Vikruti - 31 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-31

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-31

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-31
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      મહેતાને કોઈ છોડાવી ના શકે એ માટે કૌશિક તેને વિહાનના ઘરે કેદ રાખે છે.વિહાન ત્રિવેદીને મળી મહેતાં વિશે થોડી જાણકારી મેળવે છે જેમાં ‘મહેતાં કેવી રીતે આ ધંધામાં આવ્યો’ તેની વિહાનને જાણ થાય છે.
      ત્રિવેદીને મળી વિહાન કૌશિકને મળે છે અને ત્યારબાદ ઇશાને મળવા બોલાવે છે,બીજીબાજુ ઇલાબેન આકૃતિને હરિદ્વાર જવા મનાવી લે છે.હવે આગળ…
"અહીંયાની હવામાં જ કંઈક જાદુ છે."આકૃતી ટ્રેનના દરવાજા બહાર મોઢું કાઢતા બોલી.
"હા એ તો છે.તને ખબર આકૃતી, અહીંયાની હવા એટલી નશીલી છે ને કે એક વખત લત લાગી જાય તો છૂટે નહીં. સિંગાપોર આ ઉત્તરાખંડ સામે ફિક્કું લાગે છે." ટ્રેનના દરવાજાનો ટેકો લઈ વિક્રમ ઉભો રહ્યો.
"એમ,મને તો લાગ્યું કે તને સિંગાપોરની લત લાગી ગઈ છે વિક્રમ,ત્યાંની લાઈફસ્ટાઈલ અને ....... ." આકૃતીએ મસ્તીમાં નેણ ઊંચા નીચા કર્યા.
     વિક્રમે આકૃતીનો હાથ પકડ્યો અને થોડી નજીક ખેંચતા બોલ્યો," તને બોવ ખબર હે બધી,છોકરી મોટી થઈ ગઈ એમ ને,તને વિહાનની લત લાગી છે એ ખબર છે મને." 
      એ સાંભળતા આકૃતી થોડી શરમાઈ અને વિક્રમના હાથમાંથી એનો હાથ છોડવાતા બોલી, "શટ અપ વિક્રમ." ત્યાં જ આકૃતીનો પગ લપસ્યો.વિક્રમે આકૃતીને કમરેથી પકડી લીધી," સંભાળીને બેબીડોલ અને હા આ વિક્રમ વિક્રમ ન બોલ,મારા સિંગાપોરના ફ્રેન્ડસ મને વિક્કી કહે છે.તો તું પણ મને એ જ નામે બોલાવ."
"વિક્કી....??" આકૃતીને વિહાનની યાદ આવી.
"હા મને ખબર તું વિહાનને પણ વિક્કી કહીને જ બોલાવે છે, હવે અત્યારે તારી સાથે એ વિક્કી નથી તો શું થયું હું તો છું ને હું પણ વિક્કી અને એ પણ. જ્યારે એની યાદ આવે ત્યારે આ વિક્કી સાથે વાતો કરી લેવી.પણ હા હું વનવુમન મેન છું તો એ વિક્કી સમજી તું મને કિસ વિસ ન કરી લેતી." આકૃતિની કમરેથી હાથ હટાવતા વિક્રમ બોલ્યો.
"આવ્યો મોટો વનવુમન મેન વાળો,હટ." આકૃતી હસતા હસતા તેની જગ્યા પર જઈને બેઠી.રાતના આઠ વાગી ગયા હતા,આકૃતીએ વિહાનને ફોન કરવા મોબાઈલ બહાર કાઢ્યો,એ સાથે જ આકૃતીના ફોનની ઘંટી વાગી.
"કોનો વિહાનનો કોલ છે ?" વિક્રમ આકૃતીની સામે બેસતા બોલ્યો.આકૃતીએ બ્લશ કર્યું અને ફોન ઉઠાવ્યો.
"હું તને જ કોલ કરવાની હતી." આકૃતી બોલી.
"ચલ જુઠ્ઠી તું તો મને એક જ દિવસમાં ભૂલી ગઈ." સામે છેડેથી વિહાન બોલ્યો.
"નહિ યાર સાચે અને હું શું ભૂલી તું જ મને ભૂલી ગયો,મળવા તો આવ્યો નહીં અને હું સામેથી આવી હતી તો ભી કહે હું બીઝી છું.આવ્યો મોટો બીઝી છું વાળો.એ તો હું સારી ગર્લફ્રેન્ડ કહેવાઉં કે નારાઝ ન થઈ બાકી બીજી હોતને તો તને કેટલું સંભળાવી દીધું હોત." આકૃતી એક શ્વાસે કહ્યું.
