અવિનાશ એની શક્તિથી એમનું શાસન છીનવી લેશે.એટ્લે શાસક witch એ ષડયંત્ર રચ્યું અને આપણાં ઘર પર પ્રહાર કરાવ્યો ત્યારે તું ઘર ની બહાર હતી.તને હુમલા ની જાણ થતાં તું ઘર તરફ ભાગી ...એ વખતે અવિનાશ એ હુમલા ખોર સાથે લડી રહ્યો હતો.
ત્યારે આપણી શાસક witch એ તારા પર ભ્રામક મંત્ર નો પ્રયોગ કર્યો. અને તને એવું દેખાડ્યું કે અવિનાશ એ મારા પર હુમલો કરીને મને મારી નાખી.
અને તે આપણી witches ની અદાલત માં એજ ગવાહી આપી જે તે જોયું હતું,જેથી અવિનાશ ને કેદ થઈ ગઈ.એ વખતે આપણી શાસક witch એ મને ગુપ્ત રીતે કેદ રાખી હતી.જેથી તને જાણ ના થાય કે હું જીવિત છું.તારી આ ખોટી ગવાહી થી અવિનાશ ને તારા પ્રત્યે ઘૃણા થઈ ગઈ.તું મારા અને અવિનાશ ના વિયોગ માં ઘર છોડીને હમેશા માટે નીકળી ગઈ.હું કેટલાય વર્ષો થી એમના કેદ માં હતી. એક દિવસ હું ચાલાકી થી એ લોકો ની કેદ માં થી છટકી ગઈ...
કેદ માં થી આઝાદ થતાં જ મે મારી 2 witch મિત્રની મદદ થી અવિનાશ ને કેદ માંથી આઝાદ કર્યો. આટલા વર્ષો સુધી કેદ માં રેહવાથી અને નંદની ના વિયોગ માં એ પાગલ થઈ ચૂક્યો હતો.
આઝાદ થતાં જ એ નંદિની ના તલાશ માં નીકળી પડ્યો અને હું એ witch ની તલાશ માં નીકળી ગઈ જેને આપણાં વિરુધ્ધ ષડયંત્ર કર્યું, કેટલાય સમય સુધી એ witch ની શોધ કર્યા બાદ મને જાણ થઈ કે એતો પહલે થી મૃત્યુ ને પ્રાપ્ત થઈ ચૂકી છે, જેથી હું તુરંત અવિનાશ ને શોધતી અહી આવી પહોચી.
અવિનાશ એટલો ક્રૂર નથી જેટલું તમે એને માનો છો ... એ દિવસ તો ખાલી એ આપણાં પરિવાર ની રક્ષા કરી રહ્યો હતો.
સ્વરલેખા થોડી વાર સ્તબ્ધ થઈ ગઈ.
સ્વરલેખા : એનો મતલબ હું આટલા સમય થી વ્યર્થ જ અવિનાશ ને તારી મૃત્યુ નો અપરાધી માનતી હતી.અને આજ સુધી એને મારી સાથે જે પણ કર્યું એ એના લીધે કારણ કે મારા કારણે એને કેદ પ્રાપ્ત થઈ.હું કેટલી મૂર્ખ છું કે ભ્રાંમક મંત્ર ને સમજી ના શકી.
અરુણલતા : ના પુત્રી જે કાઇ પણ થયું એ આપણાં વિરુધ્ધ એક ષડયંત્ર હતું.એમાં તારો જરા પણ વાંક નથી.અને એ નંદિની ના પ્રેમ માં અને પૃથ્વી સાથે નફરત માં એટલો આંધળો થઈ ચૂક્યો છે કે એને બીજું કઈ દેખાતું નથી.
સ્વરલેખા : હા... એને બદલા ની ભાવના માં એટલી મૂર્ખતા કરી કે એને werewolves સાથે મિત્રતા કરી લીધી અને એમના સાથે દગો પણ કર્યો.હવે એ werewolves આ દગા નો બદલો લેવા માટે એના પ્રાણ હરવા માટે આવી રહયા છે.
અરુણલતા : હા હું જાણું છું બેટા અને એને સાવચેત પણ કરી ચૂકી છું ... પણ એ એના અહંકાર માં એટલો ડૂબી ગયો છે કે એને werewolves ની તાકાત નો અંદાજ નથી.
પૃથ્વી : તો પછી એને જીવવા તો એના અહંકાર માં ... અને સામનો કરવા દો એમનો.
અરુણલતા : હા પણ પૃથ્વી ...મને એવો અંદેશો છે આ વખતે werewolves સામાન્ય નથી એમની સાથે કોઈ અત્યંત શક્તિશાળી છે.જેનો મને અહસાસ થઈ રહ્યો છે.
સ્વરલેખા : હા ...એવો અહસાસ તો મને પણ થયો છે.
અરુણલતા : અને હા એ જે પણ છે એ અવિનાશ ના બાદ તમારી પાછળ અવશ્ય આવશે.
