Hawas-It Cause Death - 12 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-12

હવસ :-IT CAUSE DEATH-ભાગ 12

પ્રભાત પંચાલની એનાં ઘરમાં જ કોઈએ સ્નાયપર ગન વડે નિશાનો લઈને એની હત્યા કર્યાં બાદ પ્રાથમિક તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડિંગની છત પર ગયેલાં અર્જુનને એક ચેવિંગમ મળી આવે છે..ચેવિંગમને ફોરેન્સિક લેબમાં મોકલ્યાં બાદ અર્જુન પોલીસ સ્ટેશનમાં આરામ ફરમાવતો હોય છે ત્યારે નાયક ત્યાં આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અર્જુનને સુપ્રત કરે છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચતા અર્જુનનાં ચહેરાનાં બદલાયેલાં હાવભાવ જોઈ નાયક અર્જુનને સવાલ કરે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું તે શું લખ્યું છે જે જોઈ અર્જુનનાં મુખ પરનાં ભાવ પરિવર્તિત થઈ ગયાં છે.

"નાયક,આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે પ્રભાતને ભલે સ્નાયપર ગનમાંથી છુટેલી ગોળી વાગી હોય પણ એનું મૃત્યુ ઝેરનાં લીધે થયું છે..અંદર લખ્યું છે કે પ્રભાતનું હૃદય ઝેરની અસરનાં લીધે બંધ થઈ ગયું હતું અને એનાં થોડા સમય પછી એની પર ગોળી ચલાવવામાં આવી છે."

અર્જુનની વાત સાંભળતા જ નાયક સ્પ્રિંગની માફક પોતાની ખુરશીમાંથી ઉછળી પડ્યો.

"શું કહ્યું ઝેર..?"આશ્વર્ય સાથે નાયકે પૂછ્યું.

"હા નાયક ઝેર..પ્રભાતનાં શરીરની અંદરથી ઝેર મળી આવ્યું છે..પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે એ ઝેર કયું છે એની ખબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ લગાવી નથી શક્યાં એટલે એને બેંગ્લોર મોકલ્યું છે સેમ્પલિંગ માટે..આ ઉપરાંત પ્રભાતનાં શરીર પર કોઈ પ્રકારની સોય નું નિશાન નથી જે પ્રભાતનાં શરીરમાં ઝેર એનાં મોં સિવાય અન્ય જગ્યાએથી નથી ગયું એ વાત તરફ ઈશારો કરે છે."અર્જુનમાં અવાજમાં પણ પોસ્ટમોર્ટમમાં લખેલી વાતનું વિસ્મય જરૂર હતું.

"પણ સાહેબ જો પ્રભાત મરી ગયો હતો તો પછી એને સ્નાયપર જોડે ગોળી મરાવવાનો શું અર્થ..?"નાયકનાં જોડે બીજો સવાલ મોજુદ હતો.

નાયકનો સવાલ સાંભળી એનો જવાબ આપવાનાં બદલે અર્જુને સૌપ્રથમ તો પોતાનું ડ્રોવર ખોલી મારબલો સિગારેટનું પેકેટ કાઢી એમાંથી એક સિગરેટ નીકાળી એને સળગાવી અને એનાં બે-ચાર કશ લઈ ગહન વિચાર કરતાં કહ્યું.

"નાયક હવે આ કેસમાં મારાં મતે કોઈએ પહેલાં પ્રભાતને ઝેર આપ્યું અને પછી એનાં જીવવાની થોડી ઘણી શકયતા ના વધે એ માટે એનાં પર ગોળી પણ ચલાવાઈ..મતલબ આ લૂંટ અને હત્યાનો સીધોસાદો કેસ તો નથી જ..બલ્કે હત્યા બાદ એને લૂંટ નાં ઈરાદે કરવામાં આવેલ હત્યામાં ફેરવી દેવા લૂંટનું નાટક કરાયું છે."

"તો સર હવે આપણું આગળનું સ્ટેપ શું રહેશે..?"નાયકે અર્જુનની વાત સાંભળતા જ સવાલ કર્યો.