"આ સંભળાવતી નથી તો શું કરે છો ?" વિક્રમ ત્યાં બેઠા બેઠા બોલ્યો.
"શટ અપ વિક્કી." આકૃતીએ વિક્રમને ચૂપ થવા કહ્યું.
"પણ હું ક્યાં કંઈ બોલ્યો જ છું?" વિહાન સામે છેડેથી બોલ્યો.
"અરે ના ના તને નહીં કહેતી આ વિક્રમ...."
આકૃતીને વચ્ચે બોલતા અટકાવી વિહાને કહ્યું ,"પણ તું વિક્કી બોલી હમણાં."
"એ વિક્રમને જ કહ્યું મેં,એને એના ફ્રેન્ડસ વિક્કી કહે છે તો એને કહ્યું હું પણ એને એજ કહું." આકૃતીએ સફાઈ આપી.
     થોડીવાર વિહાન ચૂપ રહ્યો.ચુપ્પી તોડતા એ બોલ્યો,"આકૃતી તારી માટે વિક્કી તો હું જ છું ને ......હેલો.... આકૃતી.....?" 
ફોન કટ થઈ ગયો હતો.
"શીટ યાર, નેટવર્ક ગયું." આકૃતી ફોન તરફ જોતા બોલી.
"સારું થયું, ચાલ હવે નેક્સ્ટ સ્ટેશન પર આપણે ડિનર કરી લઈશું." કહેતા વિક્રમ તેની સીટ પર લાંબો પડ્યો.
***
    વિહાન હજી થોડું ચાલ્યો ત્યાં એક દસ વર્ષનો છોકરો વિહાનને એક ચિઠ્ઠી પકડાવી દોડવા લાગ્યો.વિહાને તેને બૂમ પાડી પણ ત્યાં સુધીમાં એ છોકરો નીકળી ગયો હતો.
“શીટ, ફરી એક ચિઠ્ઠી”કહેતાં વિહાને ચિઠ્ઠી ખોલી.
‘ગૂડ જૉબ વિહાન,મહેતાંને હવે કોઈ નહિ બચાવી શકે.આપણે રાત્રે મળીએ છીએ.હું રિવરફ્રન્ટના ગાંધીબ્રિજ નીચે રાત્રે દસ વાગ્યે તારો વેઇટ કરીશ,મેં વાઈટ ડ્રેસ પહેર્યો હશે.’
‘અરે વાહ,આ તો સામેથી મળવાનું કહે છે’ મનમાં હસી વિહાને કહ્યું.
                     ***
       ઈશા ઘરેથી વિહાનને મળવા નીકળી ત્યારે તેને પણ આ જ ચિઠ્ઠી મળી હતી.ઇશાને પણ રાત્રે દસ વાગ્યે ગાંધીબ્રિજ નીચે બોલાવવામાં આવી હતી.ચિઠ્ઠી બેગમાં રાખી ઈશા વિહાનને મળવા નીકળી ગઈ.
      બંને મહેતાની ઑફિસે ગયા.ત્યાં પહોંચ્યા ત્યારે વિહાનને જાણ થઈ કે મહેતાનો દીકરો અનિલ,છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં છે જ નહીં.વાત ગળે ઉતરે એવી નોહતી પણ મહેતાએ પહેલેથી જ અનિલને દિલ્લી મોકલી દીધો હતો જેથી અનિલને કોઈ વાતની જાણ ના થાય. આટલા વર્ષોથી શેતાની કામો કરતા મહેતાના દીકરાને મહેતાના કામો વિશે ભણક પણ ના લાગે એ વાત વિહાનને પચતી નોહતી.
“શું લાગે? અનિલ ઇનોસેન્ટ છે?”બહાર નીકળતી વખતે વિહાને ઇશાને પૂછ્યું.
“મને તો નહીં લાગતું,મહેતાં ઝડપાઇ ગયો એટલે પોતે પણ ફસાશે એ ડરથી છુપાઈ ગયો હશે ડરપોક”ઇશાએ કહ્યું.
“મને પણ એ જ ડર છે,કદાચ મહેતાંને જેલ થાય તો પણ તેના કામો કરનારો વંશ તો રહેશે જ.કાલે સવારે ઉઠીને આ પણ એવા કામો કરી જ શકે ને?”વિહાને કહ્યું.
