ક્રમશ:(ભાગ_૧૭)
ઘણી વાર સુધી મારી નજર તેનાથી હટી નહી
તે મારી પાસે આવી. બે ચપટી વગાડી બોલી....
હેલો....હેલો...હેલો ...ત્યારે હું ભાનમાં આવ્યો ..!!!!
આ પાટીઁમાં મારે બેસવાનું જ હતું અને સોનલનો ડાન્સ જોવાનો હતો.આજ શ્વેતા,પુજા,કેશા અને સોનલ ડાન્સ કરવાના હતા.થોડીજ વારમાં તેનો ડાન્સ આવ્યો મે સોનલને બેસ્ટ ઓફ લક કહ્યું.
લોકો સ્ટેજ પર આવવા માટે ડરતા હોય છે.
હું ૧૦મા ધોરણમાં હતો ત્યારે મારા એક સરે મને બહુ સરસ વાત કરી હતી.કોઈ દિવસ સ્ટેજ પર જવાનો ડરનો રાખવો.તમારી સામે તમારા મિત્રો છે બીજું કોઈ નથી.તો પછી ડરવાનું શું કારણ..!!આજ સોનલને સ્ટેજ પર જોઈ હું ગવઁ અનુભવી રહ્યો હતો.કેમકે તેને કોઈનો ડરનો હતો.સોનલ અને તેની ફે્ન્ડે સરસ ડાન્સ કર્યો .
સાંજ ઢળવા આવી હતી હું અને સોનલ બંને ભેગા થયા.ઘણા દિવસથી અમે એકબીજાને મળ્યા ન હતા.
પ્રેમી-પંખીડાને એ જ તો હુંફ હોય છે.
સોનલ મારી સામે જોઈ રહી હતી
હું પણ સોનલ સામું જોય રહ્યો હતો..!!
સોનલ થોડી શરમાય...
"મને તો હસાવા હસવાની આદત છે
નજરોથી નજર મીલાવવાની આદત છે
પણ, મારી તો નજર જ ત્યાં મળી છે
જેની નજરો જુકવી શરમાવાની આદત છે"
મે સોનલને કહ્યું ..!!
સોનલ એક વાત પાછું ..?
બોલોને કવિ..!!
તું મને છોડીને ચાલી તો નહી જા ને..!!
કેમ કવિ તમે આવું કહો છો..!
મને નથી લાગતું કે આપણે બંને લગ્નથી જોડાય શકીશુ ..!!
હા, તું મને પ્રેમ કરે છે હું પણ તને ખુબ જ પ્રેમ કરુ છું
હું અને તું સમજી શકીએ પણ આ દુનિયા સમજતી નથી સોનલ.
ના' કવિ તમે આવું ન બોલો..!!
હું કવિ તમને વચન આપું છું જયા સુધી મારુ દિલ ધબકતું હશે ત્યાં સુધી કવિ તમારી શિવાય હું કોઈની નહી થઈ શંકુ. જો કોઈ બીજાની થવા કરતા હું મરવાનું વધુ પસંદ કરીશ.
હા, સોનલ હું પરણીશ તો તને જ..!!
હવે તો તું જ મારુ સ્વઁસ છે.તને છોડી કદી પણ જવાનું હું પસંદ કરીશ નહી.ભલે મારે આકાશ પાતાળ અેક કરવા પડે પણ પરણીશ તો તને જ સોનલ.
સોનલ થોડી વાર રહી મને ભેટી પડી.
મને અળગી કરવાનું મન થતું ન હતું . પણ અમારી ડીજે પાટીઁ શરુ થવાને થોડી જ વાર હતી.અમે બંને એ અળગા થવાનું પસંદ કર્યું .
સોનલની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું .
કે સોનલ મને કહી રહી છે કે,
કવિ તમે મને છોડી તો નહી દો ને..!!
કવિ તમારા વગર હવે હું નહી રહી શકુ...!!!!!!
