Diwangi part 8 in Gujarati Love Stories by Pooja books and stories PDF | દિવાનગી ભાગ ૮

The Author
Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

દિવાનગી ભાગ ૮

   સાહિલ ના મમ્મી એ કહ્યું," બેટા, તું જલ્દી અહીં હોસ્પિટલમાં આવી જા. સાહિલ બસ તારું જ નામ બોલે રાખે છે."
    સમીરા એ કહ્યું," હા, હું હમણાં જ આવું છું." સમીરા એ હોસ્પિટલ નો એડ્રેસ લઈ લીધો.
    સમીરા એ નાઈટ ના કપડા ચેન્જ કર્યા ને લેગીસ અને કુર્તી પહેરીને સ્કુટી પર હોસ્પિટલ જવા નીકળી ગઈ. તેના મનમાં જાત જાતના વિચારો આવતા હતા. તેને થયું કે સાહિલ પર હુમલો વિનીત એ કર્યો હશે?!!! તે વિચારો માં અટવાઈ ગઈ.
        તે હોસ્પિટલ પહોંચી ને તેણે રિસેપ્શન પર સાહિલ ના રૂમ ની પુછા કરી. સમીરા જ્યારે સાહિલ ના રૂમ માં પહોંચી ત્યારે પોલીસ ત્યાં હાજર હતી. સમીરા ને જોઈને સાહિલ ના મમ્મી દોડતા તેને ભેટી પડ્યા. તેમની આંખો માંથી આંસુ વહી રહૃાા હતા. સમીરા એ તેમને સાંત્વના આપી. સાહિલ પલંગ પર સુતો હતો. તેના હાથ ,પગ અને કપાળ પર પાટા બાંધેલા હતા. તેના એક હાથ માં સોય ભરાવેલી હતી. જેના દ્ધારા તેને બોટલ ચડી રહી હતી.
      સાહિલ એ બંધ આંખે જ ધીમા ધીમા અવાજે ઘડી ઘડી સમીરા નું નામ લઈ રહૃાો હતો. સાહિલ ના મમ્મી એ સમીરા ને ઈશારો કર્યો ને સમીરા સંકોચ સાથે સાહિલ ની પાસે ગઈ. સાહિલ એ ધીમે રહીને આંખો ખોલી. તેણે સમીરા ને જોઈને તે સાથે તેના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. તેણે સમીરા તરફ હાથ લંબાવવા પ્રયત્ન કર્યો . સમીરા એ સંકોચ સાથે તેના હાથ પર હાથ મુકયો.
      ત્યાં ડોક્ટર આવી પહોંચ્યા . તેમણે સાહિલ ને ચેક કર્યો ને કહ્યું," ચિંતા ની કોઈ વાત નથી. થોડા જખ્મ છે. તે રુઝાય જશે."
   ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ ડોક્ટર ને પુછ્યું," અમે પુછતાછ કરી શકીએ છીએ."
   ડોક્ટર એ કહ્યું," હા ,કરી શકો છો."
ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ સાહિલ સામે જોતા કહ્યું," મિ.સાહિલ, તમને કેવું લાગી રહ્યું છે?"
   સાહિલ એ સમીરા સામે જોતા કહ્યું," પહેલા થી ઘણું સારું લાગી રહ્યું છે." સમીરા પોતાનો હાથ છોડાવવા માંગતી હતી પણ તેમ કરી ન શકી.
  " તો તમારી સાથે શું થયું ? તમારી આવી હાલત કેવી રીતે થઈ ?" ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ પુછ્યું.
   સાહિલ એ ધીમા અવાજે કહ્યું," હું ઓફિસ નું કામ પતાવી મોડે થી પોતાની ગાડી માં  ઘરે જતો હતો. ત્યાં રસ્તા ની વરચે કોઇ એ લાઈન માં પથ્થરો મુકી દીધા હતા. આ જોઈ મને ગુસ્સો આવ્યો. હું મારી ગાડી માંથી બહાર આવ્યો ને હું પથ્થર હટાવા જતો હતો ત્યાં મારો ચહેરો હેડલાઈટ ના પ્રકાશ થી અંજાઈ ગયો. સામે થી એક બાઈક આવી રહી હતી. તે બાઈક મારી એકદમ નજીક આવીને ઉભી રહી ગઈ. તે બાઈક પર બેઠેલા માણસે હેલ્મેટ પહેરી હતી. તે બાઈક પર થી ઉતરીને મારી તરફ આવવા લાગ્યો. તેની પાસે એક લાકડી હતી. હું તેને પુછુ કે તે કોણ છે તેની પહેલાં તેણે મારા કપાળ પર લાકડી થી પ્રહાર કરી દીધો.
