A different relation - 3 in Gujarati Love Stories by Anki Rudani books and stories PDF | અ ડિફરન્ટ રિલેશન - ૩

Featured Books
Categories
Share

અ ડિફરન્ટ રિલેશન - ૩

આરોહી અનિકેત ને ભણવામાં મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. અનિકેત રોજ કઈક ને કઈક કારણસર આરોહી પાસે જઈને બેસી જાય છે.

આરોહી અનિકેત સાથે સહજતાથી વાત કરતી અને એ પણ કામ પુરતી જ.  આ વાત અનિકેત ને વધુ ખૂંચતી કે આરોહી તેને પ્રાથમિકતા નથી આપી રહી.  તે બધા મિત્રો ને એમ કહેતો ફરતો કે આરોહી તેની પ્રેમિકા છે જે વાતથી આરોહી અજાણ હતી. એમાં પણ એક અજાણ્યે થયેલી ઘટનાએ આ વાત પર બીજાની નજરો મા મહોર લગાવી દીધી. થયું એવું કે એક દિવસ આરોહી અને તેની બહેનપણીઓએ નજીક ના સિનેમા હોલમાં
જોવાનું નક્કી કયુઁ.  અનિકેત પણ તેના મિત્રો સાથે ત્યાં મુવી જોવા આવેલો.  બસ પછી તો અનિકેત ના બધા મિત્રો એવું જ માનવા લાગ્યા કે આરોહી અનિકેત ના લીધે આવી છે અને એ બન્ને વચ્ચે કઈક છે અને તે લોકો રિલેશન માં બહુ આગળ વધી ચુકયા છે. ધીરે ધીરે આ વાત આરોહી ના કલાસ માં પણ ફેલાઈ ગઈ અને હવે તો શિક્ષકો સુધી પહોંચી ગઈ.  બધા આરોહી ને ટોન્ટ કરવા લાગ્યા. જે શિક્ષકો પેલા આરોહી ના એક સીધી સાદી અને આદર્શ છોકરી ની રીતે વખાણ કરતા એ જ હવે તિરસ્કાર ની નજરે જોવા લાગ્યા હતા. છેવટે આરોહી ને કોઈ વ્યક્તિ દ્વારા જાણ થઈ કે આ બધું અનિકેત એ ફેલાવ્યું છે.

આરોહી ના ગુસ્સા નો પાર જ ના રહયો.  અનિકેત ને કેન્ટિનમાં જોયો કે તરત જ દોડી ગઈ અને અનિકેત પર ગુસ્સો ઠાલવવા લાગી. "તારી હિંમત જ કેમ થઇ આ બધું ફેલાવવાની...!!  અરે,  મેં તો તારા માટે એવું કઈ વિચાર પણ નથી કર્યો અને તું શું બધા ને ગમે તેમ બોલે છે મારા વિષે!! " આરોહી વધારે બોલી ના શકી.

આરોહી ની આ હાલત જોઇને અનિકેત બહુ જ કુશળતા અનુભવી રહ્યો હતો અને હસતા હસતા કહયું "કેમ બહુ ઘમંડી હતી ને તું તો...  પોતાની જાતને મહાન સમજતી હતી ને.  આ બધું મેં જ કયુઁ છે અને આ પ્લાન પણ મારો જ હતો.  તે મને ફ્રેન્ડશીપ માટે ના કહ્યું અેટલે બધાએ મારી હાંસી ઉડાવી.. તે જ  દિવસે મેં નક્કી કર્યુ હતુ કે હું તને બધાની સમક્ષ બદનામ કરીને રહીશ.  અને જો...  મેં કરી બતાવ્યું ને..  કેટલો સ્માર્ટ છું ને હું તારી સાથે રહીને જ તને... " ઘમંડ અને પોતાની જાતને મહાન સમજી ને બધું બોલી હસવા લાગ્યો અને ત્યાથી જતો રહ્યો.

પણ આ બધું સાંભળી ને આરોહી ડઘાઈ ગઈ હતી.  આ બધું એના વિચાર્યા બહાર નું હતું. આરોહી વિચારો ના સાગરમાં ડૂબી જાય છે..  મેં એવું તો શું કયુઁ હતું..  એને રિજેક્ટ કયુઁ તો એનો બદલો લેવા માટે આ નાટક!!!  કોઈ આટલું ખરાબ કેવી રીતે કરી શકે!!!  આ વ્યક્તિએ મને કોલેજમાં બદનામ બસ આ જ કારણે કરી કે મેં એને ના કહ્યું હતું!! 

મનોમંથન કરતી આરોહી ને શિવાનીએ જગાડી "આરોહી,  તું આ બધું મન પર ના લઈશ.  આવા લોકો પાસે બીજી ઉમીદ પણ શું રાખી શકાય. એ માણસ જ...  " શિવાની વાકય પૂર્ણ કરે એ પહેલાં જ આરોહી રડી પડી.  "શિવાની આરોહી ને શાંત કરાવીને ક્લાસ માં લઈ જાય છે.  પણ આરોહી ના મનમાં તો અજાણ્યા બનેલી ઘટના જ ચાલ્યા કરતી હતી. આમ થોડા દિવસ સુધી ચાલતું રહ્યું. 