"નાયક ઝેર આપનારું વ્યક્તિ તો કોઈ નજીકનું જ હોઈ શકે કેમકે એનાં વગર તો પ્રભાત નાં શરીરમાં ઝેર જવું શક્ય નથી."અર્જુન બોલ્યો.

"તો હવે..?"નાયક બોલ્યો.

"નાયક તું આપણાં બે ઓફિસરને સાદા કપડાં પહેરી પ્રભાતનાં અગ્નિ સંસ્કારમાં જવાનું જણાવ.મને લાગે છે પ્રભાતનો કાતીલ જરૂર ત્યાં હાજર લોકોનાં વચ્ચે જ ક્યાંક હશે.ત્યાં હાજર બધાં લોકોની વાત સાંભળી નાનામાં નાની માહિતી મારા સુધી પહોંચાડવાનું જણાવ.."અર્જુને સિગરેટ ની બૂટ ને એશ ટ્રે માં મસળતાં કહ્યું.

"જી સર.."આટલું કહી નાયક અર્જુનની કેબિનમાંથી બહાર નીકળી ગયો.

નાયકનાં જતાં જ અર્જુને ફરીવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર નજર ફેરવી જોઈ.રિપોર્ટ વાંચતા અર્જુન મનોમન બોલ્યો.

"એવું તે કયું ઝેર હશે જેને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પણ ના ઓળખી શક્યો..?અને પ્રભાતનાં પેટની અંદરનાં ભાગમાં એવો કોઈ પદાર્થ નથી મળ્યો જેમાં ઝેર મળી આવ્યું હોય એ વાત પણ વિચિત્ર છે..આ ઉપરાંત બિયરનાં ગ્લાસની અંદર કે બિયરની બોટલની અંદર પણ જે થોડી ઘણી બિયરની બુંદો હતી એમાં પણ ઝેરનું નામોનિશાન નથી..તો પછી આ ઝેર પ્રભાતનાં શરીરમાં પ્રવેશ્યું કઈ રીતે..?"

અર્જુન હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની આંટીઘૂંટી ઉકેલવાની કોશિશમાં લાગેલો હતો ત્યાં નાયક ઝડપભેર અર્જુનની કેબિનમાં આવીને બોલ્યો.

"સાહેબ આજે સાંજે જ પ્રભાતનો અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે..એટલે મેં બાબુ અને ત્રિભુવન ને સિવિલ ડ્રેસમાં ત્યાં જવાનું કહી દીધું છે."

"સારું.."અર્જુને ટૂંકમાં નાયકની વાતનો પ્રતિભાવ આપતાં કહ્યું.

"સાહેબ એક કામ કરીએ તો પ્રભાતની કોલ ડિટેઈલ કઢાવીએ અને એનાં મોબાઈલનો ડેટા ચેક કરાવીએ તો..રખેને કંઈક કલૂ મળી જાય"નાયકે અર્જુનને ચિંતિત જોઈ સુઝાવ આપતાં કહ્યું.

"નેકી ઓર પુછ પુછ..તું સાયબર ડિપાર્ટમેન્ટ ને કોલ કર અને એમની જોડે રહેલ પ્રભાતનાં મોબાઈલમાં જે સિમકાર્ડ છે એની કોલ ડિટેઈલ કઢાવવાની પ્રોસેસ પણ શરૂ કરવાનું કહી દે."નાયકની વાત સાંભળી અર્જુન એને આદેશ આપતાં બોલ્યો.

અર્જુનનો આદેશ મળતાં નાયક કેબિનમાંથી નીકળી બહાર જવા જતો હતો ત્યાં અર્જુનને અચાનક કંઈક યાદ આવતાં એને નાયકને બહાર જતાં રોકતાં કહ્યું.

"અને નાયક બીજી વાત કે શેખ ને કોલ કરી ચેવિંગમ પર નાં DNA કોઈની જોડે મેચ થયાં કે નહીં એની પણ પૂછપરછ કરી લેજે."

"હા,સાહેબ.."આટલું કહી નાયક કેબિનનો દરવાજો ખોલી પુનઃ બહાર નીકળી ગયો.