તે મારી સામે જ આંખોમાંથી ખારા પાણીનો વરસાદ વરસાવતી ચાલી ગઈ...!!!
રાત્રીના બાર વાગ્યે અમારી ડી.જે પીટીઁ પુરી થઈ.કોઈ હોસ્ટેલમા તો કોઈ તેમના ઘર તરફ જવાનો રસ્તો પસંદ કરતા હતા.
મે બોટાદ જવાનું પસંદ કર્યું .
પ્રેમની પુજારણ.....
ઘણા દિવસ થઈ ગયા હું અને સોનલ અમે બંને એકબીજાને મળતા પ્રેમ કરતા.કયારેક પીકચર જોવા જઈએ તો કયારેક ફરવા જઈએ.
સોનલ મને કહેતી કવિ"
હું જીવનપયઁત તમારા પ્રેમની પુજારણ રહેવા માંગું છુ.કદાસ,તેમા ઊણપ આવશે તો?
તે વખતે આ સોનલ પુથ્વી પર નહી હોય.
સોનલ' હુ તારા પ્રેમનો પુજારી બનવા માટે મને ભાગ્યશાળી માનું છુ.
એમ કહેતા મે સોનલના આંખમાં આંખ પોરાવી
િસ્મત કર્યું .
હવે અમારા સાતમા સેમેસ્ટરની એકઝામ પુરી કરી ઘરે જવાનું હતું.
મને લાગતું હતું કે સોનલ મારા વગર હવે નહી રહી શકે.
પણ શું કરીયે!!!!!
અમે બંને આંસુ ભરી આંખે છુટા પડયા.
સુખ અને દુ:ખનું ચક્ માનવ જીવનમાં ફરયા જ કરે છે તેને કોઈ રોકી શકતું નથી એ તો કુદરત પર આધીન છે.
દુનિયામાં કોઈ પણ માણસને પુછવામા આવે કે તમે સુખી છો ?
તો તે જવાબ નકારમાં જ આપશે.
પટ્ટાવાળાને સાહેબ થવું છે અને સાહેબને પ્રધાન થવું છે. આમ એક પછી એક ઈચ્છા વધતી જાય છે.એટલે જ દુ:ખ વધે છે.
આવુ જ દુ:ખ સોનલને માંથે આવી ચડ્યું હતું તે એક ગરીબ ઘરમાંથી થોડેક આગળ આવેલી છોકરી હતી.અચાનક તેના પિતાનું મુત્યુ થયું.
સોનલની મમ્મી પણ અભણ હતી શું કરી શકે.સોનલનો ભાઈ હતો તે પણ બે જ વષઁનો હતો.ઘરની જવાબદારી બધી જ હવે સોનલ પર આવી ચડી હતી.
સોનલને જવાબદારીની ચિંતા ન હતી પરંતુ તેના પિતા એ કહેલ શબ્દો તેના કાનમાં ગુંચતા
હતા.
"બેટા મે તારા માટે મારા મિત્ર સુનીલનો એકનો એક દિકરો પસંદ કર્યો છે.
બેટા તું મારુ વચન ઠુકરાવીશ તો નહી ને"
જેને આંગળી પકડીને મોટી કરી હોય તે પિતાનું વચન કેમ ઠુકરાવી શકે.
સોનલે "હા" કહી તેના પિતાને વિદાય આપી હતી તે કેમ ભુલી શકે.
આજ સોનલ રડતી રડતી તેના બેડ પર ઢળી પડી હતી..!!!!
કવિને હું મારુ દિલ આપી બેઠી છું..!!
તેની સાથે વચનથી બંધાઈ ચુકી છુ .
તેના શિવાય હું પણ હવે રહી શકુ તેમ નથી..
મારા કવિનું શું થશે..!!!
મારુ શું થશે..!!!
શું અમે બંને લગ્ન કરવામાં નિષ્ફળ તો નહી જશુ ને...!!!!!!!
આજ સોનલનુ મન કુષ્ણના ચક્રની જેમ તેજ ફરી રહ્યું હતું.
...................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)