“એને પણ શોધી લેશું”ઇશાએ કહ્યું, “તે આકૃતિને કેમ વિક્રમ સાથે જવાની મંજૂરી આપી દીધી?તે આંટીને જોયા હતા?એ આકૃતિને તારાથી દૂર કરવાની કોશિશ કરતાં હતાં અને તે એવું જ કર્યું”
“આકૃતિ પહેલાં તેની દીકરી છે,તેઓને આકૃતિ વિશે નિર્ણય લેવાનો અધિકાર છે અને આમ પણ આકૃતિ સમજદાર છે.”વિહાને કહ્યું, “અને આકૃતિને વિક્રમ સાથે જવા દેવાનું બીજું કારણ છે,જો આકૃતિ અહીં હોત તો આપણને કૉલેજની કંઈ છોકરી આપણને મદદ કરે છે એ શોધવામાં પ્રોબ્લેમ થાત અને હું નથી ઇચ્છતો કે આકૃતિ આ બધા જમેલામાં પડે.એટલે એ દૂર જ ભલી છે”
“તો મને કેમ આ જમેલામાં નાખી?તું મારી સેફટી નથી ઇચ્છતો?”ઇશાએ પૂછ્યું.
“મને આકૃતિ કરતાં તારા પર વધુ વિશ્વાસ છે,મને ખબર છે તું કંઈ પણ રીતે પોતાને બચાવી શકે છે એટલે જ મેં તને કહ્યું નહીંતર ખુશીને પણ કહી શક્યો હોત ને?”
“હા.હા હવે બસ,વધારે પડતા ફુલના ચડાવ અને એ છોકરીને કેવી રીતે શોધવી એ વિચાર”ઇશાએ કહ્યું.
“આઈ થિંક કાલ સુધીમાં એ છોકરી કોણ છે એ આપણે જાણી જશું”વિહાને ચિઠ્ઠી વાળી વાત છુપાવતાં કહ્યું.
‘વિહાનને પણ આ ચિઠ્ઠી મળી છે?’ઇશાએ વિચાર્યું.
“ક્યાં ખોવાઈ ગઈ?ચાલ ડ્રાઇવ કર આજે આપણે મારા માટે નવી બાઇક લેવા જઈએ છીએ”વિહાને ખુશ થઈ કહ્યું.
“નવી બાઇક?”ઇશાએ પૂછ્યું.
“હા,હવે મારી પાસે પણ બાઇક હશે”વિહાને કહ્યું.
“આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા વિહાન?”ઇશાએ શંકાની નિગાહથી વિહાન સામે જોયું.
“વહેતી નદીમાં મેં પણ હાથ ધોઈ નાખ્યા,એ લાંબી કહાની છે,ફુરસતના સમયે કહીશ અત્યારે તું ચાલ”વિહાને કહ્યું.
     બંને નારોલ-નરોડા રોડ પર આવેલા સુઝુકીના શોરૂમે પહોંચ્યા.વિહાને ‘સુઝુકી ગિક્સેસર એસએફ-8' પસંદ કરી.વિહાન ડી-માર્ટમાંથી કોઈ વસ્તુ ખરીદવા આવ્યો હોય તેવી રીતે એક જ નજરમાં બાઇક પસંદ કરી લીધી એ વાત ઇશાને અજુગતી લાગી.પેપર વર્ક પૂરું થયું ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી.
     ઇશાને દસ વાગ્યે ગાંધીબ્રિજ પર પહોંચવાનું હતું એટલે બની શકે એટલું જલ્દી એ ઘરે જવા ઇચ્છતી હતી.વિહાને પણ ત્યાં જવાનું હતું એટલે એણે જ કોઈ કામનું બહાનું બનાવી ઇશાને જવા કહ્યું. ઇશાને બધી જ વાતની ખબર હતી છતાં વિહાને ઇશાને ચિઠ્ઠી વાત ના કહી એ વિચારવા જેવી વાત હતી. 
      વિહાન કૌશિકના ઘરે જઈ ફ્રેશ થયો,કૌશિક વિહાનના ઘરે મહેતાની સંભાળ લેવા જવાનો હતો એટલે એ મોડો આવવાનો હતો.વિહાને ફ્રેશ થઈ આકૃતિને કૉલ લગાવ્યો.
"હું તને જ કોલ કરવાની હતી."વિહાન કંઈ બોલે એ પહેલાં આકૃતી બોલી પડી.
"ચલ જુઠ્ઠી તું તો મને એક જ દિવસમાં ભૂલી ગઈ."વિહાને કહ્યું.