        મને ચક્કર આવી ગયા ને હું લથડી પડ્યો. પછી તો તેણે મને લાકડી થી મારવાનું ચાલુ જ કરી દીધો. મેં તેનો સામનો કરવાની કોશિશ કરી પણ તે બહુ જ શકિતશાળી અને મજબૂત હતો ને મારા કપાળ પર લાગવાથી હું તેનો સામનો ન કરી શક્યો. હું બેભાન થવાની તૈયારી માં હતો ત્યારે તે મને ધાયલ અવસ્થામાં મુકીને બાઈક પર બેસીને ટનૅ મારીને આવ્યો હતો તે રસ્તે પાછો જતો રહ્યો. મેં બેભાન થતાં પહેલાં તેની બાઈક પર પાછળ વી લખેલું જોયું હતું."  તેની વાત સાંભળી ને સમીરા ચમકી ને આ વાત ઇન્સ્પેક્ટર એ ધ્યાન પર લીધી.
        ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ પુછ્યું," તમે મદદ માટે કોઈ ને બુમ ન પાડી ?"
   સાહિલ એ કહ્યું," મોડી રાત નો સમય હતો . રસ્તો ખુબ સુમસામ હતો. કોઈ ની મદદ મળે તેમ ન હતું ."
   ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ પુછ્યું," તમે બાઈક ની નંબર પ્લેટ જોઈ હતી ?"
  સાહિલ એ કહ્યું," નહીં ."
  ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું," ઓકે. અમે તપાસ કરીશું ને પછી તમને જાણ કરીશું." તે રૂમ ની બહાર નીકળી ગયા.
    સાહિલ એ સમીરા તરફ જોયું ને કહ્યું," પ્લીઝ, સમીરા. સવાર ના મારા વર્તન માટે મને માફ કરી દે. હું બહુ ગુસ્સા માં હતો. "
   સમીરા એ હળવે થી પોતાનો હાથ છોડાવતા કહૃાું," હું હમણાં આરામ કર. આ બધી વાતો પછી કરીશું."
   સાહિલ ના મમ્મી એ કહ્યું," બેટા, આજ ની રાત તું રહીશ અહીં ?"
   સમીરા થોડી અવઢવ માં મુકાઈ ગઈ પછી તેણે કહ્યું," હા"
      સાહિલ આ સાંભળી ખુશ થયો. સાહિલ ના મમ્મી પપ્પા સમીરા ના ઘર છોડીને ગયા પછી સાહિલ સાથે જ રહેતા હતા.
     સવાર ના સમીરા પોતાના ઘરે પાછી આવી. તે શારીરિક અને માનસિક બંને રીતે થાકી ગઈ હતી. તેણે ઓફિસ એ ફોન કરીને રજા મુકી દીધી.
        તે  ફ્રેશ થઈને ચાનો કપ લઈને હજી બેઠી જ હતી. ત્યાં ડોરબેલ વાગી. સમીરા એ દરવાજો ખોલ્યો તો સામે ઇન્સ્પેક્ટર જશવંતસિંહ હતા. તેને ખુબ નવાઈ લાગી.
    ઇન્સ્પેક્ટર સાહેબ એ હસતા કહ્યું," મને તમારી સાથે થોડી વાત કરવી છે."
  સમીરા એ કહ્યું," હા, પ્લીઝ. અંદર આવો."
    ઇન્સ્પેક્ટર સાહેબ એ સોફા પર બેસી ગયા. સમીરા એ કહ્યું," તમે કશું લેશો. "
   " ના, થેંક્યું."
સમીરા તેની સામે ખુરશી પર બેસી ગઈ. થોડીવાર પછી ઇન્સ્પેક્ટર એ કહ્યું," શું તમે સાહિલ પર હુમલો કરનાર ને ઓળખો છો."
     સમીરા આ સાંભળી ને થોડી ચોંકી ગઈ. તેણે પછી સ્વસ્થ થતાં કહ્યું," ખાતરીપૂર્વક તો નહીં પણ મને એક વ્યક્તિ પર શંકા છે. "
    " કોના પર ?"
" વિનીત પર " આમ કહી સમીરા એ પોતાને મળતા લેટર, બાઈક વાળા એ પોતાના પર કરેલો હુમલો ને વિનીત ના ગાયબ હોવાની બધી વાત કરી.
     " ઓકે, અમે વિનીત ની શોધ કરીશું. જરૂર પડશે તો તમારી મદદ લઈશું."