એક દિવસ શિવાની ગુસ્સે થઈને બોલી ઊઠી "શું છે તારે!!  તારો ઈરાદો શું છે!!  એ માણસ વિષે આટલું વિચારવાનો શું મતલબ નીકળે!!  ક્યાંક તું એને પસંદ કરવા લાગેલી એવું તો નથી ને!!  એટલે તને વધુ દુઃખ થાય છે. "

આરોહી છંછેડાઈ ગઈ,  " શું ગમે તેમ બોલે છે તને ખબર છે મને અનિકેત બિલકુલ પસંદ ન હતો.  અને રહી વાત દુઃખ ની તો સાંભળ.  કાલે હું મેમ પાસે રેફરન્સ બુક્સ ની માહિતી લેવા ગઈ હતી ને તો સરે મને કઈ જવાબ ન આપ્યો અને હું પાછી ફરી કે તરત જ બીજા સર ને કહેવા લાગ્યા કે આના જેવા ને ભણવાનું શોભા ના આપે..  લફરાં કરવા જ આવો છો ને..  મા બાપે ભણવા મોકલ્યા હોય અને રાસલીલા ચાલુ હોય. "
શિવાની આ સાંભળીને દંગ રહી ગઈ " સાચું!!  મેમ આવુ બોલ્યા!!  આ એ જ મેમ છે જે પેલા તારા વખાણ કરતા થાકતા ન હતાં.  પેલા તું એમના માટે આદર્શ વિધાથીૅ હતી અને હવે વિલન બનાવી દીધી.  "

"હા, શિવાની..  હું એટલે દુઃખી છું. હજુ તો ત્રણ વર્ષ કાઢવાનાં છે અહીં..  આવી છબી સાથે કેટલું મુશ્કેલ છે હું આવી વાતો ના સાંભળી શકું મારા વિષે." આરોહી ચિંતા મા પડી જાય છે.

શિવાની સમજાવે છે કે "જો હવે આપણે કોઈને બોલતા અટકાવી તો ના શકીએ. તું આવું બધું ધ્યાનમાં જ નહીં લેતી હવે.  જો હમણાં ફાઈનલ એક્ઝામ આવે છે તો તેના પર ધ્યાન કેન્દ્રિત કર. બીજી ચિંતા પછી કરીશું. "
"હા સાચી વાત છે તારી.  જોજે હું મારા રીઝલ્ટ થી બધાનાં મોં બંધ કરી દઈશ. "

આરોહી બધું ભુલીને પરીક્ષા ની તૈયારી કરવા લાગે છે અને તેના બધા પેપર પણ સારા જાય છે.

આમ થોડા સમય માટે પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવે છે.  આરોહી ક્લાસ માં બીજી આવે છે.  આ વાત સાંભળી અનિકેત ને ઈર્ષા થવા લાગે છે.  એ પાછો આરોહી ને મળવાની કોશિશ કરે છે પણ આરોહી હવે એની કોઈ વાત સાંભળતી જ નથી.  અને આરોહી ના જીવન રૂપી પુસ્તકમાંથી અનિકેત નામનું પન્નુ પલટાઈ જાય છે.

આમ આરોહી પાંચમા સેમેસ્ટર સુધી બીજા ક્રમે આવે છે અને પ્રથમ આવવા માટે મહેનત પણ એટલી જ.  હવે શિક્ષકો ના મનમાં આરોહી એ પાછું સ્થાન મેળવી લીધું હતું.  અારોહી બસ ખુશ હતી. પણ આ થોડી કઈ સુખદ અંત છે હજુ તો એક મહત્વનું પ્રકરણ તો બાકી હતું.

ક્લાસ માં પ્રથમ આવવા આરોહી મહેનત તો કરતી જ પણ કદાચ કિર્તન કરતા ઓછી.  હા,  કિર્તન બીજો કોઈ નહિ પણ એ જ છે આરોહી ને ટોપ કરવામાં હરીફાઈ આપીને હરાવી દેતો.  આરોહી ના કલાસ નો ટોપર કિર્તન જે સ્વભાવે એમ ચંચળ પણ હતો નમ્ર અને વિવેકી. સ્માર્ટ અને સારો એવું આકર્ષક ચહેરો પણ ઘમંડી તો જરા પણ નહિ. આરોહી અને કિર્તન હતા તો એક જ કલાસમાં પણ એકબીજાને ફક્ત નામ અને ચહેરાથી ઓળખતા.  બંને એકબીજાને ઘમંડી સમજીને વાત જ ના કરતાં. પણ હકીકતમાં તો કોઈ ઘમંડી હતું જ નહીં.

કલાસમાં ફક્ત સાત જ છોકરીઓ અને બીજા બધા છોકરાઓ. આ બે વર્ષ સુધીમાં તો ક્લાસ ની પાંચ છોકરીઓની પ્રેમ કહાની તો કલાસ માં જ લખાઈ ગઈ હતી.  બાકી બે માં એક હતી શિવાની જેનાથી તો કલાસ ના બોય્ઝ દૂર રહેવું જ પસંદ કરતા. શિવાની ના ગુસ્સાથી ડરતા.  અને બીજી આરોહી જે કલાસ ની ટોપર હોય એના લાયક આપણે નથી એવું માનીને બધા કામ પુરતો જ વ્યવહાર કરતાં આરોહી સાથે.

કિર્તન સ્વભાવે રમતિયાળ પણ એટલો જ હતો. ક્લાસ માં કઈક ઊંધું ચતુ કાંડ કરવામાં એ મોખરે જ હોય પણ હોશિયાર ને કોઈ વાંક મા જ ના લે એટલે એ હંમેશા બચી જતો અને બીજા વાંકે ચડતા. એક દિવસ રમત રમત માં કિર્તન ને આરોહી સાથે દોસ્તી કરવાનો ટાસ્ક મળ્યો પણ કિર્તન ને ત્યારે તો ના કહી દીધું.

એક દિવસ આરોહી ના મોબાઇલ માં એક મેસેજ આવ્યો.

શું હતો એ મેસેજ??
મેસેજ મોકલનાર કોણ??
.....
ક્રમશઃ