"નહિ યાર સાચે અને હું શું ભૂલી તું જ મને ભૂલી ગયો,મળવા તો આવ્યો નહીં અને હું સામેથી આવી હતી તો ભી કહે હું બીઝી છું.આવ્યો મોટો બીઝી છું વાળો.એ તો હું સારી ગર્લફ્રેન્ડ કહેવાઉં કે નારાઝ ન થઈ બાકી બીજી હોતને તો તને કેટલું સંભળાવી દીધું હોત." આકૃતી એક શ્વાસે બોલવા લાગી.આકૃતિ ખુશ હતી એ વાત તેના અવાજ પરથી વિહાન કળી શકતો હતો.
"આ સંભળાવતી નથી તો શું કરો છો ?" વિહાનને વિક્રમનો અવાજ સંભળાયો.
"શટ અપ વિક્કી." આકૃતીએ કહ્યું.
"પણ હું ક્યાં કાંઈ બોલ્યો જ છું?" વિહાન કહ્યું.
"અરે ના ના તને નહીં કહેતી આ વિક્રમ...."
આકૃતીને વચ્ચે બોલતા અટકાવી વિહાને કહ્યું ,"પણ તું વિક્કી બોલી હમણાં."
"એ વિક્રમને જ કહ્યું મેં,એને એના ફ્રેન્ડસ વિક્કી કહે છે તો એને કહ્યું હું પણ એને એજ કહું." આકૃતીએ સફાઈ આપી.
     થોડીવાર વિહાન ચૂપ રહ્યો.ચુપ્પી તોડતા એ બોલ્યો ," પણ .આકૃતી તારી માટે વિક્કી તો હું જ છું ને ......હેલો.... આકૃતી.....?" 
      ફોન કટ થઈ ગયો હતો.વિહાને મોબાઈલ બેડ પર ફેંક્યો.બોક્સમાંથી સિગરેટ કાઢી સળગાવી.
‘આકૃતિને વિક્રમ સાથે મોકલી મેં કોઈ ભૂલ તો નથી કરીને?”’વિહાને મનોમંથન કર્યું.વિહાનને વિક્રમ પર ભારોભાર ગુસ્સો આવતો હતો પણ એ ગુસ્સો સાઈડમાં રાખી એ ગાંધીબ્રિજ જવા તૈયાર થઈ ગયો.
     સાડા નવે વિહાન રિવરફ્રન્ટ પર પહોંચ્યો.ચિઠ્ઠી મોકલનાર છોકરી કોણ છે એ જાણવાની તાલાવેલી વિહાનના ચહેરા પર જલકાતી હતી. વિહાન સાબરમતીના કિનારે ઉતરી ગાંધીબ્રિજ નીચે પહોંચ્યો.તેણે આજુ બાજુ નજર કરી તો થોડા કપલ્સ અને બે-ત્રણ ફૅમેલી થોડા અંતરે બેસી વાતોમાં મશગુલ હતા.વિહાનની નજર એક ફેમેલીમાં રહેલી અને વાઈટ ડ્રેસ પહેરેલી છોકરી પર પડી.
    ઝીણવટ પૂર્વક નિરિક્ષણ કર્યા બાદ વિહાને કન્ફર્મ કર્યું કે એ છોકરી ચિઠ્ઠી મોકલનાર નથી.કારણ કે એ છોકરીનું ધ્યાન વિહાન તરફ હતું જ નહીં.વિહાન દાદર તરફ મીટ માંડી બેસી ગયો.
“વિહાન?”વાઈટ ડ્રેસ પહેરેલી છોકરીએ પ્રશ્નાર્થના ભાવથી કહ્યું.
“ખુશી?”વિહાને ગુંચવાઈને કહ્યું, “તું મને ચિઠ્ઠી મોકલતી?”
(ક્રમશઃ)
      ખુશી? તો એ ચિઠ્ઠીઓ મોકલનાર છોકરી ખુશી જ છે?એ આઇઆઇએમમાં પણ છે અને તેના ફૅમેલી બેગ્રાઉન્ડ વિશે પણ કોઈ નથી જાણતું. તો શું ખુશી જ મહેતાની છોકરી છે?
     આગળ શું થશે?ખુશીએ બધી ચિઠ્ઠીઓ મોકલી હશે તો તેની પાછળની કારણ શું હશે?શું ખુશી રહસ્યો ખુલા કરશે કે નવા રહસ્યો ઉભા કરશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)