**********

અર્જુનનાં કહ્યાં મુજબ નાયકે પ્રભાતનાં નંબરની કોલ ડિટેઈલ નિકાળવા માટે નેટવર્ક પ્રોવાઈડર કંપનીને કોલ કરી દીધો અને સત્વરે કોલ ડિટેઈલ મેઈલ કરવા જણાવી દીધું.આ ઉપરાંત સાયબર ડિપાર્ટમેન્ટને પ્રભાતનાં ડેમેજ મોબાઈલમાંથી ડેટાની માહિતી પણ એકઠી કરવાની વાત પણ પુનરાવર્તન કરી દીધી.

સાંજે પ્રભાતનો અગ્નિસંસ્કાર કરવાનો હોવાંથી બાબુ અને ત્રિભુવન નામનાં બે કોન્સ્ટેબલો ને પણ નાયકે સાદા કપડામાં ત્યાં હાજરી આપી પ્રભાતનાં નજીકનાં સગાં વહાલાં અને મિત્ર વર્તુળ પર નજર રાખવાનું કહી ત્યાં રવાના કરી દીધાં.

અર્જુને સોંપેલું કામ પૂર્ણ કર્યાં બાદ નાયકે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં હેડ યાસીર શેખ ને કોલ કરવા માટે હજુ પોતાનાં ખિસ્સામાંથી મોબાઈલ બહાર જ કાઢ્યો ત્યાં સામેથી જ શેખ નો કોલ નાયક પર આવ્યો..નાયક કોલ રિસીવ કરતાં જ બોલ્યો.

"શેખ સાહેબ તમે સો વર્ષ જીવવાના એ નક્કી છે..હજુ કોલ લિસ્ટમાં તમારો નંબર કાઢી તમને જ કોલ કરવા જતો હતો ત્યાં તમારો કોલ આવ્યો.."

"નાયક ભાઈ સો નહીં પણ અલ્લાહ સુખે સુખે સાઠ-પાંસઠ વર્ષ જીવાડે એટલે ઘણું છે.."હસતાં હસતાં યાસીર શેખે કહ્યું.

"એ પણ છે..હવે એતો એ પુછવા કોલ કરતો હતો કે ચેવિંગમ પર મોજુદ લાળમાં મોજુદ DNA કોઈ અપરાધીનાં છે કે પછી આપણી જોડે મોજુદ ડેટામાં જે ક્રિમિનલ છે એમની જોડે એ DNA મેચ જ નથી થતાં..?"નાયકે પોતે યાસીર શેખને કેમ કોલ કરવા જતો હતો એ વિશે વાત કરતાં જણાવ્યું.

"અરે નાયક ભાઈ મેં પણ તમને એ ખુશખબરી આપવા કોલ કર્યો હતો કે તમે જે ચેવિંગમ લાવ્યાં છો એની પરથી DNA મળી આવ્યાં છે અને એ પણ એક ખૂંખાર ક્રિમિનલનાં.. આપણી જોડે જે અપરાધીઓનો DNA ડેટા મોજુદ છે એમાં એક અપરાધી સાથે ચેવિંગમ પર રાખેલાં DNA મેચ થઈ જાય છે."આટલું બોલતાં યાસીર શેખનાં અવાજમાં એક પ્રકારનો ઉત્સાહ સાફ વર્તાતો હતો.

"વાહ..તો તો જલ્દી બોલો કોની સાથે એ DNA મેચ થયાં..?"નાયક પણ અધીરાઈ પૂર્વક બોલ્યો.

"જે અપરાધી નાં DNA સાથે ચેવિંગમ પર મોજુદ DNA મેચ થયાં છે એ ક્રિમિનલ નું નામ છે સલીમ સુપારી.."આલમ શેખે કહ્યું.

"ઓહ..તો અર્જુન સાહેબનો શક સાચો હતો કે પ્રભાત પંચાલ પર ગોળી ચલાવનાર કોઈ પ્રોફેશનલ કીલર જ હશે અને ચેવિંગમ પર મોજુદ DNA પરથી સામે આવેલું નામ સલીમ સુપારી એ વાત તરફ ઈશારો કરે છે કે સાહેબ ની વાત સાચી હતી.."નાયક અર્જુનની બુદ્ધિક્ષમતાનાં વખાણ કરતાં બોલ્યો.