    " ઓકે સર" ઇન્સ્પેક્ટર જશવંતસિંહ સમીરા ના ઘર થી બહાર નીકળી ગયા.
        સાંજ સુધી માં સમીરા ના મમ્મી પપ્પા પણ પહોંચી આવ્યા. તે લોકો સાહિલ ની તબિયત પુછવા આવ્યા હતા. સાહિલ ને હજી પણ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાનું હતું. બંને ના ડીવોસૅ ની તારીખ પણ પાછળ ઠેલાઈ ગઈ.
       સમીરા ના મમ્મી અને સાહિલ ના મમ્મી પપ્પા ઇરછી રહૃાા કે સમીરા સાહિલ ને અપનાવી લે . પણ સમીરા હજી પણ પોતાના નિર્ણય માં મક્કમ હતી. સમીરા ના મમ્મી-પપ્પા રોકાઈ ગયા હતા.
      રોજ સમીરા અને તેના મમ્મી વરચે આ બાબતે ઉગ્ર ચર્ચા થતી હતી. પ્રતીક  પોતાના શહેર માં ગયો હતો. અઠવાડિયા પછી ફરી પાછો આવવાનો હતો.
               *************************
       અઠવાડિયું તો જલ્દી પસાર થઈ ગયું. કોઈ ખાસ ઘટના ન બની. સાહિલ હવે એકદમ સ્વસ્થ થઈ ગયો હતો. સમીરા હજી પણ ડીવોસૅ લેવા ઇરછતી હતી. સમીરા ના પપ્પા તેને સપોર્ટ કરી રહ્યા હતા.
           સમીરા ઓફિસ માં કામ માં ડુબેલી હતી. આજે શાલિની ઓફિસ આવી ન હતી. લંચ બ્રેક માં સમીરા હજી પોતાનું ટિફીન ખોલીને ખાવા જતી હતી ત્યાં તેના મોબાઈલ ની રીંગ વાગી.
     સમીરા એ ફોન જોયો તો શાલિની નો હતો. તેણે તરત ફોન રિસીવ કર્યો . સામે થી શાલિની નો ગભરાયેલો સ્વર સંભળાયો .
    શાલિની બોલી," સમીરા, પ્લીઝ , તું જલ્દી મારા ઘરે આવ. મને ખુબ જ મહત્વ ની વાત તને કરવી છે."
   સમીરા એ કહ્યું," શું થયું ? તું ઠીક તો છો ને ?"
શાલિની એ કહ્યું," પ્લીઝ, કોઈ સવાલ ન કર. જલ્દી મારા ઘરે આવ."
      સમીરા એ કહ્યું," હું હમણાં જ આવું છું." તે તરત પોતાની સ્કુટી પર શાલિની ના ઘરે જવા નીકળી ગઈ.
    રસ્તા માં ટ્રાફિક ખુબ જ હતું. સમીરા ને શાલિની ના ઘરે પહોંચતા અડધો કલાક નીકળી ગયો. સમીરા એ શાલિની ના ઘર પાસે સ્કુટી ઉભી રાખી. તેના ઘર નો દરવાજો ખુલ્લો હતો.
      સમીરા ગભરાતા અંદર દાખલ થઈ. ડ્રોઈંગ રૂમમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો. સમીરા એ બુમ પાડી," શાલિની.." તે બુમ પાડતા શાલિની ના બેડરૂમ માં ગઈ. ત્યાં પહોંચી ને તેની આંખો આશ્વર્ય થી પહોળી થઈ ગઈ.
       શાલિની તેના બેડ પર હતી. તેની આંખો ખુલ્લી હતી. તેના પેટ માંથી લોહી નીકળી રહ્યું હતું. શાલિની મૃત્યુ થઈ ગયું હતું. લોહી ના ખાબોચિયાં માં શાલિની નું શરીર પડ્યું હતું. તેના એક હાથ ની મુઠ્ઠી વાળેલી હતી ને એક હાથ ની હથેળી ખુલ્લી હતી. તેની ખુલ્લી આંખો માં ભય ડોકાઈ રહ્યો હતો.
       શાલિની હજી આ આધાત માંથી બહાર આવે ત્યાં તેનું ધ્યાન બેડરૂમ ના દરવાજા ની પાછળ ગયું. ત્યાં દરવાજા ની પાછળ પ્રતીક એક હાથ માં ચાકુ લઈને ઉભો હતો. તેનો ચહેરા પર કોઈ ભાવ ન હતા. તે બસ અપલક નજરે શાલિની ની લાશ સામે જોઈ રહ્યો હતો. પ્રતીક ને જોઈને સમીરા ની ચીસ નીકળી ગઈ.