વિશ્વા : જો એ અમારી સામે આવશે તો એ એની અંતિમ ભૂલ હશે.એના બાદ એ સીધો મૃત્યુ ને પ્રાપ્ત થશે ...
અરુણલતા : ના બેટા ...એની શક્તિ ને ઓછી ના આંકશો .... એ જે કોઈ ભી છે અત્યંત શક્તિશાળી છે.
પૃથ્વી : અરુણલતાજી સત્ય કહી રહયા છે ...વિશ્વા, આપણે એમને હલકા માં ના લેવા જોઈએ. Werewolves શક્તિશાળી તો પહલે થી જ છે અને જ્યારે અસંખ્ય હશે ત્યારે એમને હરાવવા મુશ્કેલ બની જશે. અને જે રીતે સ્વરલેખાજી અને એમના માતા કહી રહ્યા છે ....કે એમની સાથે કોઈ અન્ય શક્તિ પણ છે તો આપણે સાવચેત રહેવું જોઈએ.
વિશ્વા : સાવચેત રહેવા માત્ર થી કઈ નહીં થાય .... ફરીથી તૈયાર થઈ જાઓ એક મોટી જંગ માટે.
અહી આ બાજુ .... વિદ્યુત એની પોતાના werewolves ની સેના સાથે એ જંગલ માં પહોચ્યા જ્યાં અવિનાશ અને પૃથ્વી એ ડેરો નાખ્યો હતો.
અને ત્યાં જઈને બધા werewolves થંભી ગયા.
વિદ્યુત : મારા બધા બંધુઓ ..... આપણ ને દગો કરનારા એ અવિનાશ ને સબક શીખવાડવા નો સમય આવી ગયો છે.
તમારા માથી એક ભાગ સેના એને ચારેય બાજુ થી ઘેરી લો.અને નાશ કરી નાખો એ અવિનાશ નો.
Werewolves ની એક સેના ની ટુકડી અવકાશ તરફ જોઈ ગર્જના કરીને યુધ્ધ નો હુંકાર કર્યો અને અવિનાશ ના નિવાસ તરફ કૂચ કરી.
Werewolves ની ગર્જના સાંભળી ને અવિનાશ સફાળો બેઠો થયો.
અવિનાશ : ઓહહ .... સમય આવી ગયો છે ...
આ જાનવરો ને એમની ઔકાત બતાવવાનો.
થોડીક વાર માં werewolves એ અવિનાશ ના નિવાસ ને ઘેરી લીધું.
અને જોર જોર થી ઘુઘવાટ કરવા લાગ્યા.
એમનો ઘુઘવાટ સાંભળી ને અવિનાશ એક દમ શાંતિ થી બહાર આવ્યો.એમાં થી એક werewolf જે એ ટુકડી નો સેનાપતિ હતો એ માનવરૂપ માં આવ્યો.
અવિનાશ અંગડાઇ લેતા બોલ્યો “કોણ છે યાર ....આટલી રાતે ઘોંઘાટ કરીને મારી ઊંઘ માં ખલેલ પહોચડવાની હિમ્મત કરે છે ....
ઓહ .... તો તમે લોકો છો...તમારી પાસે કઈ કામ નથી .... આમતેમ જાનવરો ની જેમ ભટક્યા વિના?.
અરે હા માફ કરજો ...તમે તો જાનવરો જ છો.
Werewolf : તું પોતાની હદ પાર કરી રહ્યો છે અવિનાશ ..... તે અમારી સાથે દગો કર્યો છે ,તારા લીધે અમારા બંધુ ઓની હત્યા થઈ છે એનો બદલો અમે તારા ખૂન થી લઈશું.
અવિનાશ :એમ ?ખૂબ સરસ ... જો વાતો પૂર્ણ ગઈ હોય તો જે કરવા તમે આવ્યા છો એ કરીએ.
એમ કહી ને અવિનાશ પાછળ થી એક ખંજર કાઢ્યું અને મંત્ર બોલીને ખંજર ઉપર અવકાશ તરફ ફેંકયું.બધા werewolves સમજી ના શક્યા કે એણે આ શું કર્યું.થોડીક વાર માં એ ખંજર વીજળી વેગે નીચે આવ્યું અને કેટલાય wolves ને એકસાથે ભેદી નાખ્યા.
એ જોઈ ને એમનો સેનાપતિ ના ગુસ્સા નો પાર ના રહ્યો એણે બધા werewolves ને એકસાથે આક્રમણ કરવા નો આદેશ આપ્યો.
બધા werewolves ચારે બાજુ થી એકસાથે તૂટી પડ્યા ...બધી બાજુ આક્રમણ થી અવિનાશ મુંજાઈ ગયો.એણે એક સાથે બધા wolves સામે મંત્ર નો મારો શરૂ કર્યો એટલા માં એમનો સેનાપતિ ધીમેક થી પાછળ થી આવીને અવિનાશ ના પીઠ પર હુમલો કર્યો અને અવિનાશ જમીન ઢળી પડ્યો ......................
ક્રમશ .......