"તમારાં સાહેબ સાચેમાં કળયુગનાં અર્જુન છે..એમનું નિશાન અચૂક જ હોય.."યાસીર શેખ પણ અર્જુનનાં વખાણ કરતાં બોલ્યો.

"શેખ સાહેબ તમારી મદદ માટે ખુબ ખુબ આભાર..હવે સલીમ સુપારી નું અમારાં હાથમાંથી બચવું મુશ્કેલ છે.."આભારવશ શબ્દોમાં નાયકે કહ્યું.

"અરે એતો મારી ફરજ હતી..ભવિષ્યમાં કંઈક કામ હોય તો મને ચોક્કસ યાદ કરજો.."યાસીર શેખે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

"સલીમ સુપારી હવે તું ગમે ત્યાં હોય તારું પોલીસની પકડમાંથી બચવું મુશ્કેલ નહીં પણ નામુમકીન છે.."કોલ ડિસ્કનેક્ટ થતાં જ મોબાઈલને ખિસ્સામાં સેરવીને નાયક મનોમન બોલ્યો અને પછી ઉતાવળાં પગલે અર્જુનની કેબીન તરફ ચાલતો થયો.

*************

રાધાનગરનો મૂળ રહેવાસી સલીમ સુપારી ગુજરાત ભરમાં પોતાની સુપારી લઈને હત્યા કરવાની ટેક્નિક માટે માહેર હતો..પોલીસને ઘણાં મોટાં બિઝનેસમેન ની હત્યા માટે સલીમ પર શક હતો પણ સલીમ પોતાનાં આ ધંધામાં એટલો નિપુણ હતો કે કોઈ નાનો અમથો સુરાગ પણ એ ઘટના સ્થળે છોડતો નહીં.

બે વર્ષ પહેલાં જ્યારે એ એક મર્ડર પછી ઉત્તર પ્રદેશ ગયો હતો ત્યાં એ સ્નાયપર ગન વડે મર્ડર કરવાનું શીખીને લાવ્યો હતો એટલે હવે એ પોતાને સોંપાયેલી બધી હત્યાઓને સ્નાયપર ગન વડે જ અંજામ આપતો..અને એનાં માટે તગડી કિંમત પણ વસુલ કરતો.

દોઢ વર્ષ પહેલાં રાધાનગર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરનાં બધાં ગુનેગારો જે જેલની અંદર હતાં કે જેલની બહાર બધાનાં DNAનાં સેમ્પલ લેવાયાં હતાં જેથી ભવિષ્યમાં એમાંથી કોઈ ગુનેગાર કોઈપણ ગુનામાં સામેલ હોય તો એની ઓળખાણ થઈ શકે અને આજે પોતાની ચેવિંગમ ચાવવાની ટેવનાં લીધે સલીમ સુપારી જ પ્રભાતની હત્યામાં સામેલ હતો એની ખબર પડી ગઈ હતી.

એસીપી અર્જુન પોતાનાં સુધી આવતો જ હશે એ વાત થી બેખબર સલીમ રૂપલલના સાથેનાં સહવાસ બાદ અત્યારે પોતાનાં છુપા સ્થાને આરામ ફરમાવી રહ્યો હતો.આ જગ્યા સલીમે ખાસ પોતાનાં રહેવા માટે ભાડે રાખી હતી.આ એવી જગ્યા હતી જ્યાં પહોંચવું પોલીસ માટે સરળ નહોતું કેમકે સલીમ અત્યારે જ્યાં હતો એ સ્થાન ખૂબ જ ભીડ ભાડ વાળી જગ્યામાં આવેલું હતું.

સાંજ નાં સાત વાગી ગયાં હતાં અને હવે રાત પોતાની ધીમી પણ મક્કમ ચાલે રાધાનગરને પોતાની બાહોમાં જકડી રહી હતી..સલીમ ને રાધાનગર મુકીને જવાનો સમય હજુ થયો નહોતો એટલે એ પોતાનો સામાન પેક કરી ટીવી જોતો હતો.

અચાનક સલીમ નાં મોબાઈલની રીંગ વાગી..સલીમે જોયું તો આ ગેરેજ ચલાવતાં ગફુર ભાઈનો કોલ હતો અને ગફુરભાઈ નાં કોલનો મતલબ સલીમ ખુબ સારી પેઠે જાણતો હતો.

