Rudune rangilu in Gujarati Biography by Kamlesh Vichhiya books and stories PDF | રૂડુંને રંગીલું

Featured Books
Categories
Share

રૂડુંને રંગીલું

મોરપીછઁની આત્મકથા.


હુ સદાયે સુંદરતાનું પ્રતીક ઓળખો છો મને ?,  મેહુલાની વાટ જોતાં સદાય થનગનતા મયુરોનું રક્ષક છું. અષાઢી બીજનાં મેઘની સુંદરતા આ કાર્તિકનાં વાહન મારા વગર ન વધારી શકે!!
એમની મનમોહક કળાનો પ્રાથમિક એકમ એટ્લે હુ,
હવે તો તમે મને જાણી જ ગયા હશો, હા હુ એ મોરપીંછ છું.
ચમકતું નવરંગી મોરપીંછ. મારુ બાળપણ તો પેલા મોરલાનાં રક્ષણ અને શોભા વધારવામા ચાલ્યુ જાય છે, ત્યારે મને બિલકુલ ખ્યાલ ન હતો કે મારુ ભવિષ્યમા શુ થશે!
એ દિવસોમા હુ તેની કળામા થનગનતુ અને ઝુમતુ રહતુ , મને ખ્યાલ હતો કે ,  કોઈ ઢેલની સામે પોતાનુ રુપ પ્રદર્શન કરે છે, અને જ્યારે અષાઢ આવે એટ્લે તેં રૂપાળા નટનાં નાચમા ભીન્જવાની પણ મજા આવે હો.

એક દીવસ વનવિહાર કરતા એ સ્વાર્થી મોરે મને ત્યજી દીધું. આ સમયે તેં વૃક્ષ પર બેઠો હતો, અને તેની કળા કરતી ઝાલકોંમા હુ એ સમાંતર છટાઓ માંથી છૂટું પડી પવનમા હિલોળા લેતું પાનખરના પાંદડાઓની વચ્ચે જઇ પડયું. ત્યારે આજે મને મારા એક બંધુએ કહેલી વાત યાદ આવી, તેં કહેતો કે આપણાં રાજતો દ્વાપરમા હતાં, દ્વારિકાનો રાજા પોતાના મુકુટમા જયાં  હીરા અને માણેક શોભે ત્યાં પણ આપણું સ્થાન હતુ, અને આ દ્રારાવતી રાજ્યનો ધ્વજ પણ આપણાં સુન્દર ચિત્રથી સજ્જ રહેતો.  એ સમયમા વૃંદાવનનો એક દિવ્ય ગોવાળ આપણને તેનાં વાંકડિયા વાળમા તેની શોભા વધારવા સ્થાન આપતો. પરંતું તેની એક સંગીની હમેશા ખોટું બોલતી, તેં પેલા ગોવાળને કહેતી કે તુ આ મોરપીંછની શોભા વધારે છે. પણ ટૂંકમાં દ્વાપર ભવ્ય હતુ. કલિયુગમા એ સુખ ક્યાંથી!?

પેલા મોરલાએ મને ત્યજી દીધાં બાદ હુ આ વનમા એકલું અટુલું મારા ધારકની રાહમા તપષ્ચર્યાં કરી રહ્યાં હોવાનો મને અનુભવ થતો, આમ પણ જીવનમા એકલતા બધાના સાથનું મૂલ્ય શીખવી જાય છે. ઘણા સમય સુધી હુ એ સુકા પાંદડા વચ્ચે બેસી રહ્યુ. અને મે એકલતાની આદત બનાવી લીધી , પણ એકદીવસ અચાનક ત્યાં એક દીવસ ફરવા આવેલ સહેલાણીની એક સાત વર્ષની ઢીંગલીએ મને તેનાં કોમળ હાથોમા લીધુ. અને મારો પ્રવેશ એક મોટા શહેરમા થયો. મારા સદભાગ્યે તેં સહેલાણીઓ આ શહેરના ગોવર્ધનનાથજીની હવેલીના પૂજારી હતાં. અને પેલી ઢીંગલીએ મને કાનુડાની ચમકતી પિત્તળની મૂર્તિમાથે લગાવી દીધું. ત્યારે મને મારી તપષ્ચર્યાં ફળી હોય તેવું લાગ્યું. એ મહિના દીવસનો સમય તો મારા માટે સ્વર્ગથી પણ સુન્દર હતો. એ કાનુડાનાં પંચામૃતથી થતા સ્નાન બાદ હુ ફરી તેનાં શણગારમા ગોઠવાઈ જતું. પરન્તુ એક દીવસ સવારે મને આઘાત લાગ્યો. હુ ફરી શ્રી કૃષ્ણનાં શણગારમા પાછું ન ફરી શક્યુ. મને પેલી ઢીંગલી પોતાની શાળાએ લઇ ગઇ, ત્યાં જઇ તેણે પણ શ્રી કૃષ્ણનૉ પહેરવેશ પહેરીને મને માથે ખોસી દીધું. હા તેણીની શાળામા વેશભૂષા કાર્યક્રમ હતો. આજે મને મારુ મહત્વ સમજાણૂ કે મારા ચીહનથી જ કોઈ માનવ આકૃતિ શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરી શકે છે, ત્યારે ગર્વનો અનુભવ થાય છે
.
પરંતું તેં જ દિવસે તેં બાળાએ રમતા રમતા મને ત્યજી દીધું. અને હુ એક સફેદ ઝોળીવાળા વૃદ્ધ માણસના હાથે આવી ચડ્યું. તેં મને એક દેવસ્થાને લઇ ગયો , ત્યાં મે જોયું કે તેણે મારી જેવા મારા બંધુઓને એક તારથી બંધ બંધનમા બાંધેલા હતાં, અને એટલામા તો તેણે મને પણ એ સાવરણીમા ખોસી દીધું. હુ મારા બંધુઓ સાથે આ દેવસ્થાનનાં સફાઇકામમા લાગી ગયુ. હા અહિ મારી સુંદરતાનું કોઈ મહત્વ નથી, પરન્તુ હુ આ સેવાકાર્યથી ખુશ છું.


-રૂડુંને રંગીલું એક મોરપીંછ