"બોલો ગફુરભાઈ..?"ફોન રિસીવ કરતાં જ સલીમે પુછ્યું.

"પોલીસ આવી રહી છે તને પકડવા..હમણાં જ એસીપી અર્જુન પોતાની ટીમ સાથે એ તરફ આવ્યો છે."ગફુરભાઈ એ સલીમને ચેતવતાં કહ્યું.

"એની માં ને..આ અર્જુન ની તો.."અર્જુનને ગાળો ભાંડતા સલીમે ફોન ને ડિસ્કનેક્ટ કરી દીધો.

"હું અહીં રહું છું એવી અર્જુનને ખબર કઈ રીતે પડી ગઈ..?..એ બધું પછી વિચારીશું અત્યારે તો અહીંથી ભાગવું ઉત્તમ વિકલ્પ છે.."મનોમન આટલું બોલતાં સલીમ ઉભો થયો અને પોતાનો સામાન ભરેલી બેગ ખભે કરી પોતે જ્યાં રોકાયો હતો એ રૂમની બહાર નીકળી ટેરેસ પર પહોંચ્યો.

આ તરફ જ્યારે નાયકને પ્રભાતની હત્યામાં સંદિગ્ધ આરોપી સલીમ સુપારી છે એની ખબર પડી એટલે એને આવીને અર્જુનને આ વાત કરી હતી..અર્જુન સલીમ સુપારીનું નામ સાંભળી તુરંત હરકતમાં આવી ગયો.અર્જુને તાત્કાલિક એક ટીમ બનાવી અને સલીમ સુપરીનાં ઘરે રેડ પાડવા નીકળી પડ્યો.

અર્જુનને એ વાતનો અંદેશો જરૂર હતો કે સલીમ સુપારી એનાં ઘરે નહીં જ મળે અને થયું પણ એવું જ..અર્જુને પોલીસ સ્ટેશનનથી નીકળ્યાં પહેલાં પોતાનાં ખબરી મુન્ના ને સલીમ સુપારીનું એડ્રેસ શોધી લાવવા કહ્યું હતું.સલીમ એનાં ઘરે ના મળતાં અર્જુન પોતાની ટીમ સાથે જેવો જીપમાં આવીને બેઠો એજ સમયે મુન્ના એ ફોન કરી સલીમ હમણાંથી જ્યાં રહી રહ્યો હતો એ જગ્યા વિશે અર્જુનને જણાવી દીધું.

અર્જુન મુન્ના એ બતાવેલી જગ્યાએ જવા નીકળી તો પડ્યો પણ સલીમ જ્યાં રોકાયો હતો એ ચાલી નો રસ્તો એક સાંકડી ગલી અને ભીડભાડ વાળો હતો એટલે એને ચાલી નાં પર્વેશદ્વારે જ પોલીસ જીપ ને અટકાવી અને નાયક, વાઘેલા અને અન્ય કોન્સ્ટેબલો સાથે સલીમનાં ઘર તરફ આગળ વધ્યો.

અર્જુને સુરક્ષા ખાતર એક કોન્સ્ટેબલને ત્યાં ચાલીનાં નાકે જ ઉભો રાખ્યો હતો જેથી ક્યાંક સલીમ એમનાં હાથમાંથી છટકી જાય તો એને ગલીનાં નાકે દબોચી શકાય.સલીમનાં ઘર તરફ આગળ વધતાં અર્જુન પોતાનાં સાથીદારોને અમુક હિદાયતો આપતાં બોલ્યો.

"સલીમ સુપારી પ્રભાતની હત્યા માટે વપરાયેલું એક મહોરું છે..માટે એનાં જોડે એને હાથો બનાવનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે એનું સહીસલામત પકડાવું જરૂરી છે..માટે કંઈપણ થાય કોઇ સલીમ પર ગોળી નહીં ચલાવે..અને જો ચલાવવી પડી તો.."

"તો ગોળી સલીમનાં કમરની નીચેનાં ભાગમાં જ મારવામાં આવશે.."અર્જુનની અધુરી મુકાયેલી વાત ને પૂર્ણ કરતાં એનાં સાથે રહેલાં અન્ય પોલીસકર્મીઓ એકસાથે બોલી ઉઠ્યાં.

"Good.."અર્જુન ટૂંકમાં બોલ્યો.

"સાહેબ..મુન્ના નાં કહ્યાં પ્રમાણે ચોથા માળે તો આપણે પહોંચી ગયાં અને આ રહ્યું દાદરાની ડાબી તરફનો બીજો રૂમ.."સલીમ જ્યાં રોકાયો હતો એ ચાર માળની જુની પુરાણી ઈમારતાનાં ચોથા માળે આવી નાયક ઘીમાં અવાજે બોલ્યો.

સલીમ અત્યારે પોતાનાં રૂમમાં હાજર છે કે નહીં એ વાતથી બેખબર અર્જુન તથા એની સાથે મોજુદ એનાં સહકર્મચારીઓ સલીમનાં રૂમની બહાર ગોઠવાઈ ગયાં.બધાં એ પોતપોતાની લોડેડ રિવોલ્વર હાથમાં મજબૂતાઈથી પકડી લીધી હતી.અર્જુને ઈશારાથી પોતાને બેકઅપ આપવાનું કહી સલીમનાં રૂમનાં દરવાજાને લાત મારી ખોલી નાંખ્યો.

દરવાજો સરળતાથી ખુલી જતાં અર્જુનને આશ્ચર્ય જરૂર થયું પણ એ બધું વિચાર્યા વગર એ હાથમાં ભરી રિવોલ્વરે સલીમનાં રૂમમાં પ્રવેશતાં જ ધમકીભર્યા અવાજમાં બોલ્યો.

"સલીમ..તું તારી જાતને સરેન્ડર કરી દે એમાં તારી ભલાઈ છે..તારી સામે look out નોટિસ જાહેર થઈ ગઈ છે માટે તું તારી જાતને પોલીસ નાં હવાલે કરી દે.."

અર્જુનનાં સાથી કર્મચારીઓ પણ રૂમમાં બધે ગોઠવાઈ ગયાં.અર્જુને પોતાની વાત બે-ત્રણ વખત ઉચ્ચારી છતાં કોઈ હિલચાલ ના થતાં એને ઈશારાથી બાકીનાં પોલીસ કર્મચારીઓને આખા રૂમની તપાસ કરવા માટે ઈશારાથી કહ્યું.એ સાથે જ અડધી મિનિટમાં તો અર્જુનની ટીમ આખા રૂમમાં સલીમને શોધવા ફરી વળી.

"સાહેબ અહીં તો કોઈ નથી..લાગે છે સલીમને આપણાં અહીં આવવાની ખબર પડી ગઈ છે એટલે એ અહીંથી નીકળી ગયો."વાઘેલા એ અર્જુનની સમીપ આવીને કહ્યું.

"એની તો.."વાઘેલાની વાત સાંભળી અર્જુન ગુસ્સામાં પોતાનો હાથ દીવાલે અથડાવતાં બોલ્યો.

સલીમનાં આખા રૂમમાં તલાશી લેવાનું કહી અર્જુન એ રૂમમાંથી બહાર નીકળ્યો અને લોબીમાં આવી મારબલો સિગારેટનું પેકેટ નીકાળી સિગારેટ સળગાવવા જ જતો હતો ત્યાં એની નજર ચાલીની બહાર જઈ રહેલાં એક વ્યક્તિ પર પડી જેનાં હાથમાં એક બેગ પણ હતી..એને જોતાં જ અર્જુન ઓળખી ગયો કે આ સલીમ સુપારી જ હતો.

"સલીમ.."સિગરેટ ને હાથમાંથી નીચે ફેંકી જોરથી બોલતાં અર્જુન દાદરા તરફ ભાગ્યો..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

સલીમ અર્જુનની પકડમાંથી બચવામાં સફળ રહેશે કે નહીં..??સલીમ જોડેથી અર્જુન પ્રભાતની હત્યા પાછળ સામેલ મુખ્ય વ્યક્તિ સુધી પહોંચી શકશે કે નહીં..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ને ઝેર કોને અને કઈ રીતે આપ્યું હતું.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)